સુરએ નબા

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ નબાની ફઝીલત

હઝરત ઇમામે જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે કે જે માણસ પાબંદીથી (નિયમીત રીતે) સુરએ નબઅની તિલાવત કરે તો ખુદાવંદે આલમ તેને વર્ષ પુરૂ થાય તે પહેલા બૈતુલ્લાહ (ખાનએ કા’બા)ની ઝિયારતથી મુશર્રફ કરશે. શૈખ તબરસી. તફસીરે મજમઅુલ બયાનમાં ઉબય બિન કઅબથી રિવાયત નકલ કરી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવ્યું: જે વ્યક્તિ દરરોજ સુરએ નબા પઢે છે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેને ઠંડા પાણીથી સેરાબ કરશે۔

આ પણ વાઝેહ છે કે અહલુલબૈત અલૈહિમુસ્સલામની રિવાયાતોમાં આવી વ્યાખ્યા મળી છે કે નબએ અઝીમ થી મુરાદ વિલાયત છે, અને ખાસ કરીને હઝરત અમીરુલ મોમેનીન અલય્હિસ્સલામ જ આ નબએ અઝીમના સાચા મિસદાક છે۔

હઝરત અલી અલય્હિસ્સલામ જ નબએ અઝીમ છે, તેઓ જ કશ્તીએ નૂહ છે, અને તેઓ જ બાબુલ્લાહ છે۔

અક્ષરોની સાઇઝ:

સુરએ નબા

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

عَمَّ يَتَسَاءَلُونَ ‎﴿١﴾‏

(૧) તેઓ કંઈ ચીઝ વિશે એકબીજાને સવાલ કરે છે ?

عَنِ النَّبَإِ الْعَظِيمِ ‎﴿٢﴾‏

(૨) તે મહાન ખબરના વિશે:

الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ ‎﴿٣﴾‏

(૩) જેનાં બારામાં તેઓ વચ્ચે ઇખ્તેલાફ છે ?

كَلَّا سَيَعْلَمُونَ ‎﴿٤﴾‏

(૪) કંઇ નહીં નજીકમાં તેઓ જાણી લેશે.

ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ ‎﴿٥﴾‏

(૫) તેઓ સરખી રીતે ઘણું જાણી લેશે.(કે કયામત થવાની છે)

أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا ‎﴿٦﴾‏

(૬) શું અમોએ ઝમીનને ફર્શ નથી બનાવ્યું?

وَالْجِبَالَ أَوْتَادًا ‎﴿٧﴾‏

(૭) અને પહાડોને ખીલા (મજબૂત થાંભલા) બનાવ્યા

وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا ‎﴿٨﴾‏

(૮) અને અમોએ તમને જોડા બનાવ્યા!

وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ‎﴿٩﴾‏

(૯) અને તમારી નિંદરને આરામ માટે બનાવી:

وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا ‎﴿١٠﴾‏

(૧૦) અને અમોએ રાતને લિબાસ બનાવી:

وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا ‎﴿١١﴾‏

(૧૧) અને અમોએ દિવસને આજીવિકા (મેળવવા) માટે બનાવ્યો.

وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ‎﴿١٢﴾‏

(૧૨) અને અમોએ તમારા પર સાત મજબૂત આસમાનો બનાવ્યા.

وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا ‎﴿١٣﴾‏

(૧૩) અને અમોએ (સૂરજને) એક રોશની આપનાર ચિરાગ બનાવ્યો.

وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا ‎﴿١٤﴾‏

(૧૪) અને અમોએ વરસનાર વાદળોમાંથી મૂશળધાર પાણી વરસાવ્યું છે:

لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا ‎﴿١٥﴾‏

(૧૫) કે જેથી અમે તેના વડે અનાજ તથા શાકભાજી ઉગાવીએ :

وَجَنَّاتٍ أَلْفَافًا ‎﴿١٦﴾‏

(૧૬) અને (વૃક્ષોથી) ઢંકાયેલ બગીચાઓ બનાવ્યા.

إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا ‎﴿١٧﴾‏

(૧૭) બેશક (હક અને બાતિલની) જુદાઇનો દિવસ વાયદાની જગ્યા છે!

يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا ‎﴿١٨﴾‏

(૧૮) જે દિવસે સૂર ફૂંકવામાં આવશે અને તમે ગિરોહ ગિરોહ (મહેશરમાં) આવશો:

وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا ‎﴿١٩﴾‏

(૧૯) અને આસમાન(ના રસ્તાઓ) ખોલી નાખવામાં આવશે અને દરવાજાઓ બની જશે:

وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ‎﴿٢٠﴾‏

(૨૦) અને પહાડો પોતાના જગ્યાએથી ચલાવવામાં આવશે, અને તે રેતી જેવા બની જશે.

إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا ‎﴿٢١﴾‏

(૨૧) બેશક જહન્નમ (તેઓને) તાકીને બેઠી છેઃ

لِّلطَّاغِينَ مَآبًا ‎﴿٢٢﴾‏

(૨૨) જે સરકશોની (નાફરમાની કરનારની) જગ્યા છેઃ

لَّابِثِينَ فِيهَا أَحْقَابًا ‎﴿٢٣﴾‏

(૨૩) જેમાં તેઓ લાંબી મુદ્દત સુધી રહેશે.

لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا ‎﴿٢٤﴾‏

(૨૪) ન ઠંડકની મજા ચાખી શકશે અને ન કોઈ મનપસંદ પીણુ (ચાખી શકશે):

إِلَّا حَمِيمًا وَغَسَّاقًا ‎﴿٢٥﴾‏

(૨૫) સિવાય કે ઉકળતું પાણી અને લોહી વાળુ પરૂં.

جَزَاءً وِفَاقًا ‎﴿٢٦﴾‏

(૨૬) આ (તેમના આમાલનો) યોગ્ય બદલો છે.

إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا ‎﴿٢٧﴾‏

(૨૭) તેઓ હિસાબ કિતાબની ઉમ્મીદ જ રાખતા ન હતા :

وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا ‎﴿٢٨﴾‏

(૨૮) અને તેઓ અમારી આયતોને સંપૂર્ણપણે જૂઠલાવતા હતા.

وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا ‎﴿٢٩﴾‏

(૨૯) અને અમોએ દરેક વસ્તુને ગણતરી કરીને કિતાબમાં લખી દીધી છેઃ

فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا ‎﴿٣٠﴾‏

(૩૦) માટે સ્વાદ ચાખો, અમે તમારા માટે અઝાબ સિવાય બીજું કાંઈ વધારશું નહી.

إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا ‎﴿٣١﴾‏

(૩૧) બેશક પરહેઝગારો માટે સફળતા છે:

حَدَائِقَ وَأَعْنَابًا ‎﴿٣٢﴾‏

(૩૨) લીલાછમ બગીચાઓ તથા પ્રકાર-પ્રકારની દ્રાક્ષઃ

وَكَوَاعِبَ أَتْرَابًا ‎﴿٣٣﴾‏

(૩૩) અને સમાન વયની જવાન હૂરોઃ

وَكَأْسًا دِهَاقًا ‎﴿٣٤﴾‏

(૩૪) અને છલકતા પ્યાલા.

لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا ‎﴿٣٥﴾‏

(૩૫) તેઓ તેમાં ન કંઈ નકામી વાત સાંભળશે અને ન કંઈ જૂઠી વાત.

جَزَاءً مِّن رَّبِّكَ عَطَاءً حِسَابًا ‎﴿٣٦﴾‏

(૩૬) આ તારા પરવરદિગાર તરફથી હિસાબ કરેલી અતા છે અને (તમારા આમાલની) જઝા છેઃ

رَّبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا ‎﴿٣٧﴾‏

(૩૭) તે આસમાનો અને ઝમીન તથા જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, રહેમાન (અલ્લાહ સામે) કોઈને બોલવાનો પણ અધિકાર નહિ હોય.

يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا ‎﴿٣٨﴾‏

(૩૮) જે દિવસે રૂહુલ કુદુસ અને ફરિશ્તાઓ હારબંધ ઊભા હશે, અને કોઈપણ વાત નહિ કરે, સિવાય કે જેને રહેમાન રજા આપે અને યોગ્ય વાત કરે.

ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا ‎﴿٣٩﴾‏

(૩૯) આ જ તે સાચો દિવસ છે, માટે જે ચાહે તે પોતાના પરવરદિગારની તરફ પાછા ફરવાનો રસ્તો પસંદ કરે.

إِنَّا أَنذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا ‎﴿٤٠﴾‏

(૪૦) અમોએ તમને નજીકમાં આવનાર અઝાબથી ડરાવ્યા, જે દિવસે ઈન્સાન પોતાના હાથે આગળ મોકલેલા (આમાલ)ને જોશે, અને નાસ્તિક તમન્ના કરીને કહેશે કે કાશ હું માટી હોત!