عيد مبارك

ઈદુલ ફિત્રના આમાલ

🌙 ઈદની રાતના આમાલ

પહેલી રાત બહુજ બા બરકત રાતોમાથી છે અને હદીસોમાં પૂરી રાત જાગીને ઈબાદત કરવા વિષે ઘણી હદીસો બયાન થએલી છે, આ રાત શબે કદ્રથી ઓછી નથી, આજની રાતના અમુક આમાલ છે,

1- ગુસ્લ કરવું, સુરજ ડુબવાના સમયે બહેતર છે



2- નમાઝ, દુઆ, ઇસ્તેગ્ફાર સાથે મસ્જીદમાં રાત જાગીને પસાર કરે



3- નમાઝે મગરીબ, ઇશા, અને સુબહની નમાઝ તેમજ ઇદની નમાઝ પછી આ રીતે તકબીરાત પઢે:
اَللّٰهُ اَكْبَرُ، اَللّٰهُ اَكْبَرُ، لَا اِلٰهَ اِلَّا اللّٰهُ وَ اللّٰهُ اَكْبَرُ، اَللّٰهُ اَكْبَرُ، وَ لِلّٰهِ الْحَمْدُ، اَلْحَمْدُ لِلّٰهِ عَلٰى مَا هَدَانَا، وَ لَهُ الشُّكْرُ عَلٰى مَا اَوْلَانَا۔
અલ્લાહ સૌથી મહાન છે, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સિવાય બીજો કોઈ માબુદ નથી, અલ્લાહ સૌથી મહાન છે, અલ્લાહ સૌથી મહાન છે, વખાણ તો અલ્લાહ માટે છે, તમામ વખાણ તો અલ્લાહ માટે છે જે અમારી હિદાયત કરી, જે કઈ અમને આપ્યું છે તેના ઉપર અલ્લાહનો શુક્ર અદા કરૂ છું,


4- નમાઝે મગરીબ અને નાફેલાએ મગરીબ પછી હાથોને આસમાન તરફ બુલંદ કરીને આ રીતે દુઆ પઢે:
يَا ذَا الْمَنِّ وَ الطَّوْلِ، يَا ذَا الْجُوْدِ يَا مُصْطَفِيَ مُحَمَّدٍ وَ نَاصِرَهُ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ، وَ اغْفِرْ لِيْ كُلَّ ذَنْبٍ اَحْصَيْتَهُ، وَ هُوَ عِنْدَكَ فِيْ كِتَابٍ مُبِيْنٍ ۔
અય ફઝલો કરમના માલીક, અય અતા કરનાર, અય હ. મોહંમદ સ.ને ચૂંટી કાઢનાર, અને તેમના મદદગાર મોહંમદ અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા તમામ ગુનાહોને માફ કર જે તારા ત્યાં લખવામાં આવ્યા છે, અને જે તારી ખુલ્લી કિતાબમાં નોધી રાખ્યા છે,
પછી સજદામાં 100 વખત કહે:
اَتُوْبُ اِلَى اللهِ
અલ્લાહ તરફ પાછો ફરૂ છું,
(પછી પોતાની હાજત તલબ કરે)



5- રીવાયાતમાં છે કે નમાઝે મગરીબના સજદામાં આ કહે:
يَا ذَا الْحَوْلِ يَا ذَا الطَّوْلِ، يَا مُصْطَفِيًا مُحَمَّدًا وَ نَاصِرَهُ، صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ، وَ اغْفِرْ لِيْ كُلَّ ذَنْبٍ اَذْنَبْتُهُ، وَ نَسِيْتُهُ اَنَا، وَ هُوَ عِنْدَكَ فِيْ كِتَابٍ مُبِيْنٍ۔
અય હરકત આપનાર, અય સખાવત કરનાર, અય હ. મોહંમદ સ.ને ચૂંટી કાઢનાર, અને તેમના મદદગાર મોહંમદ અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા તે તમામ ગુનાહોને માફ કર જે હું અંજામ આપ્યા છે, અને જે હું ભૂલી ગયો છું, જે તારી ખુલ્લી કિતાબમાં નોધી રાખ્યા છે,
ત્યાર પછી 100 વખત કહે:
اَتُوْبُ اِلَى اللهِ
અલ્લાહ તરફ પાછો ફરૂ છું,


6- આ દુઆ દસ વખત પઢે:
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
یَا دَآئِمَ الْفَضْلِ عَلیٰ الْبَرِیَّۃِ، یَا بَاسِطَ الْیَدَیْنِ بِالْعَطِیَّۃِ، یَا صَاحِبَ الْمَوَاھِبِ السَّنِیَّۃِ، صَلِّ عَلیٰ مُحَمَّدٍ وَّ اٰلِہِ الْخَیْرِ الْوَرَی سَجِیَّۃِ، وَاغْفِرْ لَنَا یَا ذَا الْعُلیٰ فِیْ ھٰذِہِ الْعَشِیَّۃِ۔
અય અલ્લાહ તારો એહસાન મખલુક ઉપર હંમેશા રહે છે, જેના હાથ અતા માટે ખૂલ્લા છે, અય મોટો મોટી નેએમતો આપનાર, અય અલ્લાહ ! મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ જે તારી મખલુકમાં સૌથી બહેતરીન છે, અય બુલંદીઓના માલીક ! આજની રાત્રે મારા ગુનાહો માફ કર.


7- ઇદની રાત્રે ઈમામ અલી અ.ની નમાઝ

ઈમામ અલી અ. આ રીતે નમાઝ અદા કરતા હતા જે કોઈ આ નમાઝ પઢીને હાજત તલબ કરે તો અલ્લાહ તેની હાજત પૂરી ફરમાવશે અને ગુનાહ જો દરિયાના ફીણ બરાબર પણ હશે તો અલ્લાહ માફ ફરમાવશે

બે રકાત નમાઝ મગરીબ અને તેની નાફેલા પછી આ રીતે પઢે:
પહેલી રકાતમાં અલ્હમ્દ પછી એક હઝાર વખત કુલ્હુવલ્લાહુ અહદ પઢે (બીજી રીવાયાતમાં સો વખત પણ બયાન થયું છે)

બીજી રકાતમાં અલ્હમ્દ પછી ફક્ત એક જ વખત કુલ્હુવલ્લાહુ અહદ પઢે
સલામ પૂરી થયા પછી માથાને સજદામાં રાખીને સો વખત કહે:
اَتُوْبُ اِلَى اللهِ
અલ્લાહ તરફ પાછો ફરૂ છું,
ત્યાર પછી આ રીતે પઢે:
يَا ذَا الْمَنِّ وَ الْجُوْدِ ، يَا ذَا الْمَنِّ وَ الطَّوْلِ، يَا مُصْطَفِيَ مُحَمَّدٍ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ، صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهِ ،وَ افْعَلْ بِيْ كَذَا وَ كَذَا
અય ફઝલો કરમના માલીક, અય અતા કરનાર, અય હ. મોહંમદ સ.ને ચૂંટી કાઢનાર, બસ મોહંમદ અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારી હાજતો પૂરી ફરમાવ,
(પોતાની હાજત તલબ કરે)


