←
તઅકીબાત
અક્ષરોની સાઇઝ:

નમાઝની સલામ પછી પડવાની દુઆ

શૈખ તૂસીની કિતાબ મિસબાહમાં નકલ થયું છે કે જ્યારે નમાઝની સલામ પડી લ્યો તો ત્રણ વખત અલ્લાહો અકબર કહો, દરેક વખતે તમારા હાથોને કાન સુધી ઊંચા કરો અને ત્યાર બાદ આગળની તઅકીબાત (દુઆ) શરૂ કરો.

لَا اِلٰہَ اِلَّا ﷲُ اِلٰھًا وَاحِدًا وَنَحْنُ لَہٗ مُسْلِمُوْنَ

ખુદા સિવાય કોઈ મઅબુદ નથી એ એકમાત્ર મઅબુદ છે અને અમે તેના હુકમનું પાલણ કરનાર છીએ

لَا اِلٰہَ اِلَّا ﷲُ وَلَا نَعْبُدُ اِلَّا اِیَّاہُ

ખુદા સિવાય કોઈ મઅબુદ નથી અમે માત્ર એની જ ઈબાદત કરીએ છીએ

مُخْلِصِیْنَ لَہُ الدِّیْنَ وَلَوْ كَرِہَ الْمُشْرِكُوْنَ

અમે માત્ર એના દીન માટે મુખ્લિસ છીએ ભલે શિર્ક કરનારા લોકો એ વાતને નાપસંદ કરે

لَا اِلٰہَ اِلَّا ﷲُ رَبُّنَا وَرَبُّ اٰبَائِنَا الْاَوَّلِیْنَ

ખુદા સિવાય કોઈ મઅબુદ નથી જે અમારો અને અમારા પૂર્વજોનો પણ પાલનહાર છે

لَا اِلٰہَ اِلَّا ﷲُ وَحْدَہٗ وَحْدَہٗ وَحْدَہٗ

ખુદા સિવાય કોઈ મઅબુદ નથી જે એકલોજ છે એક છે એકલોજ છે

ٲَنْجَزَ وَعْدَہٗ، وَنَصَرَ عَبْدَہٗ، وَٲَعَزَّ جُنْدَہٗ

એણે પોતાનું વચન પૂરું કર્યું પોતાના બંદાને મદદ આપી પોતાના લશ્કરને વિજયી બનાવ્યું

وَھَزَمَ الْاَحْزَابَ وَحْدَہٗ

અને એકલાએ જ દુશ્મનો ના સમૂહને હરાવ્યા

فَلَہُ الْمُلْكُ، وَلَہُ الْحَمْدُ

એજ માલિક છે અને એજ વખાણના લાયક છે

یُحْیِیْ وَیُمِیْتُ، وَیُمِیْتُ وَیُحْیِیْ، وَھُوَ حَیٌّ لَا یَمُوْتُ

એ જ જીવંત કરે છે અને મારે છે, એ જ મારે છે અને જીવંત કરે છે, એ હંમેશ જીવંત છે અને ક્યારેય નહિ મરે

بِیَدِہِ الْخَیْرُ، وَھُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ

નેકી એના હાથમાં છે અને એ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

ઇસ્તેગફાર :

ઇસ્તેગફાર એટલે કે અલ્લાહ પાસે માફી માંગવી જો કોઈ નમાઝ પછી પોતાની દુઆમાં આ રીતે માફી માંગે તો તેને જરૂર માફી મળશે. આ દુઆમાં અલ્લાહની મહાનતા અને ઓળખાણ દર્શાવવામાં આવી છે.

ٲَسْتَغْفِرُ ﷲَ الَّذِیْ لَا اِلٰہَ اِلَّا ھُوَ الْحَیُّ الْقَیُّوْمُ وَٲَتُوْبُ اِلَیْہِ

હું એ ખુદા પાસે માફી માંગું છું જેના સિવાય કોઈ મઅબુદ નથી, એ હંમેશ જીવંત અને કાયમ છે અને હું તેની સામે તૌબા કરું છું.

اَللّٰھُمَّ أھْدِنِیْ مِنْ عِنْدِكَ

એ અલ્લાહ! તું તારી તરફથી મારી હિદાયત કર

وَٲَفِضْ عَلَیَّ مِنْ فَضْلِكَ

અને મારા પર તારો ફઝલો કરમ કર

وَأنْشُرْ عَلَیَّ مِنْ رَحْمَتِكَ

અને મારા પર તારી રેહમત ફેલાવ

وَٲَنْزِلْ عَلَیَّ مِنْ بَرَكَاتِكَ

અને મારા પર તારી બરકતો નાઝિલ કર

سُبْحَانَكَ لَا اِلٰہَ اِلَّا ٲَنْتَ

તું પવિત્ર છે તારા સિવાય કોઈ મઅબુદ નથી

أغْفِرْلِیْ ذُنُوْبِیْ كُلَّھَا جَمِیْعًا

મારા બધા જ અને દરેક ગુનાઓને માફ કર

فَاِنَّہٗ لَا یَغْفِرُ الذُّنُوْبَ كُلَّھَا جَمِیْعًا اِلَّا ٲَنْتَ

કારણ કે તારા સિવાય કોઈ તમામ ગુનાહોને માફ કરી શકે એમ નથી

اَللّٰھُمَّ اِنِّیْ ٲَسْٲَلُكَ مِنْ كُلِّ خَیْرٍ ٲَحَاطَ بِہٖ عِلْمُكَ

એ અલ્લાહ! હું તારે પાસેથી તે દરેક ભલાઈ માંગુ છું જેને તારા ઇલ્મે આવરી લીધી છે

وَٲَعُوْذُ بِكَ مِنْ كُلِّ شَرٍّ ٲَحَاطَ بِہٖ عِلْمُكَ

અને હું દરેક એવી બુરાઈથી તારી પનાહ માંગું છું જેને તું સંપૂર્ણ રીતે જાણે છે.

