બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ અનકબૂતની ફઝીલત
પયગમ્બર અકરમ સલ્લલ્લાહુ અલય્હે વ આલેહી વ સલ્લમે ફરમાવ્યું છે કે: આ સુરાની તિલાવત કરવાનો સવાબ મુસલમાન મર્દો અને સ્ત્રીઓની સંખ્યાના દસગણા છે.
એ પાણી જેમાં આ સૂરો ફૂક મારી પીવે, તો પીનારાને પોતાના જીવનમાં ખૂબ મોટી ખુશી અને આનંદ પ્રાપ્ત થશે.
રમઝાન મહિના ની ત્રેવીસમી રાત્રે (શબે કદ્રનાં આમાલોમાં) સુરએ અનકબૂત, સુરએ રૂમ અને સુરએ દુખાનની તિલાવત કરવી જોઈએ. જેથી મોમિન આ તિલાવતનાં ફઝીલતથી વંચિત ન રહે.
તફસીર બુરહાનમાં ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ પાસેથી રિવાયત છે: જે વ્યક્તિ રમઝાન માસની ૨૩મી રાત્રે સુરએ અનકબૂતની તિલાવત કરશે, તેને કોઇ પ્રશ્ન કે હિસાબ-કિતાબ વિના જન્નતમાં દાખલ કરવામાં આવશે.
સુરએ અનકબૂત
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
الٓمٓ ﴿١﴾
(૧) અલિફ લામ મીમ.
أَحَسِبَ النَّاسُ أَن يُتْرَكُوا أَن يَقُولُوا آمَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ ﴿٢﴾
(૨) શું લોકોએ એમ ગુમાન કરેલ છે કે તેઓ કહેશે કે અમે ઈમાન લાવ્યા છીએ તો તેમને છોડી દેવામાં આવશે અને તેમને પરીક્ષા લેવામાં નહિં આવે?
وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ ﴿٣﴾
(૩) બેશક અમોએ તેમની અગાઉના લોકોની પરીક્ષા લીધી છે જો કે અલ્લાહ જાણે છે કે કોણ સાચ્ચા છે અને કોણ જૂઠા છે.
أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَن يَسْبِقُونَا ۚ سَاءَ مَا يَحْكُمُونَ ﴿٤﴾
(૪) શું જેઓ ખરાબ કાર્ય કરે છે તેઓ એમ ગુમાન કરે છે કે તેઓ અમારાથી બચીને નીકળી જશે? કેવો ખરાબ ફેસલો તેઓ કરે છે!
مَن كَانَ يَرْجُو لِقَاءَ اللَّهِ فَإِنَّ أَجَلَ اللَّهِ لَآتٍ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ﴿٥﴾
(૫) જે કોઈ અલ્લાહની પાસે હાજર થવાની ઉમ્મીદ રાખે છે, (તેને અમલ કરવો જોઈએ) કારણકે અલ્લાહે નક્કી કરેલો સમય જરૂર આવશે અને તે સાંભળનાર તથા જાણનાર છે.
وَمَن جَاهَدَ فَإِنَّمَا يُجَاهِدُ لِنَفْسِهِ ۚ إِنَّ اللَّهَ لَغَنِيٌّ عَنِ الْعَالَمِينَ ﴿٦﴾
(૬) અને જેણે જેહાદ કર્યો છે તેણે ખુદ પોતાના ફાયદા માટે જેહાદ કર્યો છે અને અલ્લાહ દરેક દુનિયાવાળાઓથી બેનિયાઝ છે.
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كَانُوا يَعْمَلُونَ ﴿٧﴾
(૭) અને જેઓ ઈમાન લાવ્યા અને સારા નેક આમાલ કર્યા અમે ચોક્કસ તેની બૂરાઈઓને ઢાંકી દઇશું અને તેઓ જે બહેતરીન આમાલો અંજામ આપતા હતા તેનો બદલો આપીશું.
وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حُسْنًا ۖ وَإِن جَاهَدَاكَ لِتُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۚ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ﴿٨﴾
(૮) અને અમોએ ઈન્સાનને તેના માં-બાપ સાથે નેકી કરવાની વસિયત કરી છે તથા જો તેઓ કોશિશ કરે કે તુ કોઈને મારો શરીક બનાવે તો તેઓની ઈતાઅત ન કરજે અને તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ છે પછી તમો જે કાંઈ કરતા હતા તે હું તમોને જણાવી દઈશ.