8- નમાઝ પછી આ દુઆ પઢે:
8- بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ يَا اَللّٰهُ يَا اَللّٰهُ،يَا اَللّٰهُ ،يَا رَحْمَانُ يَا اَللّٰهُ ، يَا رَحِيْمُ يَا اَللّٰهُ ، يَا مَلِكُ يَا اَللّٰهُ، يَا قُدُّوْسُ يَا اَللّٰهُ ،يَا سَلَامُ يَا اَللّٰهُ ، يَا مُؤْمِنُ يَا اَللّٰهُ ، يَا مُهَيْمِنُ يَا اَللّٰهُ، يَا عَزِيْزُ يَا اَللّٰهُ، يَا جَبَّارُيَا اَللّٰهُ ، يَا مُتَكَبِّرُ يَا اَللّٰهُ ، يَا خَالِقُ يَا اَللّٰهُ ، يَا بَارِءُ يَا اَللّٰهُ، يَا مُصَوِّرُ يَا اَللّٰهُ ،يَا عَالِمُ يَا اَللّٰهُ، يَا عَظِيْمُ يَا اَللّٰهُ، يَا عَلِيْمُ يَا اَللّٰهُ، يَا كَرِيْمُ يَا اَللّٰهُ ، يَا حَلِيْمُ،يَا اَللّٰهُ ، يَا حَكِيْمُ يَا اَللّٰهُ ، يَا سَمِيْعُ يَا اَللّٰهُ ، يَا بَصِيْرُ يَا اَللّٰهُ، يَا قَرِيْبُ يَا اَللّٰهُ، يَا مُجِيْبُ يَا اَللّٰهُ، يَا جَوَادُ يَا اَللّٰهُ ، يَا مَاجِدُ يَا اَللّٰهُ، يَا مَلِيُّ يَا اَللّٰهُ، يَا وَفِيُّ يَا اَللّٰهُ ، يَا مَوْلٰى يَا اَللّٰهُ، يَا قَاضِيْ يَا اَللّٰهُ، يَا سَرِيْعُ يَا اَللّٰهُ ، يَا شَدِيْدُ يَا اَللّٰهُ، يَا رَؤُفُ يَا اَللّٰهُ، يَا رَقِيْبُ يَا اَللّٰهُ، يَا مَجِيْدُ يَا اَللّٰهُ ،يَا حَفِيْظُ يَا اَللّٰهُ، يَا مُحِيْطُ يَا اَللّٰهُ، يَا سَيِّدَ السَّادَاتِ يَا اَللّٰهُ، يَا اَوَّلُ يَا اَللّٰهُ، يَا اٰخِرُيَا اَللّٰهُ، يَا ظَاهِرُيَا اَللّٰهُ ، يَا بَاطِنُ يَا اَللّٰهُ ، يَا فَاخِرُ يَا اَللّٰهُ، يَا قَاهِرُيَا اَللّٰهُ ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا وَدُوْدُ يَا اَللّٰهُ، يَا نُوْرُ يَا اَللّٰهُ، يَا رَافِعُ يَا اَللّٰهُ، يَا مَانِعُ يَا اَللّٰهُ، يَا دَافِعُ يَا اَللّٰهُ، يَا فَاتِحُ يَا اَللّٰهُ، يَا نَفَّاحُ يَا اَللّٰهُ، يَا جَلِيْلُ يَا اَللّٰهُ، يَا جَمِيْلُ يَا اَللّٰهُ، يَا شَهِيْدُ يَا اَللّٰهُ ،يَا شَاهِدُ يَا اَللّٰهُ، يَا مُغِيْثُ يَا اَللّٰهُ، يَا حَبِيْبُ يَا اَللّٰهُ، يَا فَاطِرُيَا اَللّٰهُ، يَا مُطَهِّرُيَا اَللّٰهُ ، يَا مَلِكُ يَا اَللّٰهُ، يَا مُقْتَدِرُ يَا اَللّٰهُ، يَا قَابِضُ يَا اَللّٰهُ، يَا بَاسِطُ يَا اَللّٰهُ، يَا مُحْيِيْ يَا اَللّٰهُ، يَا مُمِيْتُ يَا اَللّٰهُ، يَا بَاعِثُ يَا اَللّٰهُ، يَا وَارِثُ يَا اَللّٰهُ، يَا مُعْطِيْ يَا اَللّٰهُ، يَا مُفْضِلُ يَا اَللّٰهُ، يَا مُنْعِمُ يَا اَللّٰهُ، يَا حَقُّ يَا اَللّٰهُ، يَا مُبِيْنُ يَا اَللّٰهُ، يَا طَيِّبُ يَا اَللّٰهُ، يَا مُحْسِنُ يَا اَللّٰهُ، يَا مُجْمِلُ يَا اَللّٰهُ، يَا مُبْدِءُ يَا اَللّٰهُ، يَا مُعِيْدُ يَا اَللّٰهُ ، يَا بَارِءُ يَا اَللّٰهُ، يَا بَدِيْعُ يَا اَللّٰهُ ، يَا هَادِيْ يَا اَللّٰهُ ، يَا كَافِيْ يَا اَللّٰهُ، يَا شَافِيْ يَا اَللّٰهُ، يَا عَلِيُّ يَا اَللّٰهُ، يَا عَظِيْمُ يَا اَللّٰهُ، يَا حَنَّانُ يَا اَللّٰهُ، يَا مَنَّانُ يَا اَللّٰهُ، يَا ذَا الطَّوْلِ يَا اَللّٰهُ ، يَا مُتَعَالِيْ يَا اَللّٰهُ، يَا عَدْلُ يَا اَللّٰهُ، يَا ذَا الْمَعَارِجِ يَا اَللّٰهُ، يَا صَادِقُ يَا اَللّٰهُ ، يَا صَدُوْقُ يَا اَللّٰهُ، يَا دَيَّانُ يَا اَللّٰهُ، يَا بَاقِيْ يَا اَللّٰهُ، يَاوَاقِيْ يَا اَللّٰهُ ، يَا ذَا الْجَلَالِ يَا اَللّٰهُ، يَا ذَا الْاِكْرَامِ يَا اَللّٰهُ ، يَا مَحْمُوْدُ يَا اَللّٰهُ، يَا مَعْبُوْدُ يَا اَللّٰهُ ، يَا صَانِعُ يَا اَللّٰهُ ، يَا مُعِيْنُ يَا اَللّٰهُ، يَا مُكَوِّنُ يَا اَللّٰهُ ، يَا فَعَّالُ يَا اَللّٰهُ، يَا لَطِيْفُ يَا اَللّٰهُ ، يَا غَفُوْرُ يَا اَللّٰهُ، يَا شَكُوْرُ يَا اَللّٰهُ ، يَا نُوْرُيَا اَللّٰهُ ، يَا قَدِيْرُيَا اَللّٰهُ ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، يَا رَبَّاهُ يَا اَللّٰهُ، اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلَى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ ، وَ تَمُنَّ عَلَيَّ بِرِضَاكَ، وَ تَعْفُوَ عَنِّيْ بِحِلْمِكَ، وَ تُوَسِّعَ عَلَيَّ مِنْ رِزْقِكَ الْحَلَالِ الطَّيِّبِ، وَ مِنْ حَيْثُ اَحْتَسِبُ، وَ مِنْ حَيْثُ لَا اَحْتَسِبُ، فَاِنِّيْ عَبْدُكَ لَيْسَ لِيْ اَحَدٌ سِوَاكَ، وَ لَا اَحَدٌ اَسْاَلُهُ غَيْرُكَ، يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ، مَا شَاءَ اَللّٰهُ لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ الْعَلِيِّ الْعَظِيْمِ۔
અય અલ્લાહ ! અય અલ્લાહ ! અય અલ્લાહ ! અય મહેરબાન અય અલ્લાહ, અય રહેમ કરનાર અય અલ્લાહ, અય બાદશાહ અય અલ્લાહ, અય પાકિઝા અય અલ્લાહ, અય કામિલ અય અલ્લાહ, અય અમન આપનાર અય અલ્લાહ, અય હિફાઝત કરનાર અય અલ્લાહ, અય હાકીમ અય અલ્લાહ, અય જબ્બાર અય અલ્લાહ, અય મોટાઈના માલીક અય અલ્લાહ, અય પૈદા કરનાર અય અલ્લાહ, અય બનાવનાર અલ્લાહ, અય તસ્વીર બનાવનાર અય અલ્લાહ, અય ઇલ્મ રાખનાર અય અલ્લાહ, અય મહાન અય અલ્લાહ, અય હોશિયાર અય અલ્લાહ, અય કરમ કરનાર અય અલ્લાહ, અય ગુસ્સાને પીનાર અય અલ્લાહ, અય હિકમતવાળા અય અલ્લાહ, અય સાંભળનાર અય અલ્લાહ, અય જોનાર અય અલ્લાહ, અય નજીક અય અલ્લાહ, અય કબુલ કરનાર અય અલ્લાહ, અય બહુજ અતા કરનાર અય અલ્લાહ, અય મોટી શાનવાળા અય અલ્લાહ, અય દોસ્ત અય અલ્લાહ, અય વફા કરનાર અય અલ્લાહ, અય હકીમ અય અલ્લાહ, અય ફૈસલો કરનાર અય અલ્લાહ, અય જલ્દી કરનાર અય અલ્લાહ, અય સખ્ત અય અલ્લાહ, અય મહેરબાની કરનાર અય અલ્લાહ, અય હિફાઝત કરનાર અય અલ્લાહ, અય બુઝુર્ગ અય અલ્લાહ, અય મુહાફીઝ અય અલ્લાહ, અય કબ્ઝો કરનાર અય અલ્લાહ, અય સરદારોના સરદાર અય અલ્લાહ, અય અવ્વલ અય અલ્લાહ, અય આખિર અય અલ્લાહ, અય ઝાહિર અય અલ્લાહ, અય છુપા અય અલ્લાહ, અય ફખ્ર કરનાર અય અલ્લાહ, અય કાબુ મેળવનાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય દોસ્તી રાખનાર અય અલ્લાહ, અય નુર અય અલ્લાહ, અય બુલંદ કરનાર અય અલ્લાહ, અય રોકનાર અય અલ્લાહ, અય હટાવનાર અય અલ્લાહ, અય કામીયાબી આપનાર અય અલ્લાહ, અય ફાયદો પહોચાડનાર અય અલ્લાહ, અય બુઝુર્ગ અય અલ્લાહ, અય ખુબસુરત અય અલ્લાહ, અય ગવાહ અય અલ્લાહ, અય જોનાર અય અલ્લાહ, અય ફરિયાદે પહોંચનાર અય અલ્લાહ, અય દોસ્ત અય અલ્લાહ, અય પૈદા કરનાર અય અલ્લાહ, અય પાકિઝા અય અલ્લાહ, અય બાદશાહ અય અલ્લાહ, અય તકદીર બનાવનાર અય અલ્લાહ, અય બંધ કરનાર અય અલ્લાહ, અય ખોલનાર અય અલ્લાહ, અય જીવંત કરનાર અય અલ્લાહ, અય મૌત આપનાર અય અલ્લાહ, અય ઉઠાવનાર અય અલ્લાહ, અય વારીસ અય અલ્લાહ, અય અતા કરનાર અય અલ્લાહ, અય ફઝલ કરનાર અય અલ્લાહ, અય નેઅમત આપનાર અય અલ્લાહ, અય હક અય અલ્લાહ, અય ઝાહીર કરનાર અય અલ્લાહ, અય પાકો પાકિઝા અય અલ્લાહ, અય અહેસાન કરનાર અય અલ્લાહ, અય નેકી કરનાર અય અલ્લાહ, અય શરૂં કરનાર અય અલ્લાહ, અય પાછા ફેરવનાર અય અલ્લાહ, અય પૈદા કરનાર અય અલ્લાહ, અય અનોખી વસ્તુ બનાવનાર અય અલ્લાહ, અય હિદાયત કરનાર અય અલ્લાહ, અય પુરૂં કરનાર અય અલ્લાહ, અય શફા આપનાર અય અલ્લાહ, અય બુલંદ મરતબાવાળા અય અલ્લાહ, અય મહાન અય અલ્લાહ, અય મોહબ્બત કરનાર અય અલ્લાહ, અય અહેસાનવાળા અય અલ્લાહ, અય નેઅમતવાળા અય અલ્લાહ, અય બુલંદીવાળા અય અલ્લાહ, અય ઇન્સાફ કરનાર અય અલ્લાહ, અય બુલંદીઓના માલીક અય અલ્લાહ, અય સાચા અય અલ્લાહ, અય બહુજ સાચું બોલનાર અય અલ્લાહ, અય બદલો લેનાર અય અલ્લાહ, અય બાકી રેહનાર અય અલ્લાહ, અય હિફાઝત કરનાર અય અલ્લાહ, અય બુઝુર્ગીના માલીક અય અલ્લાહ, અય ઇઝ્ઝ્તના માલીક અય અલ્લાહ, અય પસંદીદા અય અલ્લાહ, અય માબુદ અય અલ્લાહ, અય બનાવનાર અય અલ્લાહ, અય મદદ કરનાર અય અલ્લાહ, અય વજૂદ આપનાર અય અલ્લાહ, અય કામ કરનાર અય અલ્લાહ,અય લતીફ અય અલ્લાહ, અય બહુજ માફ કરનાર અય અલ્લાહ, અય કદર કરનાર અય અલ્લાહ, અય નુર અય અલ્લાહ, અય કુદરતવાળા અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, અય પરવરદિગાર અય અલ્લાહ, હું સવાલ કરૂં છું કે મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, તારી ખુશી થકી મારા ઉપર અહેસાન કર, તારી નમ્રતાના વાસ્તાથી મને માફ કર, અને મારા હલાલ પાકો પાકિઝા રોઝીમાં વધારો કર, જ્યાંથી મને રોઝી મળવાની આશા હોય ત્યાંથી પણ અને જ્યાંથી મને રોઝી મળવાની આશા ન હોય ત્યાંથી પણ મારી રોઝીમાં વધારો કર, બસ હું તો તારો બંદો છું તારા સીવાય મારૂ કોઈ નથી, અને ન તો તારા સીવાય બીજું કોઈ છે કે જેના પાસે જઈને માગું, અય સૌથી વધારે રહેમ કરનાર, એજ થાય છે જે અલ્લાહ ચાહે છે, કોઈ તાકત નથી સીવાય અલ્લાહના જે બુઝુર્ગ અને મહાન છે,
(સજદામાં જઈને આ દુઆ પઢે)
يَا اَللّٰهُ يَا اَللّٰهُ يَا اَللّٰهُ، يَا رَبِّ يَا رَبِّ يَا رَبِّ، يَا مُنْزِلَ الْبَرَكَاتِ، بِكَ تُنْزَلُ كُلُّ حَاجَةٍ، اَسْاَلُكَ بِكُلِّ اسْمٍ فِيْ مَخْزُوْنِ الْغَيْبِ عِنْدَكَ، وَ الْاَسْمَاءِ الْمَشْهُوْرَاتِ عِنْدَكَ الْمَكْتُوْبَةِ عَلٰى سُرَادِقِ عَرْشِكَ، اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ، وَ اَنْ تَقْبَلَ مِنِّيْ شَهْرَ رَمَضَانَ، وَ تَكْتُبَنِيْ مِنَ الْوَافِدِيْنَ اِلٰى بَيْتِكَ الْحَرَامِ، وَ تَصْفَحَ لِيْ عَنِ الذُّنُوْبِ الْعِظَامِ، وَ تَسْتَخْرِجَ لِيْ يَا رَبِّ كُنُوْزَكَ يَا رَحْمَانُ۔
અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ, અય પરવરદિગાર, અય પરવરદિગાર, અય પરવરદિગાર, અય બરકતો નાઝીલ કરનાર, તારા થકી બધી હાજતો પૂરી થાય છે, તારાથી તે નામના વાસ્તાથી સવાલ કરૂં છું જે તારા ગય્બના ખઝાનામાં મૌજુદ છે, અને તે મશહુર નામોના વાસ્તાથી સવાલ કરૂં છું જે તારા ત્યાં અર્શના પડદા ઉપર લખેલા છે, બસ તું મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, અને મારી માહે રમઝાનની તમામ ઇબાદતો કબુલ કર, મારૂ નામ ખાનએ કાબાના હજ કરવાવાળાઓમાં શામિલ કર, અય અલ્લાહ ! તું મારા મોટા મોટા ગુનાહોને માફ કર, અને મારા માટે બેશુમાર ખઝાનાઓ ખોલી આપ, અય બહુજ વધારે મહેરબાન.

