‹
સુરએ કૌસર

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ કૌસરની ફઝીલત

આ સૂરો કુરઆનનો સૌથી નાનો સૂરો છે, કવ્સર જન્નતની એક નહેર છે અને બહુ મોટી ભલાઈ છે કે જે અલ્લાહે પોતાના નબીને અતા કરી છે રિવાયતોમાં કવ્સરની સમજૂતી ખૈરે કસીર એટલે ઘણી બધી ભલાઈ થી કરવામાં આવી છે.

હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે જે કોઈ આ સૂરો વાજીબ અને મુસ્તહબ નમાઝોમાં પઢે તો તેને કયામતના દિવસે હૌઝે કવ્સર પરથી સૈરાબ કરવામાં આવશે અને દુનિયામાં દુશ્મનો થી દૂર રાખવામાં આવશે.

કવ્સરનો અર્થ અહીં રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ માટે ઔલાદે કસીર છે, જે હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહે અલય્હાથી ફેલાઈ છે.

અક્ષરોની સાઇઝ:

સુરએ કૌસર

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ ‎﴿١﴾‏

(1) બેશક અમે જ આપને કૌસર (ખૈરે કસીર) અતા ફરમાવ્યું છે.

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ ‎﴿٢﴾‏

(૨) માટે આપ આપના રબ માટે નમાઝ પઢો અને કુર્બાની આપો.

إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ ‎﴿٣﴾‏

(૩) 3- ચોક્કસ આપનો દુશ્મન જ અબતર (ઓલાદ વગરનો) રહેશે.

મુખ્તસર તફ્સીર:

(1) અલ્લાહ પોતાનો વાયદો પૂરો કરે છે
(2) ઓલાદ પણ અલ્લાહ તરફથી ભેટ છે
(3) નેઅમત મળે તો તરતજ શુક્ર અદા કરવો જોઈએ અને નમાઝ પડવી જોઈએ અને કુરબાની કરવી જોઈએ
(4) અને કુરબાની પણ અલ્લાહનો શુક્ર કરવાનો એક કરશે છે અને જ્યારે અલ્લાહ પાસેથી નેઅમત મળે તો શુક્ર, એ રીતે કરવાનો કે આપની પાસે જે માલો દોલત છે તેમાંથી લોકોને પણ આપવું.
(5) ઈબાદત અને નમાઝ ખાલિસ દિલ થી અંજામ આપવી જોઈએ જે સૌથી સંપૂર્ણ અને બેહતરીન ઇબાદત છે તેમાં દિલ પણ હાજર હોવું જોઈએ નિયત પણ અલ્લાહ માટે હોવી જોઈએ અને જીભ દ્વારા હમદ અને સુરાની તિલાવત પણ કરવી જોઈએ તેમજ શરીર પણ રૂકૂ અને સજુદ દ્વારા ઇબાદતમાં જોડાય છે.
અને વુઝુ કરતી વખતે માથા અને પગ પર મસોહ કરવું પણ કદાચ એ તરફ સંકેત કરે છે કે માણસ માથાથી પગ સુધી અલ્લાહનો બંદો છે.
નમાઝમાં શરીરનો સૌથી ઊંચો ભાગ, એટલે કે કપાળ, દિવસમાં ચોદ્રીસ વખત જમીન પર ઝુકે છે, જેથી માણસમાં કોઈ અહંકાર બાકી ન રહે.
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે:
નમાઝનો હેતુ અને ફલસફો એ છે કે તે આત્માને અહંકારમાંથી પાક કરે છે એટલે જે કોઈ દિલથી નમાઝ પડે છે તો તેના અંદરથી ઘમંડ અને તકબ્બુર ખતમ થઈ જાય છે.
(6) દુશ્મનો અંતે નિષ્ફળ જ થવાનો છે
(7) અલ્લાહ પોતાના વલીઓની હિફાઝત કરે છે
(8) જો કોઈ દીન ની અને અવલીયાએ ખુદા ની તૌહિન કરે છે તો તેને સખત જવાબ અને સજા આપવામાં આવે છે