←
તઅકીબાત
અક્ષરોની સાઇઝ:

નમાઝની સલામ પછી પડવાની દુઆ

શૈખ તૂસીની કિતાબ મિસબાહમાં નકલ થયું છે કે જ્યારે નમાઝની સલામ પડી લ્યો તો ત્રણ વખત અલ્લાહો અકબર કહો, દરેક વખતે તમારા હાથોને કાન સુધી ઊંચા કરો અને ત્યાર બાદ આગળની તઅકીબાત (દુઆ) શરૂ કરો.

لَا اِلٰہَ اِلَّا ﷲُ اِلٰھًا وَاحِدًا وَنَحْنُ لَہٗ مُسْلِمُوْنَ

ખુદા સિવાય કોઈ મઅબુદ નથી એ એકમાત્ર મઅબુદ છે અને અમે તેના હુકમનું પાલણ કરનાર છીએ

لَا اِلٰہَ اِلَّا ﷲُ وَلَا نَعْبُدُ اِلَّا اِیَّاہُ

ખુદા સિવાય કોઈ મઅબુદ નથી અમે માત્ર એની જ ઈબાદત કરીએ છીએ

مُخْلِصِیْنَ لَہُ الدِّیْنَ وَلَوْ كَرِہَ الْمُشْرِكُوْنَ

અમે માત્ર એના દીન માટે મુખ્લિસ છીએ ભલે શિર્ક કરનારા લોકો એ વાતને નાપસંદ કરે

لَا اِلٰہَ اِلَّا ﷲُ رَبُّنَا وَرَبُّ اٰبَائِنَا الْاَوَّلِیْنَ

ખુદા સિવાય કોઈ મઅબુદ નથી જે અમારો અને અમારા પૂર્વજોનો પણ પાલનહાર છે

لَا اِلٰہَ اِلَّا ﷲُ وَحْدَہٗ وَحْدَہٗ وَحْدَہٗ

ખુદા સિવાય કોઈ મઅબુદ નથી જે એકલોજ છે એક છે એકલોજ છે

ٲَنْجَزَ وَعْدَہٗ، وَنَصَرَ عَبْدَہٗ، وَٲَعَزَّ جُنْدَہٗ

એણે પોતાનું વચન પૂરું કર્યું પોતાના બંદાને મદદ આપી પોતાના લશ્કરને વિજયી બનાવ્યું

وَھَزَمَ الْاَحْزَابَ وَحْدَہٗ

અને એકલાએ જ દુશ્મનો ના સમૂહને હરાવ્યા

فَلَہُ الْمُلْكُ، وَلَہُ الْحَمْدُ

એજ માલિક છે અને એજ વખાણના લાયક છે

یُحْیِیْ وَیُمِیْتُ، وَیُمِیْتُ وَیُحْیِیْ، وَھُوَ حَیٌّ لَا یَمُوْتُ

એ જ જીવંત કરે છે અને મારે છે, એ જ મારે છે અને જીવંત કરે છે, એ હંમેશ જીવંત છે અને ક્યારેય નહિ મરે

بِیَدِہِ الْخَیْرُ، وَھُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ

નેકી એના હાથમાં છે અને એ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.