‹
સુરએ ફલક

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સુરએ ફલકની ફઝીલત

ઇમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે કે નમાઝે વિત્રમાં સુરએ ઇખ્લાસ સુરએ ફલક અને સુરએ નાસની તિલાવત કરવાવાળાને ફરિશ્તાઓ કહે છે કે તને મુબારક થાય, ખુદાએ તારી આ નમાઝને કબુલીયતનો શરફ અતા કર્યો છે.

જો કોઈ શખ્સ ઘરેથી બહાર નીકળે ત્યારે અને સુરે ફલક

(قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ)

અને સુરે નાસ

(قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ)

પઢે, તો તે નજરે બદથી મહફૂઝ રહેશે. અને જે શખ્સને નીંદરમાં ડર લાગે, તે આયતલ કુરસી સાથે આ બંને સૂરા પઢે તો અલ્લાહ તઆલા તેની હિફાઝત કરશે અને તેને સુકૂનભરી નીંદર અતા કરશે.

અક્ષરોની સાઇઝ:

સુરએ ફલક

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏

(૧) કહો કે હું સુબહના પરવરદિગાર પાસે પનાહ માંગું છું :

مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏

(૨) દરેક મખ્લુકોની બદીથી :

وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏

(૩) દરેક બદમાશની બૂરાઇથી જ્યારે અંધારૂ છવાઈ જાય.

وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏

(૪) અને ગાંઠો પર ફૂંક (જાદુ-ટોણા પર ફુંક) મારનારીઓની બૂરાઈથી:

وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ‎﴿٥﴾‏

(૫) અને દરેક હસદ (ઇર્ષા) કરનારાની બદીથી કે જ્યારે તે હસદ કરે.

મુખ્તસર તફ્સીર:જોકે અલ્લાહે જે કંઈ બનાવ્યું છે તે મૂળરૂપે સારું જ છે:

«الَّذِي أَحْسَنَ كُلَّ شَيْءٍ خَلَقَهُ»

અલ્લાહે દરેક વસ્તુને સુંદર રીતે બનાવી છે પરંતુ જ્યારે કોઈ વસ્તુ પોતાની સાચી જગ્યાએ ઉપયોગ કરવામાં ન આવે ત્યારે તે ખરાબ બની જાય છે. જેમકે લોખંડ એક સારી વસ્તુ છે પરંતુ તેમાંથી છરી બને અને ખોટા કામમાં વપરાય તો તે નુકસાન કારક બની જાય છે એટલે બુરાઈ અને બદી મખલૂકાતના ખોટા ઉપયોગથી છે ખુદા તરફથી નથી અને ખુદ સર્જન પણ ખરાબ નથી.

અને ફક્ત અઊઝો કહેવું પૂરતું નથી અલ્લાહની પનાહ માંગવી માત્ર અઊઝો બિલ્લાહ બોલવાથી મળતી નથી, પરંતુ તેની સાથે સારા અમલ પણ જરૂરી છે. અહલેબૈત અલય્હેમુસ્સલામ મિસ્કીન યતીમ અને કેદીને ખવડાવ્યું અને કહ્યું:

«إِنَّا نَخَافُ مِنْ رَبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا»

અમે અમારા પરવરદિગારના કઠિન દિવસ (કયામત)થી ડરીએ છીએ પછી કુરઆન કહે છે:

«فَوَقَاهُمُ اللَّهُ شَرَّ ذَلِكَ الْيَوْمِ»

પછી અલ્લાહે તેમને એ દિવસની બુરાઈથી બચાવી લીધા. એટલે: ફક્ત ડર વ્યક્ત કરવો કાફી નથી, પરંતુ તેની સાથે સારા કામ કરવું પણ જરૂરી છે.

આ સૂરામાં તમામ બુરાઈઓમાંથી ખાસ કરીને ત્રણ બુરાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

  • ૧. છુપાયેલા અંધકારની બુરાઈઓ
    «مِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ»
    રાતના અંધકાર અને તેમાં છુપાયેલા નુકસાનોથી બચવાની દુઆ
  • ૨. ગંદી અને ખરાબ જીભોની બુરાઈઓ
    «مِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ»
    જાદુ-ટોણા, ફૂંક મારનારાઓ અને ખરાબ ઇરાદાવાળા લોકોની બુરાઈથી બચવાની દુઆ.
  • ૩. હસદ અને ખરાબ સ્પર્ધાની બુરાઈઓ
    «وَ مِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ»
    જ્યારે હસદ કરનાર હસદ કરે, ત્યારે તેની બુરાઈથી અલ્લાહની પનાહ માંગવી.

એક બુરાઈ જે ઉપર દર્શાવાઈ છે તે જાદુ અને ટોણો છે. તેને શીખવું અને તેનો અમલ કરવો હરામ છે.

