બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ દુખાનની ફઝીલત
આ એક મક્કી સૂરા છે અને તેમાં કુલ ૫૯ આયતો છે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ પાસેથી રિવાયત છે કે જે કોઈ આ સૂરો રાત્રે પઢે તો ૭૦ હજાર ફરિશ્તાઓ આ પઢનાર માટે અલ્લાહ તઆલા પાસે બખ્શિશની દુઆ કરે છે જે કોઈ વ્યક્તિ ગુરુવારની રાતે આ સૂરાની તિલાવત કરે તો તેનાં બધા ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને તિલાવત કરનારાઓ માટે જન્નતમાં ઘરો બનાવી દેવામાં આવે છે જે આ સૂરાને અલ્લાહ ની રેઝા અને ખુશી માટે પઢે તો દરેક અક્ષરની તિલાવતના બદલે એક હજાર ગુલામ આઝાદ કરવા બરાબર સવાબ મળશે
ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે કે જે વ્યક્તિ વાજિબ નમાઝોમાં સૂરા દુખાનની તિલાવત કરે છે, તો તે કયામતના અઝાબથી મહફૂઝ રહેશે અને આસાનીથી પોતાનો હિસાબ આપી શકશે, તેને જમણા હાથમાં અમાલ આપવામાં આવશે, જે કોઈ આ સુરો પોતાની પાસે રાખે, તો તે શૈતાન ના વસવસાથી બચીને રેહશે, જો રાતે ઊંઘતાં પહેલાં તકીયા નીચે રાખવામાં આવે, તો ખરાબ સપનાઓથી બચે છે અને હંમેશા સારા સપના આવે છે, જો આ સૂરાને વેપારની જગ્યાએ રાખવામાં આવે તો વેપારમાં બરકત અને સુધારો થાય છે.
ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ આ સૂરાને તાવીઝ તરીકે રાખે તો તાકતવર લોકોથી બચીને રહે છે જે પાણીમાં આ સુરા પડી ફૂક મારી પીવામાં આવે તો પેટની તમામ બીમારીઓથી શિફા મળે છે.
સુરએ દુખાન
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
حمٓ ﴿١﴾
(૧) હા મીમ.
وَالْكِتَابِ الْمُبِينِ ﴿٢﴾
(૨) કસમ છે આ રોશની આપનાર કિતાબની:
إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ ﴿٣﴾
(૩) બેશક અમોએ તેને એક મુબારક રાતમાં નાઝિલ કર્યું છે. બેશક અમે જ અઝાબથી ડરાવતા હતા.
فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ ﴿٤﴾
(૪) તે રાતમાં દરેક હિકમતવાળા હુકમોનો ફેસલો કરવામાં આવે છે :
أَمْرًا مِّنْ عِندِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ ﴿٥﴾
(૫) તે અમારી તરફથી હુકમ હતો અમે જ તેને (રસુલને) મોકલનાર છીએ:
رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ﴿٦﴾
(૬) આ (રસુલને મોક્લવા) તારા પરવરદિગાર તરફથી એક રહેમત છે કે હકીકતમાં તે સાંભળનાર અને જાણનાર છેઃ
رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ ﴿٧﴾
(૭) જો તમે યકીન કરનાર હોવ તો તે આસમાનો તથા ઝમીન અને જે કાંઈ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે.
لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوّلِينَ ﴿٨﴾
(૮) તેના સિવાય બીજો કોઈ ખુદા નથી, એ જ હયાત આપે છે અને મોત આપે છે, જે તમારો પરવરદિગાર છે અને તમારા પહેલાના બાપદાદાનો પરવરદિગાર છે.
بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ ﴿٩﴾
(૯) પરંતુ તેઓ શંકામાં પડી (હક સાથે) રમ્યા કરે છે
فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُّبِينٍ ﴿١٠﴾
(૧૦) માટે તું તે દિવસની રાહ જોતો રહે કે જે દિવસે આસમાન ચોખ્ખો ધૂમાડો લઈને આવશે.
