شبِ قدْر

શબે કદ્રના સંયુક્ત આમાલ

ગુસ્લ

અલ્લામા મજલિસી (અ.ર.) ફરમાવે છે બેહતર છે કે આ રાતનું ગુસ્લ સુરજ ડુબવાના સમયે કરે અને નમાઝે ઈશાને આ ગુસ્લથી પઢે.

બે રકઆત નમાઝ

રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમથી રિવાયત છે કે આ નમાઝ પઢનાર તેની જગ્યાએથી ઉભો થાય તે પહેલા જ અલ્લાહ તઆલા તેને અને તેના માં-બાપને માફ કરી દેશે. બે રકઆત નમાઝ, દરેક રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી ૭ વખત સૂરએ તૌહીદ (સૂરએ કુલ હોવલ્લાહ) પઢે નમાઝ પછી ૭૦ વખત કહે :
اسْتَغْفِرُ اللَّهَ وَأَتُوبُ إِلَيْهِ
હું અલ્લાહ પાસે માફી માંગું છું અને હું તૌબા કરું છું.

દુઆએ ઇફતેતાહ

કુરઆને મજીદ ખોલીને કરવાનો અમલ

કુરઆન મજીદને ખોલે, પોતાની સામે રાખે અને કહે
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِكِتَابِكَ الْمُنْزَلِ وَ مَا فِيهِ وَ فِيْهِ اسْمُكَ الْأَكْبَرُ وَ أَسْمَاؤُكَ الْحُسْنَى وَ مَا يُخَافُ وَيُرْجِي أَنْ تَجْعَلَنِي مِنْ عُتَقَائِكَ مِنَ النَّارِ .
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી નાઝિલ કરેલી કિતાબનો અને જે કાંઈ તેની અંદર છે તેનો વાસતો આપી સવાલ કરું છું, અને તેની અંદર તારું સૌથી મહાન નામ તેમજ તારા ખુબજ સરસ નામો (અસ્માઉલ હુસ્ના) છે, અને તે બધું જ છે કે જેનાથી ડરવું જોઈએ અને જેની ઉમ્મીદ રાખવી જોઈએ, કે તું મને જહન્નમની આગથી આઝાદ થયેલા તારા બંદાઓમાં શામિલ કર.
(પછી જે પણ હાજત હોય તે માંગે)

