દુઆએ મકારેમુલ અખલાક

Dua-e-Makaremul-Akhlaq

દુઆએ મકારેમુલ અખલાક

દુઆએ મકારેમુલ અખલાક

દૂઆએ મકારેમુલ અખલાક આ દુઆ સહીફે સજ્જદીયામાં છે, જેમાં ઈમામ ઝયનુલ આબેદીન અ. ખુદા પાસે અખલાકનો કેવી રીતે સવાલ કરવામાં આવે તે બયાન ફરમાવે છે, આ દુઆમાં સમજાય છે કે એક માણસમાં કેવા અખલાક હોવા જોઈએ,

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ آلِهٖ وَ بَلِّغْ بِاِيْمَانِىْ اَكْمَلَ الْاِيْمَانِ وَاجْعَلْ يَقِيْنِىْ اَفْضَلَ الْيَقِيْنِ وَانْتَهِ بِنِيَّتِيْ اِلٰى اَحْسَنِ النِّيَّاتِ وَ بِعَمَلِىْ اِلٰى اَحْسَنِ الْاَعْمَالِ اَللّٰهُمَّ وَفِّرْ بِلُطْفِكَ نِيَّتِىْ وَ صَحِّحْ بِمَا عِنْدَكَ يَقِيْنِىْ وَاسْتَصْلِحْ بِقُدْرَتِكَ مَا فَسَدَ مِنِّىْ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ آلِهٖ وَاكـْفِنِىْ مَا يَشْغَلُنِى الْاِهْتِمَامِ بِهٖ وَاسْتَعْمِلْنِىْ بِمَا تَسْئَلُنِىْ غَدًا عَنْهُ وَاسْتَفْرِغْ اَيَّامِىْ فِيْمَا خَلَقْتَنِىْ لَه وَاغْنِنِىْ وَ اَوْسِعْ عَلَىَّ فِىْ رِزْقِكَ وَ لَا تَفْتِنِىْ بِالنَّظْرِ وَ اَعِزَّنِىْ وَ لَا تَبْتَلِيَنِّىْ بِالْكـِبْرِ وَعَبِّدْنِىْ لَكَ وَ لَا تُفْسِدْ عِبَادَتِىْ بِالْعُجْبِ وَ اَجْرِ لِلنَّاسِ عَلٰى يَدِىَ الْخَيْرَ وَ لَا تَمْحَقْهُ بِالْمَنِّ وَ هَبْ لِىْ مَعَالِىَ الْاَخْلَاقِ وَاعْصِمْنِىْ مِنَ الْفَخْرِ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ وَ لَا تَرْفَعَنِىْ فِى النَّاسِ دَرَجَةً اِلَّا حَطَطْتَنِىْ عِنْدَ نَفْسِىْ مِثْلَهَا وَ لَا تُحْدِثُ لِىْ عِزًّا ظَاهِرًا اِلَّا اَحْدَثْتَ لِىْ ذِلَّةً بَاطِنَةً عِنْدَ نَفْسِىْ بِقَدَرِهَا اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ وَ مَتِّعْنِىْ بِهُدًى صَالِحٍ لَا اَسْتَبْدِلُ بِهٖ وَ طَرِيْقَةِ حَقٍّ لَا اَزِيْغُ عَنْهَا وَ نِيَّةِ رُشْدٍ لَا اَشُكُّ فِيْهَا وَ عَمِّرْنِىْ مَا كَانَ عُمْرِىْ بِذْلَةً فِىْ طَاعَتِكَ فَاِذَ كَانَ عُمْرِىْ مَرْتَعًا لِلشَّيْطَانِ فَاقْبِضْنِىْ اِلَيْكَ قَبْلَ اَنْ يَّسْبِقَ مَقْتُكَ اِلَىَّ اَوْ يَسْتَحْكِمَ غَضَبُكَ عَلَىَّ اَللّٰهُمَّ لَا تَدَعْ خَصْلَةً تُعَابُ مِنِّىْ اِلَّا اَصْلَحْتَهَا وَ لَا عَاۤئِبَةً اُوَنَّبُ بِهَا اِلَّا حَسَّنْتَهَا وَ لَا اُكْرُوْمَةً فِىَّ نَاقِصَةً اِلَّا اَتْمَمْتَهَا اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ وَ اَبْدِلْنِىْ مِنْۢ بِغْضَةِ اَهْلِ الشَّنَانِ الْمَحَبَّةَ وَ مِنْ حَسَدِ اَهْلِ الْبَغْىِ الْمَوَدَّةَ وَ مِنْ ظِنَّةِ اَهْلِ الصَّلَاحِ الثِّقَةَ وَ مِنْ عَدَاوَةِ الْاَدْنَيْنَ الْوَلَايَةَ وَ مِنْ عُقُوْقِ ذَوِىْ الْاَرْحَامِ الْمَبَرَّةَ وَ مِنْ خِذْلَانِ الْاَقْرَبِيْنَ النُّصْرَةَ وَ مِنْ حُبِّ الْمُدَارِيْنَ تَصْحِيْحَ المِقَةِ وَ مِنْ رَدِّ الْمُلَابِسِيْنَ كَرَمَ الْعِشْرَةِ وَ مِنْ مَرَارَةِ خَوْفِ الظَّالِمِيْنَ حَلَاوَةَ الْاَمَنَةِ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَاجْعَلْ لِىْ يَدًا عَلٰى مَنْ ظَلَمَنِىْ وَ لِسَانًا عَلٰى مَنْ خَاصَمَنِىْ وَ ظَفَرًۢا بِمَنْ عَانَدَنِىْ وَهَبْ لِىْ مَكْرًا عَلٰى مَنْ كـَايَدَنِىْ وَ قُدْرَةً عَلٰى مَنِ اضْطَهَدَنِىْ وَ تَكْذِيْبًا لِمَنْ قَصَبَنِىْ وَ سَلَامَةً مِّمَّنْ تَوَعَّدَنِىْ وَ وَفِّقْنِىْ لِطَاعَةِ مَنْ سَدَّدَنِىْ وَ مُتَابَعَةِ مَنْ اَرْشَدَنِىْ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَ سَدِّدْنِىْ لِاَنْ اُعَارِضَ مَنْ غَشَّنِىْ بِالنُّصْحِ وَ اَجْزِىَ مَنْ هَجَرَنِىْ بِالْبِرِّ وَ اُثِيْبَ مَنْ حَرَمَنِىْ بِالْبَذْلِ وَ اُكـَافِىَ مَنْ قَطَعَنِىْ بِالصِّلَةِ وَ اُخَالِفَ مَنِ اغْتَابَنِىْ اِلٰى حُسْنِ الذِّكْرِ وَ اَنْ اَشْكـُرَ الْحَسَنَةَ وَ اُغْضِىَ عَنِ السَّيِّئَةِ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَ حَلِّنِىْ بِحِلْيَةِ الصَّالِحِيْنَ وَ اَلْبِسْنِىْ زِيْنَةَ الْمُتَّقِيْنَ فِىْ بَسْطِ الْعَدْلِ وَ كـَظْمِ الْغَيْظِ وَ اِطْفَاۤءِ النَّائِرَةِ وَ ضِمَّ اَهْلِ الْفُرْقَةِ وَ اِصْلَاحِ ذَاتِ البَيْنِ وَ اِفْشَاۤءِ الْعَارِفَةِ وَ سَتْرِالْعَاۤئِبَةِ وَ لِيْنِ الْعَرِيْكَةِ وَ خَفْضِ الْجَنَاحِ وَ حُسْنِ السِّيْرَةِ وَ سُكـُوْنِ الرِّيْحِ وَ طِيْبِ الْمَخَالَقَةِ وَالسَّبْقِ اِلَى الْفَضِيْلَةِ وَ اِيْثَارِ التَّفَضُّلِ وَ تَرْكِ التَّعْيِيْرِ وَالْاِفْضَالِ عَلٰى غَيْرِ المُسْتَحِقِّ وَالْقَوْلِ بِالْحَقِّ وَ اِنْ عَزَّوَاسْتِقْلَالِ الْخَيْرِ وَ اِنْ كَثُرَ مِنْ قَوْلِىْ وَ فِعْلِىْ وَاسْتِكْثَارِ الشَّرِّ وَ اِنْ قَلَّ مِنْ قَوْلِىْ وَ فِعْلِىْ وَ اَكْمِلْ ذٰلِكَ لِىْ بِدَوَامِ الطَّاعَةِ وَ لُزُوْمِ الْجَمَاعَةِ وَ رَفْضِ اَهْلِ الْبِدَعِ وَ مُسْتَعْمِلِ الرَّاىِ الْمُخْتَرِعَ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَاجْعَلْ اَوْسَعَ رِزْقِكَ عَلَىَّ اِذَا كـَبِرْتُ وَ اَقْوٰى قُوَّتِكَ فِىَّ اِذَا نَصِبْتُ وَلَا تَبْتَلِيَنِّىْ بِالْكَسَلِ عَنْ عِبَادَتِكَ وَلَا الْعَمٰى عَنْ سَبِيْلِكَ وَلَا بِالتَّعَرُّضِ لِخِلَافِ مَحَبَّتِكَ وَ لَا مُجَامَعَةِ مَنْ تَفَرَّقَ عَنْكَ وَ لَا مُفَارَقَةِ مَنِ اجْتَمَعَ اِلَيْكَ اَللّٰهُمَّ اجْعَلْنِىْ اَصُوْلُ بِكَ عِنْدَ الضَّرُوْرَةِ وَ اَسْئَلُكَ عِنْدَ الْحَاجَةِ وَ اَتَضَرَّعُ اِلَيْكَ عِنْدَ الْمَسْكَنَةِ وَ لَا تَفْتِنِّىْ بِالْاِسْتِعَانَةِ بِغَيْرِكَ اِذَ اضْطُرِرْتُ وَ لَا بِالْخُضُوْعِ لِسُوَالِ غَيْرِكَ اِذَا افْتَقَرْتُ وَ لَا بِالتَّضَرُّعِ اِلٰى مَنْ دُوْنَكَ اِذَا رَهِبْتُ فَاسْتَحِقَّ بِذٰلِكَ خِذْلَانَكَ وَ مَنْعَكَ وَ اِعْرَاضَكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ اَللّٰهُمَّ اجْعَلْ مَا