شبِ قدْر

૨૧મી (શબે કદ્ર)ના મખ્સૂસ આમાલ

૨૧મી માહે રમઝાન

આ રાતે હિજરી સન ૪૦માં આપણા મોલા હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અલય્હિસ્સલામની શહાદત થઈ હતી. આ રાત આલે મોહમ્મદ (અ.) અને શિયાઓ માટે ખુબજ ગમગીન રાત છે અને ગમ તાજું કરી નાખે છે અને રિવાયતમાં છે કે જેવી રીતે ઈમામ હુસૈન (અ.સ)ની શહાદતની રાત્રે કોઈ પણ પત્થર ઉપાડ્તા તો તાજું લોહી નીકળતું, એવીજ રીતે ૨૧મી રાતના પણ કોઈ પણ પત્થર ઉપાડ્તા તો તાજું લોહી નીકળતું. શૈખ મુફીદ ફરમાવે છે કે આ રાતના સલવાત ખુબજ વધારે પઢો અને હઝરત અલી (અ.)ના કાતિલ ઉપર અને આલે મોહમ્મદ (અ.મુ)ના દુશ્મનો ઉપર લઅનત મોકલો.

ઝિયારતે અમીનુલ્લાહ

ઝિયારત "ઝિયારતે અમીનુલ્લાહ” નામથી મશહૂર છે અને ખૂબજ ભરોસામંદ છે. અલ્લામા મજલીસીએ ફરમાવ્યું છે કે ઇબારત અને સનદના એઅતેબારથી આ બહેતરીન ઝિયારત છે, દરેક રોઝામાં આ ઝિયારત પઢવી જોઇએ અને આ ઝિયારત પઢવાનો તરીકો એ છે કે જે ભરોસામંદ સનદો સાથે જનાબે જાબીરે ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી અને તેમણે ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) વડે નકલ કર્યો છે કે આ બંને ઇમામો (અ.મુ.સ.)એ કબ્ર પાસે ઉભા રહીને ગીર્યા કર્યો અને આ રીતે ઝિયારત પઢી.

