‹
સુરએ નાસ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ નાસની ફઝીલત

હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલય્હે વ આલેહી વ સલ્લમ સખ્ત બિમાર થયા ત્યારે જીબ્રઇલ આપ હઝરત ના માથા પાસે અને મીકાઇલ પગ પાસે ઉભા રહ્યા. જીબ્રઇલ સુરે નાસની તિલાવત કરીને રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલય્હે વ આલેહી વ સલ્લમને ખુદાની પનાહમાં આપી રહ્યા હતા.

જો કોઈ શખ્સ ઘરેથી બહાર નીકળે ત્યારે અને સુરે ફલક

(قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ)

અને સુરે નાસ

(قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ)

પઢે, તો તે નજરે બદથી મહફૂઝ રહેશે. અને જે શખ્સને નીંદરમાં ડર લાગે, તે આયતલ કુરસી સાથે આ બંને સૂરા પઢે તો અલ્લાહ તઆલા તેની હિફાઝત કરશે અને તેને સુકૂનભરી નીંદર અતા કરશે.

અક્ષરોની સાઇઝ:

સુરએ નાસ

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ‎﴿١﴾‏

(૧) કહો કે હું ઈન્સાનોના પરવરદિગાર પાસે પનાહ ચાહુ છું:

مَلِكِ النَّاسِ ‎﴿٢﴾‏

(૨) જે બધાનો માલીક અને બાદશાહ છેઃ

إِلَٰهِ النَّاسِ ‎﴿٣﴾‏

(૩) દરેક ઈન્સાનોનો માઅબૂદઃ

مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ‎﴿٤﴾‏

(૪) અને છુપાયેલા શેતાનના વસવસાની બદીથી (જે અલ્લાહનું નામ સાંભળી પાછો ફરી જાય છે):

الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ‎﴿٥﴾‏

(૫) કે જે લોકોના મનમાં વસવસા પેદા કરે છે:

مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ‎﴿٦﴾‏

(૬) ચાહે તે જિન્નાતોમાંથી હોય અથવા ઈન્સાનોમાંથી.

શૈખ તુસી ફરમાવે છે:
લબીદ બિન આસમ નામના એક યહૂદી શખ્સ હતો તે પોતે અને તેની દીકરીઓ જાદુ અને ટોણો કરતી હતા
અને તેઓ જાદુમાં અગિયાર ગાંઠો બાંધતા હતા
પછી સુરે ફલક અને સૂરે નાસ નાઝિલ થયો
અને હઝરત રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમે. ઈમામ હસન અને ઈમામ હુસૈન અલય્હેમુસ્સલામ ને બોલાવ્યા અને આ બન્ને સુરાનું તાવીઝ બનાવી આપ્યું અને તમામ લોકો સુધી પયગામ પોહચાડીઓ કે જાદુ ટોણા માટે આ બન્ને સુરા નું તાવીઝ ફાયદા કારક અને આ બન્ને સુરા પઢતા રહેવું જોઈએ જેથી લોકો દરેક શર અને બુરાઈથી બચીને રહે.

કુરઆનમાં કુલ «قُلْ» શબ્દ 300 કરતાં વધુ વખત આવ્યો છે
આમાંથી ઘણી જગ્યાએ અલ્લાહ તરફથી હઝરત રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ને હુકમ આપવામાં આવ્યો છે, જેથી તેઓ વિરોધીઓ અથવા મોમિનોને જવાબ આપે.

વસવાસ શબ્દનો મતલબ વસવસો કરનાર અથવા અથવા ખોટા વિચારો અને દિલમાં આવતા ખરાબ ખયાલો થયા છે.
પરંતુ અહીં વસવાસ
નો અર્થ “વસવસો કરનાર” છે

અને પનાહ તો એવી જાત પાસે માંગવી જોઈએ જે દિલના રહસ્યો અને અંદરના વસવસાઓને પણ જાણતો હોય.

«يَعْلَمُ خَائِنَةَ الْأَعْيُنِ وَ مَا تُخْفِي الصُّدُورُ»

અલ્લાહ આંખોની ખયાનતને અને દિલોમાં છુપાયેલી વાતોને જાણે છે.

રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમે ફરમાવ્યું:
શૈતાન માણસના દિલ પર બેસેલો રહે છે જ્યારે માણસ અલ્લાહને યાદ કરે છે ત્યારે શૈતાન છુપાઈ જાય છે અને જ્યારે માણસ ગાફિલ થાય છે ત્યારે તે તેને વસવસો કરવા લાગે છે અને બેહકાવવા લાગે છે

«فاذا ذكر العبد الله خنس ... و اذا غفل وسوس»

અને જે લોકો બીજાઓના દિલમાં શંકા નાખે છે અને વસવસો પેદા કરે છે તેઓ પણ શૈતાની કામ કરે છે અને આ સુરામાં તે લોકોથી પણ બચવાનો ઝિક્ર થયો છે.

કુરઆન બિસ્મિલ્લાહ થી શરૂ થયા છે જેમાં અલ્લાહ પાસેથી મદદ માંગીએ છીએ,
અને વન્નાસ પર ખત્મ થાય છે જેમાં અલ્લાહની પનાહ માંગીએ છીએ.

પયગામ

  • 1: હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ વહીના અમીન છે અને પોતાની તરફથી કંઈ કહેતા નથી.
  • 2: ખતરાઓ એટલા ગંભીર છે કે અલ્લાહ પોતાના પયગંબરને પણ પનાહ માંગવાનો હુકમ આપે છે.
  • 3: અલ્લાહની મદદ વગર બુરાઈઓનો સામનો કરવો શક્ય નથી.
  • 4: ગુનેહગારોને નિરાશ ન થવું જોઈએ, કારણ કે અલ્લાહ ફક્ત મોમિનોનો નહીં પરંતુ બધા લોકોનો પરવરદિગાર છે.
  • 5: જ્યારે પયગંબર પોતે અલ્લાહની પનાહ માંગે છે, ત્યારે આપણી ફરજ સ્પષ્ટ થઈ જાય છે
  • 6: માણસે પોતાને અલ્લાહની તરબીયત અને હુક્મ નીચે રહેવું જોઈએ અને તેની હુકૂમત અને બાદશાહીને સ્વીકારવી જોઈએ,
  • 7: બેઈમાન માણસ પોતાની તાકાત, જમાત, કૌમ અથવા દોલતનો સહારો લે છે, પરંતુ અલ્લાહવાળા લોકો સમગ્ર કાયનાતના માલિક, બાદશાહ અને મઅબૂદની પનાહ લે છે.
  • 8: સૌથી મોટા ખતરો એ છે જે સૌથી વધુ છુપાયેલા હોય, જેમ કે દિલના અંદરના વસવસો