اَللّٰھُمَّ اِنِّیْ ٲَسْٲَلُكَ عَافِیَتَكَ فِیْ ٲُمُوْریِ كُلِّھَا

એ અલ્લાહ! હું મારા તમામ કામોમાં તારી સલામતી (આફિયત) માંગું છું

وَٲَعُوْذُ بِكَ مِنْ خِزْیِ الدُّنْیَا وَعَذَابِ الْاٰخِرَۃِ

અને હું દુનિયાની રુસવાઈ અને આખેરતના અઝાબથી તારી પનાહ ચાહું છું

وَٲَعُوْذُ بِوَجْھِكَ الکَرِیْمِ، وَعِزَّتِكَ الَّتِیْ لَا تُرَامُ

હું તારી કરીમ જાતની અને એવી ઈજ્જતની પનાહ માંગુ છું કે જેના દરજ્જા સુધી કોઈ પોહચી શકતું નથી

وَقُدْرَتِكَ الَّتِیْ لَا یَمْتَنِعُ مِنْھَا شَیْءٌ

અને તારી કૂદરતની કે જેના સામે કંઈ અટકી શકતું નથી

مِنْ شَرِّ الدُّنْیَا وَالْاٰخِرَۃِ، وَمِنْ شَرِّ الْأَوْجَاعِ كُلِّھَا

તેના દ્વારા દુનિયા અને આખેરતના શરથી અને તમામ દર્દો અને પીડાઓથી

وَمِنْ شَرِّ كُلِّ دَابَّۃٍ ٲَنْتَ اٰخِذٌ بِنَاصِیَتِھَا

અને દરેક જાનવરના શરથી પનાહ ચાહું છું જે તારા કબજા હેઠળ છે

اِنَّ رَبِّیْ عَلٰی صِرَاطٍ مُسْتَقِیْمٍ

બેશક મારા રબનો રસ્તો સીધો અને સાફ છે

وَلَا حَوْلَ وَلَا قُوَّۃَ اِلَّا بِاللہِ الْعَلِیِّ الْعَظِیْمِ

અને કોઈ શક્તિ કે તાકાત નથી સિવાય મહાન અને અઝીમ અલ્લાહ ની

تَوَكَّلْتُ عَلَی الْحَیِّ الَّذِیْ لَا یَمُوْتُ

અને મારો ભરોસો એ જીવંત (ખુદા) પર છે જેના માટે મોત નથી

وَالْحَمْدُ لِلّٰہِ الَّذِیْ لَمْ یَتَّخِذْ وَلَدًا

તમામ શુક્ર અલ્લાહ માટે છે જેણે કોઈને પોતાનો દીકરો બનાવ્યો નથી

وَلَمْ یَكُنْ لَہٗ شَرِیْكٌ فِی الْمُلْكِ

અને ન કોઈ તેના રાજ્ય (મુલ્ક) માં ભાગીદાર છે

وَلَمْ یَكُنْ لَہٗ وَلِیٌّ مِنَ الذُّلِّ، وَكَبِّرْہُ تَكْبِیْرًا

અને ન તો તેની અજિજીના કારણે કોઈ તેનો મદદગાર છે, અને તમે તેની મહાનતા માટે તકબીર બોલો

તસ્બીહ:

તસ્બીહ પડવાનો સવાબ

હઝરત ઇમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:

તસ્બીહે ફાતેમહ દરેક નમાઝ પછી મારા માટે હજાર રકઅત મુસ્તહબ નમાઝથી વધુ પ્રિય છે.

જે લોકો વધારે તસ્બીહ પડે છે અને અલ્લાહનો ઝિક્ર કરે છે, અલ્લાહ તેને દોસ્ત રાખે છે.

તસ્બીહ પડવાથી દુનિયામાં આસાની અને આખેરતમાં સવાબ મળે છે.

નમાઝમાં જે હાલતમાં સલામ પડી છે તે રીતે બેઠીને પોતાની જગ્યા ઉપર જનાબે ફાતેમા ઝેહરા સલામુલ્લાહ અલ્યહાની તસ્બીહ પઢો:

અલ્લાહો અકબર — ૩૪ વખત

અલ્હમ્દોલિલ્લાહ — ૩૩ વખત

સુબહાનલ્લાહ — ૩૩ વખત

તસ્બીહ પછી પોતાની જગ્યા ઉપરથી હલ્યા વગર દસ વખત આ પઢો:

ٲَشْھَدُ ٲَنْ لَا اِلٰہَ اِلَّا ﷲُ وَحْدَہٗ لَا شَرِیْكَ لَہٗ

હું ગવાહી આપું છું કે ખુદા સિવાય કોઈ મઅબુદ નથી જે એકમાત્ર છે અને તેનો કોઈ ભાગીદાર નથી

اِلٰہًا وَاحِدًا ٲَحَدًا فَرْدًا صَمَدًا

તે એકમાત્ર, યક્તા, વાહિદ (એક) અને બેનિયાઝ છે (કોઈના મોહતાજ નહીં)

لَمْ یَتَّخِذْ صَاحِبَۃً وَلَا وَلَدًا

કે જેની ન તો કોઈ પત્ની છે અને ન તો કોઈ ઓલાદ.

