દુઆએ મુજીર

દુઆએ મુજીર

આ એક ખુબજ ફઝીલત વાળી દુઆ છે. જયારે આપ હઝરત રસુલે અકરમ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ સલ્લમ મકામે ઇબ્રાહિમ ઉપર નમાઝ પઢી રહ્યા હતા, ત્યારે હઝરત જિબ્રિલ આ દુઆ લાવ્યા હતા.

ફાયદાઓ:

  • તમામ ગુનાહો માફ થઈ જાય છે- ભલે પછી તેના ગુનાહ વરસાદના ટીપા જેટલા હોય, કે વૃક્ષોના પાન જેટલા હોય કે પછી ઝમીન ઉપરની માટીની કણો જેટલા હોય – તેમજ
  • બિમારોને શિફા મળે છે
  • કર્ઝ અદા થાય છે
  • ફકીરી અને મોહતાજીથી બેનિયાઝ થઇ જાય છે
  • ગમ અને પરેશાની દુર થાય છે અને બીજા ઘણા બધા ફાયદાઓ છે.
નોટ: આ દુઆ માહે રમઝાનની 13મી, 14મી અને 15મી રાતે પડવી.
દુઆએ મુજીર

🤲 દુઆએ મુજીર

🎧 દુઆએ મુજીર:

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّ حِیْمِ
سُبْحَانَكَ يَا اَللهُ،
تَعَالَيْتَ يَا رَحْمٰنُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا رَحِيْمُ،
تَعَالَيْتَ يَا كَرِيْمُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مَلِكُ،
تَعَالَيْتَ يَا مَالِكُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا قُدُّوْسُ،
تَعَالَيْتَ يَا سَلَامُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُؤْمِنُ،
تَعَالَيْتَ يَا مُهَيْمِنُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا عَزِيْزُ،
تَعَالَيْتَ يَا جَبَّارُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُتَكَبِّرُ،
تَعَالَيْتَ يَا مُتَجَبِّرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا خَالِقُ،
تَعَالَيْتَ يَا بَارِئُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُصَوِّرُ،
تَعَالَيْتَ يَا مُقَدِّرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا هَادِىْ،
تَعَالَيْتَ يَا بَاقِىْ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا وَهَّابُ،
تَعَالَيْتَ يَا تَوَّابُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا فَتَّاحُ،
تَعَالَيْتَ يَا مُرْتَاحُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَاسَيِّدِيْ،
تَعَالَيْتَ يَامَوْلَاي،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا قَرِيْبُ،
تَعَالَيْتَ يَا رَقِيْبُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُبْدِئُ،
تَعَالَيْتَ يَا مُعِيْدُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا حَمِيْدُ،
تَعَالَيْتَ يَا مَجِيْدُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا قَدِيْمُ،
تَعَالَيْتَ يَا عَظِيْمُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا غَفُوْرُ،
تَعَالَيْتَ يَا شَكُوْرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا شَاهِدُ،
تَعَالَيْتَ يَا شَهِيْدُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا حَنَّانُ،
تَعَالَيْتَ يَا مَنَّانُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا بَاعِثُ،
تَعَالَيْتَ يَا وَارِثُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُحْيىْ،
تَعَالَيْتَ يَا مُمِيْتُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا شَفِيْقُ،
تَعَالَيْتَ يَا رَفِيْقُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا اَنِيْسُ،
تَعَالَيْتَ يَا مُوْنِسُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا جَلِيْلُ،
تَعَالَيْتَ يَا جَمِيْلُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا خَبِيْرُ،
تَعَالَيْتَ يَا بَصِيْرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا حَفِىُّ،
تَعَالَيْتَ يَا مَلِىُّ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مَعْبُوْدُ،
تَعَالَيْتَ يَا مَوْجُوْدُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا غَفَّارُ،
تَعَالَيْتَ يَا قَهَّارُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مَذْكُوْرُ،
تَعَالَيْتَ يَا مَشْكُوْرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا جَوَادُ،
تَعَالَيْتَ يَا مَعَاذُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا جَمَالُ،
تَعَالَيْتَ يَا جَلَالُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا سَابِقُ،
تَعَالَيْتَ يَا رَازِقُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا صَادِقُ،
تَعَالَيْتَ يَا فَالِقُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا سَمِيْعُ،
تَعَالَيْتَ يَا سَرِيْعُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا رَفِيْعُ،
تَعَالَيْتَ يَا بَدِيْعُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا فَعَّالُ،
تَعَالَيْتَ يَا مُتَعَالُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا قَاضِىْ،
تَعَالَيْتَ يَا رَاضِىْ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا قَاهِرُ،
تَعَالَيْتَ يَا طَاهِرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا عَالِمُ،
تَعَالَيْتَ يَا حَكِمُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا دَاۤئِمُ،
تَعَالَيْتَ يَا قَاۤئِمُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا عَاصِمُ،
تَعَالَيْتَ يَا قَاسِمُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا غَنِىُّ،
تَعَالَيْتَ يَا مُغْنِىُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا وَفِىُّ،
تَعَالَيْتَ يَا قَوِىُّ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا كَافِىْ،
تَعَالَيْتَ يَا شَافِىْ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُقَدِّمُ،
تَعَالَيْتَ يَا مُؤَخِّرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا اَوَّلُ،
