દુઆએ તૌબા

Dua e Tauba

દુઆએ તૌબા

આ દુઆ ઈમામે ઝયનુલ આબેદીન અ. તાલીમ આપી છે, આમાં તે દરેકને તૌબા કરવાનો રસ્તો દેખાડવામાં આવ્યો છે જેને ગુનાહોનો એહસાસ થઇ જાય, અને જિંદગીનો હિસાબ કરીને આખેરતની તૈયારી કરવા ચાહે, ગુનાહોની માફી માટે એક અનમોલ દુઆનો ભાવાનુવાદ આપણી સામે રજુ કરૂં છું.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ اَللّٰهُمَّ يَا مَنْ لَا يَصِفُه نَعْتُ الْوَاصِفِيْنَ وَ يَا مَنْ لَا يُجَاوِزُه رَجَاۤءُ الرَّاجِيْنَ وَ يَا مَنْ لَا يَضِيْعُ لَدَيْهِ اَجْرُ الْمُحْسِنِيْنَ وَ يَا مَنْ هُوَ مُنْتَهٰى خَوْفِ الْعَابِدِيْنَ وَ يَا مَنْ هُوَ غَايَةُ خَشْيَةِ الْمُتَّقِيْنَ هٰذَا مَقَامُ مَنْ تَدَاوَلَتْهُ اَيْدِى الذُّنُوْبِ وَقَادَتْهُ اَزِمَّةُ الْخَطَايَا وَ اسْتَحْوَذَ عَلَيْهِ الشَّيْطٰنُ فَقَصَّرَ عَمَّا اَمَرْتَ بِهٖ تَفْرِيْطًا وَ تَعَاطٰى مَا نَهَيْتَ عَنْهُ تَغْرِيْرًا كَالْجَاهِلِ بِقُدْرَتِكَ عَلَيْهِ اَوْ كـَالْمُنْكـَرِ فَضْلَ اِحْسَانِكَ اِلَيْهِ حَتّٰى اِذَا انْفَتَحَ لَه بَصَرُ الْهُدٰى وَ تَقَشَّعَتْ عَنْهُ سَحَاۤئِبُ لْعَمٰى اَحْصٰى مَا ظَلَمَ بِهٖ نَفْسَه وَ فَكَّرَ فِيْمَا خَالَفَ بِهٖ رَبَّه فَرَاٰى كَبِيْرَ عِصْيَانِهٖ كَبِيْرًا وَ َلِيْلَ مُخَالَفَتِهٖ جَلِيْلًا فَاَقْبَلَ نَحْوَكَ مُؤَمِّلًا لَكَ مُسْتَحِيًّا مِنْكَ وَ وَجَّهَ رَغْبَتُه اِلَيْكَ ثِقَةً بِكَ فَاَمَّكَ بِطَمَعِهٖ يَقِيْنًا وَ قَصَدَكَ بِخَوْفِهٖ اِخْلَاصًا قَدْ خَلَا طَمَعُه مِنْ كُلِّ مَطْمُوْعٍ فِيْهِ غَيْرِكَ وَ اَفْرَخَ رَوْعُه مِنْ كُلِّ مَحْذُوْرٍ مِنْهُ سِوَاكَ فَمَثَلَ بَيْنَ يَدَيْكَ مُتَضَرِّعًاوَ غَمَّضَ بَصَرَه اِلَى الْاَرْضِ مُتَخَشِّعًا وَ طَاْطَاَ رَأْسَه لِعِزَّتِكَ مُتَذَلِّلَاوَ اَبَثَّكَ مِنْ سِرِّهٖ مَآ اَنْتَ اَعْلَمُ بِهٖ مِنْهُ خُضُوْعًاوَ عَدَّدَ مِنْ ذُنُوْبِهٖ مَآ اَنْتَ اَحْصٰى لَهَا خُشُوْعًاوَاسْتَغَاثَ بِكَ مِنْ عَظِيْمِ مَا وَقَعَ بِهٖ فِىْ عِلْمِكَ وَ قَبِيْحِ مَا فَضَحَه فِىْ حُكْمِكَ مِنْ ذُنُوْبٍ اَدْبَرَتْ لَذَّاتُهَا فَذَهَبَتْ وَ اَقَامَتْ تَبِعَاتُهَا فَلَزِمَتْ لَا يُنْكِرُ يَآ اِلٰهِىْ عَدْلَكَ اِنْ عَاقَبْتَه وَ لَا يَسْتَعْظِمُ عَفْوَكَ اِنْ عَفَوْتَ عَنْهُ وَ رَحِمْتَه لِاَنَّكَ الرَّبُّ الْكَرِيْمُ الَّذِىْ لَا يَتَعَاظَمُه غُفْرَانُ الذَّنْبِ الْعَظِيْمِ اَللّٰهُمَّ فَهَا اَنَاذَا قَدْ جِئْتُكَ مُطِيْعًا لِاَمْرِكَ فِيْمَآ اَمَرْتَ بِهٖ مِنَ الدُّعَاۤءِ مُتَنَجِّزًا وَعْدَكَ فِيْمَا وَعَدْتَ بِهٖ مِنَ الْاِجَابَةِ اِذْ تَقُوْلُ ادْعُوْنِىْ اَسْتَجِبْ لَكُمْ اَللّٰهُمَّ فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهٖ وَ الْقَنِىْ بِمَغْفِرَتِكَ كَمَا لَقِيْتُكَ بِاِقْرَارِىْ وَارْفَعْنِىْ عَنْ مَصَارِعِ الذُّنُوْبِ كَمَا وَضَعْتُ لَكَ نَفْسِىْ وَاسْتُرْنِىْ بِسِتْرِكَ كَمَا تَاَنَّيْتَنِىْ عَنِ الْاِنْتِقَامِ مِنِّىْ اَللّٰهُمَّ وَ ثَبِّتْ فِىْ طَاعَتِكَ نِيَّتِىْ وَاَحْكِمْ فِىْ عِبَادَتِكَ بَصِيْرَتِىْ وَ وَفِّقْنِىْ مِنَ الْاَعْمَالِ لِمَا تَغْسِلُ بِهٖ دَنَسَ الْخَطَايَا عَنِّىْ وَ تَوَفَّنِىْ عَلٰى مِلَّتِكَ وَ مِلَّةِ نَبِيِّكَ مُحَمَّدٍ اِذَا تَوَفَّيْتَنِىْ اَللّٰهُمَّ اِنِّىْٓ اَتُوْبُ اِلَيْكَ فِىْ مَقَامِىْ هٰذَا مِنْ كَبَاۤئِرِ ذُنُوْبِىْ وَ صَغَاۤئِرِهَا وَ بِوَاطِنِ سَيِّئٰاتِىْ وَ ظَوَاهِرِهَا وَ سَوَالِفِ زَلاَّتِىْ وَ حَوَادِثِهَا تَوْبَةَ مَنْ لَا يُحَدِّثُ نَفْسَه بِمَعْصِيَةٍ وَلَا يُضْمِرُ اَنْ يَعُوْدُ فِىْ خَطِيْٓئَةٍ وَ قَدْ قُلْتَ يَا اِلٰهِىْ فِىْ مُحْكَمِ كِتَابِكَ اِنَّكَ تَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِكَ وَ تَعْفُوْ عَنِ السَّيِّئٰاتِ وَ تُحِبُّ التَّوَّابِيْنَ فَاقْبَلْ تَوْبَتِىْ كَمَا وَعَدْتَ وَاعْفُ عَنْ سَيِّئٰاتِىْ كَمَا ضَمِنْتَ وَ اَوْجِبْ لِىْ مَحَبَّتَكَ كَمَا شَرَطْتَ وَ لَكَ يَا رَبِّ شَرْطِىْ اَلاَّ اَعُوْدَ فِىْ مَكْرُوْهِكَ وَ ضَمَانِىْ اَلاَّ اَرْجِعَ فِىْ مَذْمُوْمِكَ وَ عَهْدِىْ اَنْ اَهْجُرَ جَمِيْعَ مَعَاصِيْكَ اَللّٰهُمَّ اِنَّكَ اَعْلَمُ بِمَا عَمِلْتُ فَاغْفِرْلِىْ مَا عَلِمْتَ وَاصْرِفْنِىْ بِقُدْرَتِكَ اِلٰى مَا اَحْبَبْتَ اَللّٰهُمَّ وَ عَلَىَّ تَبِعَاتٌ قَدْ حَفِظْتُهُنَّ وَ تَبِعَاتٌ قَدْ نَسِيْتُهُنَّ وَ كـُلُّهُنَّ بِعَيْنِكَ الَّتِىْ لَا تَنَامُ وَ عِلْمِكَ الَّذِىْ لَا يَنْسٰى فَعَوِّضْ مِنْهَآ اَهْلَهَا وَاحْطُطْ عَنِّىْ وِزْرَهَا وَ خَفِّفْ عَنِّىْ ثِقْلَهَا وَاعْصِمْنِىْ مِنْ اَنْ اُقَارِفَ مِثْلَهَا اَللّٰهُمَّ وَ اِنَّه لَا وَفَاءَ لِىْ بِالتَّوْبَةِ اِلَّا بِعِصْمَتِكَ وَ لَا اسْتِمْسَاكَ بِىْ عَنِ الْخَطَايَا اِلَّا عَنْ قُوَّتِكَ فَقَوِّنِىْ بِقُوَّةٍ كَافِيَةٍ وَ تَوَلَّنِىْ بِعِصْمَةٍ مَانِعَةٍ اَللّٰهُمَّ اَيُّمَا عَبْدٍ تَابَ اِلَيْكَ وَ هُوَ فِىْ عِلْمِ الْغَيْبِ عِنْدَكَ فَاسِخٌ لِتَوْبَتِهٖ وَ عَائِدٌ فِىْ ذَنْبِهٖ وَ خَطِيْٓئَتِهٖ فَاِنِّىْ اَعُوْذُ بِكَ اَنْ اَكُوْنَ كَذٰلِكَ فَاجْعَلْ تَوْبَتِىْ هٰذِهٖ تَوْبَةً لَا اَحْتَاجُ بَعْدَهَا اِلٰى تَوْبَةً مُوْجِبَةً لِمَحْوِ مَا سَلَفَ وَ السَّلَامَةِ فِيْمَا بَقِىَ اَللّٰهُمَّ اِنِّىْ اَعْتَذِرُ اِلَيْكَ مِنْ جَهْلِىْ وَ اَسْتَوْهِبُكَ سُوْءَ فِعْلِىْ فَاضْمُمْنِىْ اِلٰى كَنَفِ رَحْمَتِكَ تَطَوُّلًا وَاسْتُرْنِىْ بِسِتْرِ عَافِيَتِكَ تَفَضُّلًا اَللّٰهُمَّ وَ اِنِّىْ تَتُوْبُ اِلَيْكَ مِنْ كُلِّ مَا خَالَفَ اِرَادَتَكَ اَوْزَالَ عَنْ مَحَبَّتِكَ مِنْ خَطَرَاتِ قَلْبِىْ وَ لَحَظَاتِ عَيْنِىْ وَ حِكـَايَاتِ لِسَانِىْ تَوْبَةً تَسْلَمُ بِهَا كُلُّ جَارِحَةٍ عَلٰى حِيَالِهَا مِنْ تَبِعَاتِكَ وَ تَا مَنُ مِمَّا يَخَافُ الْمُعْتَدُوْنَ مِنْ اَلِيْمِ سَطَوَاتِكَ اَللّٰهُمَّ فَارْحَمْ وَحْدَتِىْ بَيْنَ يَدَيْكَ وَ وَجِيْبَ قَلْبِىْ مِنْ خَشْيَتِكَ وَاضْطِرَابَ اَرْكَانِىْ مِنْ هَيْبَتِكَ فَقَدْ اَقَامَتْنِىْ يَا رَبِّ ذُنُوْبِىْ مَقَامَ الْخِزْىِ بِفِنَاۤئِكَ فَاِنْ سَكَتُّ لَمْ يَنْطِقُ عَنِّىْ اَحَدٌ وَ اِنْ شَفَعْتُ فَلَسْتُ بِاَهْلِ الشَّفَاعَةِ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهٖ وَ شَفِّعْ فِىْ خَطَايَاىَ كَرَمَكَ وَ عُدْ عَلٰى سَيِّئٰاتِىْ بِعَفْوِكَ وَ لَا تَجْزِنـِىْ جَزَاۤئِىْ مِنْ عُقُوْبَتِكَ وَابْسُطْ عَلَىَّ طَوْلَكَ وَ جَلِّلْنِىْ بِسِتْرِكَ وَافْعَلْ بِىْ فِعْلَ عَزِيْزٍ تَضَرَّعَ اِلَيْهِ عَبْدٌ ذَلِيْلٌ فَرَحِمَه اَوْ غَنِىٍّ تَعَرَّضَ لَه عَبْدٌ فَقِيْرٌ فَنَعَشَه اَللّٰهُمَّ لَا خَفِيْرَ لِىْ مِنْكَ فَلْيَخْفُرْنِىْ عِزُّكَ وَ لَا شَفِيْعَ لِىْ اِلَيْكَ فَلْيَشْفَعْ لِىْ فَضْلُكَ وَ قَدْ اَوْجَلَتْنِىْ خَطَايَاىَ فَلْيُؤْمِنِّىْ عَفْوُكَ فَمَا كُلُّ مَا نَطَقْتُ بِهٖ عَنْ جَهْلٍ مِنِّىْ بِسُوْٓ ءِ اَثَرِىْ وَ لَا نِسْيَانٍ لِمَا سَبَقَ مِنْ ذَمِيْمِ فِعْلِىْ وَ لٰكِنْ لِتَسْمَعَ سَمَاۤؤُكَ وَ مَنْ فِيْهَا وَ اَرْضُكَ وَ مَنْ عَلَيْهَا مَآ اَظْهَرْتُ لَكَ مِنَ النَّدَمِ وَ لَجَأْتُ اِلَيْكَ فِيْهِ مِنَ التَّوْبَةِ فَلَعَلَّ بَعْضَهُمْ بِرَحْمَتِكَ يَرْحَمُنِىْ لِسُوْٓ ءِ مَوْقِفِىْ اَوْ تُدْرِكْهُ الرِّقَّةُ عَلَىَّ لِسُوْ ءِ حَالِىْ فَيَنَالَنِىْ مِنْهُ بِدَعْوَةٍ هِىَ اَسْمَعُ لَدَيْكَ مِنْ دُعَاۤئِىْ اَوْ شَفَاعَةٍ اَوْكَدُ عِنْدَكَ مِنْ شَفَاعَتِىْ تَكُوْنُ بِهَا نَجَاتِىْ مِنْ غَضَبِكَ وَ فَوْزَتِىْ بِرِضَاكَ اَللّٰهُمَّ اِنْ يَّكـُنِ النَّدَمُ تَوْبَةً اِلَيْكَ فَاَنَا اَنْدَمُ النَّادِمِيْنَ وَ اِنْ يَّكُنِ التَّرْكُ لِمَعْصِيَتِكَ اِنَابَةً فَاَنَا اَوَّلُ الْمُنِيْبِيْنَ وَ اِنْ يَّكُنِ الْاِسْتِغْفَارُ حِطَّةً لِلذُّنُوْبِ فَاِنِّىْ لَكَ مِنَ الْمُسْتَغْفِرِيْنَ اَللّٰهُمَّ فَكـَمَا اَمَرْتَ بِالتَّوْبَةِ وَ ضَمِنْتَ الْقَبُوْلَ وَ حَثَثْتَ عَلَى الدُّعَاۤءِ وَ وَعَدْتَ الْاِجَابَةَ فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ وَاقْبَلْ تَوْبَتِىْ وَ لَا تَرْجِعْنِىْ مَرْجِعَ الْخَيْبَةِ مِنْ رَحْمَتِكَ اِنَّكَ اَنْتَ التَّوَّابُ عَلَى الْمُذْنِبِيْنَ وَ الرَّحِمْمُ لِلْخَاطِئِيْنَ الْمُنِيْبِيْنَ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهٖ كَمَا هَدَيْتَنَا بِهٖ وَ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِهٖ كَمَا اسْتَنْقَذْتَنَا بِهٖ وَ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهٖ صَلٰوةً تَشْفَعُ لَنَا يَوْمَ الْقِيٰمَةِ وَ يَوْمَ الْفَاقَةِ اِلَيْكَ اِنَّكَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ وَ هُوَ عَلَيْكَ يَسِيْرٌ.
