સુરએ રહમાન

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ રહમાનની ફઝીલત

હઝરત ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ થી રિવાયત છે કે: સુરએ રહમાન ની તિલાવત કદી પણ ન છોડો, કારણ કે આ સૂરા મુનાફિકોના દિલમાં નહીં ઠેહરે.

આ સૂરો કયામતના દિવસે એક સુંદર વ્યક્તિના સ્વરૂપમાં, ઉત્તમ ખુશબૂ સાથે, એવી જગ્યાએ આવીને ઊભો રહેશે જે અલ્લાહની નજરે ઉત્તમ અને મહાન જગ્યા હશે અને અલ્લાહ ની નજીક આવી બીજી કોઈ જગ્યા નહિ હોય ત્યારે અલ્લાહ આ સુરા ને ફરમાવશે:
દુનિયાવી જિંદગીમાં કોણ તારી હંમેશાં તિલાવત કરતું હતું?
તો આ સૂરા ફરમાવશે : 'ફલાણો ફલાણો વ્યક્તિ.'
ત્યારે તરત જ તે તિલાવત કરનારા લોકોના ચહેરા રોશન થઈ જશે
અલ્લાહ તેમને કહેશે: 'તમે જેને ઈચ્છો તેની શફાઅત કરો.
અને તેઓ એટલી વધારે શફાઅત કરશે કે કોઈ પણ એવો શખ્સ બાકી નહિ રહે જેની શફાઅત કરવાનો ઇરાદો હોય અને તેને શફાઅત ના મળી જાય.
પછી અલ્લાહ તેઓને ફરમાવશે : તમારી જન્નતમાં પ્રવેશ કરો અને જ્યાં ઈચ્છો ત્યાં રહો.

ઈમામ અલય્હિસ્સલામ બીજી એક હદીસ માં ફરમાવે છે જે વ્યક્તિ સુરએ રહમાન ની તિલાવત કરે અને જ્યારે આ આયત પર આવે:

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

ત્યારે એ કહે:

"એ પરવરદિગાર! મેં તારી કોઈ પણ નેઅમતનો કદી પણ ઈનકાર નથી કર્યો"

અને જો તે વ્યક્તિ રાત્રે આ સૂરા પઢે અને એ જ રાત્રે મોત પામે તો તે શહીદ ગણાશે. અને જે કોઈ દિવસમાં આ સૂરા પઢે અને મોત પામે તો તે પણ શહીદની મૌત ગણાશે.

અક્ષરોની સાઇઝ:

સુરએ રહમાન (સુરએ રહમાન)

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

الرَّحْمَٰنُ ‎﴿١﴾‏

(૧) રહેમાન અલ્લાહઃ

عَلَّمَ الْقُرْآنَ ‎﴿٢﴾‏

(૨) જેણે કુરઆન શીખવ્યું.

خَلَقَ الْإِنسَانَ ‎﴿٣﴾‏

(૩) (તેણે જ) ઈન્સાનને પેદા કર્યોઃ

عَلَّمَهُ الْبَيَانَ ‎﴿٤﴾‏

(૪) અને તેએ વાત કરતા શીખવાડ્યું.

الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ ‎﴿٥﴾‏

(૫) સૂરજ અને ચાંદ બંને તેના મુકર્રર કરેલા હિસાબ પ્રમાણે ચાલે છે :

وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ ‎﴿٦﴾‏

(૬) અને વનસ્પતિ તથા વૃક્ષ તેનો સજદો કરે છે

وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ ‎﴿٧﴾‏

(૭) તેણે આસમાનને ઊંચુ કર્યું, અને ઇન્સાફના તરાઝુંને કાએમ કર્યો:

أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ ‎﴿٨﴾‏

(૮) જેથી તમે માપતોલમાં હદ બહાર જાઓ નહીં.

وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ ‎﴿٩﴾‏

(૯) અને માપ તોલ ઇન્સાફ સાથે કાયમ રાખો, અને ઓછું તોલો નહિ.

وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ ‎﴿١٠﴾‏

(૧૦) અને તેણે જ મખ્લુક માટે ઝમીન બિછાવી છે.

فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ ‎﴿١١﴾‏

(૧૧) તેમાં ફળો છે અને ખજૂર ના વૃક્ષમાં લપતાયેલા છે.

وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ ‎﴿١٢﴾‏

(૧૨) અને તે ફોતરાવાળા દાણા છે કે જેની સાથે ખુશ્બુદાર ફુલ પણ છે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿١٣﴾‏

(૧૩) માટે તમે બંને (જિન્નાત અને ઇન્સાન) તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો.