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحِينَ ﴿٩﴾
(૯) અને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તો તેમને અમે જરૂર નેક લોકોમાં દાખલ કરી દઈશું.
وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ فَإِذَا أُوذِيَ فِي اللَّهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللَّهِ وَلَئِن جَاءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ ﴿١٠﴾
(૧૦) અને અમુક લોકો એવા છે જેઓ કહે છે કે અમે અલ્લાહ પર ઇમાન લઇ આવ્યા છીએ, ત્યારબાદ ખુદાની રાહમાં જયારે કોઈ ઈજા પહોંચે ત્યારે અલ્લાહની અજમાયશને અલ્લાહની સજા તરીકે ઓળખાવે છે જયારે તારા પરવરદિગાર તરફથી કોઈ મદદ આવી પહોંચે ત્યારે ભારપૂર્વક કહે છે કે અમે તમારી જ સાથે હતા, શું અલ્લાહ દુનિયાવાળાઓના દિલોમાં જે કાંઈ છે તેનાથી વાકેફ નથી?
وَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ آمَنُوا وَلَيَعْلَمَنَّ الْمُنَافِقِينَ ﴿١١﴾
(૧૧) અને બેશક અલ્લાહ તે લોકોને સારી રીતે જાણે છે કે જેઓ ઇમાનવાળા છે અને તેઓને પણ ઓળખે છે કે જેઓ મુનાફીક છે.
وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا اتَّبِعُوا سَبِيلَنَا وَلْنَحْمِلْ خَطَايَاكُمْ وَمَا هُم بِحَامِلِينَ مِنْ خَطَايَاهُم مِّن شَيْءٍ ۖ إِنَّهُمْ لَكَاذِبُونَ ﴿١٢﴾
(૧૨) અને કાફિર લોકો ઇમાનવાળાઓને કહે છે કે તમે અમારા રસ્તા ઉપર ચાલો (અમારી પેરવી કરો) અમે તમારા ગુનાહોનો ભાર ઉપાડી લઈશું; હરગિઝ તેઓ ગુનાહોનો કંઈપણ બોજો ઉપાડશે નહી, અને બેશક તેઓ જૂઠા છે.
وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَّعَ أَثْقَالِهِمْ ۖ وَلَيُسْأَلُنَّ يَوْمَ الْقِيَامَةِ عَمَّا كَانُوا يَفْتَرُونَ ﴿١٣﴾
(૧૩) અને જરૂર તેઓ પોતાનો (ગુનાહનો) બોજ ઉપાડશે તથા બીજા વધારના (ગુનાહનો) બોજ ઉપાડશે અને કયામતના દિવસે તેઓ જૂઠી નિસ્બતો આપતા હતા તે બાબતે સવાલ કરવામાં આવશે.
وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا فَأَخَذَهُمُ الطُّوفَانُ وَهُمْ ظَالِمُونَ ﴿١٤﴾
(૧૪) અને અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, પછી તેમના વચ્ચે તે એક હજારમાં પચાસ વર્ષ ઓછા રહ્યા (નવસો પચાસ વર્ષ) પછી તે કોમ તોફાનના અઝાબમાં ગિરફતાર થઈ ગઈ એ હાલતમાં કે તે લોકો ઝાલિમો હતા (અત્યાચાર કરવા વાળા હતા).
فَأَنجَيْنَاهُ وَأَصْحَابَ السَّفِينَةِ وَجَعَلْنَاهَا آيَةً لِّلْعَالَمِينَ ﴿١٥﴾
(૧૫) પછી અમોએ નૂહને તથા કશ્તીવાળાઓને બચાવી લીધા અને તેને તમામ દુનિયા વાળા લોકો માટે એક નિશાની બનાવી દીધી.
وَإِبْرَاهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ ۖ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ﴿١٦﴾
(૧૬) અને ઈબ્રાહીમને યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે અલ્લાહની ઇબાદત કરો તથા તેનાથી ડરો જો તમે જાણતા હોવ તો તેમાં જ તમારી ભલાઈ છે.
إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ أَوْثَانًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ وَاعْبُدُوهُ وَاشْكُرُوا لَهُ ۖ إِلَيْهِ تُرْجَعُونَ ﴿١٧﴾
(૧૭) તમે અલ્લાહ સિવાય જે બૂતોની ઇબાદત કરો છો તે ફકત તમે જૂઠ ઘડો છો. હકીકતમાં અલ્લાહ સિવાય જેની તમે ઇબાદત કરો છો, તેઓ તમારા રોઝીના માલિક નથી, માટે અલ્લાહ પાસે રોઝી તલાશ કરો, અને તેની ઇબાદત કરો અને તેનો શુક્ર કરો કે તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.
وَإِن تُكَذِّبُوا فَقَدْ كَذَّبَ أُمَمٌ مِّن قَبْلِكُمْ ۖ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ ﴿١٨﴾
(૧૮) અને જો તમે જૂઠલાવશો તો તમારા અગાઊ ઘણી કોમો જૂઠલાવી ચૂકી છે; અને રસૂલની જવાબદારી સ્પષ્ટ (પયગામ) પહોંચાડવા સિવાય કંઈ નથી.
أَوَلَمْ يَرَوْا كَيْفَ يُبْدِئُ اللَّهُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ ﴿١٩﴾
(૧૯) શું તેમણે નથી જોયું કે અલ્લાહ કેવી રીતે મખલૂકાતને પૈદા કરે છે, પછી તેને ફરી પલટાવી દે છે? બેશક અલ્લાહ માટે આ સહેલુ છે.
قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ بَدَأَ الْخَلْقَ ۚ ثُمَّ اللَّهُ يُنشِئُ النَّشْأَةَ الْآخِرَةَ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿٢٠﴾
(૨૦) તું કહે કે તમે ઝમીનમાં હરો ફરો; અને જૂઓ કે તેણે ખિલકતની શરૂઆત કરી? ત્યારબાદ આખેરતને (આવી રીતે જ) પેદા કરશે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે
يُعَذِّبُ مَن يَشَاءُ وَيَرْحَمُ مَن يَشَاءُ ۖ وَإِلَيْهِ تُقْلَبُونَ ﴿٢١﴾
(૨૧) તે જેને ચાહે છે અઝાબ આપે છે તથા જેને ચાહે છે તેના પર રહેમ કરે છે અને તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.
وَمَا أَنتُم بِمُعْجِزِينَ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ ۖ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٌ ﴿٢٢﴾
(૨૨) અને હરગિઝ તમે તેને ન ઝમીનમાં અને ન આસમાનમાં કમજોર કરી શકો છો અને અલ્લાહ સિવાય ન તમારો કોઈ સરપરસ્ત છે અને ન કોઈ મદદગાર છે.
وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ وَلِقَائِهِ أُولَٰئِكَ يَئِسُوا مِن رَّحْمَتِي وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ﴿٢٣﴾
(૨૩) અને જે લોકો અલ્લાહની આયતોનો તથા (કયામતમાં) તેની મુલાકાતનો ઇન્કાર કરે છે (હિસાબ કિતાબ અને જન્નત અને જહન્નમની મનાઈ કરે) તેઓ મારી રહેમતથી માયુસ છે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.
فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا اقْتُلُوهُ أَوْ حَرِّقُوهُ فَأَنجَاهُ اللَّهُ مِنَ النَّارِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ ﴿٢٤﴾
(૨૪) અને તે (ઈબ્રાહીમ)ની કોમનો જવાબ આ સિવાય બીજો કાંઈ ન હતો કે તેને કત્લ કરી નાખો અથવા તેને (આગમાં) બાળી નાખો, પરંતુ અલ્લાહે તેને આગથી બચાવી લીધા; બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં ઘણી નિશાનીઓ છે.
وَقَالَ إِنَّمَا اتَّخَذْتُم مِّن دُونِ اللَّهِ أَوْثَانًا مَّوَدَّةَ بَيْنِكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يَكْفُرُ بَعْضُكُم بِبَعْضٍ وَيَلْعَنُ بَعْضُكُم بَعْضًا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُم مِّن نَّاصِرِينَ ﴿٢٥﴾
(૨૫) અને (ઈબ્રાહિમે) કહ્યું કે તમારી દરમ્યાન દુનિયાની મહોબ્બતને બાકી રાખવા માટે ખુદાને છોડીને બૂતોને અપનાવી લીધા છે, પછી કયામતના દિવસે તમે એક બીજાને જૂઠલાવશો અને એક બીજા ઉપર લાનત કરશો. અને તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઈ મદદગાર નહી હોય.
