બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ મુલ્કની ફઝીલત
હઝરત ઇમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે કે : જેણે સુતા પહેલાં સુરએ મુલ્કની તિલાવત કરી, તે સવાર સુધી ખુદાની અમાનતમાં રહેશે અને કયામતના દિવસે પણ જયાં સુધી જન્નતમાં દાખલ નહિ થાય ત્યાં સુધી અમાનમાં રહેશે.
ઈબ્ને અબ્બાસથી રિવાયત છે કે એક શખ્સ ભૂલથી એક કબર પર તંબુ લગાવીને બેઠો હતો અને ત્યાં તેણે સુરએ મુલ્ક પઢી, તો તેને એક અવાજ સંભળાયો કે *આ સુરોહ નજાત આપનાર છે* પછી તેણે આ ઘટનાનું વર્ણન રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ સમક્ષ કર્યું, તો નબીએ કરીમે ફરમાવ્યું કે ખરેખર આ સુરોહ કબરના અઝાબથી બચાવે છે.
સુરએ મુલ્ક
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿١﴾
(૧) બરકતવાળો છે તે કે જેના હાથમાં (કાએનાતની) બાદશાહત છે અને તે દરેક વસ્તુ પર કાદીર છે:
الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ ﴿٢﴾
(૨) તેણે મોત અને ઝીંદગીને એ માટે પેદા કરી જેથી તમને આજમાવે કે તમારામાંથી બહેતરીન અમલ કરનાર કોણ છે અને તે જબરદસ્ત અને માફ કરનાર છેઃ
الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا ۖ مَّا تَرَىٰ فِي خَلْقِ الرَّحْمَٰنِ مِن تَفَاوُتٍ ۖ فَارْجِعِ الْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍ ﴿٣﴾
(૩) જેણે એકબીજા ઉપર સાત આસમાનોને પેદા કર્યા. તું રહેમાન ખુદાની ખિલ્કતમાં કંઈપણ ખામી નહી જોવે; પછી ફરીથી નજર કર, શું તને કંઈ ખોડખાંપણ દેખાય છે ?
ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ ﴿٤﴾
(૪) ત્યારબાદ વારંવાર નજર કર, નજર થાકીને પાછી ફરી આવશે પરંતુ કંઈ (ખામી) નહિં દેખાય.
وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَجَعَلْنَاهَا رُجُومًا لِّلشَّيَاطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيرِ ﴿٥﴾
(૫) અને અમોએ દુનિયાના આસમાનને દીવાઓથી (તારાઓથી) ઝીનત આપી છે, અને સિતારાઓને શયતાનને મારવાનું સાધન બનાવ્યુ છે અને તેમના માટે (જહન્નમની) આગનો અઝાબ તૈયાર રાખ્યો છે.
وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ الْمَصِيرُ ﴿٦﴾
(૬) અને જેમણે પોતાના પરવરદિગારનો ઇન્કાર કર્યો, તેમના માટે જહન્નમનો અઝાબ છે; અને તે કેવો ખરાબ અંજામ છે!
إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ ﴿٧﴾
(૭) જયારે તેઓને તેમાં નાખવામાં આવશે ત્યારે તેની ચીસ સાંભળશે અને એવી હાલતમાં કે તે ઊકળતી હશેઃ
تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ ۖ كُلَّمَا أُلْقِيَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ ﴿٨﴾
(૮) નઝદીક છે કે તે જોશના લીધે ફાટી જાય; જયારે પણ કોઈ સમૂહને જહન્નમમાં નાખવામાં આવશે ત્યારે તેના મુહાફીઝો તેમને સવાલ કરશે શું તમારી પાસે કોઈ ડરાવનાર આવ્યો ન હતો?
