બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ રુમની ફઝીલત
આ સૂરો મક્કામાં નાઝિલ થયો છે અને તેમાં ૬૦ આયતો છે.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે ; આ સુરો પઢવાનો સવાબ એટલો છે કે જાણે જમીન અને આકાશ વચ્ચે રહેલા તમામ ફરિશ્તાઓ જે સતત અલ્લાહની હમદ અને વખાણ કરે અને તેની સંખ્યા કરતા દસગણો સવાબ મળે છે.
હઝરત ઇમામ જાફરે સાદિક અલય્હિસ્સલામે ફરમાવે છે: જે વ્યક્તિ સુરએ રૂમ અને સુરએ અન્કબૂત ને શબે જુમ્મા પડશે તો અહલે જન્નતમાંથી ગણાશે.
સુરએ રુમ
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
الم ﴿١﴾
(૧) અલીફ લામ મીમ.
غُلِبَتِ الرُّومُ ﴿٢﴾
(૨) રૂમવાળા પરાજીત થઇ ગયા.
فِي أَدْنَى الْأَرْضِ وَهُم مِّن بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ ﴿٣﴾
(૩) પાસેની ઝમીનમાં, તેઓ પરાજય થવા બાદ ટૂંક સમયમાં પાછા વિજય મેળવશે :
فِي بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ الْأَمْرُ مِن قَبْلُ وَمِن بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ الْمُؤْمِنُونَ ﴿٤﴾
(૪) થોડાક વર્ષોમાં કામ્યાબી પહેલા તથા પછી દરેક કામ અલ્લાહના હાથમાં જ છે અને તે દિવસે ઈમાનવાળા ખુશ થશે:
بِنَصْرِ اللَّهِ ۚ يَنصُرُ مَن يَشَاءُ ۖ وَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ﴿٥﴾
(૫) અલ્લાહની મદદથી અલ્લાહ જેને ચાહે છે મદદ કરે છે અને તે જબરદસ્ત મહેરબાન છેઃ
وَعْدَ اللَّهِ ۖ لَا يُخْلِفُ اللَّهُ وَعْدَهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ﴿٦﴾
(૬) આ અલ્લાહનો વાયદો છે; અલ્લાહ હરગિઝ પોતાના વાયદા ખિલાફ નથી કરતો, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.
يَعْلَمُونَ ظَاهِرًا مِّنَ الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ عَنِ الْآخِرَةِ هُمْ غَافِلُونَ ﴿٧﴾
(૭) તેઓ ફકત દુનિયાના જાહેરી જીવનને જાણે છે અને આખેરતથી તેઓ બિલ્કુલ ગાફિલ છે અને ભૂલી ગયા છે.
أَوَلَمْ يَتَفَكَّرُوا فِي أَنفُسِهِم ۗ مَّا خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ بِلِقَاءِ رَبِّهِمْ لَكَافِرُونَ ﴿٨﴾
(૮) શું તેઓ પોતાની જાતમાં વિચાર નથી કરતા કે અલ્લાહે આસમાનો તથા ઝમીન અને જે કાંઈ તેમની વચ્ચે છે તેને ખલ્ક નથી કર્યું સિવાય કે હકની સાથે. અને ચોક્કસ મુદ્દત માટે જો કે લોકોમાં ઘણાંખરા પોતાના પરવરદિગારની મુલાકાતનો ઈન્કાર કરનારા છે.
أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا الْأَرْضَ وَعَمَرُوهَا أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ﴿٩﴾
(૯) અને શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી કે તેઓ જૂએ કે તેમની અગાઉવાળાઓનો અંજામ કેવો થયો હતો? તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા, અને ઝમીનને ખેડીને તેમના કરતાંય વધુ આબાદ કરી હતી, અને તેમના પાસે અમારા રસૂલો વાઝેહ નિશાનીઓ લઈને આવ્યા હતા; અને હરગિઝ ખુદા પોતાના બંદાઓ ઉપર ઝુલ્મ નથી કર્યો પરંતુ લોકો પોતાના નફસ ઉપર ઝુલ્મ કરતા હતા.
ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِينَ أَسَاءُوا السُّوأَىٰ أَن كَذَّبُوا بِآيَاتِ اللَّهِ وَكَانُوا بِهَا يَسْتَهْزِئُونَ ﴿١٠﴾
(૧૦) પછી જેમણે બૂરાઈ કરી હતી તેમનું પરિણામ પણ ખરાબ આવ્યુ કે તેઓ અલ્લાહની નિશાનીઓ જૂઠલાવીને તેમની મજાક કરતા હતા.
اللَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ ﴿١١﴾
(૧૧) અલ્લાહ ખિલ્કતની શરૂઆત કરે છે પછી તેને પલટાવશે પછી તેની તરફ તમોને પાછા ફેરવવામાં આવશે.
وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُونَ ﴿١٢﴾
(૧૨) અને જે દિવસે ક્યામત કાયમ થશે ત્યારે ગુનેહગાર લોકો માયુસ બની રહી જશે.
وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَائِهِمْ شُفَعَاءُ وَكَانُوا بِشُرَكَائِهِمْ كَافِرِينَ ﴿١٣﴾
(૧૩) અને તેઓના (બનાવટી) શરીકોમાંથી કોઈ શફાઅત કરનાર નહી બને અને તેઓ (બનાવટી) શરીકોનો ઈન્કાર કરનાર બની જશે.
وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ ﴿١٤﴾
(૧૪) અને જે દિવસે કયામત કાયમ થશે (મોઅમીન અને નાસ્તિક) અલગ અલગ ભાગલાઓમાં વહેંચાઈ જશે.
فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَهُمْ فِي رَوْضَةٍ يُحْبَرُونَ ﴿١٥﴾
(૧૫) પછી જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેઓ જન્નતમાં ખુશહાલ હશે
وَأَمَّا الَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ فَأُولَٰئِكَ فِي الْعَذَابِ مُحْضَرُونَ ﴿١٦﴾
(૧૬) અને જેઓએ ઇન્કાર કર્યો અને અમારી આયતોને તથા કયામતના દિવસની મુલાકાતને જૂઠલાવી છે તેઓને અઝાબ વખતે હાજર કરવામાં આવશે.
فَسُبْحَانَ اللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ ﴿١٧﴾
(૧૭) માટે તમે પરવરદિગારની તસ્બીહ કરો જયારે તમારી સાંજ પડે તથા સવાર પડે.
وَلَهُ الْحَمْدُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ ﴿١٨﴾
(૧૮) અને ઝમીન અને આસમાનમાં વખાણ તેના માટે જ છે સાંજના સમયે તથા જ્યારે તમારો બપોરનો સમય થાય.(અલ્લાહની હમ્દ કરો)
يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَيُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ ﴿١٩﴾
(૧૯) તે જીવતાને મુર્દા માંથી નીકાળે છે અને મુર્દાને જીવતા માંથી કાઢે છે અને ઝમીનને મોત આવ્યા બાદ ફરી જીવંત કરે છે; અને એ જ રીતે એક દિવસ તમને (કબ્રોમાંથી) નિકાળવામાં આવશે.
وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَا أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ ﴿٢٠﴾
(૨૦) અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા પછી તમે ઇન્સાન(ની શકલ)માં ફેલાઈ ગયા.
وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا لِّتَسْكُنُوا إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ﴿٢١﴾
(૨૧) અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીને બનાવી જેથી તમે તેણીની પાસે સુકુન મેળવો. તેણે તમારા વચ્ચે મોહબ્બત અને મહેરબાની રાખી બેશક તેમાં ગૌરો ફીક્ર કરનાર માટે નિશાનીઓ છે
وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافُ أَلْسِنَتِكُمْ وَأَلْوَانِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْعَالِمِينَ ﴿٢٢﴾
(૨૨) અને તેની નિશાનીઓમાંથી આસમાનો તથા ઝમીનની ખિલ્કત તથા તમારી ભાષાઓ તથા રંગોનું અલગ અલગ હોવું છે બેશક ઇલ્મ રાખનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.
وَمِنْ آيَاتِهِ مَنَامُكُم بِاللَّيْلِ وَالنَّهَارِ وَابْتِغَاؤُكُم مِّن فَضْلِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ ﴿٢٣﴾
(૨૩) અને તેની નિશાનીઓમાંથી છે કે તમે રાત્રે આરામ કરો છો અને દિવસે ખુદાના ફઝલ(રીઝ્ક)ને તલાશ કરો છો તેમાં (હક) સાંભળનારી કોમ માટે નિશાનીઓ છે.
