સુરએ વાકેઆહ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ વાકેઆહની ફઝીલત

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલય્હે વ આલેહી વસલ્લમ ફરમાવે છે કે: જે શખ્સ દરરોજ રાતે સુરએ વાકેઆ ની તિલાવત કરશે તો એને કોઈ પરેશાની નહિ આવે. અને ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ થી રિવાયત છે કે: જે શખ્સ દરરોજ રાતે સુતાં પહેલાં સુરએ વાકેઆ પઢે, તો કયામતના દિવસે રબ્બુલ આલમીનની હાજરીમાં ચમકતાં ચહેરા સાથે હાજર થશે.

બીજી રિવાયત પણ ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ થી છે કે જે શખ્સ જન્નત અને તેની નેઅમતોની ખ્વાહિશ અને ઈચ્છા રાખે છે એ દરરોજ રાતે સુરએ વાકેઆ પઢે.

આ સુરા માં ત્રણ લોકો ના સમૂહ નો ઝિક્ર થયો છે બે જન્નતી અને એક દોઝખી અને અલ્લાહ ની ખિલકત ને જોવો અને વિચારો

અક્ષરોની સાઇઝ:

સુરએ વાકેઆહ

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

إِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ‎﴿١﴾‏

(૧) જયારે કયામત વાકેઅ થશે :

لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ ‎﴿٢﴾‏

(૨) અને તે વાકેઆ ને જુઠલાવનાર (કોઈ) નહિ હોય.

خَافِضَةٌ رَّافِعَةٌ ‎﴿٣﴾‏

(૩) તે (કયામત) ઊલટ સૂલટ કરનારી હશેઃ

إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا ‎﴿٤﴾‏

(૪) જે વખતે ઝમીનને સખત રીતે ઝટકાઓ લાગશે.

وَبُسَّتِ الْجِبَالُ بَسًّا ‎﴿٥﴾‏

(૫) અને પહાડ ચૂરે ચૂરા થઈ જશેઃ

فَكَانَتْ هَبَاءً مُّنبَثًّا ‎﴿٦﴾‏

(૬) પછી તે બારીક રજકણો બની ફેલાઈ જશે:

وَكُنتُمْ أَزْوَاجًا ثَلَاثَةً ‎﴿٧﴾‏

(૭) અને તમે ત્રણ સમૂહ થઈ જશો.

فَأَصْحَابُ الْمَيْمَنَةِ مَا أَصْحَابُ الْمَيْمَنَةِ ‎﴿٨﴾‏

(૮) પછી જમણા હાથવાળાઓ. શું કહેવું જમણા હાથવાળાઓનું! (સારા લોકો છે એટલે તેમના સારા અમલ ને જમણા હાથમાં આપવામાં આવશે)

وَأَصْحَابُ الْمَشْأَمَةِ مَا أَصْحَابُ الْمَشْأَمَةِ ‎﴿٩﴾‏

(૯) અને ડાબા હાથવાળાઓ. શું સવાલ કરવો ડાબા હાથવાળાઓનો! (ખરાબ લોકોને ડાબા હાથમાં નામે આમાલ આપવામાં આવશે)

وَالسَّابِقُونَ السَّابِقُونَ ‎﴿١٠﴾‏

(૧૦) અને આગળ વધી જનારા તો આગળ વધી જનારા જ છે:

أُولَٰئِكَ الْمُقَرَّبُونَ ‎﴿١١﴾‏

(૧૧) અને તેઓ (અલ્લાહની હજૂરમાં) નજીક છે.

فِي جَنَّاتِ النَّعِيمِ ‎﴿١٢﴾‏

(૧૨) તેઓ નેઅમતોવાળી જન્નતોમાં હશે.

ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ ‎﴿١٣﴾‏

(૧૩) ઘણાંખરા આગલાઓમાંથી હશેઃ

وَقَلِيلٌ مِّنَ الْآخِرِينَ ‎﴿١٤﴾‏

(૧૪) અને થોડા ઘણા છેલ્લાઓમાંથી હશે.