ઝિયારતે અમીનુલ્લાહ
بِسْمِ اللّٰہِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
اَلسَّلَامُ عَلَیْکَ يَا أَمِيْنَ اللّٰہِ فِي أَرْضِهٖ وَ حُجَّتَهٗ عَلٰى عِبَادِهٖ اَلسَّلَامُ عَلَیْکَ يَا أَمِيْرَ الْمُؤْمِنِيْنَ‏ أَشْهَدُ أَنَّكَ* جَاهَدْتَ فِي اللّٰہِ حَقَّ جِهَادِهٖ وَ عَمِلْتَ بِكِتَابِهٖ وَ اتَّبَعْتَ سُنَنَ نَبِيِّهٖ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ آلِهِ‏ حَتّٰى دَعَاكَ اللّٰهُ اِلٰى جَوَارِهٖ فَقَبَضَكَ إِلَيْهِ بِاِخْتِيَارِهٖ وَ أَلْزَمَ أَعْدَآئَکَ الْحُجَّةَ مَعَ مَا لَكَ مِنَ الْحُجَجِ الْبَالِغَةِ عَلٰى جَمِيْعِ خَلْقِهٖ
اَللّٰهُمَّ فَاجْعَلْ نَفْسِيْ مُطْمَئِنَّةًم بِقَدَرِكَ رَاضِيَةً بِقَضَآئِكَ مُوْلَعَةً بِذِكْرِكَ وَ دُعَآئِكَ‏ مُحِبَّةً لِصَفْوَةِ أَوْلِيَآئِكَ مَحْبُوْبَةً فِي أَرْضِكَ وَ سَمَآئِكَ صَابِرَةً عَلٰی نُزُوْلِ بَلَآئِكَ شَاكِرَةً لِفَوَاضِلِ نَعْمَآئِكَ ذَاكِرَةً لِسَوَابِغِ اٰلٰآئِكَ مُشْتَاقَۃً اِلٰی فَرْحَةِ لِقَآئِکَ مُتَزَوِّدَۃً نِالتَّقْوٰى لِيَوْمِ جَزَآئِكَ مُسْتَنَّةً بِسُنَنِ أَوْلِيَآئِكَ مُفَارَقَةً لِأَخْلَاقِ أَعْدَآئِكَ مَشْغُوْلَةً عَنِ الدُّنْيَا بِحَمْدِكَ وَ ثَنَائِكَ
اَللّٰهُمَّ إِنَّ قُلُوْبَ الْمُخْبِتِيْنَ إِلَيْكَ وَاٰلِهَةٌ وَ سُبُلَ الرَّاغِبِيْنَ إِلَيْكَ شَارِعَةٌ وَ أَعْلَامَ الْقَاصِدِيْنَ إِلَيْكَ وَاضِحَةٌ وَّ أَفْئِدَةَ الْعَارِفِيْنَ مِنْكَ فَازِعَةٌ وَ أَصْوَاتَ الدَّاعِيْنَ إِلَيْكَ صَاعِدَةٌ وَ أَبْوَابَ الْإِجَابَةِ لَهُمْ مُفَتَّحَةٌ وَ دَعْوَةَ مَنْ نَاجَاكَ مُسْتَجَابَةٌ وَ تَوْبَةَ مَنْ أَنَابَ إِلَيْكَ مَقْبُوْلَةٌ وَ عَبْرَةَ مَنْ بَكٰى مِنْ خَوْفِكَ مَرْحُوْمَةٌ وَ الْإِغَاثَةَ لِمَنِ اسْتَغَاثَ بِكَ مَوْجُوْدَةٌ وَ الْإِعَانَةَ لِمَنِ اسْتَعَانَ بِكَ مَبْذُوْلَةٌ وَ عِدَاتِكَ لِعِبَادِكَ مُنْجَزَةٌ وَ زَلَلَ مَنِ اسْتَقَالَكَ مُقَالَةٌ وَ أَعْمَالَ الْعَامِلِيْنَ لَدَيْكَ مَحْفُوْظَةٌ وَ أَرْزَاقَکَ الْخَلآئِقِ مِنْ لَّدُنْكَ نَازِلَةٌ وَ عَوَآئِدَ الْمَزِيْدِ إِلَيْهِمْ وَاصِلَةٌ وَ ذُنُوْبَ الْمُسْتَغْفِرِيْنَ مَغْفُوْرَةٌ وَ حَوَآ ئِجَ خَلْقِكَ عِنْدَكَ مَقْضِيَّةٌ وَ جَوَآئِزَ السَّآئِلِيْنَ عِنْدَكَ مُوَفَّرَةٌ وَ عَوَآئِدَ الْمَزِيْدِ مُتَوَاتِرَةٌ وَ مَوَآئِدَ الْمُسْتَطْعِمِيْنَ مُعَدَّةٌ وَ مَنَاهِلَ الظِّمَاءِ مُتْرَعَةٌ اَللّٰهُمَّ فَاسْتَجِبْ دُعَآئِيْ وَ اقْبَلْ ثَنَآئِيْ وَ اجْمَعْ بَيْنِيْ وَ بَيْنَ أَوْلِيَائِيْ بِحَقِّ مُحَمَّدٍ وَ عَلِيٍّ وَ فَاطِمَةَ وَ الْحَسَنِ وَ الْحُسَيْنِ‏ إِنَّكَ وَلِيُّ نَعْمَائِيْ وَ مُنْتَهٰى مُنَايَ وَ غَايَةُ رَجَآئِي فِي مُنْقَلَبِيْ وَ مَثْواٰيَ
اَنْتَ اِلٰهِىْ وَ سَيِّدِيْ وَ مَوْلَاىَ اغْفِرْ لِاَوْلِيَآئِنَا وَكُفَّ عَنَّآ اَعْدَآئَنَا وَاشْغَلْهُمْ عَنْ اَذَانَا وَاَظْهِرْ كَلِمَةَ الْحَقِّ وَاجْعَلْهَا الْعُلْيَا وَاَدْحِضْ كَلِمَةَ الْبَاطِلِ وَاجْعَلْهَا السُّفْلٰي اِنَّكَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ
તરજુમો :
સલામ થાય તમારા ઉપર અય જમીન ઉપર અલ્લાહના અમાનતદાર અને તેના બંદાઓ ઉપર તેની હુજ્જત, સલામ થાય તમારા ઉપર અય મોઅમીનોના સરદાર,* હું ગવાહી આપું છું કે આપે અલ્લાહની રાહમાં જેહાદ કર્યો જેવો જેહાદ કરવાનો હક હતો, અલ્લાહની કિતાબ ઉપર અમલ કર્યો, અલ્લાહના નબી (સ.અ.વ.)ની સુન્નતનું અનુસરણ કર્યું, એટલે સુધી કે અલ્લાહે આપને તેમની પાસે બોલાવી લીધા, આપના ઈખ્તીયાર સાથે આપની રૂહને કબ્ઝ કરી અને તમારા દુશ્મનો માટે હુજ્જત બનાવી, જ્યારે કે તમામ મખ્લૂક ઉપર તમારી હુજ્જત સંપૂર્ણ હતી.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ ઉપર રહેમત નાઝિલ ફરમાવ અને મારા નફસને તારી કદ્ર (નિર્માણ) ઉપર મુત્મઈન બનાવ, તારી કઝા (ફેંસલા) ઉપર રાઝી રાખ, તારી દુઆ અને ઝિક્રનો મુશ્તાક બનાવ, તારા પસંદીદા દોસ્તોનો ચાહવાવાળો બનાવ, તારી ઝમીન અને આસ્માનોમાં મહેબૂબ બનાવ, બલાના નાઝિલ થવા સમયે સબ્ર કરનાર બનાવ, તારી મુલાકાતની ખુશીનો મુશ્તાક બનાવ, જઝાના દિવસ માટે તકવાનું ભાતુ તૈયાર કરનાર બનાવ, તારા દોસ્તો (વલીયો)ની સુન્નતની પયરવી કરનાર બનાવ, તારા દુશ્મનોના અખ્લાકથી દૂર રહેનાર બનાવ, દુનિયાથી બેપરવાહ કરી તારી હમ્દો સનામાં મશ્ગૂલ કર. અય અલ્લાહ ઝૂકનાર દિલો તારા આરજૂમંદ છે, રગબત રાખનારાઓ માટે તારા રસ્તા ખુલ્લા છે, તારો ઈરાદો કરનાર માટે તારી નિશાનીઓ જાહેર છે, તારી માઅરેફત રાખનાર દિલ તારાથી ડરે છે, તને પોકારનારની આવાજ તારી બુલંદ બારગાહ સુધી પહોંચે છે અને કબૂલીયતના દરવાજા તેના માટે ખુલ્લા છે, તારાથી મુનાજાત કરનારની દુઆ કબૂલ થાય છે, તારી તરફ તૌબા કરનારની તૌબા કબૂલ થાય છે, તારા ખૌફથી રડનારના આંસુઓ ઉપર રહેમ કરવામાં આવે છે, તારાથી ફરિયાદ કરનારની ફરિયાદે પહોંચવામાં આવે છે, તારાથી મદદ માંગનારની મદદ કરવામાં આવે છે, બંદાઓ સાથે તારા વાયદાઓ પૂરા કરવામાં આવે છે, જે પોતાની ભૂલની તારાથી માફી ચાહે છે, તેને માફ કરવામાં આવે છે, અમલ કરનારના અમલ તારી પાસે મહેફૂઝ છે, મખ્લૂકનું રિઝક તારી પાસેથી નાઝિલ થાય છે, માફી ચાહનારના ગુનાહો માફ કરવામાં આવે છે, તારી મખ્લૂકની હાજતો તારી પાસે પૂરી થાય છે, માંગનાર માટે તારી પાસે પુષ્કળ ઈનામો છે અને નેઅમતોમાં વધારો ચાહનાર માટે સતત વધારો થતો રહે છે, તમામ ચાહનાર માટે તારો સુફરો (દરવાજો) ખુલ્લો છે, પ્યાસાઓ માટે તારી પાસે ઝરણુ છલકાય રહ્યુ છે, અય અલ્લાહ મારી હમ્દો સના અને દુઆને કબૂલ કર, મારા દોસ્તો સાથે મેળવી આપ, તને મોહમ્મદ, અલી, ફાતેમા હસન અને હુસૈન (અ.મુ.સ.)નો વાસ્તો આપું છું, બેશક તુ જ મારી નેઅમતોનો માલિક છો અને તુ જ દુનિયા અને આખેરતમાં મારી આરઝૂ અને ઉમ્મીદની છેલ્લી હદ છો.
તું મારો માઅબૂદ, મારો આકા અને મારો માલિક છે. અમારા દોસ્તોને માફ ફરમાવ, દુશ્મનોને અમારાથી દૂર કર અને તેઓને અમને અઝિય્યત પહોંચાડવાથી દૂર રાખ. કલ્મએ હકને ઝહૂરમાં લાવ અને તેને બુલંદ કરાર દે. કલ્મએ બાતિલને દબાવી દે અને તેને પસ્ત કરાર દે કે બેશક તું દરેક ચીઝ ઉપર કુદરત રાખો છે.

