સુરએ કદ્ર

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ કદ્રની ફઝીલત

હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે કે સુરએ કદ્રની તિલાવત કરવાવાળાનો સવાબ, માહે રમઝાનુલ મુબારકમાં રોઝા રાખનારાઓના સવાબ જેટલો છે.

ઇમામ જાફર સાદિક અલય્હિસ્સલામ થી રિવાયત છે કે જે વ્યક્તિ વાજિબ નમાઝમાં સુરએ કદ્ર ની તિલાવત કરે, તો અલ્લાહ તઆલા તરફથી એક મુનાદી અવાજ કરશે એ બંદા! તારા ભૂતકાળના બધા ગુનાહો માફ થઇ ગયા છે હવે તું નવી જિંદગી સાથે નેક અમલની શરૂઆત કર.

અક્ષરોની સાઇઝ:

સુરએ કદ્ર

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ ‎﴿١﴾‏

(૧) બેશક અમોએ તે (કુરઆન)ને કદ્રની રાત (શબે કદ્ર)માં નાઝિલ કર્યુ.

وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ ‎﴿٢﴾‏

(૨) અને તું શું જાણે કે કદ્રની રાત શું છે?

لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ ‎﴿٣﴾‏

(૩) કદ્રની રાત હજાર મહિનાઓથી બેહતર છે.

تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ ‎﴿٤﴾‏

(૪) તેમાં ફરિશ્તાઓ અને રૂહુલ કુદુસ પરવરદિગારની ઈજાઝતથી દરેક બાબતોની (તકદીર) સાથે નાઝિલ થાય છે :

سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ ‎﴿٥﴾‏

(૫) સવાર થવા સુધી સલામતી જ છે.