عَلَىٰ سُرُرٍ مَّوْضُونَةٍ ‎﴿١٥﴾‏

(૧૫) મોતી અને યાકુતથી જોડાયેલા તખ્તો પરઃ

مُّتَّكِئِينَ عَلَيْهَا مُتَقَابِلِينَ ‎﴿١٦﴾‏

(૧૬) એક બીજાની સામે ટેકો દઈને બેઠા હશે.

يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ ‎﴿١٧﴾‏

(૧૭) તેમની આસપાસ હંમેશા જવાન રહેનારા છોકરા ફરતા હશે :

بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ ‎﴿١٨﴾‏

(૧૮) પ્યાલાઓ તથા કુંજાઓ, અને પાક શરાબનાં જામો લઈનેઃ

لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ ‎﴿١٩﴾‏

(૧૯) જે પીણાથી તેમનું ન કદી માથું દુઃખશે અને ન નશો ચડશેઃ

وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ ‎﴿٢٠﴾‏

(૨૦) અને જે જે પ્રકારના મેવામાથી જે કાંઇ પસંદ કરશે તે હાજર હશેઃ

وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ ‎﴿٢١﴾‏

(૨૧) અને જે જે પરિન્દાઓનું ગોશ્ત તેઓ ચાહશે તે હાજર હશેઃ

وَحُورٌ عِينٌ ‎﴿٢٢﴾‏

(૨૨) અને મોટી મોટી આંખોવાળી (ખુબસુરત) હૂરો હશેઃ

كَأَمْثَالِ اللُّؤْلُؤِ الْمَكْنُونِ ‎﴿٢٣﴾‏

(૨૩) જાણે કે છુપાવેલા મોટીઓ જેવી (સુંદર) હશે

جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ‎﴿٢٤﴾‏

(૨૪) તેઓ જે સારા અમલ કરતા હતા તેનો બદલો હશે.

لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا تَأْثِيمًا ‎﴿٢٥﴾‏

(૨૫) ત્યાં ન કંઈ નકામી વાતો સાંભળશે અને ન ગુનાહોની વાતોઃ

إِلَّا قِيلًا سَلَامًا سَلَامًا ‎﴿٢٦﴾‏

(૨૬) સલામ છે સલામ સિવાય કલામ (સાંભળશે નહી)

وَأَصْحَابُ الْيَمِينِ مَا أَصْحَابُ الْيَمِينِ ‎﴿٢٧﴾‏

(૨૭) અને જમણી તરફવાળા સાથીઓ શું કહેવું તે જમણી તરફવાળા સાથીઓનું.

فِي سِدْرٍ مَّخْضُودٍ ‎﴿٢٨﴾‏

(૨૮) કાંટા વિનાની બોરડીના છાંયડામાં :

وَطَلْحٍ مَّنضُودٍ ‎﴿٢٩﴾‏

(૨૯) તથા એકબીજા ઉપર લદાએલા કેળાઃ

وَظِلٍّ مَّمْدُودٍ ‎﴿٣٠﴾‏

(૩૦) તથા ફેલાએલા છાયાઃ

وَمَاءٍ مَّسْكُوبٍ ‎﴿٣١﴾‏

(૩૧) તથા ઝરણાઓના વહેતા પાણી:

وَفَاكِهَةٍ كَثِيرَةٍ ‎﴿٣٢﴾‏

(૩૨) તથા મોટી સંખ્યાના ફળોની વચ્ચેઃ

لَّا مَقْطُوعَةٌ وَلَا مَمْنُوعَةٌ ‎﴿٣٣﴾‏

(૩૩) જે ક્યારેય ખૂટશે નહિ, અને ન તેમને રોકવામાં આવશેઃ

وَفُرُشٍ مَّرْفُوعَةٍ ‎﴿٣٤﴾‏

(૩૪) અને ઉંચ્ચ પ્રકારના ફરશ હશે.

