دُعَاء إفتتاح

દુઆએ ઈફતેતાહ

ગુજરાતી તરજુમો માટે અહીં ક્લિક કરો ↓
🎧 અરબી ઓડિયો
اَللّٰهُمَّ اِنّيْ اَفْتَتِحُ الثَّنَاۤءَ بِحَمْدِكَ، وَاَنْتَ مُسَدِّدٌ لِلصَّوَابِ بِمَّنِكَ، وَاَيْقَنْتُ اَنَّكَ اَنْتَ اَرْحَمُ الرَّاحِمِيْنَ فِيْ مَوْضِعِ الْعَفْوِ وَالرَّحْمَةِ، وَاَشَدُّ الْمُعَاقِبِيْنَ فِيْ مَوْضِعِ النَّكَالِ وَالنَّقِمَةِ، وَاَعْظَمُ الْمُتَجَبِّرِيْنَ فِيْ مَوْضِعِ الْكِبْريَاۤءِ وَالْعَظَمَةِ، اَللّٰهُمَّ اَذِنْتَ لِيْ فِيْ دُعَآئِكَ وَمَسْاَلَتِكَ، فَاسْمَعْ يَا سَمِيْعُ مِدْحَتِيْ، وَاَجِبْ يَا رَحِيْمُ دَعْوَتِيْ، وَاَقِلْ يَا غَفُوْرُ عَثْرَتِيْ، فَكَمْ يَا اِلٰهِيْ مِنْ كُرْبَةٍ قَدْ فَرَّجْتَهَا وَهُمُوْمٍ قَدْ كَشَفْتَهَا، وَعَثْرَةٍ قَدْ اَقَلْتَهَا، وَرَحْمَةٍ قَدْ نَشَرْتَهَا، وَحَلْقَةِ بَلَاۤءٍ قَدْ فَكَكْتَهَا، اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ لَمْ يَتَّخِذْ صَاحِبَةً وَلَا وَلَدًا، وَلَمْ يَكُنْ لَهُ شَرِيْكٌ فِيْ الْمُلْكِ، وَلَمْ يَكُنْ لَهُ وَلِىٌّ مِنَ الذُّلِّ، وَكَبِّرْهُ تَكْبِيْرًا، اَلْحَمْدُ لِلّٰهِ بِجَمِيْعِ مَحَامِدِهِ كُلِّهَا، عَلٰى جَمِيْعِ نِعَمِهِ كُلِّهَا. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ لَا مُضَآدَّ لَهُ فِيْ مُلْكِهِ، وَلَا مُنَازِعَ لَهُ فِيْ اَمْرِهِ. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ لَا شَرِيْكَ لَهُ فِيْ خَلْقِهِ، وَلَا شَبِيْهَ لَهُ فِيْ عَظَمَتِهِ. اَلْحَمْدُ لِلّٰهِ الْفَاشِيْ فِيْ الْخَلْقِ اَمْرُهُ وَحَمْدُهُ، الظَّاهِرِ بِالْكَرَمِ مَجْدُهُ، الْبَاسِطِ بِالْجُوْدِ يَدَهُ، الَّذِيْ لَا تَنْقُصُ خَزَآئِنُهُ، وَلَا تَزِيْدُهُ كَثْرَةُ الْعَطَاۤءِ اِلَّا جُوْدًا وَكَرَمًا، اِنَّهُ هُوَ الْعَزِيْزُ الْوَهَّابُ. اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ قَلِيْلًا مِنْ كَثِيْرٍ، مَعَ حَاجَةٍ بِيْ اِلَيْهِ عَظِيْمَةٍ، وَغِنَاكَ عَنْهُ قَدِيْمٌ، وَهُوَ عِنْدِيْ كَثِيْرٌ، وَهُوَ عَلَيْكَ سَهْلٌ يَسِيْرٌ. اَللّٰهُمَّ اِنَّ عَفْوَكَ عَنْ ذَنْبِيْ، وَتَجَاوُزَكَ عَنْ خَطِيْـئَتِيْ، وَصَفْحَكَ عَنْ ظُلْمِيْ، وَسِتْرَكَ عَنْ قَبِيْحِ عَمَلِيْ، وَحِلْمَكَ عَنْ كَثِيْرِ جُرْمِيْ، عِنْدَ مَا كَانَ مِنْ خَطَئٰي وَعَمْدِيْ، اَطْمَعَنِيْ فِيْ اَنْ اَسْاَلَكَ مَا لَا اَسْتَوْجِبُهُ مِنْكَ، الَّذِيْ رَزَقْتَنِيْ مِنْ رَحْمَتِكَ، وَاَرَيْتَنِيْ مِنْ قُدْرَتِكَ، وَعَرَّفْتَنِيْ مِنْ اِجابَتِكَ، فَصِرْتُ اَدْعُوْكَ اٰمِنًا، وَاَسْاَلُكَ مُسْتَاْنِسًا، لَا خَاۤئِفًا وَلَا وَجِلًا، مُدِلًّا عَلَيْكَ فِيْمَا قَصَدْتُ فِيْهِ اِلَيْكَ. فَاِنْ اَبْطَاَ عَنِّي عَتَبْتُ بِجَهْلِيْ عَلَيْكَ، وَلَعَلَّ الَّذِيْ اَبْطَاَ عَنِّي هُوَ خَيْرٌ لِيْ لِعِلْمِكَ بِعَاقِبَةِ الْاُمُوْرِ، فَلَمْ اَرَ مَوْلًا كَرِيْمًا اَصْبَرَ عَلٰى عَبْدٍ لَئِيْمٍ مِنْكَ عَلَيَّ يَا رَبِّ، اِنَّكَ تَدْعُوْنِي فَاُوَلِّي عَنْكَ، وَتَتَحَبَّبُ اِلَيَّ فَاَتَبَغَّضُ اِلَيْكَ، وَتَتَوَدَّدُ اِلَىَّ فَلَا اَقْبَلُ مِنْكَ، كَاَنَّ لِيَ التَّطَوُّلَ عَلَيْكَ، فَلَمْ يَمْنَعْكَ ذٰلِكَ مِنَ الرَّحْمَةِ لِيْ، وَالْاِحْسَانِ اِلَىَّ، وَالتَّفَضُّلِ عَلَيَّ بِجُوْدِكَ وَكَرَمِكَ. فَارْحَمْ عَبْدَكَ الْجَاهِلَ وَجُدْ عَلَيْهِ بِفَضْلِ اِحْسَانِكَ اِنَّكَ جَوَادٌ كَرِيْمٌ. اَلْحَمْدُ لِلّٰهِ مَالِكِ الْمُلْكِ، مُجْرِيْ الْفُلْكِ، مُسَخِّرِ الرِّيَاحِ، فَالِقِ الْاِصْبَاحِ، دَيَّانِ الدِّيْنِ، رَبِّ الْعَالَمِيْنَ. اَلْحَمْدُ لِلّٰهِ عَلىٰ حِلْمِهِ بَعْدَ عِلمِهِ، وَالْحَمْدُ لِلّٰهِ عَلٰى عَفْوِهِ بَعْدَ قُدْرَتِهِ، وَالْحَمْدُ لِلّٰهِ عَلى طُوْلِ اَنَاتِهِ فِيْ غَضَبِهِ، وَهُوَ قَادِرٌ عَلىٰ مَا يُرِيْدُ. اَلْحَمْدُ لِلّٰهِ خَالِقِ الْخَلْقِ، بَاسِطِ الرِّزْقِ، فَالِقِ الْاِصْبَاحِ ذِي الْجَلَالِ وَالْاِكْرَامِ وَالْفَضْلِ وَالْاِنْعَامِ، الَّذِيْ بَعُدَ فَلَا يُرٰى، وَقَرُبَ فَشَهِدَ النَّجْوٰى، تَبَارَكَ وَتَعَالٰى. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ لَيْسَ لَهُ مُنَازِعٌ يُعَادِلُهُ، وَلَا شَبِيْهٌ يُشَاكِلُهُ، وَلَا ظَهِيْرٌ يُعَاضِدُهُ، قَهَرَ بِعِزَّتِهِ الْاَعِزَّاۤءَ، وَتَوَاضَعَ لِعَظَمَتِهِ الْعُظَمَاۤءُ، فَبَلَغَ بِقُدْرَتِهِ مَا يَشَاۤءُ. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ يُجِيْبُنِيْ حِيْنَ اُنَادِيْهِ، وَيَسْتُرُ عَلَيَّ كُلَّ عَوْرَةٍ وَاَنَا اَعْصِيْهِ، وَيُعَظِّمُ الْنِّعْمَةَ عَلَىَّ فَلَا اُجَازِيْهِ. فَكَمْ مِنْ مَوْهِبَةٍ هَنِيْئَةٍ قَدْ اَعْطَانِيْ، وَعَظِيْمَةٍ مَخُوْفَةٍ قَدْ كَفَانِيْ، وَبَهْجَةٍ مُوْنِقَةٍ قَدْ اَرَانِيْ، فَاُثْنِيْ عَلَيْهِ حَامِدًا، وَاَذْكُرُهُ مُسَبِّحًا. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ لَا يُهْتَكُ حِجَابُهُ، وَلَا يُغْلَقُ بَابُهُ، وَلَا يُرَدُّ سَآئِلُهُ، وَلَا يُخَيَّبُ اٰمِلُهُ. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ يُؤْمِنُ الْخَآئِفِيْنَ، وَيُنَجِّى الصَّالِحِيْنَ، وَيَرْفَعُ الْمُسْتَضْعَفِيْنَ، وَيَضَعُ الْمُسْتَكْبِرِيْنَ، وَيُهْلِكُ مُلُوكًا وَيَسْتَخْلِفُ اٰخَرِيْنِ. وَالْحَمْدُ لِلّٰهِ قَاصِمِ الجَبَّارِيْنَ، مُبِيْرِ الظَّالِمِيْنَ، مُدْرِكِ الْهَارِبِيْنَ، نَكَالِ الظَّالِمِيْنَ، صَرِيْخِ الْمُسْتَصْرِخِيْنَ، مَوْضِعِ حَاجَاتِ الطَّالِبِيْنَ، مُعْتَمَدِ الْمُؤْمِنِيْنَ. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ مِنْ خَشْيَتِهِ تَرْعَدُ السَّمَاۤءُ وَسُكَّانُهَا، وَتَرْجُفُ الْاَرْضُ وَعُمَّارُهَا، وَتَمُوْجُ الْبِحَارُ وَمَنْ يَسْبَحُ فِيْ غَمَرَاتِهَا. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ هَدَانَا لِهٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِيَ لَوْلَا اَنْ هَدَانَا اللّٰهُ. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ يَخْلُقُ، وَلَمْ يُخْلَقْ، وَيَرْزُقُ وَلَا يُرْزَقُ، وَيُطْعِمُ وَلَا يُطْعَمُ، وَيُمِيْتُ الْاَحْيَاۤءَ، وَيُحْيِيْ الْمَوْتىٰ، وَهُوَ حَيٌّ لَا يَمُوْتُ، بِيَدِهِ الْخَيْرُ، وَهُوَ عَلٰى كُلِّ شَيْءٍ قَدِيْرٌ. اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ عَبْدِكَ وَرَسُوْلِكَ، وَاَمِيْنِكَ وَصَفِيِّكَ، وَحَبِيْبِكَ وَخِيَرَتِكَ مَنْ خَلْقِكَ، وَحَافِظِ سِرِّكَ، وَمُبَلِّغِ رِسَالَاتِكَ، اَفْضَلَ وَاَحْسَنَ وَاَجْمَلَ وَاَكْمَلَ وَاَزْكٰى وَاَنْمٰى، وَاَطْيَبَ وَاَطْهَرَ وَاَسْنٰى، وَاَكْثَرَ مَا صَلَّيْتَ وَبَارَكْتَ وَتَرَحَّمْتَ وَتَحَنَّنْتَ، وَسَلَّمْتَ عَلى اَحَدٍ مِنْ عِبَادِكَ وَاَنْبِيَاۤئِكَ، وَرُسُلِكَ وَصِفْوَتِكَ، وَاَهْلِ الْكَرَامَةِ عَلَيْكَ مِنْ خَلْقِكَ، اَللّٰهُمَّ وَصَلِّ عَلٰى عَلِيٍّ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ، وَوَصِيِِّ رَسُوْلِ رَبِّ الْعَالَمِيْنَ، عَبْدِكَ وَوَليِّكَ، وَاَخِيْ رَسُوْلِكَ، وَحُجَّتِكَ عَلٰى خَلْقِكَ، وَاٰيَتِكَ الْكُبْرٰى، وَالنَّبَاِ الْعَظِيْمِ، وَصَلِّ عَلَى الصِّدِّيْقَةِ الطَّاهِرَةِ فَاطِمَةَ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ، وَصَلِّ عَلٰى سِبْطَيِ الرَّحْمَةِ وَاِمامَيِ الْهُدٰى، اَلْحَسَنِ وَالْحُسَيْنِ سَيِّدَيْ شَبابِ اَهْلِ الْجَّنَةِ، وَصَلِّ عَلٰى اَئِمَّةِ الْمُسْلِمِيْنَ، عَلِيِّ بْنِ الْحُسَيْنِ، وَمُحَمَّدِ ابْنِ عَلِيٍّ، وَجَعْفَرِ بْنِ مُحَمَّدٍ، وَمُوْسَى بْنِ جَعْفَرٍ، وَعَلِيِّ بْنِ مُوسٰى، وَمُحَمَّدِ بْنِ عَلِيٍّ، وَعَلِيِّ بْنِ مُحَمَّدٍ، وَالْحَسَنِ بْنِ عَلِىٍّ، وَالْخَلَفِ الْهَادِي الْمَهْدِيِّ، حُجَجِكَ عَلٰى عِبَادِكَ، وَاُمَنَآئِكَ فِيٓ بِلَادِكَ صَلَاةً كَثِيْرَةً دَآئِمَةً. اَللّٰهُمَّ وَصَلِّ عَلٰى وَلِىِّ اَمْرِكَ الْقَآئِمِ الْمُؤَمَّلِ، وَالْعَدْلِ الْمُنْتَظَرِ، وَحُفَّهُ بِمَلَآئِكَتِكَ الْمُقَرَّبِيْنَ، وَاَيِّدْهُ بِرُوْحِ الْقُدُسِ يَا رَبَّ الْعَالَمِيْنَ. اَللّٰهُمَّ اجْعَلْهُ الدَّاعِيَ اِلٰى كِتَابِكَ، وَالْقَاۤئِمَ بِدِيْنِكَ، اِسْتَخْلِفْهُ فِيْ الْاَرْضِ كَمَا اسْتَخْلَفْتَ الَّذِيْنَ مِنْ قَبْلِهِ، مَكِّنْ لَهُ دِيْنَهُ، الَّذِي ارْتَضَيْتَهُ لَهُ، اَبْدِلْهُ مِنْ بَعْدِ خَوْفِهِ اَمْنًا يَعْبُدُكَ لَا يُشْرِكُ بِكَ شَيْئًا. اَللّٰهُمَّ اَعِزَّهُ وَاَعْزِزْ بِهِ، وَانْصُرْهُ وَانْتَصِرْ بِهِ، وَانْصُرْهُ نَصْرًا عَزِيْزًا، وَاْفتَحْ لَهُ فَتْحًا يَسِيْرًا، وَاجْعَلْ لَهُ مِنْ لَدُنْكَ سُلْطَانًا نَصِيْرًا، اَللّٰهُمَّ اَظْهِرْ بِهِ دِيْنَكَ، وَسُنَّةَ نَبِيِّكَ، حَتّٰى لَا يَسْتَخْفِيَ بِشَىْءٍ مِّنَ الْحَقِّ، مَخَافَةَ اَحَدٍ مِنَ الْخَلْقِ. اَللّٰهُمَّ اِنَّا نَرْغَبُ اِلَيْكَ فِي دَوْلَةِ كَرِيمَةٍ، تُعِزُّ بِهَا الْاِسْلَامَ وَاَهْلَهُ، وَتُذِلُّ بِهَا النِّفَاقَ وَاَهْلَهُ، وَتَجْعَلُنَا فِيْهَا مِنَ الدُّعَاةِ اِلٰى طَاعَتِكَ، وَالْقادَةِ اِلٰى سَبِيْلِكَ، وَتَرْزُقُنَا بِهَا كَرَامَةَ الدُّنْيَا وَالْاٰخِرَةِ. اَللّٰهُمَّ مَا عَرَّفْتَنَا مِنَ الْحَقِّ فَحَمِّلْنَاهُ، وَمَا قَصُرْنَا عَنْهُ فَبَلِّغْنَاهُ، اَللّٰهُمَّ الْمُمْ بِهِ شَعَثَنَا، وَاشْعَبْ بِهِ صَدْعَنَا، وَارْتُقْ بِهِ فَتْقَنَا، وَكَثِّرْبِهِ قِلَّتَنَا، وَاَعْزِزْ بِهِ ذِلَّتَنَا، وَاَغْنِ بِهِ عَآئِلَنَا، وَاَقْضِ بِهِ عَنْ مَغْرَمِنَا، وَاجْبُرْبِهِ فَقْرَنَا، وَسُدَّ بِهِ خَلَّتَنَا، وَيَسِّرْ بِهِ عُسْرَنَا، وَبَيِّضْ بِهِ وُجُوْهَنَا، وَفُكَّ بِهِ اَسْرَنَا، وَاَنْجِحْ بِهِ طَلِبَتَنَا، وَاَنْجِزْ بِهِ مَوَاعِيْدَنَا، وَاسْتَجِبْ بِهِ دَعْوَتَنَا، وَاَعْطِنَا بِهِ سُؤْلَنَا، وَبَلِّغْنَا بِهِ مِنَ الدُّنْيَا وَالْاٰخِرَةِ اٰمَالَنَا، وَاَعْطِنَا بِهِ فَوْقَ رَغْبَتِنَا. يَا خَيْرَ الْمَسْؤُوْلِيْنَ، وَاَوْسَعَ الْمُعْطِيْنَ، اِشْفِ بِهِ صُدُوْرَنَا، وَاَذْهِبْ بِهِ غَيْظَ قُلُوْبِنَا، وَاهْدِنَا بِهِ لِمَا اخْتُلِفَ فِيْهِ مِنَ الْحَقِّ بِاِذْنِكَ، اِنَّكَ تَهْدِيْ مَنْ تَشَاۤءُ اِلٰى صِرَاطٍ مُسْتَقِيْمٍ، وَانْصُرْنَا بِهِ عَلٰى عَدُوِّكَ وَعَدُوِّنَا اِلٰـهَ الْحَقِّ اٰمِيْنَ، اَللّٰهُمَّ اِنَّا نَشْكُوْ اِلَيْكَ فَقْدَ نَبِيِّنَا صَلَوٰاتُكَ عَلَيْهِ وَاٰلِهِ، وَغَيْبَةَ وَلِيِّنَا، وَكَثْرَةَ عَدُوِّنَا، وَقِلَّةَ عَدَدِنَا، وَشِدَّةَ الْفِتَنِ بِنَا، وَتَظَاهُرَ الزَّمَانِ عَلَيْنَا. فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِهِ، وَاَعِنَّا عَلىٰ ذٰلِكَ بِفَتْحٍ مِنْكَ تُعَجِّلُهُ، وَبِضُرٍّ تَكْشِفُهُ، وَنَصْرٍ تُعِزُّهُ، وَسُلْطانِ حَقٍّ تُظْهِرُهُ، وَرَحْمَةٍ مِنْكَ تَجَلِّلُنَاهَا، وَعَافِيَةٍ مِنْكَ تُلْبِسُنَاهَا، بِرَحْمَتِكَ يآ اَرْحَمَ الرَّاحِمِيْنَ۔

ગુજરાતી તરજુમો

🎧 ગુજરાતતી તરજુમો