કુરઆને મજીદને માથા ઉપર રાખીને કરવાનો અમલ

કુરઆને શરીફ માથા ઉપર રાખે અને કહે :
اَللّٰهُمَّ بِحَقِّ هَذَا الْقُرْاٰنِ, وَبِحَقِّ مَنْ اَرْسَلْتَهُ بِهِ, وَبِحَقِّ كُلِّ مُؤْمِنٍ مَدَحْتَهُ فِيْهِ, وَبِحَقِّكَ عَلَيْهِمْ, فَلَا اَحَدَ اَعْرَفُ بِحَقِّكَ مِنْكَ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય અલ્લાહ, તને આ કુરઆનના હક્કનો વાસ્તો છે, અને તને વાસ્તો છે તે (રસૂલ સ.અ.વ.)ના હક્કનો કે જેની ઉપર તે આ કુરઆનને નાઝિલ કર્યુ, અને તે દરેક મોઅમિનના હક્કનો વાસ્તો છે કે જેના વખાણ તે કુરઆનની અંદર કરેલ છે, અને તારા એ હક્કના વાસ્તાથી કે જે તે બધા ઉપર છે, તારા હક્કને તારીથી વધારે કોઈ નથી ઓળખતું.
અને પછી ૧૦-૧૦ વખત કહે :
بِكَ يَا اللهُ ، بِمُحَمَّدٍ ، بِعَلِيِّ ، بِفَاطِمَةَ، بِالْحَسَنِ ، بِالْحُسَيْنِ ، بِعَلِيِّ بْنِ الْحُسَيْنِ ، بِمُحَمَّدِ بْنِ عَلِيٌّ ، بِجَعْفَرِ بْنِ مُحَمَّدٍ ، بِمُوسَى بْنِ جَعْفَرٍ ، بِعَلِيِّ بْنِ مُوسَى ، بِمُحَمَّدِ بْنِ عَلِيِّ ، بِعَلِيِّ بْنِ مُحَمَّدٍ ، بِالْحَسَنِ بْنِ عَلِيٌّ ، بِالْحُجَّةِ الْقَائِمِ
અય અલ્લાહ તને તારી પાક ઝાતનો વાસ્તો છે, તને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)નો વાસ્તો છે, તને હઝરત અલી (અ.)નો વાસ્તો છે, તને હઝરત ફાતમા (અ.)નો વાસ્તો છે, તને હઝરત હસન (અ.)નો વાસ્તો છે, તને હઝરત હુસૈન (અ.)નો વાસ્તો છે, તને હઝરત અલી ઇબ્નીલ હુસૈન (અ.)નો વાસ્તો છે, તને હઝરત મોહમ્મદ ઇબ્ને અલી (અ.)નો વાસ્તો છે, તને હઝરત જઅફર ઇબ્ને મોહમ્મદ (અ.)નો વાસ્તો છે, તને હઝરત મૂસા ઇબ્ને જઅફર (અ.)નો વાસ્તો છે, તને હઝરત અલી ઇબ્ને મૂસા (અ.)નો વાસ્તો છે, તને હઝરત મોહમ્મદ ઇબ્ને અલી (અ.)નો વાસ્તો છે, તને હઝરત અલી ઇબ્ને મોહમ્મદ (અ.)નો વાસ્તો છે, તને હઝરત હસન ઇબ્ને અલી (અ.)નો વાસ્તો છે, તને હઝરત હુજ્જત (અ.)નો વાસ્તો છે.
અને પછી જે પણ હાજત હોય તે અલ્લાહ પાસે ચાહે.