إِنَّا أَنشَأْنَاهُنَّ إِنشَاءً ‎﴿٣٥﴾‏

(૩૫) બેશક આ હૂરોને અમોએ પૈદા કરી છે :

فَجَعَلْنَاهُنَّ أَبْكَارًا ‎﴿٣٦﴾‏

(૩૬) પછી અમોએ તેણીઓને બાકેરા બનાવી છે :

عُرُبًا أَتْرَابًا ‎﴿٣٧﴾‏

(૩૭) કુંવારી અને શોહરથી મોહબ્બત કરનારી હશેઃ

لِّأَصْحَابِ الْيَمِينِ ‎﴿٣٨﴾‏

(૩૮) આ બધું ખાસ જમણા હાથવાળાઓ માટે હશે.

ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ ‎﴿٣٩﴾‏

(૩૯) જેમાંનો એક સમૂહ અગાઉના લોકોમાંથી છેઃ

وَثُلَّةٌ مِّنَ الْآخِرِينَ ‎﴿٤٠﴾‏

(૪૦) અને એક સમૂહ પાછલાઓમાંથી છે.

وَأَصْحَابُ الشِّمَالِ مَا أَصْحَابُ الشِّمَالِ ‎﴿٤١﴾‏

(૪૧) અને ડાબા હાથવાળાઓ તેમનું શું કહેવું!

فِي سَمُومٍ وَحَمِيمٍ ‎﴿٤٢﴾‏

(૪૨) ગરમ હવા અને ઉકળતા પાણી માં.

وَظِلٍّ مِّن يَحْمُومٍ ‎﴿٤٣﴾‏

(૪૩) અને કાળા તથા ગરમ ધુમાડાની છાયા માં હશે.

لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ ‎﴿٤٤﴾‏

(૪૪) જે ન ઠંડુ હશે અને ન આરામદાયક.

إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ ‎﴿٤٥﴾‏

(૪૫) તેઓ એજ છે કે જેઓ આ પહેલાં (નેઅમતોમાં) ઘમંડ કરતા રહેતા હતા.

وَكَانُوا يُصِرُّونَ عَلَى الْحِنثِ الْعَظِيمِ ‎﴿٤٦﴾‏

(૪૬) અને તે મોટા મોટા ગુનાહ માટે ઇસરાર કરતા હતા.(વારંવાર કરવાની જીદ કરતા)

وَكَانُوا يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ ‎﴿٤٧﴾‏

(૪૭) અને કહેતા હતા કે શું જ્યારે અમે મરી જઈશું અને માટી તથા હાડકાં થઈ જઈશું ત્યારે અમને ફરીથી ઉઠાડવામાં આવશે?

أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ ‎﴿٤٨﴾‏

(૪૮) શું અમારા બાપદાદાઓને પણ ઉઠાડવામાં આવશે?!

قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ ‎﴿٤٩﴾‏

(૪૯) તું કહે કે બેશક આગલાઓને અને પાછલાઓને:

لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ ‎﴿٥٠﴾‏

(૫૦) એ મુકર્રર દિવસે વાયદાની જગ્યા (કયામત) પર જમા કરવામાં આવશો.

ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ ‎﴿٥١﴾‏

(૫૧) ત્યારબાદ તમે અય ગુમરાહો! અને જૂઠલાવનારાઓ.

لَآكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ ‎﴿٥٢﴾‏

(૫૨) તમે થોરના ઝાડમાંથી ખાનારા થશો: (ઝ્કુમ અને થોરનું ઝાડ એ લોકો માટે છે જયારે તેઓને ખૂબ ભૂખ લાગશે ત્યારે તેને આ ઝેહરીલા ઝાડ માંથી આપવામાં આવશે અને આ લોકો ખાયને ટુકડા ટુકડા માં વેંચાઈ જશે)

فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ ‎﴿٥٣﴾‏

(૫૩) અને તે વડે પોતાના પેટ ભરશે.

فَشَارِبُونَ عَلَيْهِ مِنَ الْحَمِيمِ ‎﴿٥٤﴾‏

(૫૪) પછી તેના ઉપર ઉકળતું પાણી પીશો.

فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ ‎﴿٥٥﴾‏

(૫૫) પછી એવી રીતે પીશો જેવી રીતે તરસ્યા ઊંટ પીવે છે.

هَٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّينِ ‎﴿٥٦﴾‏

(૫૬) બદલાના દિવસે તેમની આ મહેમાન નવાજી હશે.