۞ فَآمَنَ لَهُ لُوطٌ ۘ وَقَالَ إِنِّي مُهَاجِرٌ إِلَىٰ رَبِّي ۖ إِنَّهُ هُوَ الْعَزِيزُ الْحَكِيمُ ﴿٢٦﴾
(૨૬) પછી લૂત તેના (ઇબ્રાહિમ) પર ઈમાન લાવ્યા અને કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ હિજરત કરૂં છું; બેશક તે જબરદસ્ત હિકમતવાળો છે.
وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِ النُّبُوَّةَ وَالْكِتَابَ وَآتَيْنَاهُ أَجْرَهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ ﴿٢٧﴾
(૨૭) અને અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા અને તેમની નસ્લમાં નબુવ્વત અને કિતાબ રાખી અને દુનિયામાં તેને બદલો આપ્યો અને આખેરતમાં નેક કિરદારોમાં હશે.
وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ إِنَّكُمْ لَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ الْعَالَمِينَ ﴿٢٨﴾
(૨૮) અને પછી લૂતને યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે બેશક તમે એવી બદકારી કરો છો કે જેવી તમારી પહેલાં આખી દુનિયામાં કોઈએ નથી કરી!
أَئِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ وَتَقْطَعُونَ السَّبِيلَ وَتَأْتُونَ فِي نَادِيكُمُ الْمُنكَرَ ۖ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا ائْتِنَا بِعَذَابِ اللَّهِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ ﴿٢٩﴾
(૨૯) તમો (જાતીય સંબંધ માટે) મર્દો પાસે જાવ છો અને (નસ્લનો) રસ્તો કાપો છો અને તમારી મહેફિલોમાં ખરાબ કાર્યો કરો છો, તો તેની કોમ પાસે આ સિવાય કંઇ જવાબ ન હતો કે જો તમે સાચાઓમાંથી છો તો અલ્લાહનો અઝાબ લઈ આવો.
قَالَ رَبِّ انصُرْنِي عَلَى الْقَوْمِ الْمُفْسِدِينَ ﴿٣٠﴾
(૩૦) (લૂતે) કહ્યું પરવરદિગાર ! તું આ ફસાદ ફેલાવનાર કોમની સામે મારી મદદ કર.
وَلَمَّا جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَىٰ قَالُوا إِنَّا مُهْلِكُو أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ ۖ إِنَّ أَهْلَهَا كَانُوا ظَالِمِينَ ﴿٣١﴾
(૩૧) અને જયારે અમારા ફરિશ્તા ઇબ્રાહીમ પાસે બશારત લઈને આવ્યા અને તેઓએ કહ્યુ કે અમે આ વસ્તીઓમાં રેહનાર લોકોને હલાક કરનાર છીએ કારણ કે આ વસ્તીના લોકો ઝાલિમ છે
قَالَ إِنَّ فِيهَا لُوطًا ۚ قَالُوا نَحْنُ أَعْلَمُ بِمَن فِيهَا ۖ لَنُنَجِّيَنَّهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ ﴿٣٢﴾
(૩૨) (ઇબ્રાહિમે) કહ્યું કે તેમાં લૂત છે! તેઓએ કહ્યું કે જે કોઈ તેમાં છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ, અમે તેને તથા તેના ઘરવાળાઓને બચાવી લઈશું, સિવાય કે તેમની ઔરત કે જે પાછળ રહી જનારાઓમાંથી છે.
وَلَمَّا أَن جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا امْرَأَتَكَ كَانَتْ مِنَ الْغَابِرِينَ ﴿٣٣﴾
(૩૩) અને જયારે અમારા ફરિશ્તાઓ લૂત પાસે આવ્યા, ત્યારે લૂત તેમને જોઈને પરેશાન અને દિલ તંગ થયા, તેઓએ કહ્યું કે તમે ન ડરો અને ગમગીન ન થાઓ, બેશક અમે તમને તથા તમારા ઘરવાળાઓને બચાવી લઈશું સિવાય તારી ઔરત જેણી પાછળ રહી જનારાઓમાંથી છે.