અય અલ્લાહ! હું તારા હમ્દથી વખાણની શરૂઆત કરૂં છું, તારો એહસાન છે કે નેક અમલ કરવામાં મારી મદદ કરી, અને મને યકીન છે કે તારી દયા બધા રહેમ કરનારાઓમાં સૌથી વધારે છે, માફી આપવાના સમયે બધા જ માફ કરનાર કરતાં વધારે મહેરબાન, અઝાબ વખતે સૌથી સખત અઝાબ કરનાર છે, તારી બુઝુર્ગી અને અઝમત બધા કરતાં સૌથી વધારે છે. અય અલ્લાહ! તું મને તારી બારગાહમાં આજીજી કરવાની અને દુઆ માંગવાની રજા આપી છે, તો અય સાંભળનાર તારા વખાણને સાંભળ, અય રહેમ કરનાર મારી દુઆને કબૂલ કર, અય માફ કરનાર મારી ભૂલોને માફ કર. અય અલ્લાહ! તારો મોટો એહસાન છે કે મારી કેટલીએ તકલીફો અને મુસીબતોને દૂર કરી, કેટલીએ મારી ભૂલોને માફ કરી, કેટલીએ રેહમતો મારા ઉપર નાઝીલ કરી, કેટલીએ બલા અને દુઃખોની તકલીફોને દૂર કરી. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જેને કોઈ ઔરત કે બચ્ચા નથી, તેની હુકુમતમાં બીજો કોઈ ભાગીદાર નથી, તે કોઈનો મોહતાજ નથી, અને તેને કોઈની મદદની જરૂરત પડતી નથી, દરેકે ફક્ત તેની જ તકબીર કરવી જોઈએ, (વ કબ્બીરહો તકબીરા, અલ્લાહુ અકબર). તમામ વખાણ અલ્લાહ માટે છે તેની તમામ ખૂબીઓ સાથે તેની આપેલી તમામ નેઅમતો ઉપર, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેની હુકુમતમાં તેનો કોઈ મુકાબીલ નથી, તેના હુકમ ઉપર તેનાથી કોઈ ઝઘડનાર નથી, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેનો કોઈ ભાગીદાર નથી, ન તેની બુઝુર્ગીમાં તેના જેવું બીજું કોઈ છે, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેનો હુકમ તેની તમામ મખલુક ઉપર ચાલે છે, તેની બક્ષીશના લીધે તેની બુઝુર્ગીને બધા જ ઓળખે છે, વગર માંગે બેહિસાબ અતા કરે છે પરંતુ તેના ખઝાનામાંથી કંઈ ઓછું થતું નથી, તેની સખાવતમાં હંમેશા વધારો જ થાય છે, કેમ કે તે ઇઝ્ઝતવાળો અને ખૂબ જ અતા કરનાર છે. અય અલ્લાહ! ખરેખર ઘણી હાજતોમાંથી થોડીક જ હાજતોનો તારાથી સવાલ કરૂં છું, જેની મને ખૂબ જ જરૂરત છે જ્યારે કે તું તેનો મહોતાજ નથી, મારા માટે તો બહુ જ મોટી હાજત છે પરંતુ તારા માટે તે હાજતને પૂરી કરવી બહુ જ આસાન છે, અય અલ્લાહ! મારા ગુનાહોને માફ કરવા, મારી ભૂલોને દરગુજર કરવી, મારા ઝૂલ્મને નઝર અંદાજ કરવો, મારી બૂરાઈઓને છૂપાવવી, આ રીતે મારા તમામ ગુનાહોને જે તું જાણે છે, તેમાંથી અમુક ગુનાહો મેં જાણી જોઇને, તો અમુકને ભૂલથી કર્યા છે, તે છતાં મને તે વસ્તુંનો સવાલ કરવાની તારી પાસે હિંમત થઇ કે જેનો હું બીલકુલ હકદાર નથી, તો પણ તું તારી રહેમતથી મને રોઝી આપે છે, તથા તારી કુદરતના કરિશ્માને દેખાડે છે અને તારી કબૂલિયતની મને ઓળખાણ કરાવી છે, તેથી હવે હું બહુ જ આરામની સાથે તને પોકારૂં છું, અને મોહબ્બતથી તારાથી સવાલ કરૂં છું, ન કોઈ જાતનો ડર છે ન ખૌફ, મને ફખર છે કે આ રીતે તારી બારગાહમાં હાજર થયો છું, હવે જો મારી દુઆ કબૂલ થવામાં મોડું થાય તો હું મારી નાદાનીના લીધે તારાથી શિકાયત કરીશ. કદાચ મોડું થવું મારા માટે સારૂં હોય, કેમ કે તું તમામ કામોના અંજામને સારી રીતે જાણે છે. મેં તારા જેવો મહેરબાન મૌલા નથી જોયો, કે જે મારા જેવા નાચીઝ બંદાની વાતોને તારી જેમ સહન કરતો હોય, અય અલ્લાહ! મારી તો એવી હાલત છે કે તું મને