☀️ ઈદના દિવસના આમાલ

સુબહની નમાઝ તેમજ ઇદની નમાઝ પછી આ રીતે તકબીરાત પઢે,
اَللّٰهُ اَكْبَرُ، اَللّٰهُ اَكْبَرُ، لَا اِلٰهَ اِلَّا اللّٰهُ وَ اللّٰهُ اَكْبَرُ، اَللّٰهُ اَكْبَرُ، وَ لِلّٰهِ الْحَمْدُ، اَلْحَمْدُ لِلّٰهِ عَلٰى مَا هَدَانَا، وَ لَهُ الشُّكْرُ عَلٰى مَا اَوْلَانَا۔


ઝકાતે ફીત્રો આપવો વાજિબ છે, માહે રમઝાનના રોઝાને કબુલ થવાનું કારણ બને છે, આવતા વરસ સુધી સલામત રહે છે.

નમાઝે ઈદ પહેલા ગુસ્લ કરે,

ઇદના દિવસે નવા કપડા પહેરે અને ખુશ્બુ લગાવે,



નમાઝે ઈદ માટે ઘરેથી નીકળો તો ઈમામ મોહંમદ બાકીર અ. બયાન ફરમાવે છે કે આ રીતે પઢો
اَللّٰهُمَّ مَنْ تَهَيَّاَ فِيْ هٰذَا الْيَوْمِ، اَوْ تَعَبَّاَ، اَوْ اَعَدَّ ، وَ اسْتَعَدَّ لِوِفَادَةٍ اِلٰى مَخْلُوْقٍ رَجَاءَ رِفْدِهِ، وَ نَوَافِلِهِ، وَ فَوَاضِلِهِ، وَ عَطَايَاهُ، فَاِنَّ اِلَيْكَ يَا سَيِّدِيْ تَهْيِئَتِيْ وَ تَعْبِئَتِيْ وَ اِعْدَادِيْ وَ اسْتِعْدَادِيْ رَجَاءَ رِفْدِكَ، وَ جَوَائِزِكَ، وَ نَوَافِلِكَ، وَ فَوَاضِلِكَ، وَ فَضَائِلِكَ، وَ عَطَايَاكَ، وَ قَدْ غَدَوْتُ اِلٰى عِيْدٍ مِنْ اَعْيَادِ اُمَّةِ نَبِيِّكَ مُحَمَّدٍ صَلَوَاتُ اللّٰهِ عَلَيْهِ وَ عَلٰى اٰلِهِ، وَ لَمْ اَفِدْ اِلَيْكَ الْيَوْمَ بِعَمَلٍ صَالِحٍ ،اَثِقُ بِهِ قَدَّمْتُهُ وَ لَا تَوَجَّهْتُ بِمَخْلُوْقٍ اَمَّلْتُهُ، وَ لٰكِنْ اَتَيْتُكَ خَاضِعًا مُقِرًّا بِذُنُوْبِيْ وَ اِسَاءَتِيْ اِلٰى نَفْسِيْ، فَيَا عَظِيْمُ يَا عَظِيْمُ يَا عَظِيْمُ، اِغْفِرْ لِيَ الْعَظِيْمَ مِنْ ذُنُوْبِيْ ، فَاِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوْبَ الْعِظَامَ اِلَّا اَنْتَ، يَا لَا اِلٰهَ اِلَّا اَنْتَ، يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ۔


નમાઝે ઈદ બે રકાત છે જેમાં સુરએ અલ્હમ્દ પછી પહેલી રકાતમાં સુરએ આઅલા અને બીજી રકાતમાં સુરએ અલ્હમ્દ પછી સુરએ વશ્શમ્સ પઢે,

સુરએ આઅલા
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
سَبِّحِ اسْمَ رَبِّكَ الْاَعْلَىۙ‏(1) الَّذِىْ خَلَقَ فَسَوّٰى‏(2) وَالَّذِىْ قَدَّرَ فَهَدٰى ۙ (3)وَالَّذِىْ اَخْرَجَ الْمَرْعٰى ۙ‏(4) فَجَعَلَهٗ غُثَآءً اَحْوٰىؕ‏(5) سَنُقْرِئُكَ فَلَا تَنْسٰٓىۙ‏ (6)اِلَّا مَا شَآءَ اللّٰهُ‌ؕ اِنَّهٗ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفٰىؕ‏(7) وَنُيَسِّرُكَ لِلْيُسْرٰى ‌ۖ‌ۚ‏(8)فَذَكِّرْ اِنْ نَّفَعَتِ الذِّكْرٰىؕ‏(9)سَيَذَّكَّرُ مَنْ يَّخْشٰىۙ‏(10) وَيَتَجَنَّبُهَا الْاَشْقَىۙ‏(11)الَّذِىْ يَصْلَى النَّارَ الْكُبْرٰى‌ۚ‏ (12)ثُمَّ لَا يَمُوْتُ فِيْهَا وَلَا يَحْيٰىؕ‏ (13)قَدْ اَفْلَحَ مَنْ تَزَكّٰىۙ ‏(14) وَذَكَرَ اسْمَ رَبِّهٖ فَصَلّٰى‌ ؕ‏ (15) بَلْ تُؤْثِرُوْنَ الْحَيٰوةَ الدُّنْيَ (16) وَالْاٰخِرَةُ خَيْرٌ وَّ اَبْقٰىؕ‏(17) اِنَّ هٰذَا لَفِى الصُّحُفِ الْاُوْلٰىۙ ‏(18) صُحُفِ اِبْرٰهِيْمَ وَمُوْسٰى‏ (19)


સુરએ શમ્સ:

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
وَالشَّمْسِ وَضُحٰهَا(1)وَالْقَمَرِ اِذَا تَلٰهَا)2)وَالنَّهَارِ اِذَا جَلّٰهَا(3)وَالَّيْلِ اِذَا يَغْشٰهَا ۙ‏(4)وَالسَّمَآءِ وَمَا بَنٰهَاۙ(5) وَالْاَرْضِ وَمَا طَحٰهَا(6) وَنَفْسٍ وَّمَا سَوّٰهَا(7) فَاَلْهَمَهَا فُجُوْرَهَا وَتَقْوٰهَا(8) قَدْ اَفْلَحَ مَنْ زَكّٰهَا(9) وَقَدْ خَابَ مَنْ دَسّٰهَا ؕ‏(10) كَذَّبَتْ ثَمُوْدُ بِطَغْوٰهَآ (11) اِذِ انْۢبَعَثَ اَشْقٰهَا (12)
فَقَالَ لَهُمْ رَسُوْلُ اللّٰهِ نَاقَةَ اللّٰهِ وَسُقْيٰهَا ؕ‏(13) فَكَذَّبُوْهُ فَعَقَرُوْهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُمْ بِذَنْۢبِهِمْ فَسَوّٰهَا (14)
وَلَا يَخَافُ عُقْبٰهَا (15)
પહેલી રકાતમાં પાંચ તકબીર છે દરેક તકબીર પછી કુનુત અને બીજી રકાતમાં ચાર તકબીર છે દરેક તકબીર પછી કુનુત પઢે, કુનુતમાં આ મુજબ પઢે


કુનુત નમાઝે ઈદ:
اَللّٰهُمَّ اَهْلَ الْكِبْرِيَاءِ وَ الْعَظَمَةِ، وَ اَهْلَ الْجُوْدِ وَ الْجَبَرُوْتِ، وَ اَهْلَ الْعَفْوِ وَ الرَّحْمَةِ، وَ اَهْلَ التَّقْوٰى وَ الْمَغْفِرَةِ ، اَسْاَلُكَ بِحَقِّ هٰذَا الْيَوْمِ الَّذِيْ جَعَلْتَهُ لِلْمُسْلِمِيْنَ عِيْدًا، وَ لِمُحَمَّدٍ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ ذُخْرًا وَ شَرَفًاوَکَرَامَۃً وَ مَزِيْدًا، اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ، وَ اَنْ تُدْخِلَنِيْ فِيْ كُلِّ خَيْرٍ اَدْخَلْتَ فِيْهِ مُحَمَّدًا وَ اٰلَ مُحَمَّدٍ، وَ اَنْ تُخْرِجَنِيْ مِنْ كُلِّ سُوْءٍ اَخْرَجْتَ مِنْهُ مُحَمَّدًا وَ اٰلَ مُحَمَّدٍ، صَلَوَاتُكَ عَلَيْهِ وَ عَلَيْهِمْ اَجْمَعِيْنَ، اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ خَيْرَ مَا سَاَلَكَ مِنْهُ عِبَادُكَ الصَّالِحُوْنَ، وَ اَعُوْذُ بِكَ فِيْهِ مِمَّا اسْتَعَاذَ مِنْهُ عِبَادُكَ الْمُخْلِصُوْنَ۔