إِنَّا مُنزِلُونَ عَلَىٰ أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ ﴿٣٤﴾
(૩૪) અમે આ વસ્તી ઉપર અઝાબ નાઝિલ કરનારાઓ છીએ કારણ કે તેઓ બદકારી કરી રહ્યા છે.
وَلَقَد تَّرَكْنَا مِنْهَا آيَةً بَيِّنَةً لِّقَوْمٍ يَعْقِلُونَ ﴿٣٥﴾
(૩૫) અને અમોએ આ વસ્તીમાંથી વિચાર કરનારાઓ માટે ખુલ્લી નિશાનીઓ બાકી રાખી છે.
وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ وَارْجُوا الْيَوْمَ الْآخِرَ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ ﴿٣٦﴾
(૩૬) અને અમોએ મદયન તરફ તેમના ભાઈ શોએબને મોકલ્યા હતા, તેમણે કહ્યું કે અય લોકો અલ્લાહની ઇબાદત કરો અને આખેરતના દિવસ માટે ઉમેદવાર રહો અને ઝમીન પર ફસાદની કોશિશ ન કરો.
فَكَذَّبُوهُ فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ ﴿٣٧﴾
(૩૭) પરંતુ તેઓએ તેને (શોએબ)ને જૂઠલાવ્યો જેથી તેમને એક ઝલઝલાએ ઝડપી લીધા અને સવારમાં તેઓ તેમના ઘરોમાં ઊંધા માથે લાશ બની પડયા રહ્યા.
وَعَادًا وَثَمُودَ وَقَد تَّبَيَّنَ لَكُم مِّن مَّسَاكِنِهِمْ ۖ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيلِ وَكَانُوا مُسْتَبْصِرِينَ ﴿٣٨﴾
(૩૮) અને આદ અને સમૂદને યાદ કરો, કે જેમના (વિરાન) ઘરો તમારા માટે જાહેર થઇ ગયા છે અને શયતાને તેમના કાર્યોને તેમના માટે શોભીતા બનાવી દીધા હતા અને તેમને (હક) રસ્તાથી અટકાવી દીધા હતા, જો કે તેઓ (હક) સમજતા હતાઃ(અને હલાક થઇ ગયા)
وَقَارُونَ وَفِرْعَوْنَ وَهَامَانَ ۖ وَلَقَدْ جَاءَهُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ فَاسْتَكْبَرُوا فِي الْأَرْضِ وَمَا كَانُوا سَابِقِينَ ﴿٣٩﴾
(૩૯) અને કારૂન, ફિરઓન તથા હામાન ને (પણ હલાક કર્યા) કે જેમની પાસે મૂસા વાઝેહ દલીલો લઈને આવ્યા હતા, પરંતુ તેમણે ઝમીનમાં ધમંડ કર્યો, જોકે તેઓ (અમારી પકડથી) આગળ નીકળી ન શક્યા.
فَكُلًّا أَخَذْنَا بِذَنبِهِ ۖ فَمِنْهُم مَّنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُم مَّنْ أَخَذَتْهُ الصَّيْحَةُ وَمِنْهُم مَّنْ خَسَفْنَا بِهِ الْأَرْضَ وَمِنْهُم مَّنْ أَغْرَقْنَا ۚ وَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ﴿٤٠﴾
(૪૦) પછી અમોએ દરેકને તેના ગુનાહના કારણે પકડી લીધા, તેઓમાંના અમુક પર પત્થરોના વરસાદ કર્યો અને અમુકને ગર્જનાએ (અવાજે) પકડી લીધા અને અમુકને ઝમીન ગળી ગઈ અને અમુકને (પાણીમાં) ડૂબાડી દીધા અને અલ્લાહ તેઓના ઉપર ઝુલ્મ નથી કરતો, પરંતુ તેઓ ખુદ પોતાના નફસો પર ઝુલ્મ કરતા હતા.