બોલાવે છે અને હું તારાથી મોઢું ફેરવી લઉં છું, તું તો મારાથી મોહબ્બત કરે છે અને હું તારાથી દૂર ભાગું છું, તું મારી નજીક આવે છે પણ હું તેને કબૂલ કરવા માટે તૈયાર નથી, જાણે એમ લાગે છે કે મારો તારા ઉપર કોઈ એહસાન હોય, તે છતાં મારા આ કામોએ તને તારા એહસાનથી નથી રોક્યો, અય અલ્લાહ તારા આ નાદાન બંદા ઉપર રહેમ કર, અને તારા ફઝલો કરમથી અતા કર, કે ખરેખર તું જ મોટો સખી અને મહેરબાન છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે તમામ હુકુમતોનો માલિક, વહાણોને ચલાવનાર, હવાઓને કાબૂમાં રાખનાર, સુબહને રોશન કરનાર, કયામતના દિવસનો હાકીમ, અને તમામ દુનિયાઓનો પરવરદિગાર છે, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે જાણવા છતાં પણ ગુસ્સા ઉપર કાબૂ રાખે છે, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે બદલો લેવાની તાકત હોવા છતાં પણ માફી આપે છે, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે ગુસ્સાની હાલતમાં પણ મોહલત આપે છે, જ્યારે કે તે જે ચાહે કરી શકે છે, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે તમામ મખલુકને પૈદા કરનાર, બહોળી રોઝી આપનાર, સવારને રોશન કરી અજવાળું આપનાર, અઝમત અને બુઝુર્ગીનો માલિક, એહસાન કરનાર અને નેઅમતો આપનાર છે, તે એટલો દૂર છે કે કોઈ જોઈ શકતું નથી, તે એટલો નજીક છે કે જાણે હાજર છે અને બધીજ રાજની વાતોને જાણે છે, તે ઘણો બાબરકત અને બૂલંદ છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેનો કોઈ હરીફ નથી કે તેનાથી મુકાબલો કરે, તેના જેવું બીજું કોઈ નથી કે જે તેના જેવા કામો કરે, ન તેનો કોઈ મદદગાર છે કે તેનો સાથી બની શકે, તેની તાકતથી સૌ તાકતવાળા ઉપર ગાલીબ છે, તેની બુઝુર્ગીના સામે મોટા મોટા પોતાનું માથું નમાવે છે, તે પોતાની કુદરતથી જે ચાહે કરી શકે છે, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જો તેને પોકારૂં તો તરત જ જવાબ આપે છે, હું ગુનાહ કરૂં છું, તે તમામ બૂરાઈને ઢાંકે છે, તે સારી સારી નેઅમતો વારંવાર આપે છે હું તેનો કોઈ જાતનો બદલો નથી ચૂકવી શકતો, તે કેટલીએ સારી સારી નેઅમતો મને આપી છે અને કેટલીએ ભયાનક મુસીબતોથી બચાવ્યો છે, કેટલીએ ખુશીઓ અતા કરી છે, હું તે તમામ નેઅમતો ઉપર તેના જ વખાણ અને હમ્દ કરૂં છું, અને વારંવાર યાદ કરૂં છું. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેના નૂરના પડદા હટાવી નથી શકાતા, તેની બારગાહનો દરવાજો બંધ નથી થતો, કોઈ સવાલી તેની બારગાહથી ખાલી હાથ પાછો નથી ફરતો, જે તેનાથી ઉમ્મીદ રાખે તે નિરાશ નથી થતો, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે તેનાથી ડરે તેને સલામતી આપે છે, નેક લોકોને નજાત, કમઝોરોને બૂલંદી અને ઘમંડીઓને નીચા કરે છે, બાદશાહોને હલાક કરી બીજાઓને તેમની જગ્યા બેસાડે છે, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે તોફાનીઓની