(શરૂ કરૂં છું) અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ. અય અલ્લાહ! વખાણ કરનારાઓ તારા વખાણ નથી કરી શકતા, ઉમ્મીદવારોની ઉમ્મીદો તારાથી દૂર નથી થઇ શકતી, તારી બારગાહમાં નેકી કરનારાઓનો બદલો બરબાદ નથી થતો, તું નેક બંદાઓના ખૌફનું કારણ, અને મુત્તકી (પરહેઝગાર) બંદાઓ માટે ખૌફની આખરી મંઝીલ છે. અય અલ્લાહ! આ હાલત એક એવા ઈન્સાનની છે કે જેને ગુનાહોએ બાંધી લીધો અને ભૂલોની રસ્સી તેને ખેંચી રહી છે, શયતાને તેના ઉપર કાબૂ મેળવી લીધો છે. તેથી તારા હુકમ મુજબ અમલ કરવામાં કોતાહી કરી, જે વસ્તુઓની મનાઈ કરી તેને અંજામ આપી, જાણે કે તારી તાકતથી બેખબર હોય યા તારા એહસાનને જૂઠલાવતો હોય, હવે જ્યારે કે હિદાયતે આંખ ખોલી અને ગુમરાહીના વાદળો હટી ગયા, તો તેને સમજમાં આવી ગયું કે પોતે ગુનાહો કરીને પોતાના ઉપર કેવો ઝૂલ્મ કર્યો છે, અથવા તે બાબતો ઉપર વિચાર કર્યો કે જેમાં તે પોતાના પરવરદીગારની નાફરમાની કરી હતી, તો તેમાં જાણી લીધું કે વધારે પડતા ગુનાહ ગુનાહે કબીરા, તથા ઘણી બધી નાફરમાની બહુ મોટી મોટી છે. તો હવે તારી બારગાહમાં કરમની ઉમ્મીદ રાખીને, ગુનાહો ઉપર શરમિંદા થઈને, તારા ઉપર ભરોસો કરીને, યકીન અને માફીની આશામાં, ફકત અને ફકત તારો ખૌફ રાખીને તારી સામે હાજર થયો છે, તારા સિવાય બીજા કોઈથી ઉમ્મીદ નથી, તારો બંદો તારી સામે ફરિયાદી બનીને હાજર થયો છે, શરમના લીધે નજરોને જમીન તરફ જુકાવી છે, તારી બાદશાહત સામે નમ્રતાથી માથું નીચું કર્યું છે, શરમીંદા બની પોતાના રાઝની વાતો તારી બારગાહમાં (સાચા દિલથી) કબૂલ કરી જે વાતોને તેના કરતા તું વધારે સારી રીતે જાણે છે, નમ્રતાની સાથે પોતાના ગુનાહોની ગણતરી કરી, જેનો હિસાબ ફક્ત તારી પાસે છે, હવે તે મોટા ગુનાહો અને બેઆબરૂ કરનાર આદતોની તારી બારગાહમાં માફી ચાહે છે, જેમાં તે ગુનાહ પણ છે કે જેની લઝઝત તો ખતમ થઇ ગઈ પરંતુ તેની સજા હજી સુધી બાકી છે અને હંમેશ માટેની થઇ ગઈ છે. અય અલ્લાહ! જો તું અઝાબ કરીશ તો તારા અદલ પ્રમાણે છે, અને જો તું માફ કરીશ તો તારા રહેમો કરમ માટે કોઈ મોટી વાત નથી, તું એવો કરીમ પરવરદિગાર છે કે તારા માટે મોટા ગુનાહોને માફ કરવું કોઈ મુશ્કીલ વાત નથી. અય પરવરદિગાર હું તારી બારગાહમાં હાજર થયો છું, તારા તે હુકમ પ્રમાણે કે જેમાં દુઆ કરવાનો હુકમ આપ્યો છે, તથા કબૂલ થવાનો વાયદો કર્યો છે, તેં પોતે જ ફરમાવ્યું છે કે ‘મારા બંદાઓ મારાથી દુઆ કરો હું તમારી દુઆને કબૂલ કરીશ’. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, હવે તારી બારગાહમાં મારા ગુનાહોને કબૂલ કરી હાજર થયો છું તો મને તારી મગફેરત અતા કર, તારી બારગાહમાં મારા નફસ સાથે નમ્રતાથી હાજર થયો છું તો મને ગુનાહોની હલાકતથી બચાવ, જ્યારે તું મને સજા દેવામાં જલ્દી નથી કરતો તો તારી પરદાપોશી થકી મારા ગુનાહોને છૂપાવ. અય અલ્લાહ! તારી ઇતાઅત માટે મારી નિય્યતને મજબૂત કર, તારી ઈબાદત માટે અમારી બસીરતમાં તાકત અતા કર, મને એવા અમલો કરવાની તૌફીક અતા કર જેના થકી મારા પાછલા ગુનાહો માફ થઇ જાય, મારી મૌત વખતે તારા દીન અને નબી સ. ના દીન ઉપર રહેવું નસીબ કર. અય અલ્લાહ! મારી આ હાલતમાં તારી બારગાહમાં મારા કબીરા અને સગીરા, જાહેર અને છૂપા, નવા અને જૂના ગુનાહોની તૌબા કરૂં છું, એવા માણસની જેમ તૌબા કે ફરીથી ગુનાહ વિષે વિચાર પણ ન કરે, ન તો ગુનાહો તરફ પાછા ફરવાનો વિચાર કરે, તું પોતે જ તારી પાક કિતાબમાં ફરમાવ્યું છે ‘’તું તારા બંદાઓની તૌબાને કબૂલ કરે છે, ભૂલોને માફ કરે છે અને તૌબા કરનારને દોસ્ત રાખે છે,’’ તો હવે તારા વાયદા મુજબ મારી તૌબા કબૂલ કર, મારી ખતાઓ માફ કર, મને તારી મોહબ્બત અતા કર, હું તારાથી વાયદો કરૂં છું કે જે તને નાપસંદ છે તે કામો નહિ કરૂં, એ ખાતરી આપું છું કે જે કામોની મનાઈ કરી છે તેના તરફ પાછો નહિ ફરૂં, હું વાયદો કરૂં છું કે તમામ ગુનાહોને છોડી દઈશ. અય અલ્લાહ! બેશક તું જાણે છે કે મેં શું શું કર્યું છે, તેથી, જે કઈ તું જાણે છે તે તમામને માફ કર, અને તારી કુદરતથી ફક્ત તે કામો તરફ મને ફેરવી દે કે જેને તું પસંદ કરે છે. અય અલ્લાહ! મારી ઉપર ઘણા લોકોના એહસાન છે, જેમાંથી અમુક મને યાદ છે અને અમુક ભૂલી ગયો છું, પરંતુ બધુ જ તારી તે આંખોના સામે છે કે જેને નીંદ નથી આવતી, અને તારા ઇલ્મમાં મવજુદ છે કે જ્યાં ભૂલચૂક નથી થતી, તેથી, તું તેઓને મારા તરફથી એહસાનોનો બદલો અતા કર જેઓ તેના લાયક છે, આ એહસાનોના બોજથી મને નજાત અતા કર, ફરીથી આવા એહસાનો મારા માથા ઉપર ન લઉં તેવી મને તૌફીક અતા કર. અય અલ્લાહ! હું જાણું છું કે મારી તૌબા ઉપર ત્યાં સુધી બાકી નથી રહી શકતો જ્યાં સુધી તું હિફાઝત ન કરે, ગુનાહોથી નથી બચી શકતો જ્યાં સુધી તું તાકત ન આપે, તો મને એવી તાકત