(મફાતીહૂલ જીનાન)

તહલીલ:

તહલીલ: એટલે અલ્લાહના ઝિક્રની વારંવાર તસ્બીહ પડવી

આ તહલીલ ખૂબ જ વધારે ફઝીલત ધરાવે છે, ખાસ કરીને ફજરની અને ઈશાની નમાઝ પછી અને સુર્યોદય સુરજ ઉગે ત્યારે અને સુર્યાસ્તના સમયે સૂરજ ડૂબે ત્યારે પઢવાનો ખૂબ જ વધારે સવાબ છે.

سُبْحَانَ ﷲِ كُلَّمَا سَبَّحَ ﷲَ شَیْءٌ

પાક છે અલ્લાહ, જયારે પણ કોઈ વસ્તુ અલ્લાહ ની આ રીતે તસ્બીહ કરે

وَكَمَا یُحِبُّ ﷲُ ٲَنْ یُسَبَّحَ وَكَمَا ھُوَ ٲَھْلُہٗ

અને જેવી તસ્બીહ અલ્લાહને પસંદ છે અને જેનો તે લાયક છે

وَكَمَا یَنْبَغِیْ لِكَرَمِ وَجْھِہٖ وَعِزِّ جَلَالِہٖ

અને જે તસ્બીહ એની કરીમ ઝાત અને મહાનતા માટે યોગ્ય છે

وَالْحَمْدُ لِلہِ كُلَّمَا حَمِدَ ﷲَ شَیْءٌ

તમામ હમ્દ અને વખાણ અલ્લાહ માટે જ છે, જ્યારે પણ કોઈ વસ્તુ તેની હમ્દ કરે.

وَكَمَا یُحِبُّ ﷲُ ٲَنْ یُحْمَدَ وَكَمَا ھُوَ ٲَھْلُہٗ

અને જેમ ખુદાને પસંદ છે કે એની તારીફ થાય અને જેના માટે એ લાયક છે

وَكَمَا یَنْبَغِیْ لِكَرَمِ وَجْھِہٖ وَعِزِّ جَلَالِہٖ

અને એવી હમ્દ કે જે કરમવાળી ઝાત છે અને ઇઝ્ઝત અને જલાલને યોગ્ય છે

وَلَا اِلٰہَ اِلَّا ﷲُ كُلَّمَا ھَلَّلَ ﷲَ شَیْءٌ

અને ખુદા સિવાય કોઈ મઅબુદ નથી, જયારે પણ કોઈ વસ્તુ એનો ઝીક્ર કરે

وَكَمَا یُحِبُّ ﷲُ ٲَنْ یُھَلَّلَ وَكَمَا ھُوَ ٲَھْلُہٗ

અને જેવો ઝિક્ર અલ્લાહને ગમે છે અને જેનો તે લાયક છે.

وَكَمَا یَنْبَغِیْ لِكَرَمِ وَجْھِہٖ وَعِزِّ جَلَالِہٖ

અને જેવો ઝિક્ર તેની મહાનતા અને જલાલને યોગ્ય છે.

وَﷲُ ٲَكْبَرُ كُلَّمَا كَبَّرَ ﷲَ شَیْءٌ

અને અલ્લાહ સૌથી મોટો છે, જયારે પણ કોઈ તેની મહાનત બયાન કરે.

وَكَمَا یُحِبُّ ﷲُ ٲَنْ یُكَبَّرَ وَكَمَا ھُوَ ٲَھْلُہٗ

અને જેવી મહાનતા તેને ગમે છે અને જેનો તે લાયક છે.

وَكَمَا یَنْبَغِیْ لِكَرَمِ وَجْھِہٖ وَعِزِّ جَلَالِہٖ

અને જેવી મહાનતા તેની ઊંચી શાન તેની છે અને જે ઇઝ્ઝત અને જલાલને યોગ્ય છે.

سُبْحَانَ ﷲِ وَالْحَمْدُ لِلّٰہِ وَلَا اِلٰہَ اِلَّا ﷲُ وَﷲُ ٲَكْبَرُ

અલ્લાહ પાક છે, બધી હમ્દ અલ્લાહ માટે છે, અલ્લાહ સિવાય કોઈ માબૂદ નથી અને અલ્લાહ સૌથી મોટો છે.

وَﷲُ ٲَكْبَرُ عَلٰی كُلِّ نِعمَۃٍ ٲَنْعَمَ بِھَا عَلَیَّ وَعَلٰی كُلِّ ٲَحَدٍ مِنْ خَلْقہٖ مِمَّنْ كَانَ ٲَوْ یَكُوْنُ اِلٰی یَوْمِ الْقِیَامَۃِ

અને અલ્લાહ દરેક નેઅમત પર મહાન છે જે જેણે મને અતા કરી અને દરેક વીતી ગયેલી મખ્લુકને અતા કરી અને કયામત સુધી આવનાર મખ્લુકને અતા કરશે.

اَللّٰھُمَّ اِنِّیْ ٲَسْٲَلُكَ ٲَنْ تُصَلِّیَ عَلٰی مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ وَٲَسْٲَلُكَ مِنْ خَیْرِ مَا ٲَرْجُوْ وَخَیْرِ مَا لَا ٲَرْجُوْ وَٲَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا ٲَحْذَرُ وَمِنْ شَرِّ مَا لَا ٲَحْذَرُ

એ અલ્લાહ! હું તારી પાસે ચાહું છુ કે તું હઝરત મોહમ્મદ અને હઝરત મોહમ્મદ ની ઓલાદ ઉપર દુરૂદ મોકલ અને હું તારે પાસેથી એ ભલાઈ ચાહું છું જેની હું આશા રાખું છું અને તે ભલાઈ પણ જેની હું આશા નથી રાખતો. અને હું તારી પનાહ માંગુ છું તે દુઃખથી જેનો મને ડર છે અને તે દુઃખથી પણ જેનો ડર નથી.