يَغْشَى النَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌ ﴿١١﴾
(૧૧) જે તમામ લોકોને ઢાંકી લેશે; એ દર્દનાક અઝાબ હશે
رَّبَّنَا اكْشِفْ عَنَّا الْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ ﴿١٢﴾
(૧૨) ત્યારે દરેક કહેશે કે પરવરદિગાર ! આ અઝાબને અમારાથી દૂર કરી દે કે અમો ઈમાન લાવનાર છીએ.
أَنَّىٰ لَهُمُ الذِّكْرَىٰ وَقَدْ جَاءَهُمْ رَسُولٌ مُّبِينٌ ﴿١٣﴾
(૧૩) કેવી રીતે નસીહત હાંસિલ કરી શકે. જો કે તેમની પાસે વાઝેહ પયગામવાળો રસૂલ આવી ચુક્યો છે.
ثُمَّ تَوَلَّوْا عَنْهُ وَقَالُوا مُعَلَّمٌ مَّجْنُونٌ ﴿١٤﴾
(૧૪) તે પછી તેમણે તેનાથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે આ એક શીખવેલો દીવાનો છે.
إِنَّا كَاشِفُو الْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَائِدُونَ ﴿١٥﴾
(૧૫) અમે થોડા સમય માટે અઝાબને દૂર કરીએ છીએ પરંતુ તમે ફરી પાછા તેવું કેરશો જેવું પહેલા કરતા હતા.
يَوْمَ نَبْطِشُ الْبَطْشَةَ الْكُبْرَىٰ إِنَّا مُنتَقِمُونَ ﴿١٦﴾
(૧૬) એ દિવસે મહાન કુદરત સાથે પકડશુ, બેશક અમો બદલો લેનાર છીએ.
۞ وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَاءَهُمْ رَسُولٌ كَرِيمٌ ﴿١٧﴾
(૧૭) અને બેશક તેમની પહેલાં અમોએ કોમે ફિરઔનની આજમાઈશ કરી હતી, અને તેમની પાસે એક મોહતરમ રસૂલ આવ્યા હતાઃ
أَنْ أَدُّوا إِلَيَّ عِبَادَ اللَّهِ ۖ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ﴿١٨﴾
(૧૮) (તેઓને કહ્યુ) અલ્લાહના બંદાઓને મારા હવાલે કરી દો; ખરેખર હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું:
وَأَن لَّا تَعْلُوا عَلَى اللَّهِ ۖ إِنِّي آتِيكُم بِسُلْطَانٍ مُّبِينٍ ﴿١٩﴾
(૧૯) અને અલ્લાહની સામે સરકશ બનીને ન આવો. ખરેખર હું તમારી પાસે રોશન દલીલ લાવ્યો છું.
وَإِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ ﴿٢٠﴾
(૨૦) અને તમે મને સંગસાર કરો તેનાથી હું મારા અને તમારા પરવરદિગારની પનાહ ચાહું છુ
وَإِن لَّمْ تُؤْمِنُوا لِي فَاعْتَزِلُونِ ﴿٢١﴾
(૨૧) અને જો તમે મારા ઉપર ઈમાન નથી લાવતા તો મારાથી જુદા થઈ જાઓ.
فَدَعَا رَبَّهُ أَنَّ هَٰؤُلَاءِ قَوْمٌ مُّجْرِمُونَ ﴿٢٢﴾
(૨૨) પછી તેણે (મુસા અ,સ) તેના પરવરદિગારથી દુઆ કરી કે આ મુજરીમ કૌમ છે.
فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ ﴿٢٣﴾
(૨૩) (તો હુકમ થયો કે) મારા બંદાઓને રાતો રાત લઈ જા, બેશક તમારો પીછો કરવામાં આવશેઃ
وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ ﴿٢٤﴾
(૨૪) અને દરિયાને સાકીન થયેલો (રોકાયેલો) છોડી દેજે; બેશક તેમના લશ્કરને ડૂબાડી દેવામાં આવશે.
كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ ﴿٢٥﴾
(૨૫) તે લોકો કેટલાય બગીચાઓ અને ઝરણાં છોડી ગયા:
وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ ﴿٢٦﴾
(૨૬) અને કેટલાય ખેતરો તથા ઉમદા મકાનો તેઓ છોડી ગયા :
وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ ﴿٢٧﴾
(૨૭) અને તે નેઅમતો કે જેની તેઓ મજા માણતા હતા:
كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ ﴿٢٨﴾
(૨૮) (આ કિસ્સો) આવીજ રીતે વાકેઅ થયો છે, અને અમોએ તે (બધી નેઅમતો)ના વારીસ બીજી કોમને બનાવી દીધા.
فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ وَمَا كَانُوا مُنظَرِينَ ﴿٢٩﴾
(૨૯) પછી તેમના પર ન આસમાને ગીર્યા કર્યું ન ઝમીને, અને ન તેમને મોહલત આપવામાં આવી.
وَلَقَدْ نَجَّيْنَا بَنِي إِسْرَائِيلَ مِنَ الْعَذَابِ الْمُهِينِ ﴿٣٠﴾
(૩૦) અને બેશક અમોએ બની ઇસરાઇલને ઝિલ્લતભર્યા અઝાબથી નજાત આપીઃ
مِن فِرْعَوْنَ ۚ إِنَّهُ كَانَ عَالِيًا مِّنَ الْمُسْرِفِينَ ﴿٣١﴾
(૩૧) ફિરઔનથી કે જે હદથી વધવામાં બોવ વધારે આગળ વધી ગયો હતો,
وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى الْعَالَمِينَ ﴿٣٢﴾
(૩૨) અને અમોએ ઇલ્મ થકી બની ઇસરાઇલને બધી દુનિયાઓમાંથી ઈન્તેખાબ (પસંદ) કર્યા.
وَآتَيْنَاهُم مِّنَ الْآيَاتِ مَا فِيهِ بَلَاءٌ مُّبِينٌ ﴿٣٣﴾
(૩૩) અને અમોએ તેમને નિશાનીઓ આપી કે જેમાં ખુલ્લી આજમાઇશ હતી.
إِنَّ هَٰؤُلَاءِ لَيَقُولُونَ ﴿٣٤﴾
(૩૪) બેશક આ લોકો જરૂર કેહ્શે :
إِنْ هِيَ إِلَّا مَوْتَتُنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ ﴿٣٥﴾
(૩૫) કે અમારી પહેલી મોત સિવાય મોત નથી, અને હરગિઝ અમને ઉઠાડવામાં નહિં આવે.
فَأْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ ﴿٣٦﴾
(૩૬) અને જો તમે સાચા હોવ તો અમારા બાપદાદાઓને કબ્રોમાંથી ઉઠાવી લાવો.
أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَاهُمْ ۖ إِنَّهُمْ كَانُوا مُجْرِمِينَ ﴿٣٧﴾
(૩૭) શું આ લોકો બેહતર છે કે તુબ્બાના લોકો? અને તેઓ કે જે તેમની પહેલાં હતા અમોએ તેમને હલાક કરી નાખ્યા કારણ કે તેઓ મુજરીમ હતા.
وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ ﴿٣٨﴾
(૩૮) અને અમોએ ઝમીન અને આસમાનોને અને તેની વચ્ચે જે કાંઈ છે રમતગમત માટે નથી પેદા કર્યા.
مَا خَلَقْنَاهُمَا إِلَّا بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ﴿٣٩﴾
(૩૯) અમોએ તે બંનેને હકની સાથે ખલ્ક કર્યા છે પરંતુ તેઓમાંથી ઘણાંખરા (આ બાબતથી) અજાણ છે.