અતા કર કે જે મારા ગુનાહોથી બચાવે, અને એવી હિફાઝત અતા કર કે જે ગુનાહોથી બચાવે. અય અલ્લાહ! જે કોઈ તારી બારગાહમાં તૌબા કરે, અને તારા ઈલ્મમાં તો છે જ કે તેના ઉપર બાકી નહિ રહી શકે, ગુનાહ તથા નાફરમાની તરફ પાછો ફરવાનો જ છે તો હું તેના જેવો ન બનવાની તારી પાસે દુઆ કરૂં છું, તેથી, મારી આ તૌબાને એવી તૌબા બનાવ કે ત્યાર પછી તૌબા કરવાની જરૂરત ન રહે, અને એવી તૌબા કરાર દે કે જેનાથી પાછલા તમામ ગુનાહ ખતમ થઇ જાય તથા બાકીની જીંદગીમાં સલામતી રહે. અય અલ્લાહ! તારી બારગાહમાં મારી જેહાલતની તથા મારા ખરાબ કામોની માફી ચાહું છું, તેથી, મને તારી રહેમતના છાયામાં તારા કરમના લીધે પનાહ અતા ફરમાવ, તારી મહેરબાનીથી તારી સલામતીમાં દાખલ કર, અય પરવરદિગાર એ તમામ બાબતોની તૌબા કરૂં છું કે જે તારી મરજીના વિરૂધ છે અને મારા દિલના એ વિચારોની જે તારી મોહબ્બતને નાબૂદ કરે છે, ભલે પછી તે આંખોના ઈશારા હોય યા મોઢાની વાતો, એવી તૌબા કરૂ છું કે જેના પછી મારા શરીરના દરેક ભાગ તારા અઝાબથી સલામત રહે, નાફરમાની કરનારાઓ તારા જે તકલીફ આપનાર ગઝબથી ડરતા હોય છે તેનાથી હિફાઝતમાં રહે. તેથી અય અલ્લાહ! તારી બારગાહમાં મારી તનહાઈ ઉપર રહેમ કર, મારા દિલ ઉપર પણ રહેમ કર જે તારા ખૌફના લીધે બેચૈન બને છે, મારા હાથ પગ ઉપર પણ રહેમ કર કે જે તારા ડરથી ધ્રુજી રહ્યા છે, કારણ કે, મારા ગુનાહોએ તારી બારગાહમાં મને એવી હાલતમાં રાખી દીધો છે કે જો હું ચૂપ રહું તો મારા તરફથી કોઈ બોલવાવાળું નથી, જો હું કોઈ માટે સિફારિશ કરવા ચાહું તો હું તેને લાયક જ નથી. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારી ભૂલો વિષે તારા રહેમો કરમને મારા માટે સિફારિશ કરનાર બનાવ, મારી ભૂલોને તારી માફીની મહેરબાનીથી ઢાંકી દે, મને મારા ગુનાહોની સઝા ન દે, મારા ઉપર તારી દયા કર, મારી ભૂલોને છૂપાવી દે, મારી સાથે તે ઇઝ્ઝત વાળાની જેમ વર્તાવ કર કે જેની પાસે ગુનેહગાર બંદો ફરિયાદ કરે તો રહેમ કરે, યા તે માલદાર જેવો વ્યહવાર કર કે જેની સામે જરૂરતમંદ આવે તો તેની જરૂરત પૂરી કરે. અય અલ્લાહ! મને કોઈ બચાવનાર નથી, ફક્ત તારી બાદશાહત બચાવી શકે છે, મારી સિફારિશ કરનાર કોઈ નથી, ફક્ત તારી મહેરબાની જ મારી સિફારિશ કરનાર છે, મારા ગુનાહો મને ડરાવી રહ્યા છે, ફક્ત તારી માફી