સુરએ ઝીલઝાલ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ ઝીલઝાલની ફઝીલત

ઇમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ સુરએ ઝીલઝાલની તિલાવત કરશે અને તિલાવત કરવું ભુલશે નહિ અને જેણે મુસ્તહબ નમાઝમાં આ સુરા ની તિલાવત કરી તો તે કયારેય પણ ધરતીકંપ વિજળી પડવાથી અને દુનિયાવી બલાઓથી મરશે નહિ અને મરવા પછી તે જન્નતમાં દાખલ થશે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ થી રિવાયત થયેલ છે કે જેણે ચાર વાર સૂરે ઝલઝલા પઢયું તે એવો છે જાણે તેણે આખું કુરઆન ખતમ કર્યું હોય.

અક્ષરોની સાઇઝ:

સુરએ ઝીલઝાલ

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا ‎﴿١﴾‏

(૧) જ્યારે ઝમીન સખ્ત રીતે ધ્રુજી ઊઠશેઃ

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا ‎﴿٢﴾‏

(૨) અને પોતાનો ભાર કાઢી નાખશેઃ

وَقَالَ الْإِنسَانُ مَا لَهَا ‎﴿٣﴾‏

(૩) અને ઈન્સાન કહેશે કે તેને શું થઈ ગયું છે ?

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا ‎﴿٤﴾‏

(૪) તે દિવસે તે પોતાની હાલત બયાન કરશેઃ

بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا ‎﴿٥﴾‏

(૫) કારણ કે તારા પરવરદિગારે તેને વહી કરી છે.

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ ‎﴿٦﴾‏

(૬) તે દિવસે લોકો જુદા જુદા સમૂહોમાં કબરોમાંથી નીકળશે કે જેથી તેઓના આમાલ તેઓને દેખાડવામાં આવે.

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ ‎﴿٧﴾‏

(૭) પછી જે શખ્સે ઝર્રા બરાબર નેકી કરી હશે તેને તે નિહાળશે.

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ ‎﴿٨﴾‏

(૮) અને જેણે ઝર્રા બરાબર બુરાઈ કરી હશે તેને પણ તે નિહાળશે.

કિસ્સો:

એક શખ્સ રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ના ઝમાનામાં ઇસ્લામને સાચો ધર્મ સમજી મુસલમાન થાય છે અને રસૂલ પાસે આવી કલમો પડે છે એ સમયમાં જ્યારે કોઈ નવું મુસલમાન થતું તો ઇસ્લામ શિખવાડવા માટે અમુક ઉસ્તાદ અને શિક્ષક રાખવામાં આવ્યા હતા જેથી નવા નવા મુસલમાન ને ઇસ્લામ શીખવાડવામાં આવે અહીંયા પણ રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમે આ નવા મુસલમાન માટે એક ઉસ્તાદ નક્કી કર્યા અને નવા મુસલમાનને એક ખાસ જગ્યા બોલાવી ઇસ્લામના કાયદા કાનૂન શીખવાડવામાં આવતા અને થોડાક દિવસ પછી જ્યારે ઉસ્તાદે નવા મુસલમાનને આ સૂરો શીખવાડયો એટલે તેણે હવે આવવાનું બંધ કરી દીધું જયારે બે ત્રણ દિવસ તે શખ્સ નો આવ્યો એટલે ઉસ્તાદ રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ પાસે જાય છે અને કહે છે કે યા રસૂલલ્લાહ હવે તે નવો મુસલમાન ઇસ્લામ શિખવા નથી આવતો અને હજી શીખવાનું બાકી છે..

હઝરત રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ પૂછ્યું, છેલ્લે શું શિખવાડ્યું હતું? તે ઉસ્તાદ કહે છે સુરે ઝિલઝાલ.

રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ કહે છે હવે તેને ઇસ્લામ શીખવાની જરૂરત નથી કેમકે તે સંપૂર્ણ ઇસ્લામ શીખી ગયો છે એટલે નથી આવતો, આ સુરાની છેલ્લી બે આયતમાં છે કે જેણે કોઈ નાની એવી પણ નેકી કરી હશે તો તેનો બદલો તેને આખરેતમાં મળશે અને જેણે કોઈ નાની એવી બુરાઈ કરી હશે તો તેનો બદલો તેને આખરેતમાં મળશે તો તેણે પોતાની આખી ઝીંદગી માટે આ વાત યાદ કરી લીધી કોઈ બુરાઈ કરશે નહીં, અને કોઈ નેકી છોડશે નહીં.