إِنَّ يَوْمَ الْفَصْلِ مِيقَاتُهُمْ أَجْمَعِينَ ﴿٤٠﴾
(૪૦) બેશક (હક અને બાતિલના) ફેસ્લાનો દિવસ તેઓના વાયદાની જગ્યા છેઃ
يَوْمَ لَا يُغْنِي مَوْلًى عَن مَّوْلًى شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ ﴿٤١﴾
(૪૧) જે દિવસે કોઈ દોસ્ત બીજા દોસ્તને કંઈપણ કામ નહિ આવે, અને ન તેમની (ક્યાંયથી) મદદ કરવામાં આવશે:
إِلَّا مَن رَّحِمَ اللَّهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ ﴿٤٢﴾
(૪૨) સિવાય કે જેમના પર અલ્લાહ રહેમ કરે બેશક તે જબરદસ્ત અને રહીમ છે.
إِنَّ شَجَرَتَ الزَّقُّومِ ﴿٤٣﴾
(૪૩) બેશક થારનું ઝાડ:
طَعَامُ الْأَثِيمِ ﴿٤٤﴾
(૪૪) ગુનેહગારોનો ખોરાક છે.
كَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِ ﴿٤٥﴾
(૪૫) જે પીગળેલા તાંબાની જેમ પેટમાં ઉકળશે:
كَغَلْيِ الْحَمِيمِ ﴿٤٦﴾
(૪૬) જાણે ગરમ પાણી ઉકળે છે!
خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ ﴿٤٧﴾
(૪૭) (ફરિશ્તાઓને હુકમ થશે કે) તેને પકડો, અને જહન્નમની વચ્ચે ફેંકો:
ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ ﴿٤٨﴾
(૪૮) તે પછી તેના માથા ઉપર ઉકળતા પાણીનો અઝાબ નાખી દો.
ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ ﴿٤٩﴾
(૪૯) (તેને કહેવામાં આવશે) મજા ચાખ, (તારા ગુમાન મુજબ) તુ જબરદસ્ત બુઝુર્ગ હતો.
إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ ﴿٥٠﴾
(૫૦) જે (અઝાબ)ના સંબંધમાં તમે શંકા કર્યા કરતા હતા તે આ જ છે.
إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ ﴿٥١﴾
(૫૧) બેશક પરહેઝગાર લોકો મહેફૂઝ જગ્યા પર હશે.
فِي جَنَّاتٍ وَعُيُونٍ ﴿٥٢﴾
(૫૨) બગીચાઓ તથા નહેરોની દરમિયાન :
يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ ﴿٥٣﴾
(૫૩) તેઓ રેશમના બારીક અને જાડા પોશાક પહેરીને એકબીજાની સામે બેઠા હશે :
كَذَٰلِكَ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ ﴿٥٤﴾
(૫૪) આ રીતે થશે; અને અમે તેમની શાદી મોટી મોટી આંખો વાળી હૂરો સાથે કરી દઈશું.
يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ ﴿٥٥﴾
(૫૫) તેઓ તેમાં દરેક પ્રકારના ફળો સલામતીની સાથે માંગશે.
لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ ﴿٥٦﴾
(૫૬) અને હરગિઝ પહેલી મૌત સિવાય બીજી મૌતની મજા નહિં ચાખવી પડે, અને અલ્લાહ તેમને જહન્નમના અઝાબથી બચાવશે:
فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ﴿٥٧﴾
(૫૭) આ બધો ફઝલ તારા પરવરદિગાર તરફથી છે અને એ જ મહાન કામ્યાબી છે.
فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ﴿٥٨﴾
(૫૮) અમોએ આ કુરઆનને તારી ઝબાનથી સહેલું કરી દીધું છે કે કદાચને તેઓ નસીહત હાંસિલ કરે.
فَارْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ ﴿٥٩﴾
(૫૯) માટે તું ઇન્તેઝાર કર બેશક તેઓ પણ ઇન્તેઝાર કરી રહ્યા છે.