મને અમાન આપી શકે છે, હું જે કહું છું તે બેખબર હોવાના લીધે નથી અને ન તો ભૂલના કારણે છે કે મારા અમલોને ભૂલી ગયો હોઉં, પણ એ આશા સાથે કે ઝમીન અને આસમાનવાળા, એ સાંભળી લે કે હું તારી બારગાહમાં પછતાઈને તૌબા કરૂં છું, કદાચ કોઈને તારી રહેમતના લીધે મારા ઉપર રહેમ આવી જાય અને મારી મગફેરત માટે દુઆ કરે, યા મારી ખરાબ હાલતને જોઇને કોઈનું દિલ મારા માટે નરમ બની જાય અને મારા હકમાં દુઆ કરે, તારી બારગાહમાં મારી દુઆ કરતા વધારે કબૂલ થવાના લાયક હોય, યા એવી સિફારિશ કરે કે જે મારી મગફેરતની તલબ કરતા વધારે અસરકારક હોય, તે મારા માટે તારા ગઝબથી નજાત પામવાનું તથા તારી મરજી હાસિલ કરવાનો વસીલો બની જાય. અય અલ્લાહ! જો તૌબા કરવી તારી નજરમાં ખરી તૌબા છે તો બેશક હું એ તૌબા કરવાવાળામાંથી છું જેઓ સાચી તૌબા કરે છે, જો ગુનાહોને છોડી દેવું તારી બારગાહમાં બદલાઈ જવું છે તો હું સૌથી પહેલા તારી બારગાહ તરફ આવનાર છું, જો ઇસ્તેગ્ફાર તારી બારગાહમાં ગુનાહો ધોવા માટે મદદ કરે છે તો હું તારી બારગાહમાં ઇસ્તેગ્ફાર કરૂં છું. અય અલ્લાહ! તેં અમને તૌબા કરવાનો હુકમ આપ્યો છે, તૌબા કબૂલ કરવાની ખાતરી આપી છે, દુઆ કરવા માટે ઉત્તેજન આપ્યું છે અને જવાબ દેવાનો વાયદો કર્યો છે, તો બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, અને અમારી તૌબા કબૂલ કર, અમને તારી રહેમતથી નાઉમ્મીદ ન કર, કેમ કે તું ગુનેહગારોની તૌબાને કબૂલ કરનાર છે, અને તારી બારગાહમાં જે આવે છે તેઓ ઉપર તું મહેરબાની કરનાર છે. અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, કારણ કે તેમના થકી તું અમારી હિદાયત કરી છે, મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ કારણ કે તેમના થકી અમને નજાત અતા કરી છે, મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ જેથી તારી બારગાહમાં કયામતના દિવસે અને જરૂરતના સમયે અમારી સિફારિશ કરનાર બની જાય. બેશક તું દરેક વસ્તું ઉપર કુદરત રાખે છે અને તારા માટે દરેક વસ્તું આસાન છે, તારી રહેમત સાથે અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર. (સલવાત) અય અલ્લાહ ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ.
اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

Alvi110

back