મખસૂસ આયતોની તીલાવત

દરેક નમાઝ પછી
૧. સૂરએ હમ્દ
૨. આયતલ કુરસી
૩. આયએ શહાદત
૪. આયતે મુલ્ક
૫. અને આયએ સખ્ખરહ પડવી.
આયતે શહાદત (સુરે આલે ઇમરાન આયત 18/19)

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને માફ કરનાર છે.

شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلٰهَ إِلَّا هُوَ وَالْمَلٰئِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ لَا إِلٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ

અલ્લાહ ખુદ ગવાહ છે કે તેના સિવાય અન્ય કોઈ ઈબાદતને લાયક નથી, અને ફરિશ્તાઓ અને સાહેબાને ઇલ્મ ગવાહ છે કે તે ન્યાય અને અદલ સાથે કાએમ અને બાકી છે, અલ્લાહ સિવાય અન્ય કોઈ ઈબાદતને લાયક નથી અને તે જબરદસ્ત હિકમતવાળો છે.

إِنَّ الدِّينَ عِنْدَ اللَّهِ الْإِسْلَامُ وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِنْ بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ وَمَنْ يَكْفُرْ بِآيَاتِ اللَّهِ فَإِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ

બેશક અલ્લાહે પસંદ કરેલો દીન. ફક્ત ઈસ્લામ જ છે અને એહલે કિતાબે ઇલ્મ આવ્યા પછી મતભેદ શરુ કર્યા છે (અને તે માત્ર) આપસની ઈર્ષાના કારણેજ. અને જે કોઈ અલ્લાહની આયતોનો ઈન્કાર કરશે તો બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનાર છે.

આયએ મુલ્ક (સુરે આલે ઇમરાન આયત 26/27)

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને ખુબજ રહેમ કરનાર છે.

قُلِ اللَّهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَنْ تَشَاءُ وَتَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشَاءُ وَتُعِزُّ مَنْ تَشَاءُ وَتُذِلُّ مَنْ تَشَاءُ بِيَدِكَ الْخَيْرُ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

(અય રસૂલ!) કહો કે અલ્લાહ સલ્તનતનો માલિક છે જેને ચાહે સલ્તનત આપે છે, અને જેની પાસેથી ચાહે છે તેની સલ્તનત છિનવી લે છે અને જેને ચાહે છે ઈજ્જત આપે છે અને જેને ચાહે છે તેને ઝિલ્લત આપે છે; બધીજ નેકી અલ્લાહ પાસે છે, બેશક તે દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત રાખે છે.

تُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَتُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَتُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَتَرْزُقُ مَنْ تَشَاءُ بِغَيْرِ حِسَابٍ

તું રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં દાખલ કરે છે અને તું મરેલામાંથી જીવંતને અને જીવંતમાંથી મરેલાને બહાર લાવે છે. અને જેને ચાહે તેને બેહિસાબ રોજી અતા કરો છે.

આયતે સખ્ખરહ (સુરે અઅરાફ આયત 54.55.56)

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને ખુબજ રહેમ કરનાર છે.

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

બેશક તમારો પરવરદિગાર તે અલ્લાહ છે કે જેણે આસમાન અને ઝમીનને છ દિવસમાં પેદા કર્યા પછી અર્શ ઉપર કુદરત કાએમ કરી અને તે રાતને દિવસ પર ઢાંકી દે છે અને રાત ઝડપથી દિવસના પાછળ આવે છે અને સૂર્ય ચાંદ તારાઓ બધાજ અલ્લાહના હુકમની પેરવી કરે છે. ખબરદાર રહો કે ખલક કરનાર (બનાવનાર) તે જ છે અને હુકમ અને ફરમાન પણ તેના જ છે ; બરકતવાળો છે તે અલ્લાહ કે જે દુનિયાઓનો પાલનહાર છે.

اُدْعُوا رَبَّكُمْ تَضَرُّعًا وَخُفْيَةً إِنَّهُ لَا يُحِبُّ الْمُعْتَدِينَ

તમે તમારા પરવરદિગાર પાસે નમ્રતા અને સાદગી સાથે તથા ખામોશી અને મનમાં દુઆ માંગ્યા કરો બેશક તે મર્યાદા ઓળંગી જનારાઓને (હદથી આગળ જનારાઓને) દોસ્ત નથી રાખતો.

وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا وَادْعُوهُ خَوْفًا وَطَمَعًا إِنَّ رَحْمَتَ اللَّهِ قَرِيبٌ مِّنَ الْمُحْسِنِينَ

અને ખબરદાર! ઝમીન પર તેની ઇસ્લાહ અને સુધારણા થવા પછી ફસાદ ફેલાવો નહિ અને અલ્લાહથી ડરતા રહો અને ઉમ્મીદ સાથે દુઆ કરો કે બેશક અલ્લાહની રહેમત નેકી કરનારથી ખુબજ નજીક છે.