قَالُوا بَلَىٰ قَدْ جَاءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللَّهُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ كَبِيرٍ ﴿٩﴾
(૯) તેઓ કહેશે કે હા, ડરાવનાર અમારી પાસે જરૂર આવ્યા હતા, પણ અમોએ તેને જૂઠલાવ્યા અને કહ્યુ કે અલ્લાહે કંઈપણ નાઝિલ નથી કર્યું અને તમે મોટી ગુમરાહીમાં છો
وَقَالُوا لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِي أَصْحَابِ السَّعِيرِ ﴿١٠﴾
(૧૦) અને તેઓ કહેશે કે જો અમે વાત સાંભળતા અને વિચારતા તો અમે આજે જહન્નમીઓ વચ્ચે ન હોત.
فَاعْتَرَفُوا بِذَنبِهِمْ فَسُحْقًا لِّأَصْحَابِ السَّعِيرِ ﴿١١﴾
(૧૧) પછી તેઓ પોતાના ગુનાહોને કબૂલી લીધા અને લાનત થાય જહન્નમીઓ પર.
إِنَّ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ ﴿١٢﴾
(૧૨) બેશક જેઓ ખાનગીમાં પોતાના પરવરદિગારથી ડરે છે તે લોકો માટે માફી અને મોટો બદલો છે.
وَأَسِرُّوا قَوْلَكُمْ أَوِ اجْهَرُوا بِهِ ۖ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ﴿١٣﴾
(૧૩) અને તમે લોકો તમારી વાત ખાનગીમાં કહો કે જાહેરમાં (ફરક નથી) કારણકે અલ્લાહ મનની વાતોને જાણે છે.
أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ ﴿١٤﴾
(૧૪) અને શું જેણે પૈદા કર્યા છે તે નથી જાણતો? તે લતીફ અને જાણકાર છે.
هُوَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ ذَلُولًا فَامْشُوا فِي مَنَاكِبِهَا وَكُلُوا مِن رِّزْقِهِ ۖ وَإِلَيْهِ النُّشُورُ ﴿١٥﴾
(૧૫) તે એજ છે કે જેણે તમારા માટે ઝમીનને નરમ બનાવી છે, જેથી તમે તેના ઊપર હરો-ફરો, અને તે (અલ્લાહ)ની રોઝીમાંથી ખાઓ તથા તેની જ તરફ મહેશૂર થવાનુ છે.
أَأَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يَخْسِفَ بِكُمُ الْأَرْضَ فَإِذَا هِيَ تَمُورُ ﴿١٦﴾
(૧૬) શુ જે આસમાનમાં છે તેના તરફથી સલામત થઈ ગયા છો કે તમને ઝમીનમાં ધસાવી દે પછી તે ઝમીન ધ્રુજવા લાગે?
أَمْ أَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ۖ فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ ﴿١٧﴾
(૧૭) અથવા શુ જે આસમાનમાં છે તેના તરફથી પથ્થરો વરસાવવાથી સલામત થઈ ગયા છો? પછી તમે જલ્દી જાણી લેશો કે મારૂં ડરાવવું કેવુ છે!
وَلَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ ﴿١٨﴾
(૧૮) અને તેમની અગાઉના લોકોએ જૂઠલાવ્યું હતું પછી જૂઓ કે (મારો) અઝાબ કેવો હતો!
أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ ﴿١٩﴾
(૧૯) શું તેઓએ તેમની ઉપર પક્ષીઓને નથી જોયા કે જે પાંખો ફેલાવે છે અને પાછી સંકેલી લે છે? તેમને હવામાં રહેમાન અલ્લાહ સિવાય બીજું કોઈ સંભાળીને રાખતુ નથી કારણકે તે જ દરેક વસ્તુની નજર રાખનાર છે.
أَمَّنْ هَٰذَا الَّذِي هُوَ جُندٌ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ الرَّحْمَٰنِ ۚ إِنِ الْكَافِرُونَ إِلَّا فِي غُرُورٍ ﴿٢٠﴾
(૨૦) રહેમાન અલ્લાહ સિવાય તમારું કયું લશકર છે જે તમારી મદદ કરી શકે? નાસ્તિકો ફકત ફરેબમાં ગિરફતાર છે.