خَلَقَ الْإِنسَانَ مِن صَلْصَالٍ كَالْفَخَّارِ ‎﴿١٤﴾‏

(૧૪) તેણે ઈન્સાન ને ઠીકરાની જેમ ખણખણતી સુકાઈ ગયેલી માટીમાંથી બનાવ્યો છે,

وَخَلَقَ الْجَانَّ مِن مَّارِجٍ مِّن نَّارٍ ‎﴿١٥﴾‏

(૧૫) અને જિન્નાતને આગની જવાળામાંથી પેદા કર્યા.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿١٦﴾‏

(૧૬) માટે તમે બંને (જિન્નાત અને ઇન્સાન) તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો.

رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ ‎﴿١٧﴾‏

(૧૭) તે બંને પૂર્વ અને બંને પશ્ચિમનો પરવરદિગાર છે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿١٨﴾‏

(૧૮) માટે તમે બંને (જિન્નાત અને ઇન્સાન) તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો !

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ ‎﴿١٩﴾‏

(૧૯) તેણે બે દરિયા વહાવ્યા છે જે આપસમાં મળે છે:

بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ ‎﴿٢٠﴾‏

(૨૦) અને તે બન્નેની વચ્ચે એક આડ છે કે જેથી તે બન્ને એકબીજા પર ઝિયાદતી નથી કરી શકતા.(આગળ નથી વધી શકતા)

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٢١﴾‏

(૨૧) માટે તમે બંને (જિન્નાત અને ઇન્સાન) તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ ‎﴿٢٢﴾‏

(૨૨) તે બંને દરિયામાંથી મોતી તથા મરજાન નીકળે છે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٢٣﴾‏

(૨૩) માટે તમે બંને (જિન્નાત અને ઇન્સાન) તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો.

وَلَهُ الْجَوَارِ الْمُنشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ ‎﴿٢٤﴾‏

(૨૪) અને દરિયામાં પહાડ જેવા ચાલતા વહાણો પણ તેના જ છે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٢٥﴾‏

(૨૫) માટે તમે બંને (જિન્નાત અને ઇન્સાન) તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો.

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ ‎﴿٢٦﴾‏

(૨૬) જે કોઇ ઝમીન પર છે તે ફના (નાશ) થનાર છેઃ

وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ ‎﴿٢٧﴾‏

(૨૭) અને ફક્ત તારા પરવરદિગારની ઝાત જે સાહેબે જલાલો ઈકરામ છે તેજ બાકી રહેનાર છે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٢٨﴾‏

(૨૮) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો ?

يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ ‎﴿٢٩﴾‏

(૨૯) આસમાનો તથા ઝમીનમાં જે કાંઈ છે તે તેનાથી માંગતા રહે છે; અને દરેક વક્તે તે એક નવી શાનવાળો છે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٣٠﴾‏

(૩૦) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો ?

سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ ‎﴿٣١﴾‏

(૩૧) અય બંને સમૂહો ! (જિન્નાત અને ઈન્સાન) અમે નજીકમાં જ તમારા તરફ ધ્યાન આપીશું.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٣٢﴾‏

(૩૨) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો ?

يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ إِنِ اسْتَطَعْتُمْ أَن تَنفُذُوا مِنْ أَقْطَارِ السَّمَاوَاتِ وَالْأَرْضِ فَانفُذُوا ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَانٍ ‎﴿٣٣﴾‏

(૩૩) અય જિન્નાત અને ઈન્સાનના સમૂહ ! જો તમારામાં આસમાનો તથા ઝમીનની હદોમાંથી નીકળી જવાની તાકત હોય તો નીકળી જાઓ; તમે ક્યાય પણ જઈ શકતા નથી અને ત્યાં ભી મહાન પરવરદીગાર ની સલ્તનત છે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٣٤﴾‏

(૩૪) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો ?

يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ ‎﴿٣٥﴾‏

(૩૫) તમો બંને પર (જિન્નાત અને ઇન્સાન પર જહન્નમની) આગના ભડકા અને ધુમાડો મોકલવામાં આવશે અને પીગળેલુ તાંબુ રેડવામાં આવશે પછી મદદ નહી કરવામાં આવે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٣٦﴾‏

(૩૬) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

فَإِذَا انشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ ‎﴿٣٧﴾‏

(૩૭) પછી જયારે આસમાન ફાટીને તેલની જેમ લાલ થઈ જશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٣٨﴾‏

(૩૮) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો ?

فَيَوْمَئِذٍ لَّا يُسْأَلُ عَن ذَنبِهِ إِنسٌ وَلَا جَانٌّ ‎﴿٣٩﴾‏

(૩૯) પછી તે દિવસે કોઈ ઈન્સાન અથવા જિન્નાતને તેમના ગુનાહ વિશે સવાલ નહી કરવામાં આવે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٤٠﴾‏

(૪૦) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો ?

يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ ‎﴿٤١﴾‏

(૪૧) ગુનેહગારોને તેમની નિશાનીઓથી ઓળખી લેવામાં આવશે, પછી તેમને માથાના વાળ અને પગથી પકડી લેવામાં આવશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٤٢﴾‏

(૪૨) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ ‎﴿٤٣﴾‏

(૪૩) આ એ જ જહન્નમ છે જેનો મુજરીમો ઇન્કાર કરતા હતા.

يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ ‎﴿٤٤﴾‏

(૪૪) તેઓ જહન્નમ અને તેના ઉકળતા પાણી વચ્ચે ફરતા રહેશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٤٥﴾‏

(૪૫) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ ‎﴿٤٦﴾‏

(૪૬) અને જે શખ્સ પોતાના પરવરદિગારની હજૂરમાં ઊભા રહેવાથી ડરે છે તેના માટે બે જન્નતો છે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٤٧﴾‏

(૪૭) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

ذَوَاتَا أَفْنَانٍ ‎﴿٤٨﴾‏

(૪૮) (જન્નત બાગમાં જાતજાતના ફળોથી લદાયેલા) ડાળીઓથી ભરપૂર.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٤٩﴾‏

(૪૯) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ ‎﴿٥٠﴾‏

(૫૦) તે બંનેમાં બે ઝરણાં વહેતાં હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٥١﴾‏

(૫૧) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો ?

فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ ‎﴿٥٢﴾‏

(૫૨) તે બંનેમાં દરેક ફળની જોડીઓ હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٥٣﴾‏

(૫૩) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

مُتَّكِئِينَ عَلَىٰ فُرُشٍ بَطَائِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى الْجَنَّتَيْنِ دَانٍ ‎﴿٥٤﴾‏

(૫૪) તેઓ આવી બેઠકો પર ટેકો લગાવીને બેઠા હશે જેના અસ્તર ભારે રેશમના હશે; અને બંને જન્નતોના ફળો બિલ્કુલ નજીકથી મેળવશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٥٥﴾‏

(૫૫) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ ‎﴿٥٦﴾‏

(૫૬) જન્નતોમાં ટૂંકી નજરોવાળી હૂરો હશે જેમને પહેલા ક્યારેય ઇન્સાને અને જિન્નાતે અડયા નહી હોય.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٥٧﴾‏

(૫૭) તમે બંને તમારા પરવરદિગારની કઈ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ ‎﴿٥٨﴾‏

(૫૮) તે (હૂરો) યાકુત અને મરજાન જેવી હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٥٩﴾‏

(૫૯) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો ?

هَلْ جَزَاءُ الْإِحْسَانِ إِلَّا الْإِحْسَانُ ‎﴿٦٠﴾‏

(૬૦) શું નેકીનો બદલો નેકીના સિવાય કાંઈ હોય છે?

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٦١﴾‏

(૬૧) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો ?

وَمِن دُونِهِمَا جَنَّتَانِ ‎﴿٦٢﴾‏

(૬૨) અને તે બંને જન્નતો સિવાય બીજી પણ બે જન્નતો હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٦٣﴾‏

(૬૩) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

مُدْهَامَّتَانِ ‎﴿٦٤﴾‏

(૬૪) તે બંને લીલીછમ હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٦٥﴾‏

(૬૫) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ ‎﴿٦٦﴾‏

(૬૬) તે બંનેમાં જોશ મારતા બે ઝરણા હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٦٧﴾‏

(૬૭) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

فِيهِمَا فَاكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ ‎﴿٦٨﴾‏

(૬૮) તે બંનેમાં ફળો ખજૂર તથા દાડમ હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٦٩﴾‏

(૬૯) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

فِيهِنَّ خَيْرَاتٌ حِسَانٌ ‎﴿٧٠﴾‏

(૭૦) તે જન્નતોમાં નેકસીરત ખૂબસુરત ઔરતો હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٧١﴾‏

(૭૧) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

حُورٌ مَّقْصُورَاتٌ فِي الْخِيَامِ ‎﴿٧٢﴾‏

(૭૨) તે હૂરો કે જે તંબુઓમાં રોકવામાં આવી હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٧٣﴾‏

(૭૩) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ ‎﴿٧٤﴾‏

(૭૪) તેણીઓને પહેલાં કોઈ જિન્નાતે અને ઇન્સાને અડયા નહી હોય.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٧٥﴾‏

(૭૫) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

مُتَّكِئِينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِيٍّ حِسَانٍ ‎﴿٧٦﴾‏

(૭૬) તેઓ લીલા ગાલીચાઓ અને બહેતરીન તખ્તો પર ટેકો લગાવી બેઠા હશે.

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ‎﴿٧٧﴾‏

(૭૭) પછી તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

تَبَارَكَ اسْمُ رَبِّكَ ذِي الْجَلَالِ وَالْإِكْرَامِ ‎﴿٧٨﴾‏

(૭૮) તારા પરવરદિગારનું નામ ખૂબ બરક્તવાળું છે જે જલાલો ઈકરામવાળો છે.