સેહરીની મોટી દુઆ તરીકે ઓળખાતી સેહરીના સમયે પઢવાની આ ખુબજ અઝમતવાળી દુઆ પઢે, કે જે માહે રમઝાનમાં ઈમામ મોહમ્મદ બાકિર (અ.)ની સેહરીના સમયની દુઆ છે :
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ بَهَائِكَ بِأَبْهَاهُ وَكُلُّ بَهَائِكَ بَهِيَّ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِبَهَائِكَ كُلِهِ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ جَمَالِكَ بِأَجْمَلِهِ وَكُلُّ جَمَالِكَ جَمِيلٌ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِجَمَالِكَ كُلِّهِ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ جَلَالِكَ بِأَجَلِهِ وَكُلُّ جَلَالِكَ جَلِيلٌ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِجَلَالِكَ كُلِهِ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ عَظَمَتِكَ بِأَعْظَمِهَا وَكُلُّ عَظَمَتِكَ عَظِيمَةُ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِعَظَمَتِكَ كُلِّهَا
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ نُوْرِكَ بِأَنْوَرِهِ وَكُلُّ نُوْرِكَ نَيْرٌ . اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِنُوْرِكَ كُلِهِ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ رَحْمَتِكَ بِأَوْسَعِهَا وَكُلُّ رَحْمَتِكَ وَاسِعَةُ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِرَحْمَتِكَ كُلِّهَا ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ كَلِمَاتِكَ بِأَتَيْهَا وَكُلُّ كَلِمَاتِكَ تَامَّةٌ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِكَلِمَاتِكَ كُلِّهَا ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ كَمَالِكَ بِأَكْمَلِهِ وَكُلٌّ كَمَالِكَ كَامِلٌ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِكَمَالِكَ كُله ،
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ أَسْمَائِكَ بِأَكْبَرِهَا وَكُلُّ أَسْمَائِكَ كَبِيرَةً ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَسْمَائِكَ كُلِّهَا اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ عِزَّتِكَ بِأَعَزِهَا وَكُلُّ عِزَّتِكَ عَزِيزَةٌ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِعِزَّتِكَ كُلِّهَا ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ مَشِيَّتِكَ بِأَمْضَاهَا وَكُلُّ مَشِيَّتِكَ مَاضِيَةٌ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِمَشِيَّتِكَ كُلِّهَا ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ قُدْرَتِكَ بِالْقُدْرَةِ الَّتِي اسْتَطَلْتَ بِهَا عَلَى كُلِّ شَيْءٍ وَكُلُّ قُدْرَتِكَ مُسْتَطِيلَةٌ
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِقُدْرَتِكَ كُلِّهَا اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ عِلْمِكَ بِأَنْفَذِهِ وَكُلُّ عِلْمِكَ نَافِذُ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِعِلْمِكَ كُلِهِ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ قَوْلِكَ بِأَرْضَاهُ وَكُلُّ قَوْلِكَ رَضِيٌّ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِقَوْلِكَ كُله ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ مَسَائِلِكَ بِأَحَبِّهَا إِلَيْكَ وَكُلُّهَا إِلَيْكَ حَبِيبَةً ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِمَسَائِلِكَ كُلِّهَا ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ شَرَفِكَ بِأَشْرَفِهِ وَكُلُّ شَرَفِكَ شَرِيْفٌ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِشَرَفِكَ كُلِّهِ
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ سُلْطَانِكَ بِأَدْوَمِهِ وَكُلُّ سُلْطَانِكَ دَائِمُ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِسُلْطَانِكَ كُلِّهِ . اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ مُلْكِكَ بِأَفْخَرِهِ وَكُلٌّ مُلْكِكَ فَاخِرُ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِمُلْكِكَ كُلِهِ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ عُلُوكَ بِأَعْلَاهُ وَكُلٌّ عُلُوكَ عَالٍ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِعُلُوْكَ كُلِهِ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ مَتِكَ بِأَقْدَمِهِ وَكُلُّ مَنْكَ قَدِيمٌ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِمَتِكَ كُله ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ آيَاتِكَ بِأَكْرَمِهَا وَكُلُّ آيَاتِكَ كَرِيمَةٌ ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِآيَاتِكَ كُلِّهَا اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِمَا أَنْتَ فِيْهِ مِنَ الشَّأْنِ وَ الْجَبَرُوتِ وَ أَسْأَلُكَ بِكُلِّ شَأْنٍ وَحْدَةً وَجَبَرُوتٍ وَحْدَهَا اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِمَا تُجِيبُنِي حِيْنَ أَسْأَلُكَ فَأَجِبْنِي يَا اللَّهُ.
