બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ યાસીનની ફઝીલત
હઝરત રસૂલ એકરમ સલ્લલ્લાહુ અલયહિ વ આલેહી વ સલ્લમ થી રિવાયત છે જે કોઈ સુરએ યાસીન ને અલ્લાહની રઝામંદી માટે તિલાવત કરે તો આ દુનિયા અને આખેરતમાં અસંખ્ય ફાયદાઓ મળશે.
ગુનાહોની માફી: જે વ્યક્તિ અલ્લાહની રઝામંદી માટે સુરએ યાસીનની તિલાવત કરે, તો અલ્લાહ તઆલા તેના તમામ ગુનાહો માફ કરશે. અને તેને બાર વખત કુરઆને મજીદ ખતમ કરવાનો સવાબ અતા કરવામાં આવશે.
અને જે કોઈ આ સૂરાની તિલાવત કોઈ બીમાર પાસે કરે તો દરેક અક્ષરથી દસ ફરિશ્તાઓ હાજર થશે અને તેની માટે માફી માંગશે અને રૂહ કબજ થવા સુધી હાજર રહેશે જો બીમાર ખુદ આખરી સમયે તિલાવત કરશે તો રિઝવાન (જન્નતના દરવાજાનો ફરિશ્તો) જન્નતનું પાણી પીવડાવશે, જેથી તે સૈરાબ થઈ દુનિયાથી રૂખસત થશે અને કબરમાંથી પણ સૈરાબ થઈને ઊઠશે.
અને જે કોઈ સુરએ યાસીન ની તિલાવત કરશે તો દુનિયા અને આખેરતની ભલાઈ તેને મળશે, કયામતની ભયાનકતા અને દુનિયાની બલાઓથી બચશે, અને તેની દરેક હાજત પૂરી થશે.
કબરસ્તાનમાં રાહત: જે વ્યક્તિ કબરસ્તાનમાં સુરએ યાસીનની તિલાવત કરશે, તો અલ્લાહ તઆલા ત્યાં દફન થયેલા લોકો ઉપર અઝાબમાં રાહત અતા કરશે અને તિલાવત કરનારને તેમની સંખ્યા બરાબર નેકીઓ અતા ફરમાવશે.
રાત અને દિવસની હિફાઝત: જે વ્યક્તિ દિવસે તિલાવત કરે તે રાત સુધી મહફૂઝ રહે છે અને તેને રિઝક અતા કરવામાં આવે છે. અને રાત્રે ઊંઘવા પહેલા તિલાવત કરનારની હિફાઝત માટે હજાર ફરિશ્તાઓ નિયુક્ત કરવામાં આવે છે, અને જો તે ઇંતકાલ કરી જાય છે તો અલ્લાહ તેને જન્નતમાં દાખલ કરે છે.
સુરએ યાસીન
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
يسٓ ﴿١﴾
(૧) યાસીન
وَالْقُرْآنِ الْحَكِيمِ ﴿٢﴾
(૨) હિકમતવાળા કુરઆનની કસમ
إِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ ﴿٣﴾
(૩) (અય રસુલ) બેશક તમે રસૂલો માંથી છો
عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ﴿٤﴾
(૪) બિલ્કુલ સીધા રસ્તા ઉપર છો.
تَنزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ ﴿٥﴾
(૫) (આ કુરઆન) જબરદસ્ત અને રહીમ અલ્લાહ તરફથી નાઝિલ થયેલ છે
لِتُنذِرَ قَوْمًا مَّا أُنذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ ﴿٦﴾
(૬) જેથી તું તે કોમને ડરાવ કે જેમના બાપદાદાઓને ડરાવવામાં નથી આવ્યા, આ કારણે તેઓ ગાફિલ હતા.
لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ ﴿٧﴾
(૭) બેશક તેઓમાંના ઘણાખરાઓ પર અમારો હક સાબિત થઈ ચૂક્યો છે પરંતુ તેઓ ઈમાન લાવશે નહિં.
إِنَّا جَعَلْنَا فِي أَعْنَاقِهِمْ أَغْلَالًا فَهِيَ إِلَى الْأَذْقَانِ فَهُم مُّقْمَحُونَ ﴿٨﴾
(૮) બેશક અમોએ તેમની ગરદનોમાં તોક નાખી દીધા છે જે તેમની હડપચીને અડેલા છે જેથી તેમના માથા ઊંચા છે.
وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ ﴿٩﴾
(૯) અને અમોએ તેમની સામે દિવાલ તથા તેમની પાછળ દિવાલ રાખી દીધી, પછી તેમને (અઝાબથી) ઢાંકી દીધા, જેથી તેઓ કઈ જોવાના લાયક ન રહે.
وَسَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ ﴿١٠﴾
(૧૦) અને તેમના માટે બરાબર છે તું એને ડરાવે કે ન ડરાવે, તેઓ ઈમાન લાવશે નહિં.
إِنَّمَا تُنذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَخَشِيَ الرَّحْمَٰنَ بِالْغَيْبِ ۖ فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَأَجْرٍ كَرِيمٍ ﴿١١﴾
(૧૧) તું જ તેને ડરાવી શકે છે કે જે નસીહત માને અને તાબેદારી કરે. અને એકાંતમાં ભી મહેરબાન (અલ્લાહ)થી ડરતો રહે માટે તેઓને તું માફી તથા મોહતરમ સવાબની ખુશખબર આપી દે.
إِنَّا نَحْنُ نُحْيِي الْمَوْتَىٰ وَنَكْتُبُ مَا قَدَّمُوا وَآثَارَهُمْ ۚ وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ ﴿١٢﴾
(૧૨) બેશક અમે જ મુર્દાઓને જીવતા કરીએ છીએ અને તેમના અગાઉના કાર્યો અને તેની નિશાનીઓ (અમલ) લખી લઈએ છીએ, અને અમોએ દરેક વસ્તુને એક રોશન ઈમામ અને પૈશવાની તાબેઅ કરી દીધું છે.
وَاضْرِبْ لَهُم مَّثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذْ جَاءَهَا الْمُرْسَلُونَ ﴿١٣﴾
(૧૩) અને (પયગંબર) તમે મિસાલના તૌર પર તે વસ્તીનું (ઇન્તેકિયા ગામનું નામ) બયાન કર્યું જેમની પાસે અમારા રસૂલો આવ્યા.
إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا إِنَّا إِلَيْكُم مُّرْسَلُونَ ﴿١٤﴾
(૧૪) જયારે અમોએ તેમની તરફ બે રસૂલોને મોકલ્યા ત્યારે તેઓએ (તે બંનેને) જૂઠલાવ્યા, પછી અમોએ તેમની મદદ માટે ત્રીજા રસૂલને મોકલ્યા પછી તેઓએ (બધાએ કહ્યું કે) અમો સૌને તમારી તરફ મોકલાવામાં આવેલ છે.
قَالُوا مَا أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَمَا أَنزَلَ الرَّحْمَٰنُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا تَكْذِبُونَ ﴿١٥﴾
(૧૫) તેઓએ કહ્યું કે તમે અમારા જેવા ઇન્સાન સિવાય કાંઈ નથી અને રહેમાને (અલ્લાહે) કાંઈ નાઝિલ નથી કર્યું, તમે જૂઠ સિવાય કાંઈ બોલતા જ નથી.
قَالُوا رَبُّنَا يَعْلَمُ إِنَّا إِلَيْكُمْ لَمُرْسَلُونَ ﴿١٦﴾
(૧૬) તેમણે કહ્યું કે અમારો પરવરદિગાર જાણે છે કે અમે તમારા તરફ મોકલવામાં આવ્યા છીએ
وَمَا عَلَيْنَا إِلَّا الْبَلَاغُ الْمُبِينُ ﴿١٧﴾
(૧૭) અને અમારી જવાબદારી (પયગામને) સ્પષ્ટ રીતે પહોંચાડવા સિવાય બીજું કાંઈ નથી.
قَالُوا إِنَّا تَطَيَّرْنَا بِكُمْ ۖ لَئِن لَّمْ تَنتَهُوا لَنَرْجُمَنَّكُمْ وَلَيَمَسَّنَّكُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ ﴿١٨﴾
(૧૮) તેઓએ કહ્યું કે અમે તમને નહુસતવાળા સમજીએ છીએ, જો તમે (તબલીગ કરવાનું) રોકશો નહિં તો અમે તમને સંગસાર કરી મારી નાખીશું, અને અમારા તરફથી તમને સખત સજા આપવામાં આવશે.
قَالُوا طَائِرُكُم مَّعَكُمْ ۚ أَئِن ذُكِّرْتُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ ﴿١٩﴾
(૧૯) તેઓએ કહ્યું કે જો તમને નસીહત આપવા આવે તો, (સમજશો કે) તમારી નહુસત તમારી સાથે છે, બલ્કે તમે નક્કી થયેલી હદ પાર કરનાર કોમ છો.
وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ ﴿٢٠﴾
(૨૦) અને શહેરના છેવટના ભાગમાંથી એક શખ્સ દોડતો આવ્યો અને તેણે કહ્યું કે અય મારી કોમ રસૂલોની તાબેદારી કરો.
اتَّبِعُوا مَن لَّا يَسْأَلُكُمْ أَجْرًا وَهُم مُّهْتَدُونَ ﴿٢١﴾
(૨૧) અય લોકો (રસૂલો)ની તાબેદારી કરો કે જેઓ તમારા પાસેથી કંઈ બદલો માંગતા નથી, તથા તેઓ હિદાયત પામેલા છે.
وَمَا لِيَ لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ ﴿٢٢﴾
(૨૨) અને મને શું થઈ ગયું કે જેણે મને પેદા કર્યો છે હું તેની ઇબાદત ન કરું ? અને તમો સૌને તેની જ બારગાહમાં પાછા પલટાવવામાં આવશે.
أَأَتَّخِذُ مِن دُونِهِ آلِهَةً إِن يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنقِذُونِ ﴿٢٣﴾
(૨૩) શુ તેના બદલે બીજાને ઈબાદત માટે પસંદ કરૂ. જો તે રહેમાન (અલ્લાહ) મને કંઈ નુકસાન પહોંચાડવાનો ઈરાદો કરશે તો ન તેઓની શફાઅત મને કંઈપણ ફાયદો પહોંચાડશે અને ન મને નજાત આપશે?!
إِنِّي إِذًا لَّفِي ضَلَالٍ مُّبِينٍ ﴿٢٤﴾
(૨૪) (જો હું એમ કરીશ) તો હું ખુલ્લી ગુમરાહીમાં હોઈશ.
إِنِّي آمَنتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ ﴿٢٥﴾
(૨૫) હું તમારા પરવરદિગાર પર ઈમાન લાવ્યો છું માટે તમે મારી વાતને સાંભળો.
قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۖ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ ﴿٢٦﴾
(૨૬) (પરિણામે તેઓએ તે શખ્સને મારી નાખ્યો તો) તેને કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, તેણે (તમન્ના કરીને) કહ્યું કદાચ મારી કોમ પણ જાણતી હોત.
بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ ﴿٢٧﴾
(૨૭) કે મારા પરવરદિગારે મને માફ કરી દીધો તથા મને મોહતરમ લોકોમાં જગ્યા આપી.
وَمَا أَنزَلْنَا عَلَىٰ قَوْمِهِ مِن بَعْدِهِ مِن جُندٍ مِّنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنزِلِينَ ﴿٢٨﴾
(૨૮) (તેની શહાદત પછી) ત્યાર બાદ અમોએ તેની કોમ ઉપર ન આસમાનથી કોઈ લશકર મોકલ્યું, અને ન અમે લશ્કરને મોકલવાના હતા.
إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خَامِدُونَ ﴿٢٩﴾
(૨૯) તે ફકત એક ગર્જના હતી જેના બાદ તેઓ અચાનક ખામોશ થઈ ગયા.
يَا حَسْرَةً عَلَى الْعِبَادِ ۚ مَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ﴿٣٠﴾
(૩૦) અફસોસ તે બંદાઓ ઉપર કે તેમની પાસે જ્યારે કોઈ રસૂલ આવે છે તો તેઓ તેની મશ્કરી કરે છે.
أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا يَرْجِعُونَ ﴿٣١﴾
(૩૧) શું તેઓએ નથી જોયું કે અમોએ તેમની પહેલા કેટલીય કોમોને હલાક કરી નાખ્યા કે જે હરગિઝ તેમની પાસે પાછી નહિં આવે.