કમર તોડનાર, ઝાલીમોને હલાક કરનાર, ભાગી જનારને પકડનાર, ઝાલીમોને સઝા આપનાર, ફરિયાદીઓની ફરિયાદે પહોંચનાર, હાજતો પૂરી થવાની જગ્યા, અને મોમીનોનો સહારો છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેના ખૌફથી આસમાન અને તેના રહેવાસીઓ થરથરે છે, ઝમીન અને તેના રહેવાસીઓ ધ્રુજે છે, દરિયાના મોજાઓ અને દરિયાની તમામ મખલુક ધ્રૂજે છે, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે અમોને હિદાયત આપી, અલ્લાહ અમારી હિદાયત ન કરી હોત તો અમે લાયક પણ ન હતા કે અમો હિદાયત પામીએ, તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે મખલુકને પૈદા કરનાર છે તેને કોઈ પૈદા કર્યું નથી, બધાને રોજી આપે છે તે રોજીનો મોહતાજ નથી, બધાને ખોરાક પહોચાડે છે તે ખોરાકનો મોહતાજ નથી, તે જીવતાઓને મૌત અને મુરદાઓને જીવતો કરે છે, તે એવો જીવતો છે કે તેના માટે કદી મૌત નથી, દરેક ભલાઈ તેના હાથમાં છે અને તે દરેક વસ્તું ઉપર કુદરત રાખે છે. (સલવાત) અય અલ્લાહ! દુરૂદ મોકલ તારા ખાસ બંદા, રસુલ, અમાનતદાર, પસંદીદા અને તારા પ્યારા નબી હઝરત મોહંમદ મુસ્તુફા સ. ઉપર, જે તારી મખલુકમાં સૌથી વધારે પસંદીદાહ, રાઝદાર અને તારા પયગામને પહોંચાડનાર છે, બહેતરીન, ખૂબસુરત, મુકમ્મલ, પવિત્ર, બુલંદ મરતબાવાળા, પાક પાકીઝા અને રોશન છે, તમામથી વધારે દુરૂદ, બરકત, રહેમત અને સલામ મોકલ જે તારા કોઈ બંદા યા નબીઓ યા ખાસ રસુલો યા જે તારા માનવંત મખલુક ઉપર મોકલ્યા હોય, દુરૂદ મોકલ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી અ. ઉપર, જે રસુલે ખુદા સ. ના વસી અને જાનશીન છે, જે તારા ખાસ બંદા, તારા વલી, તારા રસુલ સ.ના ભાઈ અને તમામ મખલુક ઉપર તારી હુજ્જત છે, તારી સૌથી મોટી નિશાની અને ખબર છે. દુરૂદ મોકલ હઝરત સીદ્દીકએ તાહેરા ફાતેમા ઝહરા સ. ઉપર જે તમામ ઔરતોની સરદાર છે, દુરૂદ મોકલ રહમતુલલીલ આલમીનના નવાસાઓ ઉપર જેઓ હિદાયત કરનારા ઈમામ હસન અ. અને ઈમામ હુસૈન અ. જે જન્નતના જવાનોના સરદાર છે, દુરૂદ મોકલ મુસલમાનોના ઇમામો ઉપર જે અલી ઇબ્નીલ હુસૈન અ., મોહંમદ ઇબ્ને અલી અ., જઅફર ઇબ્ને મોહંમદ અ., મુસા ઇબ્ને જઅફર અ., અલી ઇબ્ને મુસા અ., મોહંમદ ઇબ્ને અલી અ., અલી ઇબ્ને મોહંમદ અ., અને હસન ઇબ્ને અલી અ. અને ઇમામોના વારસદાર, હાદી, મહેદી અ. ઉપર, આ બધાય બુઝુર્ગવારો તારા બંદાઓ ઉપર હુજ્જત તથા તારા શહેરોમાં અમાનતદાર છે, તેમના ઉપર હંમેશા બાકી રહે તેવી બેશુમાર સલવાત મોકલ. (સલવાત) ખુદાયા! ખાસ કરીને દુરૂદ મોકલ તારા વલીએ અમ્ર અજ. ઉપર, જે દુનિયામાં કયામ કરનાર છે અને તેમનાથી અમારી ઉમ્મીદો બંધાએલી છે, તેમના ઈન્સાફના સમયનો ઇન્તેઝાર કરી રહ્યા છે, તેમને તારા ફરીશ્તાઓના ઘેરાવમાં રાખ, અને રૂહુલ કુદ્સ થકી તેમની મદદ કર, અય આલમીનના પરવરદિગાર. અય અલ્લાહ! મારા મૌલા ને તારી કિતાબની દાવત આપનાર, તારા દીન માટે કયામ કરનાર બનાવ, મારા મૌલાને જમીન