| નામ | હુસૈન |
| ઓહદો | ત્રીજા ઇમામ |
| લકબ | સૈયદુશ્ શુહદા (શહીદોના સરદાર) |
| કુન્નિયત | અબુ અબ્દિલ્લાહ |
| પિતાનું નામ | ઇમામ અલી અલય્હિસ્સલામ |
| માતાનું નામ | હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલયહા |
| જન્મ તારીખ | ૩ શાબાન, હિજરી સન ૪ |
| જન્મ સ્થળ | મદીના |
| ઇમામતનો સમયગાળો | ૧૦ વર્ષ |
| કુલ વર્ષ | ૫૭ વર્ષ |
| શહાદતની તારીખ | ૧૦ મુહર્રમ (આશૂરા), વર્ષ ૬૧ હિજરી |
| કાતિલ | શિમ્ર, ઇબ્ને સઅદ, ઇબ્ને ઝ્યાદ, યઝીદ અલ્લાહ લાનત કરે ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ના તમામ કાતેલો ઉપર |
| મઝાર (રોઝો) | કરબલા (ઇરાક) |
ઇમામ હુસૈન અલય્હિસ્સલામ નો ટૂંકો પરિચય
▼અબુ અબ્દિલ્લાહ હુસૈન ઇબ્ને અલી અલય્હિસ્સલામ જેઓ "સૈયદુશ્ શુહદા" (શહીદોના સરદાર) ના લકબથી જાણીતા છે તે ઇમામ અલી અલય્હિસ્સલામ અને હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલયહા ના દિકરા છે.
આપ મુસલમાનોના ત્રીજા ઇમામ છે, જેઓ હિજરી સન ૫૦ પોતાના ભાઈ ઇમામ હસન અલય્હિસ્સલામની શહાદત પછી ઇમામતના પદ પર આવ્યા.
ઇમામ હુસૈન અલય્હિસ્સલામની ઇમામતના શરૂઆતના દસ વર્ષ મુઆવિયાના શાસનના અંતિમ વર્ષો સાથે હતા.
વર્ષ ૬૦ હિજરીમાં મુઆવિયાના મૃત્યુ પછી, ઇમામ હસન અલય્હિસ્સલામ સાથે થયેલ સુલેહનામા ની વિરુદ્ધ જઈને જ્યારે યઝીદ ઈબ્ને મુઆવિયા ગાદી પર બેઠો ત્યારે ઇમામ હુસૈન અલય્હિસ્સલામે કૂફાના લોકોના આમંત્રણ પર (ઇસ્લામ અને હકની રક્ષા માટે) કયામ (આંદોલન) કર્યું. પરંતુ કૂફાના અને બીજી અન્ય જગ્યાઓના લોકોએ આપની સાથે દગો કર્યો, જેના કારણે ૧૦ મુહર્રમ ૬૧ હિજરીના રોજ આશૂરાના દિવસે આપ પોતાના કેટલાક પરિવારજનો અને વફાદાર સાથીઓ સાથે કરબલામાં શહીદ થઈ ગયા.