نَحْنُ خَلَقْنَاكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ ‎﴿٥٧﴾‏

(૫૭) અમોએ તમને પેદા કર્યા છે, તો પછી શા માટે (ફરીથી પેદા થવાને) કબૂલ કરતા નથી?

أَفَرَأَيْتُم مَّا تُمْنُونَ ‎﴿٥٨﴾‏

(૫૮) શું તમે તે નુત્ફાને જાણો છો જે તમે રહેમમાં નાખો છો ?

أَأَنتُمْ تَخْلُقُونَهُ أَمْ نَحْنُ الْخَالِقُونَ ‎﴿٥٩﴾‏

(૫૯) શું તમે તેને ખલ્ક કરો છો કે અમે ખલ્ક કરનારા છીએ ?

نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ ‎﴿٦٠﴾‏

(૬૦) અમોએ તમારી વચ્ચે મૌતને મુકદ્દર કરી છે, અને હરગિઝ કોઈ અમારા કરતા આગળ વધતુ નથીઃ

عَلَىٰ أَن نُّبَدِّلَ أَمْثَالَكُمْ وَنُنشِئَكُمْ فِي مَا لَا تَعْلَمُونَ ‎﴿٦١﴾‏

(૬૧) જેથી તમારી જગ્યાએ તમારા જેવા બીજા પૈદા કરીએ, અને તમને એવી દુનિયામાં ફરીથી પેદા કરીએ કે જેને તમે જાણતા નથી.

وَلَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ ‎﴿٦٢﴾‏

(૬૨) અને પ્રથમ ખિલ્કતને જાણ્યા, પછી શા માટે નસીહત હાંસિલ કરતા નથી ?

أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ ‎﴿٦٣﴾‏

(૬૩) તે દાણાને તમે જોયો છે કે જેને તમે ઝમીનમાં વાવો છો?

أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ ‎﴿٦٤﴾‏

(૬૪) તેને તમે ઊગાડો છો કે અમે ઊગાડનારા છીએ?

لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ ‎﴿٦٥﴾‏

(૬૫) અગર અમે ચાહીએ તો તેને કચડાઈ ગયેલુ ખડ બનાવી દઈએ છીએ જેથી તમે નવાઈમાં ડુબી જાવ.

إِنَّا لَمُغْرَمُونَ ‎﴿٦٦﴾‏

(૬૬) (એવી રીતે કે તમે કહો) બેશક અમે મોટા નુકસાનમાં રહ્યાઃ

بَلْ نَحْنُ مَحْرُومُونَ ‎﴿٦٧﴾‏

(૬૭) બલ્કે અમે તો મહેરૂમ અને વંચિત થઈ ગયા!

أَفَرَأَيْتُمُ الْمَاءَ الَّذِي تَشْرَبُونَ ‎﴿٦٨﴾‏

(૬૮) શું તમે જે પાણી પીઓ છો તેને જોયું છે?!

أَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنزِلُونَ ‎﴿٦٩﴾‏

(૬૯) શું તેને વાદળોમાંથી તમે વરસાવ્યું છે કે તેને વરસાવનાર અમે છીએ?!

لَوْ نَشَاءُ جَعَلْنَاهُ أُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ ‎﴿٧٠﴾‏

(૭૦) અગર અમે ચાહીએ તો તેને ખારૂં કરી નાખીએ તો પછી શા માટે શુક્ર કરતા નથી?

أَفَرَأَيْتُمُ النَّارَ الَّتِي تُورُونَ ‎﴿٧١﴾‏

(૭૧) શું તમોએ તે આગ જોઈ છે જેને સળગાવો છો?

أَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَا أَمْ نَحْنُ الْمُنشِئُونَ ‎﴿٧٢﴾‏

(૭૨) શું તેના ઝાડને તમે પેદા કર્યા છે કે તેના પેદા કરનારા અમે છીએ?

