આ રાત્રે આ દુઆ પઢે, દરેક હાલતમાં પઢે; સજદામાં હોય કે રૂકૂઅમાં, બેઠા હોય કે ઉભા હોય, આ દુઆને વારંવાર પઢે. આ દુઆને પઢતી વખતે શરૂઆતથી અંત સુધી,પોતાના હાથોને આસમાન તરફ ઊંચા કરે.
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ ، يَا مُدَبِّرَ الْأُمُورِ ، يَا بَاعِثَ مَنْ فِي الْقُبُورِ ، يَا مُجْرِيَ الْبُحُورِ ، يَا مُلَيْنَ الْحَدِيدِ لِدَاوُدَ ، صَلِّ عَلَى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ وَ افْعَلْ بِي ، اللَّيْلَةَ اللَّيْلَةَ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય દરેક કાર્યોની ગોઠવણ અને વ્યવસ્થા કરનાર, અય કબરવાળાઓને ફરી વખત જીવતો કરનાર, અય દરિયાઓને જારી કરનાર, અય હઝરતે દાવુદ (અ.) માટે લોઢાને નરમ કરનાર, તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર અને આજે રાત્રે જ, આજે રાત્રે જ, મારી આ બધી હાજતોને પૂરી કર (અહી પોતાની હાજતો માંગે)