નમાઝ પછી ઝીયારતે ઈમામ હુસૈન પઢે: (ઝીયારત પઢવા માટે અહી ક્લિક કરો)
નમાઝ પછી ઝીયારતે ઈમામ હુસૈન પઢે:
بِسْمِ اللّٰہِ الرَّحْمٰنِ الرَّحِیْمِ اَلسَّلَامُ عَلَیْکَ یَا وَارِثَ اٰدَمَ صَفْوَۃِ اللّٰہِ اَلسَّلَامُ عَلَیْکَ یَا وَارِثَ نُوْحٍ نَبِیِّ اللّٰہِ اَلسَّلَامُ عَلَیْکَ یَا وَارِثَ اِبْرَاھِیْمَ خَلِیْلِ اللّٰہِ اَلسَّلَامُ عَلَیْکَ یَا وَارِثَ مُوْسٰی کَلِیْمِ اللّٰہِ اَلسَّلَامُ عَلَیْکَ یَا وَارِثَ عِیْسٰی رُوْحِ اللہِ اَلسَّلَامُ عَلَیْکَ یَا وَارِثَ مُحَمَّدٍ حَبِیْبِ اللّٰہِ اَلسَّلَامُ عَلَیْکَ یَا وَارِثَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ وَلِیِّ اللّٰہِ اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ مُحَمَّدِ نِ الْمُصْطَفٰی اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ عَلِيِّ نِ الْمُرْتَضٰی اَلسَّلامُ عَلَیْکَ یَابْنَ فَاطِمَۃَ الزَّھْرَآءِ اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ خَدِیْـجَـۃَ الْکُبْرٰی اَلسَّلَامُ عَلَیْکَ یَا ثَارَ اللّٰہِ وَابْنَ ثَارِہٖ وَ الْوِتْرَ الْمَوْتُوْرَ اَشْہَدُ اَنَّکَ قَدْ اَقَمْتَ الصَّلٰوۃَ وَ اٰتَیْتَ الزَّکٰوۃَ وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَہَیْتَ عَنِ الْمُنْکَرِ وَ اَطَعْتَ اللّٰہَ وَ رَسُوْلَہٗ حَتّٰی اَتَاکَ الْیَقِیْنُ فَلَعَنَ اللّٰہُ اُمَّۃً قَتَلَتْکَ وَ لَعَنَ اللّٰہُ اُمَّۃً ظَلَمَتْکَ وَ لَعَنَ اللّٰہُ اُمَّۃً سَمِعَتْ بِذٰلِکَ فَرَضِیَتْ بِہٖ یَا مَوْلَایَ یَا اَبَا عَبْدِ اللّٰہِ اَشْہَدُ اَنَّـکَ کُنْتَ نُوْرًا فِی الْاَصْلَابِ الشَّامِخَۃِ وَ الْاَرْحَامِ الْمُطَہَّرَۃِ لَمْ تُنَجِّسْکَ الْجَاھِلِیَّۃُ بِاَنْجَاسِہَا وَ لَمْ تُلْبِسْکَ مِنْ مُدْلَہِمَّاتِ ثِـیَابِہَا وَ اَشْہَدُ اَنَّـکَ مِنْ دَعَائِمِ الدِّیْنِ وَ اَرْکَانِ الْمُؤْمِنِیْنَ وَ اَشْہَدُ اَنَّـکَ الْاِمَامُ الْبَرُّ التَّقِیُّ الرَّضِیُّ الزَّکِیُّ الْہَادِیُ الْمَہْدِیُّ وَاَشْہَدُ اَنَّ الْاَئِمَّۃَ مِنْ وُلْدِکَ کَلِمَۃُ التَّقْوٰی وَ اَعْلَامُ الْہُدٰی وَ الْعُرْوَۃُ الْوُثْقٰی وَ الْحُجَّۃُ عَلٰی اَھْلِ الدُّنْیَا وَ اُشْہِدُ اللّٰہَ وَ مَلَائِکَتَہٗ وَ اَنْبِیَائَہٗ وَ رُسُلَہٗ اَنِّیْ بِکُمْ مُؤْمِنٌ وَّ بِاِیَابِکُمْ مُوقِنٌ بِشَرَایِعِ دِیْنِیْ وَ خَوَاتِیْمِ عَمَلِیْ وَ قَلْبِیْ لِقَلْبِکُمْ سِلْمٌ وَ اَمْرِیْ لِاَمْرِکُمْ مُتَّبِعٌ صَلَوَاتُ اللّٰہِ عَلَیْکُمْ وَ عَلٰی اَرْوَاحِکُمْ وَ عَلٰی اَجْسَادِکُمْ وَ عَلٰی اَجْسَامِکُمْ وَ عَلٰی شَاھِدِکُمْ وَ عَلٰی غَائِبِکُمْ وَ عَلٰی ظَاھِرِکُمْ وَ عَلٰی بَاطِنِکُمْ

જનાબે અલીઅકબર (અ.સ.)ની ઝિયારત
اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ رَسُوْلِ اللہِ اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ نَبِیِّ اللہِ اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ اَمِیْرِ الْمُوْمِنِیْنَ اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ الْحُسَیْنِ الشَّہِیْدِ اَلسَّلَامُ عَلَیْکَ اَیُّہَا الشَّہِیْدُ وَ ابْنُ الشَّہِیْدِ اَلسَّلَامُ عَلَیْکَ اَیُّہَا الْمَظْلُوْمُ وَ ابْنُ الْمَظْلُوْمِ لَعَنَ اللہُ اُمَّۃً قَتَلَتْکَ وَ لَعَنَ اللّٰہُ اُمَّۃً ظَلَمَتْکَ وَ لَعَنَ اللہُ اُمَّۃً سَمِعَتْ بِذٰلِکَ فَرَضِیَتْ بِہٖ

શોહદાએ કરબલાની ઝિયારત
اَلسَّلَامُ عَلَیْکُمْ یَا اَوْلِیَآءَ اللّٰہِ وَ اَحِبَّائَہٗ اَلسَّلَامُ عَلَیْکُمْ یَا اَصْفِیَآءَ اللّٰہِ وَ اَوِدَّائَہٗ اَلسَّلَامُ عَلَیْکُمْ یَا اَنْصَارَ دِیْنِ اللّٰہِ اَلسَّلَامُ عَلَیْکُمْ یَا اَنْصَارَ رَسُوْلِ اللّٰہِ اَلسَّلَامُ عَلَیْکُمْ یَا اَنْصَارَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ اَلسَّلَامُ عَلَیْکُمْ یَا اَنْصَارَ فَاطِمَۃَ سَیِّدَۃِ نِسَاءِ الْعَالَمِیْنَ اَلسَّلَامُ عَلَیْکُمْ یَا اَنْصَارَ اَبِیْ مُحَمَّدِنٍ الْحَسَنِ بْنِ عَلِیٍّنِ الْوَلِیِّ النَّاصِحِ اَلسَّلامُ عَلَیْکُمْ یَا اَنْصَارَ اَبِیْ عَبْدِ اللّٰہِ بِاَبِیْ اَنْتُمْ وَ اُمِّیْ طِبْتُمْ وَ طَابَتِ الْاَرْضُ الَّتِیْ فِیْہَا دُفِنْتُمْ وَ فُزْتُمْ فَوْزًا عَظِیْمًا فَیَالَیْتَنِیْ کُنْتُ مَعَکُمْ فَاَفُوْزَ مَعَکُمْ