પુરો દિવસ ગીર્યા અને અઝાદારી કરે.

ઈમામ અલી અલય્હિસ્સલામના કાતિલો ઉપર લાનત

100 વખત કહે:

َللّٰهُمَّ الْعَنْ قَتَلَةَ اَمِيْرِ المُؤْمِنِيْنَ۔

અય અલ્લાહ ! અમીરુલ મોમેનીન ઈમામ અલી અલય્હિસ્સલામના કાતિલો ઉપર લાનત મોકલ.

માહે રમઝાનની ૨૧મી રાતે આ દુઆ પઢે :

بِسْمِ اللَّهِ الرَّحْمٰنِ الرَّحِيمِ اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ وَ اقْسِمْ لِي حِلْمًا يَسُدُّ عَنِّي بَابَ الْجَهْلِ ، وَهُدًى تَمُنُّ بِهِ عَلَيَّ مِنْ كُلِّ ضَلَالَةٍ ، وَ غِنِّى تَسُدُّ بِهِ عَنِّي بَابَ كُلِّ فَقْرٍ ، وَقُوَّةً تَرُدُّ بِهَا عَنِّي كُلَّ ضَعْفٍ ، وَعِزًّا تُكْرِ مُنِي بِهِ عَنْ كُلِّ ذُلِّ ، وَرِفْعَةً تَرْفَعُنِي بِهَا عَنْ كُلِّ ضَعَةٍ ، وَأَمْنَّا تَرُدُّ بِهِ عَنِّي كُلَّ خَوْفٍ ، وَعَافِ وَعَافِيَةً تَسْتُرُنِي بِهَا عَنْ كُلِّ بَا لَاءِ وَ عِلْمًا تَفْتَحُ لِي بِهِ كُلَّ يَقِيْنٍ وَيَقِيْنَا تُذْهِبُ بِهِ عَنِّي كُلَّ شَكٍّ وَ دُعَاءً تَبْسُطُ لِي بِهِ الْإِجَابَةَ فِي هَذِهِ اللَّيْلَةِ وَ فِي هَذِهِ السَّاعَةِ السَّاعَةِ السَّاعَةِ السَّاعَةِ يَا كَرِيمُ ، وَخَوْفًا تَنْشُرُ لِي بِهِ كُلَّ رَحْمَةٍ ، وَعِصْمَةً تَحُوْلُ بِهَا بَيْنِي وَبَيْنَ الذُّنُوْبِ حَتَّى أُفْلِحَ بِهَا عِنْدَ الْمَعْصُومِينَ عِنْدَكَ بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِينَ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય અલ્લાહ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર, અને મને એવી સહનશીલતા અતા કર કે જેના થકી તું મારી માટે જહાલતના દરવાજાને બંધ કર, અને એવી હિદાયત કરી તું મારી ઉપર એહસાન કર કે જેના થકી હું તમામ ગુમરાહીઓથી બચી જાઉં, અને મને એવી બેનીયાઝી અતા કર કે જેના થકી તું મારી મોહતાજીના દરેક દરવાજાને બંધ કર, અને તું મને એવી કુવ્વત અતા કર કે જેના વડે મારી દરેક નબળાઈને દૂર કરી દે, અને મને એવી ઇઝ્ઝત અતા કર કે જેના વડે તું મને દરેક બેઇઝ્ઝતીથી બચાવીને માનનીય બનાવ, અને મને એવી બુલંદી અતા કર કે જેના વડે દરેક પછડાટથી બચાવીને મને ઊંચો રાખ, અને એવી સુરક્ષા અતા કર કે જેના વડે તું મને દરેક પ્રકારના ભયથી બચાવ, એવી સલામતી અતા કર કે જેના થકી તું મને દરેક બલાઓથી મહફૂઝ રાખ, અને એવું ઇલ્મ અતા કર જે જેના વડે તું મારી માટે દરેક યકીનના દરવાજાને ખોલી નાખ, અને એવું યકીન અતા કર કે જેના થકી તું મારા તમામ પ્રકારના બધા જ શકને દૂર કરી આપ, અને એવી દુઆ કરવાની તૌફીક આપ કે તું મારી બધી દુઆઓને આજે રાત્રે જ, અને અત્યારે જ, આ ઘડીએ જ, આ ઘડીએ જ, આ ઘડીએ જ કબૂલ કર, અય ખુબજ ઉદાર; અને મને તારો તેવો ખૌફ અતા કર કે જેના થકી તું તારી રહમતોના દરવાજા મારી માટે ખોલી દે, અને એવી હિફાઝત અતા કર કે જેના થકી તું મારી અને મારા ગુનાહોની વચ્ચે અવરોધ બની જા, જેથી હું તેના થકી તારા મઅસૂમ બંદાઓ સુધી પહોંચવામાં કામયાબ થઇ જાઉં, તારી રહમતનો વાસ્તો છે, અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર.