દરેક નમાઝ પછી ૩ વખત આ ઝિક્ર પઢે

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

તમારો પરવરદિગાર ઈજ્જતવાળો રબ છે તે વાતોથી પાક છે જે એ લોકો કહે છે અને સલામ થાય તમામ પયગંબર પર, અને બધાજ વખાણ અલ્લાહ માટે જે સમગ્ર દુનિયાનો પરવરદિગાર છે.

અને પછી ૩ વખત આ ઝિક્ર પઢે

اَللّٰهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ وَاجْعَلْ لِیْ مِنْ ٲَمْرِیَ فَرَجًا وَمَخْرَجًا وَٱرْزُقْنِيْ مِنْ حَيْثُ أَحْتَسِبُ وَمِنْ حَيْثُ لَا أَحْتَسِبُ

યા અલ્લાહ હઝરત મોહમ્મદ અને હઝરત મોહમ્મદ ની ઓલાદ ઉપર રેહમત નાઝિલ કર અને મારા દરેક કામમાં સુખ અને રાહત અતા કર. અને મને રિઝ્ક અતા કર જ્યાંથી મને આશા છે અને મને રિઝક અતા કર જ્યાંથી મને આશા પણ નથી.

હઝરત યુસુફ અલય્હિસ્સલામની દુઆ:

આ દુઆ હઝરત યુસુફ અલય્હિસ્સલામની તે દુઆ છે જે જનાબે જિબ્રાઈલે તાલીમ આપી હતી જ્યારે આપ જેલમાં હતા.

7 વખત પડે. જમણા હાથથી પોતાની દાઢી પકડે અને ડાબો હાથ આસમાન તરફ ફેલાવે.

يَا رَبَّ مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَ آلِ مُحَمَّدٍ

અય મોહમ્મદ અને આલે મોહમ્મદના પરવરદિગાર! મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર તારી રેહમત નાઝિલ કર અને આલે મોહમ્મદને જલ્દી રાહત અને ખુશહાલી અતા ફરમા (ઈમામ ઝમાના અ.ત.ફ.શ. ઝહુરમાં જલ્દી કર)

અને પછી ત્રણ વખત એ જ હાલતમાં જમણા હાથથી દાઢી પકડે અને ડાબો હાથ આસમાન તરફ ફેલાવે

يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ وَٱرْحَمْنِيْ وَأَجِرْنِيْ مِنَ النَّارِ

અય ઇજ્જત અને જલાલના માલિક! મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર તારી રેહમત નાઝિલ કર અને મારા પર દયા કર અને મને દોજખની આગથી બચાવ.

સૂરએ તવ્હીદ

12 વખત સૂરએ તવ્હીદ (કુલ હોવલ્લાહો અહદ) પઢે અને પછી આ દુઆ પઢે.

اَللّٰھُمَّ اِنِّیْ ٲَسْٲَلُكَ بِاسْمِكَ الْمَكْنُوْنِ الْمَخْزُوْنِ الطَّاھِرِ الطُّھْرِ الْمُبَارَكِ

અય અલ્લાહ! હું તારા પાસે ચાહું છુ તારો ગુપ્ત ખઝાનો જે પાકા અને પાક કરનાર અને મુબારક નામ સાથે છે.

وَٲَسْٲَلُكَ بِٱسْمِكَ الْعَظِيمِ وَسُلْطَانِكَ الْقَدِيمِ

અને હું તારા બુલંદ નામ અને તારી અઝલી બાદશાહતના વસીલા દ્વારા સવાલ કરું છું અને માંગુ છું

يَا وَهَّابُ يَا مُعْتِقَ الْأُسَارٰى وَیَا فَكَّاكَ الرِّقَابِ مِنَ النَّارِ

અય અનમોલ નેઅમતો અતા કરનાર, અય કેદીઓને મુક્ત કરનાર, અય બંદાઓને દોજખથી છૂટકારો આપનાર,

أَسْأَلُكَ أَنْ تُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ وَأَنْ تُعْتِقَ رَقَبَتِيْ مِنَ النَّارِ وَٲَنْ تُخْرِجَنِیْ مِنَ الدُّنْیَا سَالِمًا وَتُدْخِلَنِي الْجَنَّةَ اٰمِنًا وَٲَنْ تَجْعَلَ دُعَائِیْ ٲَوَّلَہٗ فَلَاحًا وَٲَوْسَطَہٗ نَجَاحًا وَاٰخِرَہٗ صَلَاحًا اِنَّكَ ٲَنْتَ عَلَّامُ الْغُیُوْبِ

હું તારી પાસે દરખ્વાસ્ત કરું છુ કે હઝરત મોહમ્મદ અને હઝરત મોહમ્મદની ઓલાદ ઉપર રેહમત નાઝિલ કર અને મારી ગરદનને દોજખની આગથી આઝાદ કરી દે અને મને આ દુનિયાથી સલામત ઈમાન સાથે લેજે અને મને અમન અને સલામતી સાથે જન્નતમાં દાખલ કરજે અને મારી દૂઆની શરૂઆતમાં કામયાબી અતા કર અને દુઅના મધ્ય ભાગને સફળતા અતા કર અને દુઅના અંતમાં બેહતરીન અતા કર. બેશક તું તમામ ગયબી વાતોને બેહતર જાણનાર છે.