وَإِن كُلٌّ لَّمَّا جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ ﴿٣٢﴾
(૩૨) બલકે તે બધાજને અમારી સામે હાજર કરવામાં આવશે.
وَآيَةٌ لَّهُمُ الْأَرْضُ الْمَيْتَةُ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا مِنْهَا حَبًّا فَمِنْهُ يَأْكُلُونَ ﴿٣٣﴾
(૩૩) અને તેમના માટે અમારી એક નિશાની ઊજ્જડ ઝમીન છે. જેને અમોએ સજીવન કરી અને તેમાંથી અનાજ ઊગાવીએ છીએ જેમાંથી તેઓ ખાય છે.
وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ وَفَجَّرْنَا فِيهَا مِنَ الْعُيُونِ ﴿٣٤﴾
(૩૪) અને તે (ઝમીન)માં અમોએ ખજૂર તથા દ્રાક્ષના બગીચાઓ પેદા કર્યા છે અને તેમાં ઝરણાં જારી કર્યા છે
لِيَأْكُلُوا مِن ثَمَرِهِ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ ۖ أَفَلَا يَشْكُرُونَ ﴿٣٥﴾
(૩૫) જેથી તેઓ તેના ફળ ખાય, જો કે આ (ફકત) તેમના હાથની મહેનત નથી પછી શા માટે શુક્ર અદા નથી કરતા?
سُبْحَانَ الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنبِتُ الْأَرْضُ وَمِنْ أَنفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُونَ ﴿٣٦﴾
(૩૬) પાક છે (તે ખુદા કે) જેણે દરેક વસ્તુના જોડા પેદા કર્યા છે, કે જેને ઝમીન ઊગાડે છે અને તેમની (ઈન્સાનની) જાતમાંથી (જોડા પૈદા કર્યા) અને તે વસ્તુઓમાંથી કે જેનું તેમને ઈલ્મ નથી.
وَآيَةٌ لَّهُمُ اللَّيْلُ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُم مُّظْلِمُونَ ﴿٣٧﴾
(૩૭) અને તેમના માટે એક નિશાની રાત છે, જેમાંથી અમે દિવસને ખેંચી લઈએ છીએ, ત્યારે તેઓ અંધકારમાં રહી જાય છેઃ
وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَّهَا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ ﴿٣٨﴾
(૩૮) અને સૂરજ તેના મુકર્રર મંઝિલ તરફ ચાલી રહ્યો છે, કે જે જબરદસ્ત, જાણકાર (અલ્લાહ) તરફથી મુકર્રર થયેલ છે.
وَالْقَمَرَ قَدَّرْنَاهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ ﴿٣٩﴾
(૩૯) અને ચાંદ માટે અમે મંઝિલો નક્કી કરી છે અને છેવટે તે ખજૂરની સૂકેલી ડાળ જેવો થઇ જાય છે.
لَا الشَّمْسُ يَنبَغِي لَهَا أَن تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ ۚ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ ﴿٤٠﴾
(૪૦) ન સૂરજ માટે યોગ્ય છે કે તે ચાંદને પામી લે અને ન રાત માટે યોગ્ય છે કે તે દિવસ કરતાં આગળ વધી જાય; અને દરેક પોતાની હદ (આસમાન)માં તરી રહ્યા છે.
وَآيَةٌ لَّهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلْكِ الْمَشْحُونِ ﴿٤١﴾
(૪૧) અને તેમના માટે અમારી એક નિશાની (એ પણ) છે કે અમોએ તેમના બુઝરગો ને એક ભરેલી કશ્તીમાં ઉપાડયા હતાઃ
وَخَلَقْنَا لَهُم مِّن مِّثْلِهِ مَا يَرْكَبُونَ ﴿٤٢﴾
(૪૨) અને કશ્તી જેવી બીજી સવારીઓ પેદા કરી છે કે જેના પર તેઓ સવાર થાય છે.