ક્લેમાતે હઝરતે ખિઝર :

આલે અબી તાલિબ (અ.સ.) નામની કિતાબમાં છે કે આ દિવસે કલેમાતે હઝરતે ખિઝર (અ.) પઢવા, શેખ યઅકૂબે કુલૈની (ર.અ.) પોતાની કિતાબ અલ-કાફીમાં વર્ણન કરે છે કે જયારે અમીરલ મુઅમેનીન (અ.) શહીદ થઇ ગયા તો એક બુઝુર્ગ ત્યાં રડતા રડતા તે ઘર તરફ આવે છે જ્યાં હઝરત અલી (અ.) હતા અને તેના દરવાજા ઉપર આવીને નીચે મુજબ કહે છે પછી ત્યાંથી ગાયેબ થઇ જાય છે. પછી જયારે ઈમામ હસન (અ.)ને આ બુઝુર્ગ વિષે પુછવામાં આવ્યું તો આપ (અ.) એ ફરમાવ્યું કે તેઓ હઝરતે ખિઝર (અ.) હતા.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ ، رَحِمَكَ اللَّهُ فَلَقَدْ كُنْتَ أَوَّلَ النَّاسِ إِسْلَامًا وَ أَخْلَصَهُمْ إِيْمَانًا وَ أَشَدَّهُمْ يَقِينَا وَ أَخْوَفَهُمْ مِنَ اللَّهِ وَأَطْوَعَهُمْ لِنَبِي اللَّهِ وَأَمَنَهُمْ عَلَى أَصْحَابِهِ أَفْضَلَهُمْ مَنَاقِبًا وَ أَكْثَرَهُمْ سَوَا بِقًّا وَ أَشْبَهَهُمْ بِهِ خَلْقًا وَ خُلُقًا وَ سِيْمَاءً وَ فَضْلًا وَكُنْتَ أَخْفَضَهُمْ صَوْتًا وَأَعْلَاهُمْ طَوْدًا وَأَقَلَّهُمْ كَلَا مَّا وَأَصْوَبَهُمْ مَنْطِقًا وَ أَشْجَعَهُمْ قَلْبًا وَأَحْسَنَهُمْ عَمَلًا وَأَقْوَاهُمْ يَقِينَا
حَفِظْتَ مَا ضَيَّعُوا وَرَعَيْتَ مَا أَهْمَلُوا وَ شَمَّرْتَ إِذْ اجْتَمَعُوا وَ عَلَوْتَ إِذْ هَلِعُوا وَ وَقَفْتَ إِذْ شَرَعُوا وَ أَدْرَكْتَ أَوْتَارَ مَا ظَلَمُوا ، كُنْتَ عَلَى الْكَافِرِينَ عَذَابًا وَاصِبًا وَلِلْمُؤْمِنِينَ كَهْفًا وَ حِصْنًا ، كُنْتَ كَالْجَبَلِ الرَّاسِخِ لَا تُحَرِّكُكَ الْعَوَاصِفُ وَلَا تُزِيْلُكَ الْقَوَاصِفُ ، كُنْتَ لِلطِفْلِ كَالْآبِ الشَّفِيقِ وَلِلْأَرَامِلِ كَالْبَعْلِ الْعَطُوفِ ، قَسَمْتَ بِالسَّوِيَّةِ وَعَدَلْتَ فِي الرَّعِيَّةِ وَأَطْفَأْتَ النِّيْرَانَ وَكَسَرْتَ الْأَصْنَامَ وَ اذْلَلْتَ الْأَوْثَانَ وَعَبَدْتَ الرَّحْمَنَ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અલ્લાહ તમારી ઉપર રહેમ કરે, તમે લોકો દરમ્યાન સૌથી પહેલા મુસલમાન હતા, અને તમે તેઓ બધાથી સૌથી વધારે ખુલૂસવાળું ઈમાન રાખનાર હતા, તમે તેઓ બધાથી સૌથી વધારે મજબૂત યકીન રાખનાર હતા, અને તમે તેઓ બધાથી સૌથી વધારે અલ્લાહનો ખૌફ રાખનાર હતા, અને તમે તેઓ બધાથી સૌથી વધારે અલ્લાહ તઆલાના નબી (સ.