نَحْنُ جَعَلْنَاهَا تَذْكِرَةً وَمَتَاعًا لِّلْمُقْوِينَ ‎﴿٧٣﴾‏

(૭૩) અમોએ તેને યાદ દેવનારી વસ્તુ અને મુસાફરો માટે ઊપયોગી વસ્તુ બનાવી છે

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ ‎﴿٧٤﴾‏

(૭૪) માટે તું તારા મહાન પરવરદિગારના નામની તસ્બીહ પઢતો રહે.

فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ ‎﴿٧٥﴾‏

(૭૫) અને હું સિતારાઓની મંઝિલની કસમ ખાઈને કહું છું:

وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ ‎﴿٧٦﴾‏

(૭૬) અને જો તમે જાણો તો આ બહુ મોટી કસમ છે :

إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ ‎﴿٧٧﴾‏

(૭૭) બેશક આ ખૂબજ મોહતરમ કુરઆન છેઃ

فِي كِتَابٍ مَّكْنُونٍ ‎﴿٧٨﴾‏

(૭૮) જેને એક મેહ્ફૂઝ કિતાબમાં રાખવામાં આવ્યું છે :

لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ ‎﴿٧٩﴾‏

(૭૯) તેને પાકીઝા લોકો સિવાય કોઈ અડતુ નથી.

تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ ‎﴿٨٠﴾‏

(૮૦) બધી દુનિયાઓના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે.

أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ ‎﴿٨١﴾‏

(૮૧) તો શું તમે આ કલામને હલકો સમજો છો?

وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ ‎﴿٨٢﴾‏

(૮૨) અને તમોએ રિઝ્કના શુક્રમાં આ કલામને જૂઠલાવો છો?

فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ ‎﴿٨٣﴾‏

(૮૩) પછી જે સમયે જીવ ગળા સુધી પહોંચી જાય;

وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ ‎﴿٨٤﴾‏

(૮૪) અને તે સમયે તમે જોતા જ રહો છો.

وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ ‎﴿٨٥﴾‏

(૮૫) અને અમે તમારા કરતાં (મરનારથી) વધુ નજીક છીએ, પરંતુ તમે જોતા નથી.

فَلَوْلَا إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ ‎﴿٨٦﴾‏

(૮૬) જો (આખેરતમાં તમારા આમાલનો) બદલો આપવામાં નહી આવે

تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ ‎﴿٨٧﴾‏

(૮૭) તો તે (જીવ)ને પાછો ફેરવો જો તમે સાચા હોવ?

فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ ‎﴿٨٨﴾‏

(૮૮) પછી જો મરનાર નજીકવાળાઓમાંથી (મુકર્રબીન સમૂહમાંથી) હશે:

فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ ‎﴿٨٩﴾‏

(૮૯) તેના માટે રાહત તથા સુગંધી ફૂલો અને નેઅમતોવાળી જન્નત હશે.

وَأَمَّا إِن كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ ‎﴿٩٠﴾‏

(૯૦) અને જો તે જમણી બાજુવાળાઓમાંથી હશેઃ

فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ ‎﴿٩١﴾‏

(૯૧) તો જમણી બાજુવાળાઓ તરફથી તને સલામ થશે.

وَأَمَّا إِن كَانَ مِنَ الْمُكَذِّبِينَ الضَّالِّينَ ‎﴿٩٢﴾‏

(૯૨) અને જો તે જૂઠલાવનારા ગુમરાહોમાંથી હશેઃ

فَنُزُلٌ مِّنْ حَمِيمٍ ‎﴿٩٣﴾‏

(૯૩) તો ઉકળતા પાણીની મહેમાન નવાજી છેઃ

وَتَصْلِيَةُ جَحِيمٍ ‎﴿٩٤﴾‏

(૯૪) અને જહન્નમની ભડકતી આગમાં દાખલ કરવામાં આવશે.

إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ الْيَقِينِ ‎﴿٩٥﴾‏

(૯૫) અને આ એ બાબત છે કે જે બિલ્કુલ બરહક અને યકીની છે :

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ ‎﴿٩٦﴾‏

(૯૬) માટે તું તારા બુઝુર્ગીવાળા પરવરદિગારના નામોની તસ્બીહ કરતો રહે.