નમાઝ પછી પડવાની દુઆ

માહે રમઝાનમાં દરરોજની વજીબ નમાઝ પછી પડવાની દુઆઓ:

યા અલીયો યા અઝીમ:

દરેક વાજિબ નમાઝો પછી આ દુઆ પઢે
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ ، يَا عَلِيُّ يَا عَظِيمُ ، يَا غَفُورُ يَا رَحِيمُ ، أَنْتَ الرَّبُّ الْعَظِيمُ الَّذِي لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَ هُوَ السَّمِيعُ الْبَصِيرُ وَهُذَا شَهْرٌ عَظَمْتَهُ وَكَرَّمْتَهُ وَ شَرَّفْتَهُ وَفَضَّلْتَهُ عَلَى الشُّهُورِ وَ هُوَ الشَّهْرُ الَّذِي فَرَضْتَ صِيَامَهُ عَلَيَّ وَهُوَ شَهْرُ رَمَضَانَ الَّذِي أَنْزَلْتَ فِيْهِ الْقُرْآنَ ، هُدًى لِلنَّاسِ وَ بَيِّنَاتٍ مِنَ الْهُدَى وَالْفُرْقَانِ وَجَعَلْتَ فِيْهِ لَيْلَةَ الْقَدْرِ وَ جَعَلْتَهَا خَيْرًا مِنْ أَلْفِ شَهْرٍ ، فَيَاذَا الْمَنِ وَلَا يُمَنُّ عَلَيْكَ مُنَّ عَلَيَّ بِفَكَاكِ رَقَبَتِي مِنَ النَّارِ فِيمَنْ تَمُنُّ عَلَيْهِ وَأَدْخِلْنِي الْجَنَّةَ بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِينَ

🎧 દુઆ સાંભળો

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય સર્વોચ્ચ, અય ખુબજ મહાન, અય ખુબજ માફ કરનાર, અય બહુજ દયાળુ, તું એ મહાન પરવરદિગાર છે કે તેની જેવું બીજું કોઈ નથી, તે બધુજ સાંભળનાર અને જોનાર છે. અને આ તે મહિનો છે જેને તે મહાનતા આપી, માનનીય બનાવ્યો, ઇઝ્ઝત આપી અને તેને બીજા બધા મહીનાઓ ઉપર ફઝીલત આપી છે. અને આ તે મહીનો છે જેના રોઝાઓને તે મારી ઉપર વાજિબ કર્યા છે, અને આ તે રમઝાનનો મહીનો છે કે જેમાં તેં કુરઆનને નાઝિલ કર્યુ છે કે જે તમામ લોકો માટે હિદાયત છે અને જેમાં હિદાયતની સ્પષ્ટ દલીલો ઉપરાંત જેમાં હક્ક અને બાતિલને ઓળખવાની તમામ નિશાનીઓ બયાન થયેલી છે, અને આ મહીનામાં શબે કદ્રને રાખી છે કે જેને તેં હજાર મહીનાઓ કરતા પણ બેહતર બનાવી છે. તો અય એહસાન કરનાર કે તારી ઉપર કોઈ એહસાન નથી કરી શકતું, મારી ગરદનને જહન્નમની આગથી આઝાદ કરીને મારી ઉપર એહસાન કરી મને તે લોકોમાં શામિલ કર કે જેઓની ઉપર તું આ એહસાન કરવાનો છે, અને તારી રેહમત થકી મને જન્નતમાં દાખલ કર, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.

રસૂલે ખુદા (સ.અ.વ.) ની દુઆ : અલ્લાહુમ્મ અદખિલ

રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે કે જે કોઈ માહે રમઝાનમાં દરેક વાજિબ નમાઝ પછી આ દુઆ પઢે અલ્લાહ તઆલા તેના કયામત સુધીના ગુનાહોને બક્ષી આપશે, તે આ દુઆ છે :
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ ، اللَّهُمَّ أَدْخِلُ عَلَى أَهْلِ الْقُبُورِ السُّرُورَ اللَّهُمَّ اغْنِ كُلَّ فَقِيْرٍ ، اللَّهُمَّ اشْبِعُ كُلَّ جَائِعِ اللَّهُمَّ اكْسُ كُلَّ عُرْيَانِ ، اللَّهُمَّ اقْضِ دَيْنَ كُلِّ مَدِيْنٍ ، اللَّهُمَّ فَرِجُ عَنْ كُلِّ مَكْرُوبٍ، اللَّهُمَّ رُدَّ كُلَّ غَرِيْبٍ ، اللَّهُمَّ فُكَ كُلَّ أَسِيرٍ ، اللَّهُمَّ أَصْلِحْ كُلَّ فَاسِدٍ مِنْ أُمُورِ الْمُسْلِمِينَ ، اللَّهُمَّ اشْفِ كُلَّ مَرِيضٍ ، اللَّهُمَّ سُدَّ فَقْرَنَا بِغِنَاكَ ، اللَّهُمَّ غَيْرُ سُوْءَ حَالِنَا بِحُسْنِ حَالِكَ ، اللَّهُمَّ اقْضِ عَنَّا الدَّيْنَ وَاغْنِنَا مِنَ الْفَقْرِ ، إِنَّكَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

🎧 દુઆ સાંભળો

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય અલ્લાહ, કબરવાળાઓને ખુશી નસીબ કર, અય અલ્લાહ, દરેક ફકીરને તવંગર કર, અય અલ્લાહ, દરેક ભુખ્યાને (પેટ ભરીને) ખાણું ખવરાવ અય અલ્લાહ, દરેક નવસ્ત્રાને વસ્ત્ર પેહરાવ કર્ઝદારના કર્ઝને અદા કર અય અલ્લાહ, દરેક અય અલ્લાહ, દરેક ઉદાસીવાળાની ઉદાસી દૂર કર, અય અલ્લાહ, દરેક મુસાફિરને પોતાના વતન પહોંચાડ, અય અલ્લાહ, દરેક કૈદીને મુક્ત કર, અય અલ્લાહ, મુસલમાનોના અય , દરેક કામની ખરાબ હાલતને સુધારી આપ અલ્લાહ, દરેક બિમારને શિફા અતા કર, અય અલ્લાહ, તું અમારી ફકીરીને તારી તવંગરી થકી બદલી આપ, અય અલ્લાહ, અમારી ખરાબ હાલતને તારી સારી હાલત થકી બદલી નાખ, અય અલ્લાહ, અમારા કર્ઝને અદા કર અને અમારી ફકીરીને અમીરી થકી બદલી નાખ, ખરેખર તું દરેક બાબત ઉપર સત્તાવાન છે.
મુખ્ય પેજ (ઇન્ડેક્સ)