ઝિયારતે હઝરત અબ્બાસ (અ.સ.)
اَلسَّلَامُ عَلَیْکَ یَا بْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ اَلسَّلَامُ عَلَیْکَ اَیُّہَا الْعَبْدُ الصَّالِحُ الْمُطِیْعُ لِلّٰہِ وَ لِرَسُوْلِہٖ اَشْھَدُ اَنَّـکَ قَدْ جَاھَدْتَّ وَ نَصَحْتَ وَ صَبَرْتَ حَتّٰی اَتَاکَ الْیَقِیْنُ لَعَنَ اللّٰہُ الظَّالِمِیْنَ لَکُمْ مِنَ الْاَوَّلِیْنَ وَ الْاٰخِرِیْنَ وَ اَلْحَقَہُمْ بِدَرْکِ الْجَحِیْمِ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે. સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચૂંટાએલા આદમ (અ.સ.)ના વારસદાર, સલામ થાય આપ ઉપર અય અલ્લાહના નબી નૂહ (અ.સ.)ના વારસદાર, સલામ થાય આપ ઉપર અય અલ્લાહના દોસ્ત ઈબ્રાહીમ (અ.સ.)ના વારસદાર, સલામ થાય આપ ઉપર અય અલ્લાહના કલીમ મૂસા (અ.સ.)ના વારસદાર, સલામ થાય આપ ઉપર અય રૂહુલ્લાહ ઈસા (અ.સ.)ના વારસદાર, સલામ થાય આપ ઉપર અય અલ્લાહના હબીબ મોહમ્મદ (સ.અ.વ.)ના વારસદાર, સલામ થાય આપ ઉપર અય અલ્લાહના વલી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વારસદાર, સલામ થાય આપ ઉપર અય મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના ફરઝંદ! સલામ થાય આપ ઉપર અય અલીએ મુરતઝા (અ.સ.)ના ફરઝંદ! સલામ થાય આપ ઉપર અય ફાતેમા ઝહરા (સ.અ.)ના ફરઝંદ! સલામ થાય આપ ઉપર અય ખદીજતુલ કુબરા (સ.અ.)ના ફરઝંદ! સલામ થાય આપ ઉપર અય કે જેના અને જેમના પિતાના ખૂનનો બદલો અલ્લાહ લેનાર છે અને અય કે જેઓ (જંગના મેદાનમાં) એકલા જ રહી ગયા તેઓના ખૂનનો બદલો લેનાર કોઈ બાકી ન રહ્યું, હું ગવાહી આપું છું કે બેશક તમે નમાઝ કાયમ કરી અને ઝકાત આપી અને નેકીનો હુકમ આપ્યો અને બૂરાઈથી અટકાવ્યા અને અલ્લાહ તેમજ તેના રસૂલ (સ.અ.વ.)ની ઈતાઅત કરી ત્યાં સુધી કે તમો શહીદ થયા, અલ્લાહ લઅનત કરે એ લોકો ઉપર કે જેણે આપને શહીદ કર્યા અને અલ્લાહ લઅનત કરે એ લોકો ઉપર કે જેણે આપની ઉપર ઝુલ્મ કર્યો અને અલ્લાહ લઅનત કરે એ લોકો ઉપર કે જેણે તે (ઝુલ્મ) સાંભળ્યો અને તેનાથી ખુશ થયા. અય મારા મૌલા! અય અબા અબ્દિલ્લાહ (અ.સ.)! બેશક હું ગવાહી આપું છું કે આપ ઉચ્ચ સુલ્બોમાં તેમજ પાકીઝા ગર્ભોમાં નૂર હતા, જાહેલિય્યતે પોતાની નજાસતો વડે આપને દુષિત નથી કર્યા અને જાહેલિય્યતે પોતાનો કાળો પહેરવેશ આપને નથી પહેરાવ્યો અને હું ગવાહી આપું છું કે બેશક તમે દીનના સ્તંભ છો અને મોઅમીનોના આધાર છો અને હું ગવાહી આપું છું કે બેશક તમે નેક, તકવા ધરાવનારા, અલ્લાહની ખુશી પામેલા, પાકો પાકીઝા, હિદાયત પામેલા અને હિદાયત આપનાર ઈમામ છો અને હું ગવાહી આપું છું કે બેશક તમારા વંશમાંથી ઈમામો તકવાના કલામ છે અને હિદાયતના સ્તંભ અને મજબૂત રસ્સી અને દુનિયાના લોકો ઉપર હુજ્જત છે અને હું અલ્લાહ અને તેના મલાએકા અને તેના અંબિયા અને તેના રસૂલોને ગવાહ બનાવું છું કે હું આપ તમામ ઉપર ઈમાન ધરાવવાવાળો છું અને મારા કાર્યો દીનની શરીઅત પ્રમાણે છે, આપની રજઅત (પાછા ફરવા)નું યકીન રાખું છું, અને મારૂં દિલ તમારા દિલને સમર્પિત થનારૂં અને મારા કાર્યો આપના કાર્યોનું અનુકરણ કરનારા છે, અલ્લાહની રહમત થાય તમારા ઉપર અને તમારી રૂહો ઉપર અને તમારા શરીરો ઉપર અને તમારા જીસ્મો ઉપર અને તમારામાંથી હાજર ઉપર અને તમારામાંથી ગાએબ ઉપર અને તમારા જાહેર ઉપર અને તમારા બાતિન ઉપર. જ. અલીઅકબર (અ.સ.)ની ઝિયારત સલામ થાય આપ ઉપર અય અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ના ફરઝંદ, સલામ થાય આપ ઉપર અય અલ્લાહના નબી (સ.અ.વ.)ના ફરઝંદ, સલામ થાય આપ ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ, સલામ થાય આપ ઉપર અય શહીદ હુસૈન (અ.સ.)ના ફરઝંદ, સલામ થાય આપ ઉપર અય શહીદ અને શહીદના ફરઝંદ, સલામ થાય આપ ઉપર અય મઝલૂમ અને મઝલૂમના ફરઝંદ, અલ્લાહ લઅનત કરે એ લોકો ઉપર કે જેણે આપને શહીદ કર્યા અને અલ્લાહ લઅનત કરે એ લોકો ઉપર કે જેણે આપની ઉપર ઝુલ્મ કર્યો અને અલ્લાહ લઅનત કરે એ લોકો ઉપર કે જેણે તે (ઝુલ્મ) સાંભળ્યો અને તેનાથી ખુશ થયા. શોહદાએ કરબલાની ઝિયારત સલામ થાય આપ ઉપર અય અલ્લાહના વલીઓ અને તેના ચહીતાઓ, સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચૂંટાએલાઓ અને અલ્લાહના પ્યારાઓ, સલામ થાય આપ ઉપર અય અલ્લાહના દીનના મદદગારો, સલામ થાય આપ ઉપર અય અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ના મદદગારો, સલામ થાય આપ ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના મદદગારો, સલામ થાય આપ ઉપર અય તમામ જહાનની ઔરતોના સરદાર ફાતેમા (સ.અ.)ના મદદગારો, સલામ થાય આપ ઉપર અય અબા મોહમ્મદ, વલી, શુભેચ્છક, હસન ઈબ્ને અલી (અ.સ.)ના મદદગારો, સલામ થાય આપ ઉપર અય અબા અબ્દિલ્લાહ (અ.સ.)ના મદદગારો, મારા માં-બાપ તમારા ઉપર કુરબાન થાય. આપ પાકીઝા છો અને તે જમીન પણ પાકીઝા થઈ ગઈ જ્યાં આપને દફન કરવામાં આવ્યા છે અને આપ મહાન કામ્યાબી સુધી પહોંચી ગયા છો અને અય કાશ! હું પણ આપની સાથે હોતે તો આપની સાથે કામ્યાબી હાંસિલ કરતે. ઝિયારતે હઝરત અબ્બાસ (અ.સ.) સલામ થાય આપ ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ, સલામ થાય આપ ઉપર અય નેક બંદા કે જે અલ્લાહ અને તેના રસૂલ (સ.અ.વ.)ના ફરમાંબરદાર છો. હું ગવાહી આપું છું કે બેશક આપે જેહાદ કર્યો અને ખુલુસ રાખ્યું અને સબ્ર કરી ત્યાં સુધી કે શહાદતનો સમય આવી ગયો. તમારા ઉપર ઝુલ્મ કરનાર ચાહે તે અવ્વલીનમાંથી હોય કે આખેરીનમાંથી તેના ઉપર અલ્લાહની લાનત થાય અને (અલ્લાહ) તેઓને જહન્નમના સૌથી નીચલા તબક્કામાં પહોંચાડી દે.