وَمِنْ آيَاتِهِ يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مَاءً فَيُحْيِي بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ﴿٢٤﴾
(૨૪) અને તેની નિશાનીઓમાંથી છે કે તમને વીજળી દેખાડે છે તમારા ડર અને ઊમ્મીદનું કારણ બને છે તથા આસમાનથી પાણી વરસાવે છે જેના વડે મુર્દા ઝમીનને જીવંત કરે છે બેશક તેમાં જેઓ વિચારે છે તેમના માટે નિશાનીઓ છે.
وَمِنْ آيَاتِهِ أَن تَقُومَ السَّمَاءُ وَالْأَرْضُ بِأَمْرِهِ ۚ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ الْأَرْضِ إِذَا أَنتُمْ تَخْرُجُونَ ﴿٢٥﴾
(૨૫) અને તેની નિશાનીઓમાંથી છે કે આસમાન તથા ઝમીન તેના હુકમથી કાયમ છે; (કયામતના દિવસે) ઝમીનમાંથી તમને પોકારશે એકાએક તમે બહાર નીકળી આવશો.
وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ ﴿٢٦﴾
(૨૬) અને જે કોઈ આસમાન તથા ઝમીનમાં છે તે અલ્લાહ નું છે અને સર્વે તેના તાબેદાર છે
وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ ۚ وَلَهُ الْمَثَلُ الْأَعْلَىٰ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ﴿٢٧﴾
(૨૭) તે એ જ છે કે જે ખિલ્કતની શરૂઆત કરે છે પછી તેને ફરી પૈદા કરશે, અને આ કાર્ય તેના માટે તદ્દન સહેલું છે અને તેના માટે જ આસમાનો તથા ઝમીનમાં બુલંદતરીન સિફાતો છે અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ ۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن شُرَكَاءَ فِي مَا رَزَقْنَاكُمْ فَأَنتُمْ فِيهِ سَوَاءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْقِلُونَ ﴿٢٨﴾
(૨૮) તમારા માટે તમારામાંથી જ મિસાલ આપે છે કે અમોએ આપેલા રિઝકમાં તમારા ગુલામોને ભાગીદાર બનાવો જેથી તમારા બરોબર થઇ જાય તમે તેઓ (ગુલામો)ની ભાગીદારીથી એવી રીતે ડરો છો જેવી રીતે તમે (આઝાદ લોકો) એકબીજાથી ડરતા હોવ (તો પછી ખુદા કેવી રીતે પોતાના બંદાઓને ભાગીદાર બનાવે) આ રીતે વિચાર કરનાર કોમ માટે અમારી નિશાનીઓ બયાન કરીએ છીએ.
بَلِ اتَّبَعَ الَّذِينَ ظَلَمُوا أَهْوَاءَهُم بِغَيْرِ عِلْمٍ ۖ فَمَن يَهْدِي مَنْ أَضَلَّ اللَّهُ ۖ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ﴿٢٩﴾
(૨૯) બલ્કે ઝાલિમો જેહાલતમાં પોતાની ઈચ્છાઓની પૈરવી કરે છે, જેને અલ્લાહ (ખરાબ અમલને કારણે) ગુમરાહ કરે છે તેને કોણ હિદાયત આપી શકે છે અને તેનો કોઈ મદદગાર પણ નથી હોતો.
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ﴿٣٠﴾
(૩૦) બસ તારૂ ધ્યાન દીને હક તરફ રાખ આ દીન અલ્લાહની ફિતરત છે કે જેના પર તેણે ઇન્સાનને પૈદા કર્યા છે અને અલ્લાહની ખિલ્કતમાં કોઈ ફેરફાર નથી બેશક આ જ સીધો અને મજબૂત દીન છે પરંતુ મોટા ભાગના લોકો નથી જાણતા.