ઉપર એવા જ ખલીફા મુકર્રર કર જેવા પહેલાંના લોકો માટે બનાવ્યા હતા, તેમના માટે આ દિને ઈસ્લામને ગાલીબ કર, જે તને પસંદ છે, તેમના ડરને શાંતિમાં બદલી નાખ, તે ફક્ત તારી જ ઈબાદત કરે છે, કોઈને તારો ભાગીદાર નથી કરતા. અય અલ્લાહ! અમારા ઈમામને ઇઝ્ઝત અતા કર, તેમના થકી મોમીનોની ઇઝ્ઝતમાં વધારો કર, તેમની મદદ કર, તેમના થકી મોમીનોની પણ મદદ કર, તેમના માટે સારામાં સારી મદદ અતા કર, તેમના હાથે આસાનીથી કામિયાબી અતા કર, ખુદાયા! મારા ઈમામ થકી તારા દીન અને નબી સ.ની સુન્નતને જાહેર કર, જેથી હકની વાત તારી મખલુકના ડરથી છૂપી ન રહે, અય અલ્લાહ! તારાથી અમે ઉમ્મીદ રાખીએ છીએ એવી હુકુમતની કે જેના લીધે ઇસ્લામ અને મુસલમાનોને ઇઝ્ઝત નસીબ થાય, નીફાક અને મુનાફિક બેઈઝ્ઝત થાય, અમોને તે હુકુમતમાં તારી ઇતાअત તરફ બોલાવનાર, તથા તારા રસ્તાને બતાવનારનો દરજ્જો નસીબ કર, અને મારા ઈમામ થકી દુનિયા અને આખેરતની ઇઝ્ઝત અતા કર. અય અલ્લાહ! તું જે હક વાતોની ઓળખાણ કરાવી છે તેને સાચવવાની તાકત અતા કર, જે હક અમારા સુધી નથી પહોંચ્યો તેને અમારા સુધી પહોંચાડી આપ, અય અલ્લાહ! મારા ઈમામ થકી અમારા ઝઘડાઓને દૂર કરી એકતાથી બદલી આપ, અમારી ખામીઓને દૂર કર, અમારી ઓછી સંખ્યામાં વધારો કર, અમારી ઝીલ્લતને ઇઝ્ઝતમાં બદલી આપ, અમારા ગરીબોને માલદાર કર, અમારા કરજને અદા કર, અમારી ગરીબીને નાબૂદ કર, અમારી હાજતો પૂરી કર, અમારી તકલીફોને આસાન કર, અમારા ચહેરાને નૂરાની કર, અમારા કૈદીઓને આઝાદ કર, અમારી ઉમ્મીદોને કામિયાબી સાથે પૂરી કર, અમારા વચનોને પૂરા કર, અમારા ઈમામના વસીલાથી અમારી દુઆઓ કબૂલ કર, અમારી હાજતો પૂરી કર, અમારી દુનિયા અને આખેરતની આશાઓને પૂરી કર, ઈમામના સદકામાં જરૂરતથી વધારે અતા કર, અય બહેતરીન તે ઝાત કે જેનાથી સવાલ કરવામાં આવે છે અને તું સૌથી વધારે અતા કરનાર છે, અમારા ઈમામ થકી અમારા દિલોને શીફા અતા કર, અને દિલોમાંથી ગમ ગુસ્સાને દૂર કર, જે વાતોમાં મતભેદ હોય તેમાં હક રસ્તાની હિદાયત કર, તું જેને ચાહે તેને સીધા રસ્તાની હિદાયત કરે છે, મારા ઈમામ થકી તારા અને અમારા દુશ્મનો ઉપર કામિયાબી નસીબ કર, અય ખુદાએ બરહક આમીન. અય અલ્લાહ! અમે તારાથી ફરિયાદ કરીએ છીએ અમારા નબી (સ.)ના ન હોવાની, અમારા ઈમામ અ. ના ગાયબ હોવાની, અમારા વધારે દુશ્મનોની, તેમજ અમારી ઓછી સંખ્યાની, સખત ફિત્નાઓની, અને ઝમાનાના લોકોને અમારા વિરૂધ એક થઇ જવાની પણ ફરિયાદ કરીએ છીએ, બસ તું મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, અમારા બધા સખત કામોમાં જલ્દીથી મદદ કર, અમારા દુઃખ દર્દને દૂર કર, અમોને તારી મદદ અને ઇઝ્ઝત અતા કર, અમારા ઈમામે ઝમાના અજ.ને એવી હક વાળી હુકુમત અતા કર કે જેથી કામિયાબી જાહેર થાય, તારી રહેમત અમારા ઉપર નાઝીલ કર, અને તારા તરફથી એવી સલામતી અતા કર જે અમોને સલામત રાખે, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
હોમ પેજ