સુરએ જુમ્મા

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ જુમ્માની ફઝીલત

હઝરત ઇમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે કે: અમારા દરેક શીઆ મોમીન પર મુસ્તહબ છે કે દર શબે જુમ્મા સુરએ જુમ્મા અને સુરએ અઅલા ની તિલાવત કરે અને જુમ્મા ના દિવસે સુરએ જુમ્મા અને સુરએ મુનાફેકુનની તિલાવત કરે. જો કોઈ એ પ્રમાણે કરશે તો તેણે રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલય્હે વ આલેહી વ સલ્લમ ની જેમ અમલ કર્યો ગણાશે અને તેનો સવાબ અને બદલો અલ્લાહ પર એ છે કે તેને જન્નત અતા કરે.

અક્ષરોની સાઇઝ:

સુરએ જુમ્મા

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ ‎﴿١﴾‏

(૧) આસમાનો તથા ઝમીનમાં જે કાંઈ છે તે અલ્લાહની તસ્બીહ કરે છે જે બાદશાહ પાકીઝા સિફતોનો માલિક, જબરદસ્ત અને હિકમતવાળો છે.

هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ ‎﴿٢﴾‏

(૨) તે ખુદાએ મક્કા વાસીઓ માટે એક રસૂલને મોકલ્યા જે તેઓમાંથી જ હતા કે તેમની સામે આયતોની તિલાવત કરે, તેમને પાક કરે અને તેમને કિતાબ અને હિકમતની તાલીમ આપે જોકે તેઓ અગાઉ ખુલ્લી ગુમરાહીમાં હતાઃ

وَآخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ‎﴿٣﴾‏

(૩) અને તેઓમાંથી બીજાઓની તરફ કે જેઓ હજી તેમના સાથે જોડાયા નથી અને તે જબરદસ્ત અને હિકમતવાળો પણ છે.

ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ‎﴿٤﴾‏

(૪) આ અલ્લાહનો ફઝલ છે જેને તે ચાહે તેને આપે છે અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે.

مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ‎﴿٥﴾‏

(૫) જે લોકો ઊપર તોરયતની જવાબદારીનો બોજ નાખવામાં આવ્યો અને તેઓએ તે બોજ ન ઊપાડ્યો તેઓની મિસાલ એ ગધેડા જેવી છે જે કિતાબનો બોજ ઊપાડતો હોય (પરંતુ તેને સમજતો નથી) કેવી ખરાબ મિસાલ છે અલ્લાહની આયતો જૂઠલાવનારની! અલ્લાહ ઝુલમગાર કોમની હિદાયત નથી કરતો

قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِن زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّهِ مِن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ ‎﴿٦﴾‏

(૬) તું કહે; કે અય યહૂદીઓ ! જો તમે એવું ગુમાન કરો છો કે બીજા લોકો સિવાય ફકત તમે જ અલ્લાહના દોસ્ત છો માટે જો તમે સાચા હોવ તો મોતની તમન્ના કરો.

وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ‎﴿٧﴾‏

(૭) અને તેઓ અગાઊ મોકલેલા આમાલને કારણે હરગિઝ મોતની તમન્ના નહિ કરે, અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે.

قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلَاقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ‎﴿٨﴾‏

(૮) તું કહે કે તે મોત કે જેનાથી તમે નાસતા ફરો છો પછી જરૂર તે તમારી મુલાકાત કરશે, ત્યારબાદ તમને તેના હજૂરમાં પાછા ફેરવવામાં આવશે જે ગૈબ અને જાહેરનો જાણકાર છે અને તમે દુનિયામાં જે કાંઈ કરતા હતા તે જણાવશે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ‎﴿٩﴾‏

(૯) અય ઈમાન લાવનારાઓ ! જયારે જુમ્માના દિવસે નમાઝ માટે પોકારવામાં આવે ત્યારે તમે અલ્લાહની યાદ તરફ દોડો અને વેપારને છોડી દો; અગર તમે જાણો તો આ તમારા માટે બહેતર છે.

فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ‎﴿١٠﴾‏

(૧૦) પછી જયારે નમાઝ પૂરી થઈ જાય ત્યારે ઝમીનમાં ફેલાઈ જાઓ અને અલ્લાહના ફઝલને તલાશ કરો અને અલ્લાહને વધારે યાદ કરો કે જેથી કામ્યાબ થાઓ.

وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا ۚ قُلْ مَا عِندَ اللَّهِ خَيْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ ۚ وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ ‎﴿١١﴾‏

(૧૧) અને જયારે તેઓ કોઇ વેપાર અથવા રમત ગમતને જૂએ છે ત્યારે તેઓ તેની તરફ (જવા માટે) વિખેરાઈ જાય છે અને તને કયામની હાલતમાં છોડી ચાલ્યા જાય છે તું કહે કે જે કાંઈ અલ્લાહ પાસે છે તે રમત ગમત અને વેપાર કરતાં બહેતર છે અને અલ્લાહ બહેતરીન રોઝી આપનારો છે.