۞ مُنِيبِينَ إِلَيْهِ وَاتَّقُوهُ وَأَقِيمُوا الصَّلَاةَ وَلَا تَكُونُوا مِنَ الْمُشْرِكِينَ ﴿٣١﴾
(૩૧) તમો બધાં પોતાની તવ્વજો (ધ્યાન) અલ્લાહ ની તરફ રાખો અને તેનાથી જ ડરો અને નમાઝ કાયમ કરો અને મુશરિકોમા નહિ થતા
مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ ﴿٣٢﴾
(૩૨) તેઓમાંથી (નહી થતાં) જેમણે પોતાના દીનના ભાગલા પાડી દીધા છે તથા અલગ અલગ સમૂહોમાં વહેંચાઈ ગયા છે અને દરેક સમૂહની પાસે જે કાંઈ છે તેનાથી તેઓ રાજી છે.
وَإِذَا مَسَّ النَّاسَ ضُرٌّ دَعَوْا رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَا أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ ﴿٣٣﴾
(૩૩) અને લોકો ઉપર જયારે કોઇ મુસીબત આવે છે ત્યારે તેઓ તોબા કરતા પલટીને પોતાના પરવરદિગારને પોકારે છે પછી જયારે તે તેઓને રહેમતની મજા ચખાડી દે છે ત્યારે તેઓમાંથી એક સમૂહ શિર્ક કરવા લાગે છે
لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا فَسَوْفَ تَعْلَمُونَ ﴿٣٤﴾
(૩૪) જેથી અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેનો તેઓ ઈન્કાર કરે (તો કહી દો કે) તમે મોજ કરો પરંતુ જલ્દી (પરિણામની) ખબર પડી જશે.
أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَانًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا بِهِ يُشْرِکونَ ﴿٣٥﴾
(૩૫) અથવા શું અમોએ તેમના પર કોઈ એવી દલીલ નાઝિલ કરી છે કે જે અલ્લાહ સાથે બીજાને શરીક કરવાનું કહેતી હોય
وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً فَرِحُوا بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ ﴿٣٦﴾
(૩૬) અને જે વખતે અમે લોકોને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થાય છે અને જો તેમના પર તેમના હાથોએ અગાઉ કરેલા કામોના કારણે કોઈ આફત આવી પડે ત્યારે એકાએક માયુસ થઇ જાય છે.
أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ ﴿٣٧﴾
(૩૭) શું તેમણે નથી જોયું કે અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે બેશક ઈમાન લાવનારાઓ માટે એમાં ઘણી નિશાનીઓ છે.
فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ اللَّهِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ﴿٣٨﴾
(૩૮) અને તું તારા નજીકના સગાં-વ્હાલાઓને તથા ગરીબોને તથા રસ્તામાં રહી ગયેલ (મુસાફરો)ને તેમનો હક આપી દે આ તે લોકો માટે બહેતર છે કે જેઓ અલ્લાહની ખુશી ચાહે છે અને તેઓ જ કામ્યાબ થનાર છે.
وَمَا آتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَ فِي أَمْوَالِ النَّاسِ فَلَا يَرْبُو عِندَ اللَّهِ ۖ وَمَا آتَيْتُم مِّن زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الْمُضْعِفُونَ ﴿٣٩﴾
(૩૯) અને તમે વ્યાજના ઇરાદાથી જે કાંઈપણ) આપો જેથી (વ્યાજ ખાનાર) લોકોના માલમાં વધારો થાય, તો ખુદા પાસે કોઈ વધારો હાંસિલ નહી કરો, પરંતુ જે ઝકાત આપો છો અને તેમાં અલ્લાહની ખુશીનો ઇરાદો હોય છે બસ તેઓના માલમાં વધારો થનાર છે.
اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ﴿٤٠﴾
(૪૦) તે અલ્લાહ છે કે જેણે તમને પેદા કર્યા પછી તમને રોઝી આપી પછી મૌત આપશે પછી તમને ફરી જીવતા કરશે શું તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે આમાંથી કોઈ કાર્ય કરી દેખાડે જેને તેઓ શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક અને બુલંદ છે.
ظَهَرَ الْفَسَادُ فِي الْبَرِّ وَالْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِي النَّاسِ لِيُذِيقَهُم بَعْضَ الَّذِي عَمِلُوا لَعَلَّهُمْ يَرْجِعُونَ ﴿٤١﴾
(૪૧) લોકોના હાથોએ કરેલા આમાલને કારણે ઝમીન અને દરિયામાં ફસાદ જાહેર થઇ ગયો છે જેથી ખુદા તેમના અમુક આમાલની મજા ચખાડે કદાચને તેઓ (હક તરફ) પાછા ફરી જાય.
قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ ﴿٤٢﴾
(૪૨) તું કહે કે ઝમીનમાં મુસાફરી કરો અને જૂઓ કે જે લોકો તમારી પહેલા હતા તેમનો અંજામ કેવો હતો જેમાંથી મોટા ભાગના મુશરિકો હતા.
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ الْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُ مِنَ اللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ ﴿٤٣﴾
(૪૩) અને તારા ચહેરાને સીધા અને મજબૂત દીન (ધર્મ) તરફ રાખ એ પહેલા કે અલ્લાહ તરફથી તે દિવસ આવી જાય કે જે (દિવસ)નું પાછુ ફેરવવું નામુમ્કીન છે કે જે દિવસે લોકો એક બીજાથી જુદા પડી જશે.
مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَمَنْ عَمِلَ صَالِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ ﴿٤٤﴾
(૪૪) જે કોઈએ ઈન્કાર કર્યો તે (નાસ્તિકપણુ) તેના પોતાના નુકસાનમાં છે અને જેઓ નેક અમલ કરે છે તેઓ પોતાના માટે (કામ્યાબીની) તૈયારી કરે છે :
لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِن فَضْلِهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْكَافِرِينَ ﴿٤٥﴾
(૪૫) જેથી અલ્લાહ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેઓને પોતાના ફઝલથી બદલો આપે બેશક તે નાસ્તિકોને નથી ચાહતો.
وَمِنْ آيَاتِهِ أَن يُرْسِلَ الرِّيَاحَ مُبَشِّرَاتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِ وَلِتَجْرِيَ الْفُلْكُ بِأَمْرِهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿٤٦﴾
(૪૬) અને તેની નિશાનીઓમાંથી છે કે તે હવાને ખુશખબરી આપનાર તરીકે મોકલે છે જેથી તમને એની રહેમતની મજા ચખાડે અને તેના હુકમથી કશ્તી ચાલે તથા તમે રોઝી મેળવી શકો કદાચને તમે શુક્ર કરો.
وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَانتَقَمْنَا مِنَ الَّذِينَ أَجْرَمُوا ۖ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ الْمُؤْمِنِينَ ﴿٤٧﴾
(૪૭) અને ખરેખર અમોએ તારી પહેલા તેમની કોમો તરફ ઘણાં રસૂલોને મોકલ્યા હતા જેઓ તેમની પાસે અમારી ખુલ્લી દલીલો લઈને આવ્યા હતા (અને તેઓને જૂઠલાવવામાં આવ્યા) પછી અમોએ મુજરીમોથી બદલો લીધો અને મોઅમીનોની મદદ કરવી અમારી ફરજ છે.
اللَّهُ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُ فِي السَّمَاءِ كَيْفَ يَشَاءُ وَيَجْعَلُهُ كِسَفًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَالِهِ ۖ فَإِذَا أَصَابَ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ ﴿٤٨﴾
(૪૮) તે અલ્લાહ જ છે જે હવાને મોકલે છે કે જે વાદળોને ખેંચી લાવે છે પછી તે વાદળાઓ તેની મરજી પ્રમાણે આસમાનમાં ફેલાવી દે છે એકબીજા ઊપર ઢગલો કરે છે અને તેમાંથી પાણી વરસાવે છે પછી તે પાણી તે બંદાઓ સુધી પહોંચે છે જેના સુધી તે પહોંચાડવા ચાહે છે પછી તરત જ તેઓ ખુશ થઇ જાય છે.
وَإِن كَانُوا مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِ لَمُبْلِسِينَ ﴿٤٩﴾
(૪૯) જો કે તેમના પર વરસાદ આવવા પહેલાં તેઓ માયુસ થઈ ગયા હતા.
فَانظُرْ إِلَىٰ آثَارِ رَحْمَتِ اللَّهِ كَيْفَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْيِي الْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿٥٠﴾
(૫૦) માટે તમે અલ્લાહની રહેમતને જૂઓ કે તે કઈ રીતે મુર્દા ઝમીનને જીવતી કરે છે બેશક તે જ મરણ પામેલાઓને જીવતા કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا مِن بَعْدِهِ يَكْفُرُونَ ﴿٥١﴾
(૫૧) અને અમે જો એવી હવા મોકલશુ કે જેના કારણે તે (ખેતી) પીળી પડી ગયેલ જોશે તો જરૂર તેઓ (અગાઊની નેઅમતને ભૂલાવી) નાશુક્રા બની જશે.
فَإِنَّکَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ ﴿٥٢﴾
(૫૨) બેશક તું તારી વાતને મરણ પામેલાને સંભળાવી શકતો નથી અને ન બહેરાઓને સંભળાવી શકે છે કે જ્યારે તેઓ પીઠ ફેરવી ચાલતા થાય.
وَمَا أَنتَ بِهَادِ الْعُمْيِ عَن ضَلَالَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِآيَاتِنَا فَهُم مُّسْلِمُونَ ﴿٥٣﴾
(૫૩) અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી હિદાયત આપી શકે છે તું નથી સંભળાવી શકતો સિવાય કે જે અમારી આયતો પર ઈમાન રાખે છે તથા તસ્લીમ થનાર છે.
۞ اللَّهُ الَّذِي خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِن بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِن بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۖ وَهُوَ الْعَلِيمُ الْقَدِيرُ ﴿٥٤﴾
(૫૪) તે અલ્લાહ જ છે જેણે તમને કમજોરીમાંથી પેદા કર્યા પછી કમજોરી બાદ તાકત આપી પછી તાક્ત બાદ ફરી કમજોરી અને બુઢાપામાં દાખલ કરી દીધા તે ચાહે છે તે પેદા કરે છે અને તે ઈલ્મ અને કુદરતવાળો છે.
وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُقْسِمُ الْمُجْرِمُونَ مَا لَبِثُوا غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا يُؤْفَكُونَ ﴿٥٥﴾
(૫૫) અને જે દિવસે (કયામતની) ઘડી કાયમ થશે ત્યારે મુજરીમો કસમ ખાઈને કહેશે કે તેઓ દુનિયામાં એક કલાકથી વધુ રહ્યા નથી આ રીતે (હકથી) ફરી જતા હતા.
وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَالْإِيمَانَ لَقَدْ لَبِثْتُمْ فِي كِتَابِ اللَّهِ إِلَىٰ يَوْمِ الْبَعْثِ ۖ فَهَٰذَا يَوْمُ الْبَعْثِ وَلَٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ ﴿٥٦﴾
(૫૬) અને જેમને ઇલ્મ તથા ઈમાન આપવામાં આવ્યું છે તેઓ કહેશે કે તમે અલ્લાહની કિતાબ મુજબ સજીવન થવાના દિવસ સુધી રોકાયેલા હતા તો આ સજીવન થવાનો દિવસ છે પરંતુ તમે જાણતા નથી.
فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ الَّذِينَ ظَلَمُوا مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ ﴿٥٧﴾
(૫૭) અને તે દિવસે ઝુલ્મગારોનુ બહાનુ તેમને ફાયદો નહી પહોંચાડે અને તેઓથી ઊઝર (ગુનાહનુ કારણ) માનવામાં નહી આવે.
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ ۚ وَلَئِن جِئْتَهُم بِآيَةٍ لَّيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ ﴿٥٨﴾
(૫૮) અને અમોએ આ કુરઆનમાં દરેક જાતની મિસાલ આપી જો તમે કોઈ નિશાની લઈ આવશો તો નાસ્તિક એમ જ કહેશે કે તમે જૂઠા દાવા કરનાર સિવાય કાંઈ નથી.
كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ قُلُوبِ الَّذِينَ لَا يَعْلَمُونَ ﴿٥٩﴾
(૫૯) આવી રીતે અલ્લાહ ઇલ્મ ન રાખનારના દિલો ઉપર મોહર લગાવે છે.
فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ وَلَا يَسْتَخِفَّنَّكَ الَّذِينَ لَا يُوقِنُونَ ﴿٦٠﴾
(૬૦) તેથી તમે સબરથી કામ લ્યો કે ખુદાનો વાયદો સાચો છે અને (ધ્યાન રાખજો) જે લોકોને યકીન નથી તેઓ તમને નબળા ન પાડી દય.