અ.વ.)ની ઇતાઅત કરતા હતા, અને તમે તેઓ બધાથી સૌથી વધારે અલ્લાહના નબી (સ.અ.વ.)ના સાથીઓમાં ભરોસાપાત્ર હતા, અને તમે તેઓ બધાથી સૌથી વધારે ફઝીલત ધરાવનાર હતા, અને તમે તેઓ બધાથી સૌથી વધારે પહેલ કરનાર હતા, અને શરીરમાં, અબ્લાકમાં, ચેહરામાં અને ફઝાએલમાં નબી (સ.અ.વ.)ને તમે તેઓ બધા કરતાં વધારે મળતા આવતા હતા, તમે તેઓ બધાથી સૌથી વધારે અલ્લાહને પસંદ પડે તેવો ધીમા અવાજે વાતો કરતા હતા, તમે મક્કમતામાં તેઓ બધાથી સૌથી વધારે સર્વોચ્ચ હતા, તમે તેઓ બધાથી ખુબજ ઓછું બોલતા હતા, અને તમે બોલવામાં તેઓ બધાથી સૌથી વધારે હક્ક વાતો કેહતા હતા, અને તમારું દિલ તેઓ બધાથી સૌથી વધારે બહાદુર હતું, અને તમારો અમલ તેઓ બધાથી સૌથી વધારે નેક હતો, અને તમારું યકીન તેઓ બધાથી સૌથી વધારે મજબૂત હતું;
લોકોએ ગુમાવેલી વસ્તુઓની તમે હિફાઝત કરી, લોકોએ જે વસ્તુઓને પડતી મૂકી દીધી તેને તમે મહત્વતા આપી, અને જયારે દીનની બાબતોમાં લોકો ભેગા થતા ત્યારે તમે દીન માટે ખુબજ મેહનત કરતા, જયારે લોકોએ લાલચ કરી અને બેસબરી કરી ત્યારે તમે પોતાની મહાનતા જાહેર કરી, અને જયારે લોકો શરીઅતમાં બિદઅતો દાખલ કરતા હતા તો આપ તે બિદઅતોને રોકતા હતા, અને તમે તે લોકોના ઝુલ્મના તીરોને ખાધા; તમે કાફિરો માટે હંમેશાનો અઝાબ હતા, અને તમામ મોઅમિનો માટે આશરો અને સલામતીનો કિલ્લો હતા; તમે મજબૂત પહાડની જેમ હતા કે તમોને તોફાન જરા પણ હલાવી ન શકે, અને ન તો તમોને તેની દર્દનાક અવાજો ખસેડી શકે; તમે નાના બાળક માટે એક મહેરબાન પિતા સમાન હતા, ફકીરો માટે ખુબજ મહેરબાન સરપરસ્તની જેમ હતા; તમે બધાની વચ્ચે સરખી વહેંચણી કરતા હતા, અને તમે તમામ લોકો વચ્ચે ઇન્સાફ અને ન્યાય કરતા, અને તમે તમામ પ્રકારની આગને બુજાવી નાખી, અને તમે બધી મૂર્તિઓને તોડી નાખી, અને તમે બધા ખોટા મઅબૂદોને ઝલીલ કર્યા, અને ખુબજ મહેરબાન અલ્લાહની ઈબાદત કરી.
← Back