يُلْقِى الشَّيْطَانُ فِىْ رُوْعِىْ مِنَ التَّمَنِّىْ وَالتَّظَنِّىْ وَالْحَسَدِ ذِكْرًا لِعَظَمَتِكَ وَ تَفَكُّرًا فِىْ قُدْرَتِكَ وَ تَدْبِيْرًا عَلٰى عَدُوِّكَ وَ مَا اَجْرٰى عَلٰى لِسَانِىْ مِنْ لَفْظَةِ فُحْشَ اَوْ هُجْرٍ اَوْ شَتْمِ عِرْضٍ اَوْ شَهَادَةِ بَاطِلٍ اَوِ اغْتِيَابِ مُؤْمِنٍ غَاۤئِبٍ اَوْ سَبِّ حَاضِرٍ وَ مَا اَشْبَهَ ذٰلِكَ نُطْقًا بِالْحَمْدِ لَكَ وَ اِغْرَاقًا فِىْ الثَّنَاۤءِ عَلَيْكَ وَ ذَهَابًا فِىْ تَمْجِيْدِكَ وَ شُكْرًا لِنِعْمَتِكَ وَ اِعْتِرَافًا بِاِحْسَانِكَ وَ اِحْصَاءً لِمِنَنِكَ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَ لَا اُظْلَمَنَّ وَ اَنْتَ مُطِيْقٌ لِلدَّفْعِ عَنِّىْ وَ لَا اَظْلِمَنَّ وَ اَنْتَ الْقَادِرُ عَلَى الْقَبْضِ مِنِّىْ وَ لَا اَضِلَّنَّ وَ قَدْ اَمْكَنَتْكَ هِدَايَتِىْ وَ لَا اَفْتَقِرَنَّ وَ مِنْ عِنْدِكَ وُسْعِىْ وَ لَا اَطْغَيَنَّ وَ مِنْ عِنْدِكَ وُجْدِىْ اَللّٰهُمَّ اِلٰى مَغْفِرَتِكَ وَفَدْتُ وَ اِلٰى عَفْوِكَ قَصَدْتُ وَ اِلٰى تَجَاوُزِكَ اشْتَقْتُ وَ بِفَضْلِكَ وَثِقْتُ وَ لَيْسَ عِنْدِىْ مَا يُوْجِبُ لِىْ مَغْفِرَتَكَ وَ لَا فِىْ عَمَلِىْ مَا اَسْتَحِقُّ بِهٖ عَفْوَكَ وَ مَا لِىْ بَعْدَ اَنْ حَكَمْتُ عَلٰى نَفْسِىْ اِلَّا فَضْلُكَ فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهٖ وَ تَفَضَّلْ عَلَىَّ اَللّٰهُمَّ وَ اَنْطِقْنِىْ بِالْهُدٰى وَ اَلْهِمْنِى التَّقْوٰى وَ وَفِّقْنِىْ لِلَّتِىْ هِىَ اَزْكـٰى وَاسْتَعْمِلْنِىْ بِمَا هُوَ اَرْضٰى اَللّٰهُمَّ اَسْلُكْ بِىَ الطَّرِيْقَةَ الْمُثْلٰى وَاجْعَلْنِىْ عَلٰى مِلَّتِكَ اَمُوْتُ وَ اَحْيٰى اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَ مَتِّعْنِىْ بِالْاِقْتِصَادِ وَاجْعَلْنِىْ مِنْ اَهْلِ السَّدَادِ وَ مِنْ اَدِلَّةِ الرَّشَادِ وَ مِنْ صَالِحِىْ الْعِبَادِ وَارْزُقْنِىْ فَوْزَ الْمَعَادِ وَ سَلَامَةَ الْمِرْصَادِ اَللّٰهُمَّ خُذْ لِنَفْسِكَ مِنْ نَفْسِىْ مَا يُخَلِّصُهَا وَ اَبْقِ لِنَفْسِىْ مِنْ نَفْسِىْ مَا يُصْلِحُهَا فَاِنَّ نَفْسِىْ هَالِكَةٌ اَوْ تَعْصِمَهَا اَللّٰهُمَّ اَنْتَ عُدَّتِىْ اِنْ حَزِنْتَ وَ اَنْتَ مُنْتَجَعِىْ اِنْ حُرِمْتُ وَ بِكَ اسْتِغَاثَتِىْ اِنْ كَرِثْتُ وَ عِنْدَكَ مِمَّا فَاتَ خَلَفٌ وَ لِمَ فَسَدَ صَلَاحٌ وَ فِيْمَا اَنْكَرْتَ تَغْيِيْرٌ فَامْنُنْ عَلَىَّ قَبْلَ الْبَلَاۤءِ بِالعَافِيَةِ وَ قَبْلَ الطَّلَبِ بِالْجِدَةِ وَ قَبْلَ الضَّلَالِ بِالرَّشَادِ وَاكْفِنِىْ مَؤُنَةَ مَعَرَّةِ الْعِبَادِ وَ هَبْ لِىْ اَمْنَ يَوْمِ الْمَعَادِ وَامْنِحْنى حُسْنُ الْاِرْشَادِ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَادْرَأْ عَنِّىْ بِلُطْفِكَ وَاغْذُنِىْ بِنِعْمَتِكَ وَ اَصْلِحْنِىْ بِكَرَمِكَ وَ دَاوِنِىْ بِصُنْعِكَ وَ اَظِلَّنِىْ فِىْ ذَرَاكَ وَ جَلِّلْنِىْ رِضَاكَ وَ وَفِّقْنِىْ اِذَا اشْتَكَلَتْ عَلَىَّ الْاُمُوْرِ لِاَهْدَاهَا وَ اِذَا تَشَابَهَتِ الْاَعْمَالُ لِاَزْكـَاهَا وَ اِذَا تَنَاقَضَتِ الْمِلَلُ لِاَرْضَاهَا اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَ تَوِّجْنِىْ بِالْكِفَايَةِ وَ سُمْنِىْ حُسْنَ الْوِلَايَةِ وَ هَبْ لِىْ صِدْقَ الْهِدَايَةِ وَ لَا تَفْتِنِّىْ بِالسَّعَةِ وَامْنِحْنِىْ حُسْنَ الدَّعَةِ وَ لَا تَجْعَلْ عَيْشِىْ كـَدًّا كـَدًّا وَ لَا تَرُدَّ دُعَائِىْ عَلَىَّ رَدًّا فَاِنِّىْ لَا اَجْعَلُ لَكَ ضِدًّا وَ لَا اَدْعُوْا مَعَكَ نِدًّا اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهٖ وَامْنَعْنِىْ مِنَ السَّرَفِ وَ حَصِّنْ رِزْقِىْ مِنَ التَّلَفِ وَ وَفِّرْ مَلَكَتِىْ بِالْبَرَكَةِ فِيْهِ وَ اَصِبْ بِىْ سَبِيْلَ الْهِدَايَةِ لِلْبِرِّ فِيْمَا اُنْفِقُ مِنْهُ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَاكـْفِنِىْ مَؤُنَةَ الْاِكـْتِسَابِ وَارْزُقْنِىْ مِنْ غَيْرِ اِحْتِسَابٍ فَلَا اَشْتَغِلَ عِنْ عِبَادَتِكَ بِالطَّلَبِ وَ لَا اَحْتَمِلَ اِصْرَ تَبِعَاتِ الْمَكـْسَبِ اَللّٰهُمَّ فَاَطْلِبْنِىْ بِقُدْرتِكَ مَا اَطْلُبُ وَ اَجِرْنِىْ بِعِزَّتِكَ مِمَّا اَرْهَبُ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَصُنْ وَجْهِىْ بِالْيَسَارِ وَ لَا تَبْتَذِلْ جَاهِىْ بِالْاِقْتَارِ فَاَسْتَرْزِقَ اَهْلَ رِزْقِكَ وَ اَسْتَعْطِىَ شِرَارَ خَلْقِكَ فَاَفْتَتِنَ بِحَمْدِ مَنْ اَعْطَانِىْ وَ اَبْتَلٰى بِذَمِّ مَنْ مَنَعَنِىْ وَ اَنْتَ مِنْ دُوْنِهِمْ وَلِىُّ الْاِعْطَاۤءِ وَالْمَنْعِ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهٖ وَارْزُقْنِىْ صِحَّةً فِىْ عِبَادَةٍ وَ فَرَاغًا فِىْ زَهَادَةٍ وَ عِلْمًا فِىْ اسْتِعْمَالٍ وَ وَرَعًا فِىْ اِجْمَالٍ اَللّٰهُمَّ اخْتِمْ بِعَفْوِكَ اَجَلِىْ وَ حَقِّقْ فِىْ رَجَاءِ رَحْمَتِكَ اَمَلِىْ وَ سَهِّلْ اِلٰى بُلُوْغِ رِضَاكَ سُبُلِىْ وَ حَسِّنْ فِىْ جَمِيْعِ اَحْوَالِىْ عَمَلِىْ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَ نَبِّهْنِىْ لِذِكْرِكَ فِىْ اَوْقَاتِ الْغَفْلَةِ وَاسْتَعْمِلْنِىْ بِطَاعَتِكَ فِىْ اَيَّامِ الْمُهْلَةِ وَانْهَجْ لِىْ اِلٰى مَحَبَّتِكَ سَبِيْلًا سَهْلَةً اَكْمِلْ لِىْ بِهَا خَيْرَ الدُّنْيَا وَالْاٰخِرَةِ اَللّٰهُمَّ وَ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ كَاَفْضَلِ مَا صَلَّيْتَ عَلٰى اَحَدٍ مِّنْ خَلْقِكَ قَبْلَه وَ اَنْتَ مُصَلٍّ عَلٰى اَحَدٍ بَعْدَه وَ اٰتِنَا فِى الدُّنْيَا حَسَنَةً وَ فِى الْاٰخِرَةٍ حَسَنَةً وَّ قِنِىْ بِرَحْمَتِكَ عَذَابَ النَّارِ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા ઈમાનને સંપૂર્ણ ઈમાનના દરજ્જા સુધી પહોંચાડ, મારા યકીનને પાકું યકીન બનાવ, મારી નિયતને બહેતરીન નિયત અને મારા અમલને બહેતરીન અમલના દરજ્જા સુધી બૂલંદ કર, ખુદાયા તારી મહેરબાનીથી મારી નિય્યતને ખાલિસ (સાચી) કર, તારી રહેમતથી મારા યકીનને મજબૂત કર, તારી કુદરતથી મારામાં જે કાઈ ખરાબી હોય તેને સુધારી આપ. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, જે કામ કાજ તારી ઈબાદતમાં રૂકાવટ બને તેવા કામોને મારાથી દૂર કર, જેના વિષે આખેરતમાં તું મારાથી સવાલ પૂછવાનો છે તે કામો કરવાની તૌફીક અતા કર, જે મકસદ માટે પૈદા કરવામાં આવ્યો છું, દિવસ રાત મને તે કામોમાં મશગુલ કર, મને લોકોની મોહતાજીથી દૂર કર, મારી રોઝીમાં વધારો કર પરંતું મોહલત આપીને મારૂં ઈમ્તેહાન ન લે, મને ઇઝ્ઝત અતા કર પરંતુ તેનાથી ઘમંડી ન બનાવ, મને તારો ઈબાદત ગુઝાર બંદો બનાવ, પરંતુ મારી ઈબાદતને ખુદપસંદીથી બરબાદ ન થવા દે, મને લોકો માટે ભલાઈ કરવાની તૌફીક અતા કર પરંતું તેનો એહસાન જતાવીને ભલાઈને નાબૂદ થવાથી બચાવ, મને સારા અખલાક અતા કર પરંતું તે માટે ઘમંડી ન બનાવ. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, લોકોમાં મારા દરજ્જાને જેટલો બૂલંદ કર એટલો જ મારી નજરમાં મને નીચો કર, જાહેરમાં જેટલી મને ઇઝ્ઝત આપ તેટલો જ મારામાં હું ઝીલ્લત મહેસુસ કરવા લાગુ. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મને એવી નેક હિદાયતથી ફાયદો પહોંચાડ કે જેને (દુનિયાની) બીજી કોઈ વસ્તુથી ન બદલું, એવા હક રસ્તા ઉપર બાકી રાખ કે જેના પછી તેનાથી ન હટુ, એવી નેક નિયત અતા કર કે જેમાં કોઈ જાતનો શક ન કરૂં, જ્યાં સુધી મારી જીંદગી તારી ફરમા બરદારીમાં ગુજરે મને જીવતો રાખ, જો મારી જીંદગી શયતાનની ચરવાની જગ્યા બની જાય, તે પહેલાં કે તારો ગઝબ અને નારાજગીનો હકદાર બનું મને ઉઠાવી લે. અય અલ્લાહ! મારી એવી કોઈ આદત જે મારા માટે ખરાબ હોય તેને સુધાર્યા વિના રાખીશ નહિ, મારી એવી કોઈ ખામી કે જેના વિષે મને બોલવામાં આવે તેને સુધાર્યા વિના રાખીશ નહિ, જે સારી સીફતો મારામાં અધૂરી હોય તેને પૂરી કર્યા વિના રાખીશ નહિ. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, બદલી આપ મારા દુશ્મનોની નફરતને મોહબ્બતથી, મારા ઉપર ઝૂલ્મ કરનાર હસદ્ખોરને દોસ્તીથી, નેક લોકોના ગુમાનને ભરોસાથી, હલકા લોકોની દુશ્મનીને મોહબ્બતથી, સગાવહાલાઓની નાફરમાનીને નેકીથી, સગાવ્હાલાઓની દૂરીને મદદથી, ખુશામદીઓના ઝાહેરી મોહબ્બતને સાચી મોહબ્બતથી, સાથીઓના ખરાબ વ્યહવારને સારા અખલાકથી, ઝાલીમોના ડરની કડવાહટને અમન અને સુકુનની મીઠાશથી બદલી આપ. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મને ઝાલીમોના મુકાબલામાં તાકત, જે મારાથી ઝઘડો કરે તેના માટે દલીલ કરનારી ઝબાન, જે મારાથી દુશ્મની કરે તેના ઉપર કામિયાબી, જે મારાથી દગો કરે તેના દગાનો તોડ, જે મને દબાવે તેના ઉપર કાબૂ, જે મારૂં ખરાબ બોલે તેને ખોટો સાબિત કરવાની હિમ્મત, જે મને ડરાવે તેનાથી મને સલામતી, જે મારી ઈસ્લાહ કરે તેની ઇતાઅત અને જે સીધો રસ્તો દેખાડે તેની પેરવી કરવાની તૌફીક અતા કર. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મને તૌફીક અતા કર કે જે મારાથી દગો કરે તેના સાથે હું નેકી કરૂં, જે મને છોડી દે તેના સાથે સારા અખલાકથી પેશ આવું, જે મને મહેરૂમ કરે તેને હું અતા કરૂં, જે મારાથી સંબંધને તોડી દે તેનાથી હું સંબંધ જોડીને સીલેરહેમ કરૂં, જે મારી ગીબત કરે તેની સારી વાતો બયાન કરૂં, જે મારા સાથે નેકી કરે તેનો શુક્રિયા અદા કરૂં અને જે બૂરાઇ કરે તેનાં તરફ ધ્યાન ન આપું. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મને નેક લોકોના સારા અખલાકથી શણગાર, મને મુત્તકીઓનાં જેવો લિબાસ અતા કર કે જેથી ઇન્સાફ્ને ફૈલાવું, ગુસ્સાને પી લઉં, નફરતની આગને બૂઝાવું, ઇખ્તેલાફ કરનારાઓને એક કરી શકું, લોકોના વચમાં સુલેહ શાંતિ કરાવું, નેકીઓને ફેલાવું અને ખરાબીઓ ઉપર પડદો નાખુ, સ્વભાવને નરમ રાખુ, ખભાને જુકાવી શકું, સારી સીરતને અપનાવું, માહોલને સારો તથા અખલાકને પાકીઝા બનાવું, ફઝીલતો તરફ આગળ વધુ, મહેરબાની અને સખાવતને ઇખ્તેયાર કરી શકું, ન તો કોઈની બેઈઝ્ઝતી કરૂં કે ન કોઈ ગેર મુસ્તહક ઉપર મહેરબાની કરૂં, જયારે પણ બોલું તો ફક્ત હક જ બયાન કરૂં, ભલે પછી બોલવું સખત હોય, મારી વાત અને અમલમાં નેકીઓને ઓછી સમજું, ભલે પછી નેકીઓ વધારે હોય, મારી તમામ નેકીઓને કામિલ કર જેથી હંમેશા તેના પ્રમાણે ચાલતો રહું, હળી મળીને જમાઅત સાથે રહું, બિદઅતી અને પોતાના વિચારો ઉપર ચાલનારાઓથી દૂર રહું. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, જ્યારે હું બુઢો થઇ જાઉં તો તારી બહોળી રોઝી મને અતા કર, જ્યારે હું કમઝોર અને બીમાર થઇ જાઉં તો તારી તાકતથી સહારો અતા કર, તારી ઈબાદતો માટે મારાથી આળસને દૂર કર, તારા રસ્તાથી ભટકવા ન દે, મને તારી મોહબ્બતના વિરૂધ દરેક કામો કરવાથી બચાવી લે, જે લોકો તારાથી દૂર હોય તેમના સાથે ન રહું અને જેઓ તારા સાથે છે તેમનાથી દૂર ન થાઉં. અય અલ્લાહ! મને એવો બનાવ કે જરૂરતના વખતે તારા જ તરફ આગળ વધુ, હાજતના વખતે તારી પાસે માંગણી કરૂં, મીસ્કીની (મોહતાજી) માં તારી તરફ આજીજી કરૂં, મારૂં ઇમ્તેહાન એ રીતે ન લે કે મજબુરીમાં તારા સિવાય બીજા કોઈ પાસે મદદ માંગું, યા ફકીરીમાં તારા સિવાય બીજા કોઈ પાસે આજીજી કરવા લાગુ, યા ડરના વખતે તારા સિવાય બીજા કોઈ પાસે ફરિયાદ કરવા લાગુ, નહિતર તારી નજીક બેઈઝઝ્તી, નાકામી અને તારાથી દૂરીનો હકદાર બની જઈશ, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર. અય અલ્લાહ! જો શયતાન મારા દિલમાં લાલચ, હસદ અને બદગુમાની નાખે તો તે દિલને તારી અઝમતની યાદ, તારી કુદરતમાં વિચાર, અને તારા દુશ્મન (શયતાન)થી બચવાની યોજના (તદબીર) કરવામાં મશગુલ કર, જ્યારે શયતાન મારી જીભ ઉપર કોઈ ખરાબ શબ્દ, ગાળ, બાતીલની ગવાહી, મોમીનની ગીબત યા મોમીનની ઇઝ્ઝતને ઓછી કરનાર શબ્દો યા તેના જેવા કોઈ પણ શબ્દો બોલાવવા માંગે, તો તેના બદલામાં મને તારા વખાણ, તારી બુઝુર્ગી, તારી મુસલસલ પ્રસંશા, તારી નેઅમતોનો શુક્ર, તારા એહસાન અને મહેરબાનીઓની ગણતરી કરવામાં મને મશગુલ કર. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા ઉપર ઝૂલ્મ ન થવા દે કેમ કે તું તેને દફે કરવાની તાકત રાખે છે, હું પણ કોઈ ઉપર ઝૂલ્મ ન કરૂં કેમ કે તું મારા હાથને રોકવા ઉપર કુદરત રાખે છે, હું ગુમરાહ ન થવા પામું કેમ કે મારી હિદાયત કરવી તારા માટે આસાન છે, હું મોહતાજ ન રહું કેમ કે રોઝીમાં વધારો કરવો તે તારા હાથમાં છે, નાફરમાન (સરકશ) ન થઇ જાઉં કેમ કે મારી પાસે જે કાંઈ છે તે તારૂં આપેલું છે. અય મારા અલ્લાહ! તારી મગ્ફેરત લેવા આવ્યો છું, તારી માફીનો તલબગાર અને તારી બક્ષીસની આશા રાખું છું, મને તો ફક્ત તારી મહેરબાની ઉપર ભરોસો છે, મારા પાસે એવી કોઈ વસ્તુ નથી કે જેથી માફી મળી શકે, ન તો મારો કોઈ એવો અમલ છે કે જેથી માફીનો હકદાર બનું, હવે જ્યારે હું પોતે જ મારા વિરૂધ્ધ ફેંસલો આપ્યો છે તો મારા માટે તારા ફઝલો કરમ સિવાય બીજો કોઈ સહારો નથી, માટે મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ અને મારા ઉપર મહેરબાની કર. અય મારા અલ્લાહ! હિદાયત સાથે બોલવાની તૌફીક અતા કર, પરહેઝરીને મારા દિલ સુધી પહોંચાડ, પાક અમલ કરવાની તૌફીક અતા કર, તને વધારે પસંદ હોય તેવા કામમાં મશગુલ કર. અય મારા અલ્લાહ! તારા સારામાં સારા રસ્તા ઉપર ચાલવાનો સવાલ કરૂં છું, મારી મૌત અને જીંદગી તારા દીન ઉપર કરાર દે. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મને કરકસરની જીંદગી અતા કર, મારી તે લોકોમાં ગણતરી કર કે જે લોકો સીધા રસ્તા ઉપર ચાલે, નેક રસ્તાની હિદાયત કરે, અને તારા નેક બંદા હોય, મને આખેરતની કામિયાબી અતા કર, અને જહન્નમની આગથી બચાવ. અય અલ્લાહ! મારા નફસમાંથી એક ભાગ તારી બલા અને ઇમ્તેહાન માટે ખાસ કર જેથી અઝાબથી નજાત અપાવી શકે, એક ભાગ જેનાથી દુનિયાની વસ્તુઓને સુધારી શકું તે મારા માટે રહેવા દે, કેમ કે મારૂ નફસ તો હલાક થવાવાળું છે સિવાય કે તું બચાવી લે. અય મારા અલ્લાહ! જ્યારે હું ગમમાં હોઉં છું તો તું મારો સહારો હોય છે, જ્યારે લોકો મને મહેરૂમ કરે (છોડી દે) તો તું મારો આશરો હોય છે, જ્યારે હું મુસીબતોમાં ફસાઈ જાઉં છું તો મદદ માટે તારી પાસે ફરિયાદ કરૂં છું, જે કાઈ ચાલ્યું ગયું તેનો બદલો, જે કાઈ ખરાબ થઇ ગયું તેની સુધારણા અને જેને તું નાપસંદ કરે છે તેને બદલવું તારા હાથમાં છે, તે માટે બલા આવવા પહેલા સલામતી, માંગણી કરવા પહેલા માલદારી, ગુમરાહી પહેલા હિદાયત આપીને મારા ઉપર એહસાન કર, મને લોકોના મેણાની તકલીફથી બચાવી લે, કયામતના દિવસે અમાન અને સલામતી અતા કર,અને સારામાં સારી હિદાયત અતા કર. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, તારી મહેરબાનીથી મારાથી બૂરાઈઓ દૂર કર, તારી નેઅમતોથી મારી પરવરીશ અને તારા કરમથી મારી ઈસ્લાહ (સુધારો) કર, તારા ફઝલો કરમથી મારા શરીરની તથા રૂહાની બીમારીઓનો ઈલાજ કર, મને તારી રહેમતના છાયા નીચે જગ્યા અતા કર, તારી ખુશીઓમાં મને ઢાંકી લે, જયારે કામોમાં શક થવા લાગે તો જે કામમાં વધારે સવાબ હોય, જયારે અમલમાં ખબર ન પડે તો જે વધારે પાક હોય, જ્યારે મઝહબો (અકીદા) માં ઇખ્તેલાફ થવા લાગે તો જે તને વધારે પસંદ હોય તેના ઉપર અમલ કરવાની તૌફીક અતા કર. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મને બેનીયાઝીનો તાજ પહેરાવ, મારા કામો અને મારી જીમ્મેદારીને સરખી રીતે અદા કરનાર બનાવ, મને સાચી હિદાયત અતા કર, મને ખુશહાલીમાં તારા રસ્તાથી ભટકવા ન દે, મને સુકુનની જીંદગી અતા કર, તેમાં તકલીફ અને સખ્તી ન આવવા દે, મારી દુઆને રદ ન કર, કેમ કે હું ન તો તારો કોઈને હરીફ બનાવ્યો છે કે ન તો કોઈને તારા બરાબર (જેવો) સમજું છું. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મને ઇસરાફ (ખોટા ખર્ચા) થી દૂર રાખ, મારી રોઝીને બરબાદ થવાથી બચાવી લે, મારા માલમાં બરકત આપીને વધારો કર, તેમાંથી નેક કામોમાં ખરચ કરવાના કારણે હક રસ્તો અને સવાબ અતા કર. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારી કમાણી કરવામાં જે તકલીફ આવે તેને દૂર કર, મને બેહિસાબ રોઝી અતા કર જેથી રોઝીની તલાશના લીધે તારી ઈબાદતથી દૂર ન થઇ જાઉં, રોઝીને હાસિલ કરવાની તકલીફોમાં ઘેરાય ન જાઉં, અય મારા અલ્લાહ! જે કાંઈ તારી પાસે માંગું છું તારી કુદરતથી મને અતા કર, જે વસ્તુથી ડરૂ છું તારી ઇઝ્ઝતના વાસ્તાથી મને પનાહ અતા કર. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, કોઈનો મોહતાજ ન બનાવીને મારી ઇઝ્ઝતને સાચવી દે, ગરીબી અને ફકીરીના લીધે મારી ઇઝ્ઝતને લોકો સામે ઓછી ન થવા દે, કે જે તારા મોહતાજ છે તેમના પાસે માંગવા લાગુ, અને તારા ખરાબ બંદાઓ સામે હાથ ફેલાવવા લાગુ, જેથી હું તેના વખાણ કરૂં કે જે મને આપે અને જે ન આપે તેની બૂરાઇ કરવા લાગુ, જયારે કે દેવું અને ન દેવું એ ફક્ત તારા હાથમાં છે. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મને એવી તંદુરસ્તી અતા કર કે જે તારી ઇબાદતમાં કામ આવે, એવી ફુરસદ અતા કર કે જે દુનિયાથી દૂરીમાં કામ આવે, એવું ઈલ્મ અતા કર જે અમલ સાથે હોય, એવી પરહેઝગારી જે દરમિયાની હોય જેથી વસવસામાં ઘેરાય ન જાવ. અય મારા અલ્લાહ! મારી જીંદગીને તારી માફી સાથે ખત્મ કર, તારી રહેમતથી મારી જે ઉમ્મીદો છે તેને પૂરી કર, તારી ખુશી સુધી પહોચવા માટે રસ્તો આસાન કર, હર હાલમાં મારા અમલને બહેતર બનાવ. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મને ગફલતના સમયે તારા ઝીક્રથી જગાડી દે, મોહલતનાં સમયે તારી ઇતાઅતમાં મશગુલ કર, તારી મોહબ્બત સુધી પહોચવાનો આસાન રસ્તો ખોલી દે, તેનાથી મને દુનિયા અને આખેરતની તમામ ભલાઈઓ નસીબ કર. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, એવી રહેમત કે આના પહેલા કોઈ મખ્લુક ઉપર નાઝીલ ન કરી હોય, આના પછી પણ કોઈ ઉપર નાઝીલ કરવાનો ન હોય, દુનિયામાં પણ નેકી અતા કર અને આખેરતમાં પણ નેકી અતા કર, તારી રહેમતના વસ્તાથી જહન્નમની આગથી નજાત અતા કર. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ.
اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

Alvi110

શબે કદ્રના આમાલ