બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ શમ્સની ફઝીલત
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે કે જેણે સુરએ શમ્સની તિલાવત કરી તો જાણે કે તેણે જે ચીઝો પર સુરજની કિરણો પડે છે તેના બરાબર રાહે ખુદામાં સદકો આપ્યો.
તફસીર મજમઅુલ બયાનમાં ઉબય બિન કઅબથી રિવાયત નકલ થઈ છે કે રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવ્યું કે જે વ્યક્તિ સુરએ શમ્સ પઢે તો એવું છે જાણે તેણે આસમાન અને ઝમીન પર સુરજ અને ચાંદ જેના ઉપર પ્રકાશિત થાય છે એ દરેક વસ્તું બરાબર અલ્લાહની રાહમાં સદકો આપ્યા હોય સવાબ મળશે.
સુરએ શમ્સ
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
وَالشَّمْسِ وَضُحَاهَا ﴿١﴾
(૧) સૂરજ તથા તેની રોશનીની કસમ:
وَالْقَمَرِ إِذَا تَلَاهَا ﴿٢﴾
(૨) અને ચાંદની કસમ જયારે તે તેની પાછળ ચાલે છે :
وَالنَّهَارِ إِذَا جَلَّاهَا ﴿٣﴾
(૩) અને કસમ છે દિવસની જયારે કે તે રોશની આપે છે :
وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا ﴿٤﴾
(૪) અને કસમ છે રાતની જયારે કે તે તેને ઢાંકી દે છેઃ
وَالسَّمَاءِ وَمَا بَنَاهَا ﴿٥﴾
(૫) કસમ છે આસમાનની અને તેની કે જેણે તેને બનાવ્યું છેઃ
وَالْأَرْضِ وَمَا طَحَاهَا ﴿٦﴾
(૬) અને કસમ છે ઝમીનની અને તેની કે જેણે તેને પાથરી છેઃ
وَنَفْسٍ وَمَا سَوَّاهَا ﴿٧﴾
(૭) અને કસમ છે નફસની અને તેની કે જેને તેણે બેહતરીન બનાવી:
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا ﴿٨﴾
(૮) પછી તેણે (નફ્સને) બૂરાઈ અને તકવાથી હિદાયત આપી (બેહતરીન માર્ગદર્શક બનાવી):
قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا ﴿٩﴾
(૯) બેશક તે કામ્યાબ થયો જેણે પોતાને પાકીઝા કરી લીધો :
وَقَدْ خَابَ مَن دَسَّاهَا ﴿١٠﴾
(૧૦) અને જેણે તેને બગાડી નાખ્યો તે બેશક નુકસાનમાં રહ્યો.
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا ﴿١١﴾
(૧૧) (કોમે)સમૂદે પોતાની સરકશીને લીધે રસૂલને જૂઠલાવ્યાઃ
إِذِ انبَعَثَ أَشْقَاهَا ﴿١٢﴾
(૧૨) જ્યારે કે તેઓમાંનો (એક) ખરાબ વ્યક્તિ ઊભો થયો:
فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا ﴿١٣﴾
(૧૩) ત્યારબાદ અલ્લાહના રસૂલે તેમને કહ્યું કે અલ્લાહની ઊંટણી અને તેને પાણી પીવરાવવાનું ધ્યાન રાખજો.
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُمْ بِذَنبِهِمْ فَسَوَّاهَا ﴿١٤﴾
(૧૪) પછી તેમણે તેને જૂઠલાવ્યા, અને તે ઊંટણીના પગ કાપી નાખ્યા (કત્લ કરી), જેથી પરવરદિગારે તેમના આ ગુનાહના કારણે તેમના પર અઝાબ કર્યો અને બધાને (માટીની) બરાબર કરી નાખ્યા:
وَلَا يَخَافُ عُقْبَاهَا ﴿١٥﴾
(૧૫) અને તેને તેમના અંજામનો ડર નથી.