مَثَلُ الَّذِينَ اتَّخَذُوا مِن دُونِ اللَّهِ أَوْلِيَاءَ كَمَثَلِ الْعَنكَبُوتِ اتَّخَذَتْ بَيْتًا ۖ وَإِنَّ أَوْهَنَ الْبُيُوتِ لَبَيْتُ الْعَنكَبُوتِ ۖ لَوْ كَانُوا يَعْلَمُونَ ﴿٤١﴾
(૪૧) જેઓએ અલ્લાહ સિવાય બીજાઓને પોતાના સરપરસ્ત બનાવ્યા છે, તેમનો દાખલો એક કરોળીયા જેવો છે કે જેણે ઘર પસંદ કર્યુ જો તેઓ જાણતા હોય તો સૌથી નબળુ ઘર કરોળીયાનુ છે.
إِنَّ اللَّهَ يَعْلَمُ مَا يَدْعُونَ مِن دُونِهِ مِن شَيْءٍ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ﴿٤٢﴾
(૪૨) બેશક આ લોકો અલ્લાહ સિવાય જેને પોકારે છે તેને અલ્લાહ જાણે છે અને તે જબરદસ્ત હિકમતવાળો છે.
وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ ﴿٤٣﴾
(૪૩) અને આ દાખલાઓ અમો તમામ આલમે ઇન્સાનીયત માટે બયાન કરી રહ્યા છીએ, પરંતુ તેને કોઈ સમજતું નથી. સિવાય કે જેઓ ઇલ્મ રાખે છે.
خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ ﴿٤٤﴾
(૪૪) અલ્લાહે આસમાનો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે; બેશક તેમાં ઈમાન લાવનારાઓ માટે નિશાની મોજૂદ છે
اتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الْكِتَابِ وَأَقِمِ الصَّلَاةَ ۖ إِنَّ الصَّلَاةَ تَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ ۗ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ ﴿٤٥﴾
(૪૫) તારા તરફ જે કિતાબની વહી કરવામાં આવી છે તેને તિલાવત કર અને નમાઝ કાએમ કર કારણ કે નમાઝ બૂરાઈ અને બદકારીથી રોકે છે અને અલ્લાહનો ઝિક્ર મહાન છે અને અલ્લાહ તમે જે કાંઈ અંજામ આપો છો તે જાણે છે.
۞ وَلَا تُجَادِلُوا أَهْلَ الْكِتَابِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ ۖ وَقُولُوا آمَنَّا بِالَّذِي أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَٰهُنَا وَإِلَٰهُكُمْ وَاحِدٌ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ﴿٤٦﴾
(૪૬) અને એહલેકિતાબની સાથે વાદવિવાદ ન કરો, સિવાય કે બહેતરીન અંદાઝમાં, પરંતુ તેઓમાંથી જેમણે ઝૂલ્મ કર્યો હોય (તેઓને) કહો કે અમે તેના ઉપર ઈમાન લાવ્યા છીએ જે અમારા તરફ અને તમારા તરફ નાઝિલ કરવામાં આવ્યું છે અને અમારો અને તમારો ખુદા એક જ છે અને અમે તેની જ ઇતાઅત કરીએ છીએ.
وَكَذَٰلِكَ أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ ۚ فَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يُؤْمِنُونَ بِهِ ۖ وَمِنْ هَٰؤُلَاءِ مَن يُؤْمِنُ بِهِ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الْكَافِرُونَ ﴿٤٧﴾
(૪૭) અને આ રીતે, અમોએ તારી તરફ આ કિતાબ નાઝિલ કરી છે; અને જે લોકોને અમોએ કિતાબ આપી છે; તેઓ આ (કુરઆન) ઉપર પણ ઈમાન લાવે છે; અને તેઓ માંથી પણ અમુક તેના પર ઈમાન લાવે છે; અને કાફીરો સિવાય અમારી આયતોનો કોઈ ઈન્કાર કરતું નથી.
وَمَا كُنتَ تَتْلُو مِن قَبْلِهِ مِن كِتَابٍ وَلَا تَخُطُّهُ بِيَمِينِكَ ۖ إِذًا لَّارْتَابَ الْمُبْطِلُونَ ﴿٤٨﴾
(૪૮) અને અય પયગંબર! હરગિઝ તમે આ કુરઆનની પહેલા ન કોઇ કિતાબ પઢતા હતા અને ન તમારા હાથ વડે કંઈ લખતા હતા. નહિતર અહલે બાતિલ શકમાં પડી જતે.
