સુરએ આદિયાત

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ આદિયાતની ફઝીલત

ઇમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે જે કોઈ પાબંદી ની સાથે સુરએ આદિયાતની તિલાવત કરશે તો કયામતના દિવસે હઝરત અલી અલય્હિસ્સલામ ના ખાસ સહાબીઓમાં તેની ગણતરી કરવામાં આવશે અને તેને આપના સાથીઓની સાથે રાખવામાં આવશે.

અક્ષરોની સાઇઝ:

સુરએ આદિયાત

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

وَالْعَادِيَاتِ ضَبْحًا ‎﴿١﴾‏

(૧) કસમ છે ફૂંકાર ભરીને દોડતા ઝડપી ઘોડાઓની.

فَالْمُورِيَاتِ قَدْحًا ‎﴿٢﴾‏

(૨) કે જે (ટાપ મારી) તિખારા ઊડાડનારા છે:

فَالْمُغِيرَاتِ صُبْحًا ‎﴿٣﴾‏

(૩) પછી સવારના સમયે હમલો કરનારા છેઃ

فَأَثَرْنَ بِهِ نَقْعًا ‎﴿٤﴾‏

(૪) પછી (જંગમાં) ધૂળના ગોટેગોટા ઉડાડનારા છે

فَوَسَطْنَ بِهِ جَمْعًا ‎﴿٥﴾‏

(૫) અને (દુશ્મનોના) ટોળાની વચ્ચે ઘુસી જનારા છેઃ

إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ ‎﴿٦﴾‏

(૬) બેશક ઈન્સાન પોતાના પરવરદિગાર માટે ઘણો નાશુક્રો છે

وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ ‎﴿٧﴾‏

(૭) અને તે પોતે તે વાતનો ગવાહ છે.

وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ ‎﴿٨﴾‏

(૮) અને માલો દોલતથી ખૂબજ મોહબ્બત રાખે છે.

۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ ‎﴿٩﴾‏

(૯) શું તે નથી જાણતો કે જ્યારે કબરોમાંથી મુર્દાને ઊઠાડવામાં આવશે ?

وَحُصِّلَ مَا فِي الصُّدُورِ ‎﴿١٠﴾‏

(૧૦) અને દિલના રાઝોને જાહેર કરી દેવામાં આવશે :

إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ ‎﴿١١﴾‏

(૧૧) તે દિવસે તેઓનો પરવરદિગાર તેઓની હાલતથી સારી રીતે વાકેફ હશે!

મુખ્તસર તફ્સીર:જેહાદ હકીકતમાં ખુદનો બચાવ કરવો છે ઇસ્લામે કદી પણ જંગને શરૂ કરવાનો હુકમ નથી આપ્યો અને જ્યાં જેહાદ કરવાનો હુકમ આપ્યો છે ત્યાં પોતાને અને ઇસ્લામને બચાવવાંનો હુક્મ આપ્યો છે અને અહીંયા અલ્લાહે જેહાદ કરનારાઓના પગ નીચે દોડતા ઘોડાઓની ફૂંકારની કસમ ખાધી છે.

મુસ્લિમોને ચુસ્ત તૈયાર અને એકતા સાથે રહેવું જોઈએ. (ઘોડાની કસમમાં ઉદ્દેશપૂર્ણ તૈયારી અને સક્રિયતા માટે પ્રોત્સાહન છે). મુસલમાન ને ઘોડાની સવારી કરતા આવડવું જોઈએ. ઘોડા અલ્લાહના માર્ગમાં દોડે છે પરંતુ માણસ ઘણી વાર પોતાના રબ સામે અણગમતું વર્તન કરે છે.