ઇદના દિવસે દુઆએ નુદબા પઢવી: (દુઆએ નુદબા પઢવા માટે અહી ક્લિક કરો)

દુઆ પછી સજદામાં આ મુજબ પઢે
اَعُوْذُ بِكَ مِنْ نَارٍ حَرُّهَا لَا يُطْفٰى، وَ جَدِيْدُهَا لَا يَبْلٰى، وَ عَطْشَانُهَا لَا يَرْوٰى،
જમણો ગાલ ઝમીન ઉપર રાખીને આ મુજબ પઢે
اِلٰهِيْ لَا تُقَلِّبْ وَجْهِيْ فِيْ النَّارِ بَعْدَ سُجُوْدِيْ، وَ تَعْفِيْرِيْ لَكَ، بِغَيْرِ مَنٍّ مِنِّيْ عَلَيْكَ، بَلْ لَكَ الْمَنُّ عَلَيَّ۔
પછી ડાભો ગાલ ઝમીન ઉપર રાખીને કહે
اِرْحَمْ مَنْ اَسَاءَ وَ اقْتَرَفَ وَ اسْتَكَانَ وَ اعْتَرَفَ۔
પછી માથાને માટી ઉપર રાખે અને કહે
اِنْ كُنْتُ بِئْسَ الْعَبْدُ فَاَنْتَ نِعْمَ الرَّبُّ، عَظُمَ الذَّنْبُ مِنْ عَبْدِكَ فَلْيَحْسُنِ الْعَفْوُ مِنْ عِنْدِكَ، يَا كَرِيْمُ۔
પછી 100 વખત કહે
اَلْعَفْوَ اَلْعَفْوَ


