સુરએ હમ્દ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ હમ્દની ફઝીલત

આ સુરાને સૂરએ ફાતેહાતુલ કિતાબ કહેવામાં આવે છે એટલે કિતાબનો પ્રારંભ. આ નામથી સાબિત થાય છે કે કુરઆની સુરાઓના નામ ખુદ રસુલે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ આલેહી વ સલ્લમ અલલાહના હુકમથી રાખેલ છે તેથી આ સાબિત થાય છે કે કુરઆન પયગંબરની જિંદગીના સમયમાં જ લખાઈ ગયું હતું અને તેનો પ્રારંભ સુરએ ફાતેહા થી કર્યો છે.

હદીસે સકલૈન કે જે ખુબજ મશહુર હદીસ છે તેમાં હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ઈર્શાદ ફરમાવે છે હું તમારી વચ્ચે બે કીમતી વસ્તુ છોડીને જાવ છું એક અલ્લાહની કિતાબ અને બીજું મારા અહલેબૈત. આ હદીસથી સાબિત થાય છે કે રસૂલના સમયમાં જ કુરાન એક કિતાબની સુરતમાં તૈયાર થઈ ગયું હતું.

અહલેબૈતનો ઈજમાઅ છે કે કુરાને મજીદના દરેક સુરા પહેલા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ છે અને તે સુરાનો એક ભાગ છે માત્ર સુરએ તૌબા માં બિસ્મિલ્લાહ નથી. એ સિવાય દરેક સુરામાં તે સૂરાનો હિસ્સો ગણાય છે . પયગંબરના સમયમાં મુસલમાનોની આ રિવાયત રહી છે કે આપ હઝરત સુરાની શરૂઆતમાં બિસ્મિલ્લાહની તિલાવત કરતા હતા સિવાય સુરએ તોબા, તમામ સહાબીઓ અને તાબેઇનના લેખિત કુરઆનમાં પણ બિસ્મિલ્લાહ લખેલું હતું, જ્યારે જે તે સમયમાં કુરઆનમાં નિશાન અને નુક્તો લગાવવાનું શરુ ન હતું.

સૂરએ હમ્દ કે જેનું બીજું નામ ફાતેહતુલ કિતાબ છે, આ એ સુરો છે કે જે બધા મુસલમાન ઉપર દરરોજ નમાઝમાં 10 વખત પઢવો વાજીબ છે અને જો કોઈ આ સુરો પઢતા ભૂલી જાય તો તેની નમાઝ બાતિલ છે.

હદીસ માં છે: સૂરએ ફાતેહા વગર નમાઝ નથી. (ઓયુને અખબારે રેઝા ભાગ ૨ પેજ ૨૭)

સૂરએ હમ્દમાં અલ્લાહની સિફાત, કયામત, અલ્લાહની મઅરફત, દુઆ, અલ્લાહના અવલિયાથી મોહબ્બત અને અલ્લાહના દુશ્મનોથી નફરત અને બેઝારી વિષે ઉલ્લેખ થયેલ છે.

ફાયદાઓ:

  • આ સૂરો કુરાનનો સર્વ થી બેહતરીન સુરો છે અને બીજી એક રિવાયતમાં છે કે જે કોઈ આ સુરાને 70 વખત મરેલા વ્યક્તિ ઉપર પઢે તો તે જીવતો થઈ જાય તો તઅજ્જુબ ન કરતા.
  • આ સુરો પઢવાથી જીસ્માની અને રૂહાની બીમારી દુર થાય છે.
અક્ષરોની સાઇઝ:

સુરએ ફાતેહા (સુરએ અલ્હમદ)

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ ‎﴿١﴾‏

(૧) શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ‎﴿٢﴾‏

(૨) તમામ વખાણ અલ્લાહ માટે જ છે, જે તમામ દુનિયાઓનો પાલનહાર છે.

الرَّحْمَٰنِ الرَّحِيمِ ‎﴿٣﴾‏

(૩) જે ઘણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે.

مَالِكِ يَوْمِ الدِّينِ ‎﴿٤﴾‏

(૪) જે કયામતના દિવસનો માલિક છે.

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ‎﴿٥﴾

(૫) અમે ફક્ત તારીજ ઇબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ ચાહીએ છીએ.

اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ‎﴿٦﴾

(૬) તું અમને સીધા માર્ગ ઉપર કાયમ રાખ.

صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ ‎﴿٧﴾‏

(૭) તે લોકોના માર્ગ પર જેઓને તેં નેઅમત આપી છે. ન તેઓનો માર્ગ ઉપર કે જેઓ પર તારો ગઝબ થયો અને ન તેઓનો માર્ગ ઉપર જેઓ ગુમરાહ થઈ ગયા.