أَمَّنْ هَٰذَا الَّذِي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ ۚ بَل لَّجُّوا فِي عُتُوٍّ وَنُفُورٍ ﴿٢١﴾
(૨૧) જો તે (અલ્લાહ) તેની રોઝીને રોકી લે તો કોણ છે જે તમને રોઝી આપે બલ્કે તેઓ નાફરમાની અને નફરતમાં ડૂબી ગયા છે.
أَفَمَن يَمْشِي مُكِبًّا عَلَىٰ وَجْهِهِ أَهْدَىٰ أَمَّن يَمْشِي سَوِيًّا عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ﴿٢٢﴾
(૨૨) શું તે કે જે ઊંધે માથે ચાલે છે તે વધારે હિદાયત પામેલો છે કે પછી જે સીધા રસ્તા પર સીધો ચાલતો હોય?
قُلْ هُوَ الَّذِي أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۖ قَلِيلًا مَّا تَشْكُرُونَ ﴿٢٣﴾
(૨૩) તું કહે કે તે એ જ છે કે જેણે તમને પૈદા કર્યા છે અને તમારા માટે કાન, આંખ અને દિલ બનાવ્યા છે, પરંતુ તમે ઘણો ઓછો શુક્ર કરો છો.(૨૩) તું કહે કે તે એ જ છે કે જેણે તમને પૈદા કર્યા છે અને તમારા માટે કાન, આંખ અને દિલ બનાવ્યા છે, પરંતુ તમે ઘણો ઓછો શુક્ર કરો છો.
قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ ﴿٢٤﴾
(૨૪) તું કહે કે તે એ જ છે કે જેણે તમને ઝમીનમાં પેદા કર્યા અને તેની જ તરફ તમને પાછા ભેગા કરવામાં આવશે.
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ﴿٢٥﴾
(૨૫) અને તેઓ આ કહે છે કે જો તમે સાચા છો તો વાયદાનો સમય ક્યારે છે?
قُلْ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ ﴿٢٦﴾
(૨૬) તું કહે કે (તેનુ) ઇલ્મ અલ્લાહ પાસે છે, અને હું માત્ર એક ખુલ્લો ડરાવનારો છું.
فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سِيئَتْ وُجُوهُ الَّذِينَ كَفَرُوا وَقِيلَ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَدَّعُونَ ﴿٢٧﴾
(૨૭) પછી જયારે તેઓ કયામતના અઝાબને નજીક નિહાળશે ત્યારે નાસ્તિકોના મોઢા કાળા પડી જશે, અને તેમને કહેવામાં આવશે કે આ એ જ અઝાબ છે કે જેની તમે માંગણી કરતા હતા.
قُلْ أَرَأَيْتُمْ إِنْ أَهْلَكَنِيَ اللَّهُ وَمَن مَّعِيَ أَوْ رَحِمَنَا فَمَن يُجِيرُ الْكَافِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍ ﴿٢٨﴾
(૨૮) તું કહે કે મને બતાવો કે અલ્લાહ મને અને મારા સાથીઓને હલાક કરી નાખે અથવા અમારા ઉપર મહેરબાની કરે, (પરંતુ) નાસ્તિકોને દર્દનાક અઝાબથી કોણ બચાવશે?
قُلْ هُوَ الرَّحْمَٰنُ آمَنَّا بِهِ وَعَلَيْهِ تَوَكَّلْنَا ۖ فَسَتَعْلَمُونَ مَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ ﴿٢٩﴾
(૨૯) તું કહે કે એ જ રહેમાન અલ્લાહ છે કે જેના ઉપર અમે ઈમાન લાવ્યા છીએ, અને તેના જ ઉપર અમે આધાર રાખીએ છીએ, પછી તમે નજીકમાં જાણી લેશો કે ખુલ્લી ગુમરાહીમાં કોણ છે?
قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَاءٍ مَّعِينٍ ﴿٣٠﴾
(૩૦) તું કહી દે કે મને બતાવો કે અગર તમારું પાણી ઝમીનમાં ઊંડુ ચાલ્યું જાય તો તમારા માટે વહેતું પાણી બહાર કોણ લાવશે?