تَعَالَيْتَ يَا اٰخِرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا ظَاهِرُ،
تَعَالَيْتَ يَا بَاطِنُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا رَجَاۤءُ،
تَعَالَيْتَ يَا مُرْتَجىٰ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا ذَا الْمَنِّ،
تَعَالَيْتَ يَا ذَا الطَّوْلِ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا حَىُّ،
تَعَالَيْتَ يَا قَيُّوْمُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا وَاحِدُ،
تَعَالَيْتَ يَا اَحَدُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا سَيِّدُ،
تَعَالَيْتَ يَا صَمَدُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا قَدِيْرٌ،
تَعَالَيْتَ يَا كَبِيْرٌ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا وَالِىْ،
تَعَالَيْتَ يَا مُتَعَالِىْ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا عَلِىُّ،
تَعَالَيْتَ يَا اَعْلىٰ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا وَلِىُّ،
تَعَالَيْتَ يَا مَوْلىٰ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا ذَارِئُ،
تَعَالَيْتَ يَا بَارِئُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا خَافِضُ،
تَعَالَيْتَ يَا رَافِعُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُقْسِطُ،
تَعَالَيْتَ يَا جَامِعُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُعِزُّ،
تَعَالَيْتَ يَا مُذِلُّ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا حَافِظُ،
تَعَالَيْتَ يَا حَفِيْظُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا قَادِرُ،
تَعَالَيْتَ يَا مُقْتَدِرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا عَلِيْمُ،
تَعَالَيْتَ يَا حَلِيْمُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا حَكَمُ،
تَعَالَيْتَ يَا حَكِيْمُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُعْطِىْ،
تَعَالَيْتَ يَا مَانِعُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا ضَآرُّ،
تَعَالَيْتَ يَا نَافِعُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُجِيْبُ،
تَعَالَيْتَ يَا حَسِيْبُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا عَادِلُ،
تَعَالَيْتَ يَا فَاصِلُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا لَطِيْفُ،
تَعَالَيْتَ يَا شَرِيْفُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا رَبُّ،
تَعَالَيْتَ يَا حَقُّ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مَاجِدُ،
تَعَالَيْتَ يَا وَاحِدُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا عَفُوُّ،
تَعَالَيْتَ يَا مُنْتَقِمُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا وَاسِعُ،
تَعَالَيْتَ يَا مُوَسِّعُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا رَؤُوْفُ،
تَعَالَيْتَ يَا عَطُوْفُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا فَرْدُ،
تَعَالَيْتَ يَا وِتْرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُقِيْتُ،
تَعَالَيْتَ يَا مُحِيْطُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا وَكِيْلُ،
تَعَالَيْتَ يَا عَدْلُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُبِيْنُ،
تَعَالَيْتَ يَا مَتِيْنُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا بَرُّ،
تَعَالَيْتَ يَا وَدُوْدُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَارَشِيْدُ،
تَعَالَيْتَ يَا مُرْشِدُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا نُوْرُ،
تَعَالَيْتَ يَا مُنَوِّرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا نَصِيْرُ،
تَعَالَيْتَ يَا نَاصِرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا صَبُوْرُ،
تَعَالَيْتَ يَا صَابِرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُحْصِىُ،
تَعَالَيْتَ يَا مُنْشِئُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا سُبْحَانُ،
تَعَالَيْتَ يَا دَيَّانُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا مُغِيْثُ،
تَعَالَيْتَ يَا غِيَاثُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا فَاطِرُ،
تَعَالَيْتَ يَا حَاضِرُ،
اَجِرْنَا مِنَ النَّارِ يَا مُجِيْرُ،
سُبْحَانَكَ يَا ذَا الْعِزِّ وَ الْجَمَالِ،
تَبارَكْتَ يَا ذَا الْجَبَرُوْتِ وَالْجَلَالِ،
سُبْحَانَكَ لَا اِلـٰهِ اِلَّا اَنْتَ،
سُبْحَانَكَ اِنِّىْ كُنْتُ مِنَ الظَّالِمِيْنَ
فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ
وَكَذٰلِكَ نُنْجِى الْمُؤْمِنِيْنَ،
وَصَلَّى اللهُ عَلىٰ سَيِّدِنَا مُحَمَّدٍ وَّاٰلِهِ اَجْمَعِيْنَ،
وَالْحَمْدُ لِلّٰہِ رَبِّ الْعالَمِيْنَ
وَحَسْبُنَا اللهُ وَنِعْمَ الْوَكِيْلُ
وَلَا حَوْلَ وَلَا قُوَّةَ اِلَّا بِاللهِ الْعَلِيِّ العَظِيْمِ ۔

