બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ આઅલાની ફઝીલત
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જે કોઈ સુરએ અઅલાની તિલાવત કરે તો ખુદાવંદે આલમ તેને હઝરત મોહમ્મદ (સ.અ.વ.), હઝરત મુસા અને હઝરત ઇબ્રાહીમ (અ.સ.) પર નાઝિલ થયેલા સહીફાઓના કુલ અક્ષરોના દસ ગણો સવાબ અતા ફરમાવશે.
શૈખ સદૂક ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામથી રિવાયત નકલ કરે છે કે: જે શખ્સ વાજીબ અથવા મુસ્તહબ નમાઝમાં સુરએ અઅલા ની તિલાવત કરે છે તો ક્યામતના દિવસે તેને કહેવામાં આવશે: જન્નતના જ્યાં દરવાજા થી ચાહો દાખલ થઇ જાવ.
સુરએ આઅલા
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ ﴿١﴾
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى ﴿١﴾
(૧) તારા સૌથી મહાન પરવરદિગારના નામની તસ્બીહ કર :
الَّذِي خَلَقَ فَسَوَّىٰ ﴿٢﴾
(૨) જેણે દરેક વસ્તુઓ પેદા કરીને મુનઝઝમ (સરખી રીતે) બનાવી:
وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ ﴿٣﴾
(૩) અને જેણે તકદીર નક્કી કરી અને પછી હિદાયત આપી:
وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ ﴿٤﴾
(૪) અને જેણે ચારો ઊગાડ્યોઃ
فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ ﴿٥﴾
(૫) પછી તેને સૂકકુ કરી કાળુ કરી નાખ્યું.
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ ﴿٦﴾
(૬) નજીકમાં અમે તને એવી રીતે પઢાવીશું કે તું ક્યારેય ભૂલીશ નહિં :
إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ ﴿٧﴾
(૭) સિવાય કે જે અલ્લાહ ચાહે; બેશક તે જાહેર અને છુપી રહેવાવાળી વસ્તુને જાણે છે.
وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ ﴿٨﴾
(૮) અને અમે તને સહેલા રસ્તા તરફ ચાલવાની તૌફીક આપીશું.
فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ ﴿٩﴾
(૯) માટે યાદ અપાવવો (સમજાવો) જો યાદ અપાવવુ ફાયદાકારક હોય તો.
سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ ﴿١٠﴾
(૧૦) નજીકમાંજ જે અલ્લાહથી ડરે છે તે નસીહત હાંસિલ કરશે (સમજી જશે)
وَيَتَجَنَّبُهَا الْأَشْقَى ﴿١١﴾
(૧૧) અને તેનાથી બદનસીબ અલગ થઇ જશે:
الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ ﴿١٢﴾
(૧૨) જે ઘણી મોટી આગમાં બળશે.
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ ﴿١٣﴾
(૧૩) પછી ન તેમાં તેને મૌત આવશે ન તે જીવતો રહેશે.
قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ ﴿١٤﴾
(૧૪) બેશક જે પોતાને પાકીઝા રાખશે તે સફળ થશે :
وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ ﴿١٥﴾
(૧૫) અને જેણે પોતાના પરવરદિગારના નામનો ઝિક્ર કર્યો તથા નમાઝ પઢી.(તે સફળ થશે)
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ﴿١٦﴾
(૧૬) પરંતુ તમે દુનિયાના જીવનને અગ્રતા આપો છો:
وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ﴿١٧﴾
(૧૭) જોકે આખેરત બહેતર અને વધુ બાકી રહેનારી છે.
إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ ﴿١٨﴾
(૧૮) બેશક આ વસ્તુ અગાઉની કિતાબોમાં પણ છેઃ
صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ ﴿١٩﴾
(૧૯) ઈબ્રાહીમ તથા મૂસાના સહીફાઓમાં.