સહીફએ અલવીયાની દુઆ:

સહીફએ અલવીયામાં આવ્યું છે કે દરેક વાજિબ નમાઝ પછી આ દૂઆ પઢો (કોશિશ કરે કે દુઆ દિલથી મન લગાડીને પઢે)

یَا مَنْ لَا یَشْغَلُہٗ سَمْعٌ عَنْ سَمْعٍ وَیَا مَنْ لَا یُغَلِّطُہُ السَّائِلُوْنَ وَیَا مَنْ لَا یُبْرِمُہٗ اِلْحَاحُ الْمُلِحِّیْنَ أَذِقْنِيْ بَرْدَ عَفْوِكَ وَحَلَاوَةَ رَحْمَتِكَ وَمَغْفِرَتِكَ

અય મહાન અલ્લાહ; જેને કોઈ એક અવાજ સાંભળવા માટે બીજી કોઈ અવાજ રોકતી નથી અને ઘણાં દુઆ માંગવા વાળા હોય તો પણ ભૂલ નથી પડતી. અય તે ઝાત કે જેની પાસે લોકોનું વારંવાર માંગવું તેને કંટાળો પહોંચાડતું નથી. મને તારી માફી, તારી રહેમત અને તારી મગફરતની ઠંડક અને મીઠાશ ચખાડી દે.

اَللّٰهُمَّ إِنَّ هٰذِهِ صَلَاتِيْ صَلَّيْتُهَا لَا لِحَاجَةٍ مِنْكَ إِلَيْهَا وَلَا رَغْبَةٍ مِنْكَ فِيهَا إِلَّا تَعْظِيمًا وَطَاعَةً وَاِجَابَۃً لَكَ اِلٰی مَا ٲَمَرْتَنِیْ بِہٖ اِلٰھِیْ اِنْ كَانَ فِیْھَا خَلَلٌ ٲَوْ نَقْصٌ مِنْ رُكُوْعِھَا ٲَوْ سُجُوْدِھَا، فَلَا تُؤَاخِذْنِیْ وَتَفَضَّلْ عَلَیَّ بِالْقَبُوْلِ وَالْغُفْرَانِ

એ અલ્લાહ! મેં જે નમાઝ પડી છે, એ એટલા માટે નથી પડી કે તને તેની જરૂરત હતી અને ન એ કારણે કે તને તેમાં કોઈ રગ્બત હતી, પરંતુ તારી તઅઝીમ અને ઇબાદત માટે, અને તારા હુકમને પેરવી કરવા માટે જે તે મારી ઉપર વાજિબ કર્યો હતો. એ મારા પરવરદિગાર! જો આ નમાઝમાં કોઈ ખામી રહી ગઈ હોય, યા રુકૂઅ કે સજદામાં કોઈ કમી રહી ગઈ હોય તો તેના કારણે મને પકડતો નહિ અને તેની કબૂલીયત અને માફી સાથે મારા પર પોતાનો ફઝલ અને કરમ અતા કર.

યાદ શક્તિ વધારવા માટેની દુઆ

દરેક નમાઝ પછી આ દુઆ પઢે જે પયગંબરે અકરમ સલ્લલ્લાહુ અલય્હે વ આલેહી વ સલ્લમે અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામને ફરમાવી.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને ખુબજ રહેમ કરનાર છે.

سُبْحَانَ مَنْ لَا يَعْتَدِيْ عَلَىٰ أَهْلِ مَمْلَكَتِهِ سُبْحَانَ مَنْ لَا يَأْخُذُ أَهْلَ الْأَرْضِ بِأَلْوَانِ الْعَذَابِ سُبْحَانَ الرَّؤُوفِ الرَّحِيمِ

પાક છે તે ખુદા જે પોતાની મમ્લેકતમાં રેહનાર લોકો ઉપર અન્યાય નથી કરતો, પાક છે તે ખુદા જે જમીનવાળાઓને પ્રકાર પ્રકારના અઝાબોમાં મુખ્તેલા નથી કરતો. પાક છે તે ખુદા જે મહેરબાન અને રહેમ કરવા વાળો છે.

اَللّٰهُمَّ اجْعَلْ لِيْ فِيْ قَلْبِيْ نُورًا وَبَصَرًا وَفَهْمًا وَعِلْمًا إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

અય અલ્લાહ મારા દિલને નૂર, બસીરત (ઊંડી સમજ શક્તિ) ફહમ (સમજ) અને ઇલ્મ અતા કર. બેશક તુ દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવો છો.

મિસ્બાહ કફઅમાંથી દરેક નમાઝ પછીની દુઆ

મિસ્બાહ કફઅમી માં આવ્યું છે કે દરેક વાજિબ નમાઝ પછી ત્રણ વખત આ દૂઆ પઢો:

بِسْمِ اللَّهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

શરૂ કરું છું અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને ખુબજ રહેમ કરનાર છે.

أَعُوذُ بِنَفْسِيْ وَدِيْنِيْ وَأَهْلِيْ وَمَالِيْ وَوَلَدِيْ وَإِخْوَانِيْ فِيْ دِينِيْ وَمَا رَزَقَنِيْ رَبِّيْ وَخَوَاتِيمِ عَمَلِيْ وَمَنْ یَعْنِیْنِیْ ٲَمْرُہٗ بِاللّٰهِ الْوَاحِدِ الْاَحَدِ الصَّمَدِ الَّذِیْ لَمْ یَلِدْ وَلَمْ یُوْلَدْ وَلَمْ یَكُنْ لَہٗ كُفُوًا ٲَحَدٌ وَبِرَبِّ الْفَلَقِ مِنْ شَرِّ مَا خَلَقَ وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ وَبِرَبِّ النَّاسِ مَلِكِ النَّاسِ إِلٰهِ النَّاسِ مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ الَّذِيْ يُوَسْوِسُ فِيْ صُدُورِ النَّاسِ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ

હું પનાહમાં આપું છું મારી જાતને, મારા દિનને, મારા પરિવારનો અને મારા માલનો, મારી ઔલાદનો, મારા દિની ભાઈઓનો, અને મારા રબે જે રિઝક (રોજી) આપ્યું છે તેને, મારા અમાલના અંજમાને, અને તે દરેક મામલા જે મારેથી સંબંધિત છે, (આ બધુજ) એક અલ્લાહની પનાહમાં છે જે એક છે, અને કોઈનો મોહતાજ નથી, કે જેને કોઈ જન્મ આપ્યો નથી અને ન તો એણે કોઈને જન્મ આપ્યો છે, અને એનો કોઈ સાથી કે હમસફર નથી, અને ફલક (સવાર)ના પરવરદિગારની પનાહમાં છું, દરેક મખ્લુકના શરથી, અને દરેક બદમાશની બુરાઈથી જયારે અંધારૂ છવાય જાય. અને ગાંઠો પર ફૂંક મારનારીઓની બૂરાઈથી અને દરેક હસદ કરનારાની બદીથી કે જ્યારે તે હસદ કરે. હું ઈન્સાનોના પરવરદિગાર પાસે પનાહ ચાહું છું, જે બધાનો માલીક અને બાદશાહ છે, દરેક ઈન્સાનોનો માઅબૂદ અને છુપાયેલા શેતાનના વસવસાની બદીથી કે જે લોકોના મનમાં વસવસા પેદા કરે છે: ચાહે તે જિન્નાતોમાંથી હોય અથવા ઈન્સાનોમાંથી.

ઇસ્તેગફાર માટેની દુઆ

હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જે કોઈ ચાહતું હોય કે કયામતના દિવસે અલ્લાહ તેને, તેના ખરાબ કાર્યો દેખાડે નહીં. અને તેના ગુનાહોની કિતાબને ખોલે નહી, તો તે દરેક વાજિબ નમાઝ બાદ આ દુઆ પઢે.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.

اَللّٰهُمَّ إِنَّ مَغْفِرَتَكَ أَرْجَىٰ مِنْ عَمَلِيْ وَاِنَّ رَحْمَتَكَ ٲَوْسَعُ مِنْ ذَنْبِیْ اَللّٰھُمَّ اِنْ كَانَ ذَنْبِیْ عِنْدَكَ عَظِیْمًا فعَفْوُكَ ٲَعْظَمُ مِنْ ذَنْبِیْ فَرَحْمَتُكَ ٲَھْلٌ ٲَنْ تَبْلُغَنِیْ وَتَسَعَنِیْ لِاَنَّھَا وَسِعَتْ كُلَّ شَیْءٍ بِرَحْمَتِكَ یَا ٲَرْحَمَ الرَّاحِمِیْنَ

અય અલ્લાહ તારી માફીની ઉમ્મીદ, મારા આમાલ કરતા વધારે રાખુ છુ. અને ખરેખર તારી રહેમત મારા ગુનાહો કરતા વધારે વિશાળ છે. અય અલ્લાહ જો મારા ગુનાહ મોટો છે તો તારી માફી તેનાથી વધારે મોટી છે. અને તારી રહેમત તો જરૂર મારા સુધી પહોંચવા અને મારા પર છવાઈ જવા લાયક છે કારણકે તું (તારો કરમ અને બક્ષિસ) દરેક ચીઝ કરતા વિશાળ છે અય રહેમ કરનારમાં સર્વથી વધારે રહેમ કરનાર.

તસ્બીહે હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા પડ્યા પછી ખાસ દુઆ

બાબ્વ્યહથી નકલ થયું છે કે તસ્બીહે જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા પછી આ દુઆ પઢે:

اَللّٰهُمَّ أَنْتَ السَّلَامُ وَمِنْكَ السَّلَامُ وَلَكَ السَّلَامُ، وَاِلَیْكَ یَعُوْدُ السَّلَامُ سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّۃِ عَمَّا یَصِفُوْنَ وَسَلَامٌ عَلَی الْمُرْسَلِیْنَ، وَالْحَمْدُ لِلّٰہِ رَبِّ الْعَالَمِیْنَ

એ મારા પરવરદિગાર ! તુ જ સલામતી વાળો છો અને સલામતી તારી તરફથી છે. સલામતી તારા માટે જ છે અને સલામતી તારી તરફ જ પરત ફરે છે. તારો પરવરદિગાર; ઈજ્જત અને જલાલનો માલિક પાક છે જે કંઈ તેઓ કહે છે અને સલામ છે તમામ પયગમ્બરો પર અને દરેક પ્રકારની હમદ છે દરેક કાયેનાતના પરવરદિગાર માટે.

اَلسَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ اَلسَّلَامُ عَلَى الْأَئِمَّةِ الْهَادِينَ الْمَھْدِیِّیْنَ السَّلَامُ عَلٰی جَمِیْعِ ٲَنْبِیَاء ﷲِ وَرُسُلِہٖ وَمَلَائِكَتِہٖ اَلسَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ

એ નબી તમારા ઉપર સલામ, અને અલ્લાહની રહેમત અને બરકત નાઝિલ થાય, અને સલામ થાય એ ઇમામો ઉપર જે હિદાયત આપનારા હાદી છે. સલામ થાય તમામ પયગમ્બરો, રસૂલો, અને ફરિશ્તાઓ ઉપર. સલામ થાય અમારા ઉપર અને અલ્લાહના સાલેહ અને સારા બંદાઓ ઉપર.