بَلْ هُوَ آيَاتٌ بَيِّنَاتٌ فِي صُدُورِ الَّذِينَ أُوتُوا الْعِلْمَ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الظَّالِمُونَ ﴿٤٩﴾
(૪૯) બલ્કે આ કુરઆન રોશન આયતો છે અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓના દિલોમાં (સલામત) છે અને અમારી આયતોને ઝાલીમો સિવાય કોઈ ઝૂથલાવતું નથી
وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَاتٌ مِّن رَّبِّهِ ۖ قُلْ إِنَّمَا الْآيَاتُ عِندَ اللَّهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ ﴿٥٠﴾
(૫૦) અને તેઓ કહે છે કે તેના પર તેના પરવરદિગાર તરફથી નિશાનીઓ શા માટે નાઝિલ કરવામાં નથી આવી? તું કહે કે નિશાનીઓ ફકત અલ્લાહની પાસે છે; અને હું ફકત એક ખુલ્લો ડરાવનારો છું.
أَوَلَمْ يَكْفِهِمْ أَنَّا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ يُتْلَىٰ عَلَيْهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَرَحْمَةً وَذِكْرَىٰ لِقَوْمٍ يُؤْمِنُونَ ﴿٥١﴾
(૫૧) શું તેમના માટે આ પૂરતું નથી કે અમોએ તારા ઉપર કિતાબ નાઝિલ કરી છે. જેની તિલાવત તેમની સામે કરવામાં આવે છે. બેશક, જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં રહેમત અને ઝિક્ર છે.
قُلْ كَفَىٰ بِاللَّهِ بَيْنِي وَبَيْنَكُمْ شَهِيدًا ۖ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَالَّذِينَ آمَنُوا بِالْبَاطِلِ وَكَفَرُوا بِاللَّهِ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ ﴿٥٢﴾
(૫૨) તું કહે કે અમારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ પૂરતો છે, જે આસમાનો તથા ઝમીનમાં જે કાંઈ છે તેનાથી વાકેફ છે, અને જે લોકો બાતિલ પર ઈમાન રાખે છે અને અલ્લાહનો ઇન્કાર કરે છે તેઓ જ નુકસાન ભોગવનારા છે.
وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ ۚ وَلَوْلَا أَجَلٌ مُّسَمًّى لَّجَاءَهُمُ الْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ ﴿٥٣﴾
(૫૩) અને તેઓ અઝાબ માટે ઉતાવળ કરે છે, જો તેનો સમય નક્કી ન હોત તો તે (અઝાબ) આવી જાત અને તે જરૂર આવશે, અચાનક આવશે અને ત્યારે તેઓ સમજી નહિં શકે.
يَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ ﴿٥٤﴾
(૫૪) તેઓ તારી પાસે અઝાબ માટે ઉતાવળ કરે છે; જો કે જહન્નમે ઈન્કાર કરનારાઓને ઘેરી લીધેલ છે :
يَوْمَ يَغْشَاهُمُ الْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا مَا كُنتُمْ تَعْمَلُونَ ﴿٥٥﴾
(૫૫) તે દિવસે અઝાબ તેમને ઉપરથી અને પગ નીચેથી ઢાંકી લેશે અને કહેશે કે તમે જે (બૂરા) આમાલ કરતા હતા તે(ની મજા) ચાખો.
يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبُدُونِ ﴿٥٦﴾
(૫૬) અય મારા તે બંદાઓ કે જેઓ ઈમાન લાવ્યા છો ! બેશક મારી ઝમીન વિશાળ છે, માટે તમે મારી જ ઇબાદત કરો.
كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۖ ثُمَّ إِلَيْنَا تُرْجَعُونَ ﴿٥٧﴾
(૫૭) દરેક જીવ મૌતની મજા ચાખનાર છે; પછી તમો સર્વેને અમારી પાસે પાછા લાવવામાં આવશે.