ઈમામ હુસૈન અલય્હિસ્સલામની મખસુસ ઝિયારત

રિવાયતમાં છે કે જયારે શબે કદ્ર આવે છે, મુનાદી (નિદા આપનાર) સાતમાં આસમાનમાં અર્શની પાછળ અવાજ આપે છે કે જે કોઈ પણ ઈમામ હુસૈન (અ.)ની કબ્રની ઝિયારત કરે બેશક તેને અલ્લાહ માફ કરી દેશે. આ ઝિયારત ને ઈદે ફિત્ર અને ઈદે કુરબાનના દિવસે પણ પઢવામાં આવે છે.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ رَسُوْلِ ﷲِ اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ ٲَمِیْرِ الْمُؤْمِنِیْنَ اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ الصِّدِّیْقَۃِ الطَّاھِرَۃِ فَاطِمَۃَ سَیِّدَۃِ نِسَاءِ الْعَالَمِیْنَ اَلسَّلَامُ عَلَیْكَ یَا مَوْلَایَ یَا ٲَبَا عَبْدِ ﷲ وَرَحْمَۃُ ﷲ وَبَرَكَاتُہٗ ٲَشْھَدُ ٲَنَّكَ قَدْ ٲَقَمْتَ الصَّلَاۃَ، وَاٰتَیْتَ الزَّكَاۃَ وَٲَمَرْتَ بِالْمَعْرُوْفِ وَنَھَیْتَ عَنِ الْمُنْكَرِ وَتَلَوْتَ الْكِتَابَ حَقَّ تِلَاوَتِہٖ وَجَاھَدْتَ فِی ﷲِ حَقَّ جِھَادِہٖ وَصَبَرْتَ عَلَی الْاَذٰی فِیْ جَنْبِہٖ مُحْتَسِبًا حَتّٰی ٲَتَاكَ الْیَقِیْنُ ٲَشْھَدُ ٲَنَّ الَّذِیْنَ خَالَفُوْكَ وَحَارَبُوْكَ وَالَّذِیْنَ خَذَلُوْكَ وَالَّذِیْنَ قَتَلُوْكَ مَلْعُوْنُوْنَ عَلٰی لِسَانِ النَّبِیِّ الْأُمِیِّ وَقَدْ خَابَ مَنِ افْتَرٰی لَعَنَ ﷲُ الظَّالِمِیْنَ لَكُمْ مِنَ الْاَوَّلِیْنَ وَالْاٰخِرِیْنَ وَضَاعَفَ عَلَیْھِمُ الْعَذَابَ الْاَلِیْمَ ٲَتَیْتُكَ یَا مَوْلَایَ یَابْنَ رَسُوْلِ ﷲِ زَائِرًا عَارِفًا بِحَقِّكَ مُوَالِیًا لِاَوْلِیَائِكَ، مُعَادِیًا لِاَعْدَائِكَ مُسْتَبْصِرًا بِالْھُدَی الَّذِیْ ٲَنْتَ عَلَیْہِ عَارِفًا بِضَلَالَۃِ مَنْ خَالَفَكَ فَاشْفَعْ لِیْ عِنْدَ رَبِّكَ۔
ઝિયારતે જનાબે અલી અકબર:
اَلسَّلَامُ عَلَیْكَ یَا مَوْلَایَ وَابْنَ مَوْلَایَ
وَرَحْمَۃُ ﷲِ وَبَرَكاتُہٗ
لَعَنَ ﷲُ مَنْ ظَلَمَكَ
وَلَعَنَ ﷲُ مَنْ قَتَلَكَ
وَضَاعَفَ عَلَیْھِمُ الْعَذَابَ الْاَلِیْمَ۔
ઝિયારતે શોહદાએ કરબલા:
اَلسَّلَامُ عَلَیْكُمْ ٲَیُّھَا الصِّدِیْقُوْنَ
اَلسَّلَامُ عَلَیْكُمْ ٲَیُّھَا الشُّھَدَاءُ الصَّابِرُوْنَ
ٲَشْھَدُ ٲَنَّكُمْ جَاھَدْتُمْ فِیْ سَبِیْلِ ﷲِ
وَصَبَرْتُمْ عَلَی الْاَذٰی فِیْ جَنْبِ ﷲِ
وَنَصَحْتُمْ لِلّٰہِ وَلِرَسُوْلِہٖ حَتّٰی ٲَتَاكُمُ الْیَقِیْنُ
ٲَشْھَدُ ٲَنَّكُمْ ٲَحْیَاءٌ عِنْدَ رَبِّكُمْ تُرْزَقُوْنَ
فَجَزَاكُمُ ﷲُ عَنِ الْاَسْلَامِ وَٲَھْلِہٖ
ٲَفْضَلَ جَزَاءِ الْمُحْسِنِیْنَ
وَجَمَعَ بَیْنَنَا وَبَیْنَكُمْ فِیْ مَحَلِّ النَّعِیْمِ۔
ઝિયારતે હઝરત અબ્બાસ અલય્હિસ્સલામ:
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ ٲَمِیْرِ الْمُؤْمِنِیْنَ
اَلسَّلَامُ عَلَیْكَ ٲَیُّھَا الْعَبْدُ الصَّالِحُ
الْمُطِیْعُ لِلّٰہِ وَلِرَسُوْلِہٖ
ٲَشْھَدُ ٲَنَّكَ قَدْ جَاھَدْتَ وَنَصَحْتَ
وَصَبَرْتَ حَتّٰی ٲَتَاكَ الْیَقِیْنُ
لَعَنَ ﷲُ الظَّالِمِیْنَ لَكُمْ مِنَ الْاَوَّلِیْنَ وَالْاٰخِرِیْنَ
وَٲَلْحَقَھُمْ بِدَرْكِ الْجَحِیْمِ۔

દુઆએ જવશને કબીર.

દુઆએ જવશને સગીર.

આફિયત માંગવી-ઈમામ સજ્જાદ અલય્હિસ્સલામની દુઆ

મુનાજાતે અમીરુલ મોમેનીન અલય્હિસ્સલામ

ઇસ્તેગફાર

100 વાર ઇસ્તિગફાર
أَسْتَغْفِرُ اللَّهَ ربی وَ أَتُوبُ إِلَیْهِ