🎧 ગુજરાતી તરજુમો:

પાક છે તું અય અલ્લાહ,
બુલંદ છે અય રહેમ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય મહેરબાન,
બૂલંદ છે અય કરમ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય બાદશાહ,
બૂલંદ છે અય માલીક,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય પાક પાકીઝા,
બૂલંદ છે અય સલામત,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય મોમીન,
બૂલંદ છે અય મોહયમીન,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઇઝ્ઝતદાર,
બૂલંદ છે અય જબરદસ્ત,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ફખર કરનાર,
બૂલંદ છે અય જબરદસ્તી કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય પૈદા કરનાર,
બૂલંદ છે અય બનાવનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય તસ્વીર બનાવનાર,
બૂલંદ છે અય તકદીર બનાવનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય હિદાયત કરનાર,
બૂલંદ છે અય બાકી રહેનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય અતા કરનાર,
બૂલંદ છે અય તૌબાને વધારે કબૂલ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય (રસ્તા) ખોલનાર,
બૂલંદ છે અય આરામ દેનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય મારા સરદાર,
બૂલંદ છે તું અય મારા મૌલા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય સૌથી નજીક,
બૂલંદ છે અય સાથી,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય શરૂં કરનાર ,
બૂલંદ છે અય પાછા પલટાવનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય વખાણના લાયક,
બૂલંદ છે અય અઝમત વાળા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય જૂનામાં જૂનો,
બૂલંદ છે અય અઝમત વાળો,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય માફ કરનાર,
બૂલંદ છે અય કદર કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય (તમામ કામોના) ગવાહ,
બૂલંદ છે અય હાજર રહેનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય મહેરબાની કરનાર,
બૂલંદ છે અય એહસાન કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ચૂટી કાઢનાર,
બૂલંદ છે અય વારીસ,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઝીંદગી આપનાર,
બૂલંદ છે અય મૌત આપનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય મહેરબાન,
બૂલંદ છે અય દોસ્ત,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય સૌથી સારો સાથી,
બૂલંદ છે અય લગાવ રાખનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય બૂલંદ મરતબા વાળા,
બૂલંદ છે અય ખૂબસૂરત,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ખબર રાખનાર,
બૂલંદ છે અય દરેકને જોનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય વખાણને લાયક,
બૂલંદ છે અય ખઝાનાના માલિક,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય માબુદ,
બૂલંદ છે અય હાજર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય વધારે માફ કરનાર,
બૂલંદ છે અય ગઝબનાક,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય જેને યાદ કરવામાં આવે છે,
બૂલંદ છે એ ઝાત કે જેનો શુક્ર કરવામાં આવે છે,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય અતા કરનાર,
બૂલંદ છે લોકો માટે પનાહ્ગાહ,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ખૂબસુરત,
બૂલંદ છે અય અઝમત વાળા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય જે સૌથી પહેલા છે,
બૂલંદ છે અય રોઝી આપનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય સાદિક,
બૂલંદ છે અય બાહર કાઢનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય સાંભળનાર,
બૂલંદ છે અય જલ્દી કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય બૂલંદ મરતબા,
બૂલંદ છે અય નવી નવી વસ્તુઓને બનાવનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય કાર્યશીલ,
બૂલંદ છે અય બૂલંદ મર્તબા વાળા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ફેસલો કરનાર,
બૂલંદ છે અય રાઝી રહેનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ગઝબનાક,
બૂલંદ છે અય પાક પાકીઝા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય આલીમ,
બૂલંદ છે અય હુકુમત કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે અય હંમેશા બાકી રહેનાર,
બૂલંદ છે પોતાની ઝાત પર કાયમ,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય બચાવનાર,
બૂલંદ છે અય વહેચણી કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય સૌથી બેનીયાઝ,
બૂલંદ છે અય બેનીયાઝ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય વફા કરનાર,
બૂલંદ છે અય તાકતવર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય કાફી,
બૂલંદ છે અય શફા આપનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય સૌથી આગળ,
બૂલંદ છે અય સૌથી છેલ્લા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય અવ્વલ,
બૂલંદ છે અય આખીર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઝાહેર,
બૂલંદ છે અય છૂપાએલા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઉમ્મીદ,
બૂલંદ છે અય ઉમ્મીદ પૂરી કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય એહસાન કરનાર,
બૂલંદ છે અય સખાવતના માલિક,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય જીવંત,
બૂલંદ છે અય જે પોતે જ કાયમ છે,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય એક,
બૂલંદ છે અય એકલો,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય સરદાર,
બૂલંદ છે અય બેનીયાઝ,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય કુદરતના માલીક,
બૂલંદ છે અય મહાન,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય બાદશાહ,
બૂલંદ છે અય બૂલંદ મરતબા વાળા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય મહાન,
બૂલંદ છે અય સૌથી મહાન મર્તબા વાળા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય સરપરસ્ત,
બૂલંદ છે અય મૌલા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય વજૂદમાં લાવનાર,
બૂલંદ છે અય ખલ્ક કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય પછાડનાર,
બૂલંદ છે અય બૂલંદ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઇન્સાફ કરનાર,
બૂલંદ છે અય ભેગા કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઇઝ્ઝત દેનાર,
બૂલંદ છે અય ઝલીલ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય હિફાઝત કરનાર,
બૂલંદ છે અય રક્ષણ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય કુદરત રાખનાર,
બૂલંદ છે અય તાકતવાન,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય જાણકાર,
બૂલંદ છે અય નરમાશ રાખનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ફેસલો કરનાર,
બૂલંદ છે અય હિકમતવાળા,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય અતા કરનાર,
બૂલંદ છે અય મનાઈ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય નુકસાન પહોચાડનાર,
બૂલંદ છે અય લાભ કરાવનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય કબુલ કરનાર,
બૂલંદ છે અય હિસાબ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઇન્સાફ કરનાર,
બૂલંદ છે અય જૂદાઈ નાખનાર,
અય બચાવનાર અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય મહેરબાન,
બૂલંદ છે અય શરીફ,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય પાલનહાર,
બૂલંદ છે અય હક,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઇઝ્ઝતદાર,
બૂલંદ છે અય એકજ ઝાત,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય માફ કરનાર,
બૂલંદ છે અય બદલો લેનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ફેલાએલા,
બૂલંદ છે અય ફેલાવનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય મોહબ્બત કરનાર,
બૂલંદ છે અય મહેરબાની કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય એકલા,
બૂલંદ છે અય બે મિસાલ ઝાત,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય નક્કી કરનાર,
બૂલંદ છે અય ઘેરી લેનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય વકીલ,
બૂલંદ છે અય ઇન્સાફ,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઝાહેર,
બૂલંદ છે અય મજબુત બનાવનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય નેક,
બૂલંદ છે અય મોહબ્બત કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અયરસ્તો દેખાડનાર,
બૂલંદ છે અય રેહબર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય નૂર,
બૂલંદ છે અય નુર આપનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય મદદ પહોચાડનાર,
બૂલંદ છે અય મદદ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય સહનશીલ,
બૂલંદ છે અય સબર કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ગણતરી કરનાર,
બૂલંદ છે અય પરવરીશ કરનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય પાકો ઝાત,
બૂલંદ છે અય બદલો આપનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ફરિયાદે પહોંચનાર,
બૂલંદ છે અય ફરિયાદ સાંભળનાર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય પૈદા કરનાર,
બૂલંદ છે અય હંમેશા હાજર,
અય બચાવનાર, અમોને દોઝખની આગથી બચાવ.
પાક છે તું અય ઇઝ્ઝત અને શોભાના માલિક,
બાબરકત છે અય શક્તિ અને જલાલના માલિક.
પાક છે તું, તારા સિવાય બીજો કોઈ ખુદા નથી,
તારી ઝાત પાક પાકીઝા છે હું ઝાલીમો (ગુનેહગારો)માંથી છું પછી તે એમની દુઆને કબૂલ કરી અને તેમને ગમથી નજાત આપી,
આ પ્રમાણે અમે મોમીનોને નજાત અતા કરીએ છીએ.
દુરૂદ નાઝીલ ફરમાવ, અમારા સરદાર હ.મોહમદ સ. અને તેમની તમામ આલ ઉપર.
અલ્લાહ અમારા માટે કાફી છે અને તે જ સૌથી સારો ઝીમ્મેદાર છે.
અલ્લાહ સિવાય બીજી કોઇની તાકત અને શક્તિ નથી.
મુખ્ય પેજ (ઇન્ડેક્સ)