બીજી હસદ છે
હસદ કરનાર હસદ કરે ત્યારે અલ્લાહની પનાહ માંગવી દરેક હાલતમાં જરૂરી છે;

અને બીજું દરેક હાલત માં અને ખાસ જયારે કુરાન પઢીએ ત્યારે શેતાન થી બચવું છે

«فَإِذَا قَرَأْتَ الْقُرْآنَ فَاسْتَعِذْ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ»

જ્યારે તું કુરઆનની તિલાવત કર, ત્યારે શૈતાનથી બચવા અલ્લાહની પનાહ માંગ.

બીજાઓ પાસે રહેલા સારા ગુણો અને કમાલાત મેળવવાનો પ્રયત્ન કરવો તે સારું છે અને તેને “ગિબ્તા” કેહવાય છે અને તે કરવું બેહતર છે એટલે કોઈ પાસે સારી વસ્તુ છે તો અલ્લાહ પાસે તે વસ્તુ માંગવી કે યા અલ્લાહ મને પણ તેની જેવુ અતા કર.

પરંતુ બીજાના ગુણો અને નેઅમતનો નાશ થઇ જાય ખતમ થઈ જાય એવા પ્રયત્ન કરવાને “હસદ” અને ઇર્ષા કેહવાય જે ખોટી વસ્તુ છે. હસદ નાના દિલ અને તંગ નજરિયાની નિશાની છે દુનિયામાં થયેલો પહેલુ ખૂન, હઝરત આદમ ના દીકરાએ હસદને કારણે કર્યું હતું અને આસમાનમાં થયેલો પહેલો ગુનોહ, ઇબ્લીસે હઝરત આદમ પર ઘમંડના કારણે કર્યા હતો.

હદીસો માં આવ્યું છે કે હસદ ઈમાનને એવી રીતે ખાઈ જાય છે જેમ આગ લાકડાને બાળી નાખે છે

અહલેબૈત પર જે મુશ્કેલીઓ આવી અને લોકોએ તેમને દૂર કર્યા, તેનું કારણ પણ હસદ હતું.

કુરઆન કહે છે: શું લોકો અલ્લાહે પોતાના ફઝલથી લાયક લોકોને આપેલી નેઅમત પર હસદ કરે છે? શું તેઓ નથી જાણતા કે અમે આલે ઇબ્રાહીમને કિતાબ, હિકમત અને મહાન હુકૂમત આપી હતી?

તમામ બુરાઈઓમાં હસદ સૌથી વધુ ખતરનાક બુરાઈ છે. કારણ કે હસદ કરનાર પોતાના હેતુ સુધી પહોંચવા માટે યોજનાઓ બનાવે છે, છેતરપિંડી કરે છે અને અનેક પ્રકારની બુરાઈઓમાં પડી જાય છે. હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:

«الحسد داء عياء لا يزال الا بهلك الحاسد او بموت المحسود»

હસદ એક ખતરનાક બીમારી છે, જે હસદ કરનારના નાશ અથવા જેના પર હસદ થાય તેના મોત સિવાય દૂર થતી નથી.

હસદ કરનાર હકીકતમાં અલ્લાહ સામે એઅતરાઝ કરે છે તે અલ્લાહની ઇચ્છા અને હિકમત સામે ઊભો રહે છે અને કહે છે: અલ્લાહે તેને કેમ આપ્યું અને મને કેમ ન આપ્યું? હસદ કરનાર ક્યારેય સાચી ભલાઈ અને નિખાલસ સલાહ આપતો નથી. હસદના સ્વભાવને કારણે તે બીજાઓ સુધી ભલાઈ પહોંચે તે પણ રોકે છે. કુરઆને ઘણા ગુનાહોની જડ હસદને ગણાવી છે. ઈમામ સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે

«ان الكفر اصله الحسد»

કુફ્રની મૂળ જડ હસદ છે. જેમ લોકો પયગંબરો વિશે કહેતા હતા:

«أَ بَشَرٌ يَهْدُونَنا»

શું આપણા જેવા માણસો આપણને હિદાયત કરશે?

હસદ કરનાર નમ્રતા અને શુક્ર કરનાર નથી હોતો. તે ક્યારેય બીજાના ગુણોને સ્વીકારતો નથી અને પરિણામે હક છુપાવવાના લીધે ગુનાહમાં પડી જાય છે હસદ કરનાર સામાન્ય રીતે મુનાફિક હોય છે.

«الحاسد يظهر و ده فى اقواله و يخفى بغضه فى افعاله»

હસદ કરનાર પોતાની વાતોમાં પ્રેમ દર્શાવે છે, પરંતુ પોતાના કામોમાં અંદરની નફરત અને દુશ્મની છુપાવે છે.