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી સુંદરતા માંથી માંગુ છું, તારી બેહતરીન સુંદરતાના વાસ્તાથી, અને તારી દરેક સુંદરતા ખુબજ સુંદર છે, અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ સુંદરતાના વાસ્તાથી; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી બેહતરીન ખુબસુરતીના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી દરેક ખુબસુરતી ખુબજ ખુબસુરત છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ ખુબસુરતીના વાસ્તાથી, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી મહાનતા માંથી માંગુ છું તારી બેહતરીન મહાનતાના વાસ્તાથી અને તારી દરેક મહાનતા ખુબજ મહાન છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ મહાનતાના વાસ્તાથી; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી મહાન બુઝુર્ગીના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી દરેક બુઝુર્ગી ખુબજ મહાન છે, અય અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ બુઝુર્ગીના વાસ્તાથી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા બેહતરીન નૂરના વાસ્તાથી સવાલ કરું છું, અને તારા દરેક નૂર નુરાની છે, અય અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ નૂરના વાસ્તાથી; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી ખુબજ ફેલાયેલી રહમતના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી બધીજ રહમત ખુબજ ફેલાયેલી છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ રહમતના વાસ્તાથી, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા સંપૂર્ણ કલામના વાસ્તાથી સવાલ કરું છુ, અને તારા દરેક કલામ સંપૂર્ણ છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા બધાજ કલેમાતના વાસ્તાથી; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી તમામ સંપૂર્ણતાના વાસ્તાથી સંપૂર્ણતા (કમાલ) માંથી માંગુ છું, અને તારા દરેક કમાલ સંપૂર્ણ છે, અય અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ કમાલના વાસ્તાથી,
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા મહાન નામોના વાસ્તાથી સવાલ કરું છુ, અને તારા દરેક નામો મહાન છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા બધાજ નામોના વાસ્તાથી; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી મહાન કુદરતના વાસ્તાથી, અને તારી દરેક કુદરત ખુબજ મજબૂત છે, અય અલ્લાહ હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ કુદરતના વાસ્તા,થી અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા અમલમાં આવેલા દરેક ઈરાદાના વાસ્તાથી, અને તારા દરેક ઈરાદા અમલમાં આવે છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા બધાજ ઈરાદાના વાસ્તાથી; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી કુદરત થકી કે જે બધીજ વસ્તુઓ ઉપર પ્રબળ છે, અને તારી દરેક કુદરત પ્રબળ છે, અય અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ કુદરતના વાસ્તાથી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા ઇલ્મમાંથી માંગુ છું, દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવનાર ઇલ્મના વાસ્તાથી, અને તારા તમામ ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધી છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ ઇલ્મના વાસ્તાથી; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા ખુબજ પસંદ કરેલા કથન (કવ્લ)ના વાસ્તાથી સવાલ કરું છું, અને તારા દરેક કથન પસંદ કરેલા છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ કથનના વાસ્તાથી, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા દરેક પસંદ કરેલ હુકમોના વાસ્તાથી સવાલ કરું છું, અને તારા દરેક હુકમોને તું પસંદ કરે છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા દરેક હુકમોના વાસ્તાથી; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી મહાન ઇઝ્ઝતના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી દરેક ઇઝ્ઝત ખુબજ મહાન છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક ઇઝ્ઝતના વાસ્તાથી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે હંમેશા રહેવાવાળી સત્તા (કુદરત)ના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી સત્તા હંમેશા બાકી રહેવાવાળી છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક સત્તાના વાસ્તાથી; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા ગર્વ ભરી સલ્તનત થકી સવાલ કરું છું, અને તારી દરેક સલ્તનત ખુબજ ગર્વને લાયક છે, અય અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક સલ્તનતના વાસ્તાથી, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી સર્વોચ્ચ બુલંદીના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી દરેક બુલંદી સર્વોચ્ચ છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક બુલંદીના વાસ્તાથી; અય અલ્લાહ, હું સવાલ કરું છું તારા એહસાનના વાસ્તાથી, જે હંમેશાથી છે, અને તારા દરેક એહસાન હંમેશાથી છે, અય અલ્લાહ હું તારા તમામ એહસાનના વસીલાથી સવાલ કરું છું, અય અલ્લાહ, હું તારી પાસે ઇઝ્ઝતવાળી આયતોના વસીલાથી સવાલ કરું છું, અને તારી દરેક આયતો ઇઝ્ઝતવાળી છે, અય અલ્લાહ ખરેખર હું તારી તમામ આયતોના વસીલાથી સવાલ કરું છું; (પછી પોતાની જે કાંઈ પણ હાજતો હોઈ તે માંગે કે ચોક્કસ પુરી થશે જ)
અય અલ્લાહ, મારો સવાલ તારી શાન અને તારી કુદરતોના વસીલાથી છે કે જે ફક્ત તારા માટેજ છે, અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા બધાજ દબદબા અને બધીજ કુદરતના વસીલાથી સવાલ કરું છું કે જે ફક્ત તારી પાસે જ છે; અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તે દરેક વસીલાથી સવાલ કરું છું કે જેના થકી તું મારી દુઆઓને કબૂલ કરે છે, તો મારી દુઆને કબૂલ કર, અય અલ્લાહ. (પછી પોતાની જે કાંઈ પણ હાજતો હોઈ તે માંગે કે ચોક્કસ પુરી થશે જ)