સહીફએ સજ્જદીયાની દુઆ નંબર 46 પઢે:
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ يَا مَنْ يَرْحَمُ مَنْ لَا يَرْحَمُهُ الْعِبَادُوَ يَا مَنْ يَقْبَلُ مَنْ لَا تُقْبَلُهُ الْبِلَادَ وَ يَا مَنْ لَا يَحْتَقِرُ اَهْلَ الْحَاجَةِ اِلَيْهِ وَيَا مَنْ لَا يُخَيِّبُ الْمُلِحِّيْنَ عَلَيْهِ وَيَا مَنْ لَا يَجْبَهُ بِالرَّدِّ اَهْلَ الدَّالَّةِ عَلَيْهِ وَيَا مَنْ يَجْتَبِىْ صَغِيْرَ مَا يُتْحَفُ بِهٖ وَ يَشْكُرُ يَسِيْرَ مَا يُعْمَلُ لَه وَيَا مَنْ يَشْكُرُ عَلَى الْقَلِيْلِ وَيُجَازِىْ بِالْجَلِيْلِ وَ يَا مَنْ يَدْنُوْا اِلٰى مَنْ دَنَا مِنْهُ وَيَا مَنْ يَدْعُوْ اِلٰى نَفْسِهٖ مَنْ اَدْ بَرَعَنْهُ وَ يَا مَنْ لَا يُغَيِّرُ لْنِّعْمَةَ وَلَا يُبَادِرُ بِالنَّقِمَةِ وَيَا مَنْ يُثْمِرُ الْحَسَنَةَ حَتّٰى يُنْمِيَهَا وَ يَتَجَاوَزُ عَنِ السَّيِّئَةِ حَتّٰى يُعَفِّيَهَا انْصَرَفَتِ الْاٰمَالُ دُوْنَ مَدٰى كَرَمِكَ بِالْحَاجَاتِ وَامُتَلَأَتْ بِفَيْضِ جُوْدِكَ اَوْعِيَةُ الطَّلِبَاتِ وَ تَفَسَّخَتْ دُوْنَ بُلُوْغِ نَعْتِكَ الصِّفَاتُ فَلَكَ الْعُلُوُّ الْاَعْلٰى فَوْقَ كُلِّ عَالٍ وَ الْجَلَالُ الْاَمْجَدُ فَوْقَ كُلِّ جَلَالٍ كُلُّ جَلِيْلٍ عِنْدَكَ صَغِيْرٌ وَ كُلُّ شَرِيْفٍ فِىْ جَنْبٍ شَرَفِكَ حَقِيْرٌ خَابَ الْوَافِدُوْنَ عَلٰى غَيْرِكَ وَ خَسِرَ الْمُتَعَرِّضُوْنَ اِلَّا لَكَ وَضَاعَ الْمُلِمُّوْنَ اِلَّا بِكَ وَ اَجْدَبَ الْمُنْتَجِعُوْنَ اِلَّا مَنِ انْتَجَعَ فَضْلَكَ بَابُكَ مَفْتُوْحٌ لِلرَّاغِبِيْنَ وَ جُوْدُكَ مُبَاحٌ لِلسَّاۤئِلِيْنَ وَ اِغَاثَتُكَ قَرِيْبَةٌ مِنَ الْمُسْتَغِيْثِيْنَ لَا يَخِيْبُ مِنْكَ الْاٰمِلُوْنَ وَلَا يَيْئَسَ مِنْ عَطَاۤئِكَ الْمُتَعَرِّضُوْنَ وَلَا يَشْقٰى بِنَقِمَتِكَ الْمُسْتَغْفِرُوْنَ رِزْقُكَ مَبْسُوْطٌ لِمَنْ عَصَاكَ وَ حِلْمُكَ مُعْتَرِضٌ لِمَنْ نَاوَاكَ عَادَتُكَ الْاِحْسَانُ اِلَى الْمُسِيْئِيْنَ وَ سُنَّتُكَ الْاِبْقَاءُ عَلَى الْمُعْتَدِيْنَ حَتّٰى لَقَدْ غَرَّتْهُمْ اَنَاتُكَ عَنِ الرُّجُوْعِ وَ صَدَّهُمْ اِمْهَالُكَ عَنِ النُّزُوْعِ وَ اِنَّمَا تَاَنَّيْتَ بِهِمْ لِيَفِيْئُوْا اِلٰٓى اَمْرِكَ وَ اَمْهَلْتَهُمْ ثِقَةً بِدَوَامِ مُلْكـِكَ فَمَنْ كَانَ مِنْ اَهْلِ السَّعَادَةِ تَمْتَ لَه بِهَا وَ مَنْ كَانَ مِنْ اَهْلِ الشَّقَاوَةِ خَذَلْتَه لَهَا كـُلُّهُمْ صَاۤئِرُوْنَ اِلٰى حُكْمِكَ وَ اُمُوْرُ هُمْ اٰئِلَةٌ اِلٰى اَمْرِكَ ... اِنَّكَ غَيْرُ ضَاۤئِقٍ بِمَا تُرِيْدُ وَلَا عَاجِزٍ عَمَّا تُسْئَلُ وَ اَنْتَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ اِلَّا بِاللهِ الْعَلِىِّ الْعَظِيْمِ.
અય અલ્લાહ ! તું તેના ઉપર રહેમ કરે છે જેના ઉપર બંદા રહેમ નથી કરતા, અય મારા આકા ! તું એવા (ગુનેહગારને) કબુલ કરે છે જેને કોઈ ગામ (કે દેશ) કબુલ નથી કરતા, અને તું તારી બારગાહમાં આવનારા હાજતમંદોને હલકો નથી સમજતો, જે તને પુકારે તેને નાઉમ્મીદ નથી કરતો, જે તારા ઉપર ભરોસો કરે તેના ભરોસાને નથી તોડતો, તારી બારગાહમાં પેશ કરેલો નાના એવા તોહફાને પણ કબુલ કરે છે અને બંદાના નાનામાં નાના અમલનો પણ અજર અતા કરે છે, અય મારા અલ્લાહ ! તું ઓછામાં ઓછી ફરમાબરદારીની કદર કરીને તેના બદલામાં મોટો બદલો અતા કરે છે, જે તારા નજીક થવાની કોશિષ કરે તેને જરૂર તારી નજીકી મળી જાય છે, અને જે તારાથી મોઢું ફેરવી લે તેને તું તારા તરફ બોલાવે છે, અય મહેરબાન ! તું તારી રહેમતને બંદા ઉપર રોકતો નથી અને સઝા દેવામાં જલ્દી કરતો નથી. અય મારા અલ્લાહ ! તું નેકીને ફળદાર બનાવીને તેમાં વધારો કરે છે, અને ગુનાહોને માફ કરીને તેને ખતમ કરે છે, તારા બેહિસાબ કરમના લીધે ઉમ્મીદો પૂરી થાય છે, અને તારી સખાવતના ફુવારાથી હાજતો પૂરી થાય છે, સીફતો તારા વખાણને બયાન કરવામાં બેબસ છે, બેશક દરેક ઉંચા દરજ્જા કરતા સૌથી બુલંદ દરજ્જાનો તું જ માલીક છે, તેમજ દરેક જાહોજલાલી કરતા વધારે બહેતરીન જાહોજલાલીનો પણ તું માલીક છે, દરેક મહાન તારી સામે નાનો છે, દરેક હેસિયત રાખનાર તારી સામે કિંમત વગરનો છે, તારા સિવાય બીજાની બારગાહમાં જનારા નાઉમીદ થાય છે, અને જે લોકો તારા સિવાય બીજા પાસે હાજત લઈને ગયા તે નુકસાનમાં છે, જે લોકો તારા સિવાય બીજાઓના ત્યાં રોકાણા તે તબાહ થઈ ગયા, જે તારા ફઝલો કરમના સિવાય બીજાના પાસે રોઝીને તલબ કરે તેઓ દુષ્કાળ અને મુસીબતોમાં ફસાઈ ગયા, જે તારાથી ઉમ્મીદ રાખે તેના માટે તારા દરવાઝા ખુલ્લા છે, માંગનારા માટે તારી રહેમતના ખઝાના ખુલ્લા છે, જેઓ (મુસીબતમાં) મદદ ઈચ્છે તેના માટે મદદ નજીક છે, તારાથી ઉમ્મીદ રાખનાર તારી બારગાહથી નામુરાદ નથી થતા, અને હાજત તલબ કરનારા તારી રહેમતથી નિરાશ નથી થતા, માફી માંગનાર માટે તારા અઝાબની સઝા નથી પહોંચતી, જે તારી નાફરમાની કરે તેને પણ તારી રોઝી પહોંચે છે, અને તારી સહનશીલતા એના માટે પણ જે તારી નાફરમાની કરે છે, ખરાબ કામો કરનાર સાથે સારો વર્તાવ કરવો તે તારી આદત છે, ગુનેહગારો ઉપર મહેરબાની કરવી તારી સુન્નત છે, એટલે સુધી કે તારી નરમી ગુનેહગારોને તારી બારગાહમાં આવવાથી ગાફિલ બનાવે છે, તેમજ તેઓ તારી મોહલતથી ગુનાહોને છોડતા પણ નથી, તું એટલા માટે તેના સાથે નરમાશ કરી હતી કે તેઓ તારી બારગાહ તરફ આવી જાય, અને મોહલત એટલા માટે આપી હતી કે તને તારી હુકુમત ઉપર ભરોસો છે કે જ્યારે ચાહીશ તેને પકડી લઈશ, બસ જેઓ ખુશ નસીબ હતા તેઓ તારા તરફ આવીને નેક બની ગયા, અને તું પણ તેઓને કબુલ કર્યા, અને જેઓ કમનસીબ હતા તેઓ તારી બરગાહ તરફ ન આવવાના કારણે ઝલીલ થયા, આમતો બધાને તારા તરફ જ આવવાનું છે, અને તેમના કામો તારા હુકમથી જોડાએલા છે, તેમજ તેઓને સજા દેવામાં મોહલત આપવાથી તારી હુકુમત કમજોર નથી થતી, અને સઝા દેવામાં ઢીલ આપવાથી તારી દલીલ બાતીલ નથી થતી, તારી હુજ્જત કાયમ છે જે બાતીલ નથી થતી, તારી દલીલ મજબુત છે જે બરબાદ નથી થતી, તારી હુકુમત એટલી મજબૂત છે કે કોઈ દિવસ ખતમ થનાર નથી, તેથી તેના ઉપર અફસોસ થાય છે કે જે તારી બારગાહથી દૂર થયો, અને જેને તું કબુલ ન કરે તેના માટે ઝીલ્લત અને નાકામી છે, ખરેખર જે તારી (મોહલત થી) ગાફિલ બન્યો તે મોટો બદનસીબ છે, આવા માણસ માટે કેટલી સખત છે તારી સઝાની તકલીફ, અને કેટલી લાંબી છે તેની તકલીફની મુદ્દત, કેટલો દૂર છે તેની નજાત પામવાનો સમય અને કેટલી ઓછી છે બચવાની આશા, આ બધું તારા અદલ પ્રમાણે છે જેમાં કોઈ ઉપર ઝુલ્મ નથી કરતો અને તારા ઇન્સાફ મુજબ છે જેમાં કોઈ ઉપર અન્યાય નથી થતો, કારણ કે તું તારી હુજ્જતો પૂરી કરી તે પછી કોઈ કારણ બાકી નથી રહેતું કે અલ્લાહ થી દૂર રહે, અને તું પહેલાથી જ ચેતાવ્યા અને ડરાવનારી વસ્તુઓથી આગાહ કર્યા, મહેરબાની ભર્યો વર્તાવ કરીને આખેરત તરફ શોખ અપાવ્યો, જાત ભાતની મીસાલો બયાન કરી, મોહલતની મુદ્દતને લંબાવી અને સઝા દેવામાં જલ્દી ન કરી જ્યારે કે જલ્દી સઝા આપી શકતો હતો, નરમાશથી કામ લીધું જ્યારે કે જલ્દી કરવાની તાકત હતી, તારૂ ઢીલ આપવું તારી કમ્ઝોરીના લીધે ન હતું, તથા મુદ્દતમાં વધારો કરવો તારી બેબસીના લીધે ન હતી, તારી નરમાશ તારી બેદરકારીના લીધે ન હતી, અને ન તો ઢીલ દેવામાં તારો કોઈ સ્વાર્થ હતો, ફક્ત એટલા માટે ઢીલ આપી કે જેથી તારી હુજ્જત પૂરી થઇ જાય, તારો કરમ કામીલ, તારો એહસાન વધારે અને તારી નેઅમત તમામ થઇ જાય, અને દરેક રીતે તેની મહેરબાનીને સમજી શકાય, બેશક તારી ઇઝ્ઝત અને બુઝુર્ગી એટલી મહાન છે કે જેને પૂરી રીતે કોઈ નથી સમજી શકતું, અને તેની નેઅમતો એટલી વધારે છે કે કોઈ તેને નથી ગણી શકતું, તારા એહસાન એટલા બધા છે કે તેના નાનામાં નાના એહસાનનો પણ શુક્રિયા અદા નથી થઇ શકતો, ખામોશીએ મને તારા વખાણ કરવાથી કમઝોર બનાવ્યો છે, તથા ઓછી ધગશે તારા વખાણ કરવાથી મૂંગો બનાવી દીધો છે, વધારેમાં વધારે હું એટલુજ કહી શકું છું કે હું બેબસ છું, આ કંટાળીને નથી કહી રહ્યો બલકે મારી કમઝોરીના લીધે છે, તો હવે તું મારા ઉપર નજરે કરમ કર, તારી બારગાહમાં હાજર થવા ચાહું છું અને તારાથી બહેતરીન મદદ તલબ કરૂ છું, બસ તું મોહંમદ અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, અને મારી દિલની વાતોને સાંભળ અને મારી દુઆ કબુલ કર, મારા દિવસને નાકામી સાથે પૂરો ન કર, મારી હાજતોને રદ ન કર, મારૂ તારી બારગાહમાંથી પાછું જવું અને ફરી પાછું તારી બારગાહમાં હાજર થવું ઇઝ્ઝતનું કારણ બનાવ, કેમ કે તારા ઈરાદાને કોઈ રોકી શકતું નથી, જે કઈ પણ તારાથી માંગવામાં આવે તેને અતા કરવા માટે કમઝોર નથી, બેશક તું દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે, કોઈ તાકત નથી અલ્લાહ સિવાય જે બુલંદ મરતબા વાળો અને મહાન છે. તારી રહેમતના વાસ્તાથી અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર,
← Back