وَإِن نَّشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ ﴿٤٣﴾
(૪૩) અને જો અમે ચાહીએ તો સૌને ડૂબાડી દઈએ. પછી તેમની ન કોઈ ફરિયાદ સાંભળનારો હશે, અને ન તેમને નજાત આપવામાં આવશેઃ
إِلَّا رَحْمَةً مِّنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ ﴿٤٤﴾
(૪૪) સિવાય કે અમારી રહેમત તેમના શામીલે હાલ થાય, તથા એક ચોક્કસ મુદ્દત સુધી (દુન્યવી જીવનથી) ફાયદો હાંસિલ કરે!
وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ ﴿٤٥﴾
(૪૫) અને જયારે તેમને કહેવામાં આવે છે કે (અઝાબથી) ડરો કે જે તમારા સામે અથવા પાછળથી આવી શકે છે, જેથી તમારા ઉપર રહેમ કરવામાં આવે.
وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ ﴿٤٦﴾
(૪૬) અને તેમની પાસે તેમના પરવરદિગાર તરફથી નિશાનીઓમાંથી કોઈપણ નિશાની નથી આવતી સિવાય કે તેઓ તેનાથી મોઢુ ફેરવી લેતા હોય છે.
وَإِذَا قِيلَ لَهُمْ أَنفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَن لَّوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ مُّبِينٍ ﴿٤٧﴾
(૪૭) અને જયારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે કાંઈ તમને આપ્યું છે તેમાંથી ઈન્ફાક (ખર્ચ) કરો ત્યારે નાસ્તિકો મોઅમીનોને કહે છે કે શું અમે એવાને ખવડાવીએ કે જેને જો અલ્લાહ ચાહત, તો પોતે જ ખવડાવી દેત?! તમે લોકો ફકત ખુલ્લી ગુમરાહીમાં છો.
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ﴿٤٨﴾
(૪૮) અને પછી તેઓ કહે છે કે જો તમે સાચા છો તો આ (કયામતનો) વાયદો ક્યારે પૂરો થશે?
مَا يَنظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ ﴿٤٩﴾
(૪૯) તેઓ રાહ નથી જોતા સિવાય એક ગર્જનાની જે તેઓને પકડી લે એવી હાલતમાં કે તેઓ વાદ વિવાદમાં (લડાઈમાં) હોય.
فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ ﴿٥٠﴾
(૫૦) પછી તેઓ ન કાંઈ વસીયત કરી શકશે, અને ન પોતાના બાલબચ્ચાં પાસે પાછા જઈ શકશે.
وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ ﴿٥١﴾
(૫૧) અને જ્યારે (બીજી વખત ફૂક) સૂર ફૂંકવામાં આવશે ત્યારે તેઓ કબરોમાંથી નીકળીને પોતાના પરવરદિગારની (બારગાહ) તરફ ઝડપથી ચાલવા માંડશે.
قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ ﴿٥٢﴾
(૫૨) તેઓ કહેશે કે અમને અમારી કબ્રમાંથી કોણે જગાડયા?! આ એ જ છે કે જેનો રહેમાને (અલ્લાહે) વાયદો કર્યો હતો અને તેના રસૂલોએ સાચુ જ કહ્યું હતું.
إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ ﴿٥٣﴾
(૫૩) (કયામત) એક ગર્જના સિવાય કંઈ નથી તરત જ તેઓ બધા અમારી સામે હાજર કરી દેવામાં આવશે.
فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ ﴿٥٤﴾
(૫૪) પછી (તેઓને કહેવામાં આવશે) આજના દિવસે કોઇના ઉપર ઝુલ્મ કરવામાં નહિં આવે, અને તમો જે કંઈ અંજામ આપતા હતા ફકત તેનો બદલો આપવામાં આવશે.
إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ ﴿٥٥﴾
(૫૫) બેશક જન્નતવાસીઓ તે દિવસે ખુશીમાં મશગૂલ હશે.
هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَّكِئُونَ ﴿٥٦﴾
(૫૬) તેઓ તથા તેમની ઔરતોએ જન્નતના છાયામાં સિંહાસનો પર ટેકો દિધેલ હશે.
لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ ﴿٥٧﴾
(૫૭) તેમના માટે ફળો હશે અને તે ઉપરાંત તેઓ જે કાંઈ ચાહશે તે (પણ) હશે.
سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ ﴿٥٨﴾
(૫૮) તેમના માટે તેમના મહેરબાન પરવરદિગારનો સલામ હશે.
وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ ﴿٥٩﴾
(૫૯) અને અય ગુનેહગારો! આજના દિવસે (તમે તેમનાથી) જુદા થઈ જાઓ.
۞ أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لَّا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ﴿٦٠﴾
(૬૦) અય આદમની ઔલાદ ! શું મેં તમારી પાસેથી વચન નોહ્તું લીધું કે શયતાનની ઇબાદત નહીં કરતા કારણ કે તે તમારો ખૂલ્લો દુશ્મન છે.
وَأَنِ اعْبُدُونِي ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ ﴿٦١﴾
(૬૧) અને મારી ઇબાદત કરજો કે આજ સીધો રસ્તો છે.
وَلَقَدْ أَضَلَّ مِنكُمْ جِبِلًّا كَثِيرًا ۖ أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ ﴿٦٢﴾
(૬૨) અને તે શયતાને તમારામાંથી ઘણા લોકોને ગુમરાહ કરી નાખ્યા શું તમે વિચાર ન કર્યો?
هَٰذِهِ جَهَنَّمُ الَّتِي كُنتُمْ تُوعَدُونَ ﴿٦٣﴾
(૬૩) આ એ જહન્નમ છે કે જેનો તમને (દુનિયામાં) વાયદો કરવામાં આવતો હતો.
اصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ﴿٦٤﴾
(૬૪) આજે તેમાં કુફ્ર અને અલ્લાહના ઇનકારના લીધે દાખલ થઈ જાવ.
الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ أَرْجُلُهُم بِمَا كَانُوا يَكْسِبُونَ ﴿٦٥﴾
(૬૫) આજે અમે તેમના મોઢા પર મહોર મારી દઈશું (જેથી તે કાઈ બોલી શકે નહિ) તેમના હાથ બોલશે અને તેમના પગ ગવાહી આપશે કે તેઓ કેવા કાર્યો કરતા હતા.
وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَأَنَّىٰ يُبْصِرُونَ ﴿٦٦﴾
(૬૬) અને જો અમે ચાહીએ તો તેઓની આંખોને (આ દુનિયામાંજ) આંધળી કરી દેત. પછી તેઓ રસ્તા તરફ આગળ વધવા ચાહત તો પણ તેઓ કેવી રીતે જોઈ શકત.
وَلَوْ نَشَاءُ لَمَسَخْنَاهُمْ عَلَىٰ مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا مُضِيًّا وَلَا يَرْجِعُونَ ﴿٦٧﴾
(૬૭) અને જો અમે ચાહીએ તો તે જ જગ્યાએ તેઓના સ્વરૂપને બદલી નાખીએ જેથી ન આગળ વધી શકે ન પાછળ આવી શકે.
وَمَن نُّعَمِّرْهُ نُنَكِّسْهُ فِي الْخَلْقِ ۖ أَفَلَا يَعْقِلُونَ ﴿٦٨﴾
(૬૮) અને જેને અમે લાંબી ઉમ્ર આપીએ છીએ, તેને કમજોર ખિલ્કતમાં (બાળપણ તરફ) પલ્ટાવી નાખીએ છીએ, શું તેઓ વિચારતા નથી?
وَمَا عَلَّمْنَاهُ الشِّعْرَ وَمَا يَنبَغِي لَهُ ۚ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَقُرْآنٌ مُّبِينٌ ﴿٦٩﴾
(૬૯) અને અમોએ રસૂલને શાયરી નથી શીખવાડી અને ન તેના માટે યોગ્ય છે. આ ફક્ત ઝિક્ર અને રોશન કુરઆન છે :
لِّيُنذِرَ مَن كَانَ حَيًّا وَيَحِقَّ الْقَوْلُ عَلَى الْكَافِرِينَ ﴿٧٠﴾
(૭૦) જેથી તેના વડે જે જીવંત છે તેમને (અલ્લાહના અઝાબથી) ડરાવે અને અલ્લાહનો ઇનકાર કરવા વાળા પર હુજજ્જત તમામ થઈ જાય.
أَوَلَمْ يَرَوْا أَنَّا خَلَقْنَا لَهُم مِّمَّا عَمِلَتْ أَيْدِينَا أَنْعَامًا فَهُمْ لَهَا مَالِكُونَ ﴿٧١﴾
(૭૧) શું તેઓએ નથી જોયું કે અમોએ અમારી કુદરતથી તેઓ માટે ચારપાગ વાળા જાનવર પેદા કર્યા કે તેઓ તેના માલિક છે?
وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ ﴿٧٢﴾
(૭૨) અને અમે તે (જાનવરો)ને તાબે કરી દીધા, તેમાંથી અમુક તેઓની સવારી છે અને તેમાંથી અમુક ને તેઓ ખાય છે.
وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ ۖ أَفَلَا يَشْكُرُونَ ﴿٧٣﴾
(૭૩) અને તેમના માટે આ પશુઓમાં ફાયદાઓ તથા પીણાઓ છે છતાં તેઓ શુક્ર નથી કરતા.
وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لَّعَلَّهُمْ يُنصَرُونَ ﴿٧٤﴾
(૭૪) અને તેઓએ અલ્લાહ સિવાય બીજાઓને માઅબૂદ તરીકે પસંદ કરી લીધા છે એવી ઊમ્મીદમાં કે તેમની મદદ કરવામાં આવે.
لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُندٌ مُّحْضَرُونَ ﴿٧٥﴾
(૭૫) પરંતુ તેઓ તેમની બિલ્કુલ મદદ કરી શકશે નહિં અને તેઓ તે (માઅબૂદો)નુ લશ્કર હશે કે જેમને (અઝાબ માટે) હાજર કરવામાં આવશે.
فَلَا يَحْزُنكَ قَوْلُهُمْ ۘ إِنَّا نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ﴿٧٦﴾
(૭૬) માટે (અય પયગમ્બર) તમે તેમની વાતોંથી ગમગીન ન થાઓ, કારણકે જે કાંઈ તેઓ છુપાવે છે અને જે કાંઈ તેઓ જાહેર કરે છે, અમે તેને જાણીએ છીએ.
أَوَلَمْ يَرَ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ ﴿٧٧﴾
(૭૭) શું ઇન્સાન નથી જોતો કે અમોએ તેને નુત્ફામાંથી પેદા કર્યો છે ? પછી તે હવે ખુલ્લો દુશ્મન બની ગયો છે.
وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ ۖ قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ ﴿٧٨﴾
(૭૮) અને તે અમારા માટે મિસાલ આપે છે તથા પોતાની પૈદાઈશને ભૂલી ગયો છે અને કહે છે કે સડી ગએલ હાડકાંઓને કોણ જીવંત કરશે?
قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ ﴿٧٩﴾
(૭૯) તું કહી દે કે જેણે પહેલી વખત પૈદા કર્યા છે તે જ (ફરી) જીવંત કરશે, અને તે દરેક ખિલ્કતથી સારી રીતે વાકેફ છે :
الَّذِي جَعَلَ لَكُم مِّنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا أَنتُم مِّنْهُ تُوقِدُونَ ﴿٨٠﴾
(૮૦) જેણે તમારા માટે લીલા વૃક્ષમાંથી આગ પેદા કરી દીધી અને તમે તેના વડે આગ સળગાવો છો.
أَوَلَيْسَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِقَادِرٍ عَلَىٰ أَن يَخْلُقَ مِثْلَهُم ۚ بَلَىٰ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ ﴿٨١﴾
(૮૧) તો શું જેણે આસમાનો અને ઝમીનને પેદા કર્યા છે તે એ વાત પર કાદીર નથી કે તેના જેવું ફરી પેદા કરે ?! હા, તે જાણકાર પેદા કરનાર છે.
إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَن يَقُولَ لَهُ كُن فَيَكُونُ ﴿٨٢﴾
(૮૨) તેનુ ફરમાન છે જયારે તે કોઈ વસ્તુને પેદા કરવાનો ઈરાદો કરે છે ત્યારે કહે છે કે "થઈ જા" અને તે (તરત જ) થઈ જાય છે.
فَسُبْحَانَ الَّذِي بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَإِلَيْهِ تُرْجَعُونَ ﴿٨٣﴾
(૮૩) માટે પાક છે તે જાત કે જેનાં હાથમાં દરેક વસ્તુનો ઇખ્તેયાર છે અને તેની જ પાસે પાછા ફેરવવામાં આવશો.