رمضان المبارك

માહે રમઝાન - 19

ઓગણીસમી માહે રમઝાન

શબે કદ્ર — જે રાત હજાર મહિનાઓ કરતાં વધારે અફઝલ છે, અને શબે કદ્રમાં કુરાને કરીમ નાઝિલ થયું છે.

હિજરી સન ૪૦માં મસ્જીદે કુફામાં અમીરુલ મોઅમેનીન હઝરત અલી અલય્હિસ્સલામ ને ઈબ્ને મુલ્જિમ મુરાદી લાનતી એ તલવાર મારી.
શબે કદ્રના આમાલ
શબે કદ્રના મુશ્તરિક (સંયુક્ત) આમાલ ➔ ૧૯મી (શબે કદ્ર)ના મખ્સૂસ આમાલ ➔

🤲 ઓગણીસમી રાતની મુખ્તસર દુઆ

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ ، يَاذَا الَّذِي كَانَ قَبْلَ كُلِّ شَيْءٍ ، ثُمَّ خَلَقَ كُلَّ شَيْءٍ ، ثُمَّ يَبْقَى وَيَفْنَى كُلُّ شَيْءٍ ، يَا ذَا الَّذِي لَيْسَ فِي السَّمَوَاتِ الْعُلى وَلَا فِي الْأَرَضِينَ السُّفْلَى، وَلَا فَوْقَهُنَّ وَلَا بَيْنَهُنَّ وَلَا تَحْتَهُنَّ إِلهُ يُعْبَدُ غَيْرُهُ ، لَكَ الْحَمْدُ حَمْدًا لَا يَقْدِرُ عَلَى إِحْصَائِهِ إِلَّا أَنْتَ، فَصَلِّ عَلَى مُحَمَّدٍ وَالِ مُحَمَّدٍ ، صَلَاةً لَا يَقْدِرُ عَلَى إِحْصَائِهَا إِلَّا أَنْتَ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય તે ઝાત કે જે દરેક વસ્તુની પહેલા પણ મૌજૂદ હતો, પછી તેને દરેક વસ્તુઓને પૈદા કરી છે, પછી પણ ફક્ત તે જ બાકી રેહનાર છે અને દરેક વસ્તુ ફના થઇ જવાવાળી છે; અય તે ઝાત કે જેની સિવાય - ઊંચા આસમાનોમાં, તથા ઝમીનોની પાતાળમાં, અને જે કાંઈ તે બન્નેની ઉપર છે, અને જે કાંઈ તે બન્નેની દરમિયાન છે, અને જે કાંઈ તે બન્નેની નીચે છે - બીજું કોઈ મઅબૂદ નથી કે જેની ઈબાદત થતી હોય; ફક્ત તારી માટે જ બધા વખાણ છે કે જેની ગણત્રી તારા સિવાય બીજું કોઈ નથી કરી શકતું, તો તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર, કે જેની ગણત્રી પણ તારા સિવાય બીજું કોઈ નથી કરી શકતું.

🤲 ઓગણીસમાં દિવસની મુખ્તસર દુઆ

ઓગણીસમી તારીખે નીચેની દુઆ પઢે તો આસમાન અને જમીનના મલાએકા તેના માટે ઇસ્તિત્ફાર અને દુઆએ ખૈર કરે.

દુઆના ઓડિઓ માટે નીચે ક્લિક કરો

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ ، اللَّهُمَّ وَفِّرْ فِيْهِ حَظِي مِنْ بَرَكَاتِهِ وَ سَهِّلْ سَبِيلِي إِلَى خَيْرًا تِهِ وَلَا تَحْرِمْنِي قَبُولَ حَسَنَاتِهِ ، يَا هَادِيَّا إِلَى الْحَقِّ الْمُبِينِ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય અલ્લાહ, આ મહીનાની તારી બરકતોમાં મારા હિસ્સામાં ભરપૂર બરકત અતા કર, અને તેની નેકીઓ માટે મારા રસ્તાને આસાન બનાવ, અને તે નેકીઓને કબૂલ કરવાથી મને વંચિત ન રાખ, અય ચોખ્ખા હક્કની તરફ હિદાયત કરવાવાળા.

🎧 તિલાવતે કુરાન - પારા 19

પારા ૧૯:

🎙️ પારા 19નો ખુલાસો

પારા ૧૯ નો ખુલાસો:

🎙️ રમઝાનુલ મુબારક દરસ

ઓગણીસમો દરસ:
હોમપેજ