اَلسَّلَامُ عَلٰی عَلِیٍّ ٲَمِیْرِ الْمُؤْمِنِیْنَ اَلسَّلَامُ عَلَی الْحَسَنِ وَالْحُسَیْنِ سَیِّدَیْ شَبَابِ ٲَھْلِ الْجَنَّۃِ ٲَجْمَعِیْنَ اَلسَّلَامُ عَلَىٰ عَلِيِّ بْنِ الْحُسَيْنِ زَيْنِ الْعَابِدِينَ

સલામ થાય હઝરત અમીરુલ મોઅમેનીન અલી ઉપર. સલામ થાય, હસન અને હુસૈન ઉપર, જે જન્નતના દરેક જવાનોના સૈયદો સરદાર છે. સલામ થાય અલી ઇબ્ને હુસૈન પર જે ઝૈનુલ આબેદીન છે.

اَلسَّلَامُ عَلٰی مُحَمَّدِ بْنِ عَلِیٍّ بَاقِرِ عِلْمِ النَّبِیِّیْنَ اَلسَّلَامُ عَلَىٰ جَعْفَرِ بْنِ مُحَمَّدٍ الصَّادِقِ اَلسَّلَامُ عَلَىٰ مُوسَىٰ بْنِ جَعْفَرٍ الْكَاظِمِ

સલામ થાય મોહમ્મદ ઇબ્ને અલી બાકિર પર જે અંબીયાઓના ઇલ્મને ખોલનાર છે. સલામ થાય જાફર ઇબ્ને મોહમ્મદ પર જે સાદિક છે. સલામ થાય મૂસા ઇબ્ને જાફર ઉપર જે કાઝિમ છે.

اَلسَّلَامُ عَلَىٰ عَلِيِّ بْنِ مُوسَىٰ الرِّضَا اَلسَّلَامُ عَلَىٰ مُحَمَّدِ بْنِ عَلِيٍّ الْجَوَادِ اَلسَّلَامُ عَلَىٰ عَلِيِّ بْنِ مُحَمَّدٍ الْهَادِي

સલામ થાય અલી ઇબ્ને મૂસા ઉપર જે રેઝા છે. સલામ થાય મોહમ્મદ ઇબ્ને અલી ઉપર જે જવાદ છે. સલામ થાય અલી ઇબ્ને મોહમ્મદ ઉપર જે હાદી છે.

اَلسَّلَامُ عَلَی الْحَسَنِ بْنِ عَلِیٍّ الزَّكِیِّ الْعَسْكَرِیِّ اَلسَّلَامُ عَلَى الْحُجَّةِ بْنِ الْحَسَنِ الْقَائِمِ الْمَهْدِيِّ صَلَوَاتُ ﷲِ عَلَیْھِمْ ٲَجْمَعِیْنَ

સલામ થાય હસન ઇબ્ને અલી ઉપર જે ઝકી અને અસ્કરી છે. સલામ થાય હુજ્જત ઇબ્ને હસન ઉપર જે કાઐમૂલ મહદી છે. આ બધા ઉપર અલ્લાહની રહમત નાઝિલ થાય.

પછી જે પણ તમારી હાજત અને દુઆ હોય અલ્લાહ પાસે માંગો

દુઆ:

શૈખ કફઅમી ફરમાવે છે નમાઝ પછી આ દુઆ પઢે:

رَضِيتُ بِاللَّهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِمُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَآلِهِ نَبِيًّا وَبِعَلِيٍّ عَلَيْهِ السَّلَامُ إِمَامًا وَبِالْحَسَنِ وَالْحُسَيْنِ وَعَلِیٍّ وَمُحَمَّدٍ وَجَعْفَرٍ وَمُوْسٰی وَعَلِیٍّ وَمُحَمَّدٍ وَعَلِیٍّ وَالْحَسَنِ وَالْخَلَفِ الصَّالِحِ عَلَیْھِمُ السَّلَامُ ٲَئِمَّۃً وَسَادَۃً وَقَادَۃً بِھِمْ ٲَتَوَلّٰی، وَمِنْ ٲَعْدَائِھِمْ ٲَتَبَرَّٲُ

હું રાજી છું કે અલ્લાહ મારો પરવરદિગાર છે અને ઇસ્લામ મારો દીન અને ધર્મ છે, અને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ મારા નબી છે, અને અલી અલય્હિસ્સલામ મારા ઇમામ છે અને ઈમામ હસન અને ઈમામ હુસૈન અલય્હેમુસ્સલામ પણ. અને અલી અને મોહમ્મદ અને જઅફર અને મુસા અને અલી અને મોહમ્મદ અને અલી અને હસન અલ્ય્હેમુસ્સલામ પણ ઈમામ છે. અને તેમના નેક અને સારા વારસદાર હઝરત મહદી ઉપર સલામ છે. મારા ઇમામો, આગેવાનો અને માર્ગદર્શન આપનાર છે અને હું તેઓની વિલાયત સ્વીકારું છું અને તેઓના દુશ્મનોથી બેઝારી જાહેર કરું છું.

اَللّٰھُمَّ اِنِّیْ ٲَسْٲَلُكَ الْعَفْوَ وَالْعَافِیَۃَ وَالْمُعَافَاۃَ فِی الدُّنْیَا وَالْاٰخِرَۃِ

અય અલ્લાહ! હું તારી પાસે માફી, સલામતી ચાહું છું અને દુનિયા તથા આખેરતમાં દરેક પરેશાનીથી દૂરી ચાહું છું.