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُبَوِّئَنَّهُم مِّنَ الْجَنَّةِ غُرَفًا تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ نِعْمَ أَجْرُ الْعَامِلِينَ ﴿٥٨﴾
(૫૮) અને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને અમે જન્નતમાં બુલંદ અને બેહતર જગ્યા ઉપર મોહ્લ્લાઓ આપીશું કે જેની નીચે નદીઓ વહેતી હશે, અને તેઓ હંમેશા તેમાં જ રહેશે. કેવો બહેતરીન બદલો છે અમલ કરનારાઓ માટે
الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ﴿٥٩﴾
(૫૯) જેઓ સબ્ર કરે છે અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે.
وَكَأَيِّن مِّن دَابَّةٍ لَّا تَحْمِلُ رِزْقَهَا اللَّهُ يَرْزُقُهَا وَإِيَّاكُمْ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ﴿٦٠﴾
(૬૦) અને કેટલાય જીવો (જાનવર) એવા છે કે જેઓ પોતાનો ખોરાક ઊંચકી શકતા નથી પરંતુ અલ્લાહ તેમને અને તમો સર્વેને રોઝી આપે છે અને તે સાંભળનાર અને જાણનાર છે.
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ ﴿٦١﴾
(૬૧) જો તું એમને સવાલ કરે કે આસમાનો અને ઝમીનને કોણે પેદા કર્યા છે? અને સૂરજ તથા ચાંદ કોણે તાબે કર્યા છે? તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે પછી તેઓ કેવી રીતે બહેકી જાય છે?
اللَّهُ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ﴿٦٢﴾
(૬૨) અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી નાખે છે; બેશક અલ્લાહ દરેક વસ્તુથી વાકેફ છે.
وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ مِن بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلِ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ ﴿٦٣﴾
(૬૩) અને જો તું તેમને પૂછે કે આસમાન પરથી પાણી કોણે વરસાવ્યું? પછી તે વડે મરણ પામેલી ઝમીનને ફરી જીવંત કોણે કરી? તો તેઓ કહેશે કે અલ્લાહે; તું કહે કે બધા વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાંના ઘણા ખરા સમજતા નથી.
وَمَا هَٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَهْوٌ وَلَعِبٌ ۚ وَإِنَّ الدَّارَ الْآخِرَةَ لَهِيَ الْحَيَوَانُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ﴿٦٤﴾
(૬૪) અને આ દુનિયાનું જીવન રમત ગમત સિવાય કાંઈ જ નથી; અને જો તેઓ જાણતા હોય તો હકીકતમાં જીવન આખેરતના ઘરમાં છે
فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ ﴿٦٥﴾
(૬૫) પછી જ્યારે તેઓ કશ્તીમાં સવાર થાય છે ત્યારે ઈમાન અને અકીદા સાથે ખુલુસથી અલ્લાહને પોકારે છે, પછી જેવુ તેમને ખુશ્કી સુધી નજાત આપી દેવામા આવે છે તેવા તરત જ શિર્ક કરવા લાગી જાય છેઃ
لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ وَلِيَتَمَتَّعُوا ۖ فَسَوْفَ يَعْلَمُونَ ﴿٦٦﴾
(૬૬) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેનો ઈન્કાર કરે અને (દુનિયામાં) મજા મેળવી લે; પરંતુ તેનો અંજામ તેઓ જલ્દી જાણી લેશે.
أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ اللَّهِ يَكْفُرُونَ ﴿٦٧﴾
(૬૭) શું તેઓએ નથી જોયું કે અમોએ તેમના માટે (મક્કાને) માનવંત સલામતીવાળી જગ્યા બનાવી છે કે જેની ચારો તરફથી લોકોને ઊંચકી લેવામાં આવે છે તો પણ શું તેઓ બાતિલ પર ઈમાન લાવશે અને અલ્લાહની નેઅમતનો ઈન્કાર કરશે?
وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ ﴿٦٨﴾
(૬૮) અને તેનાથી મોટો ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અથવા હક આવી જવા પછી તેને જૂઠલાવે, શું જહન્નમમાં નાસ્તિકનું ઠેકાણું નથી?
وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ۚ وَإِنَّ اللَّهَ لَمَعَ الْمُحْسِنِينَ ﴿٦٩﴾
(૬૯) અને જેઓ અમારી રાહમાં જેહાદ કરે છે જરૂર અમો તેમને અમારા રસ્તાઓની હિદાયત કરશું અને હકીકતમાં અલ્લાહ નેક આમાલ કરવાવાળાઓની સાથે છે.