ભાગ ૧. દુઆ વિશે થોડી જાણકારી

દુઆ અને ઈબાદતનું મહત્ત્વ

એ જીંદગી શું કામની જે બંદગીથી ખાલી હોય! મોત અને હયાતનો ફલસફો તો એ જ છે કે ખાલિકે હકીકીની ઈબાદત કરવામાં આવે.

અલ્લાહ તઆલા ફરમાવે છે: “મેં જિન્ન અને ઈન્સાનને માત્ર મારી ઈબાદત માટે જ પેદા કર્યા છે.”

રહેમતના માલિક રબે કરીમની બારગાહમાં દુઆ કરવી અને તૌબા-ઇનાબહ કરવી એ ઈબાદતનું મૂળ છે.

હઝરતે ઇન્સાન કેટલો શરફ અને બુલંદીનો માલિક છે કે આખી કાએનાત તેની માટે જ પેદા કરવામાં આવી. સંપૂર્ણ કાએનાતમાં એજ એવો ઈઝ્ઝત વાળો છે જેને ઈઝ્ઝત અને તકરીમનો હકદાર ઠેહરાવયો છે.

દુનિયાની તમામ મખલૂકાતને ઈન્સાનની ખિદમત અને નફા માટે પેદા કરવામાં આવી છે, પરંતુ આટલી બધી અઝમત હોવા છતાં પણ એની ખિલકતનો હકીકી મકસદ અલ્લાહ તઆલાની મઅરફત અને ઈબાદત રાખવામાં આવી છે.

એટલે કે ઇન્સાનનું અસલ કામ ખુદા સાથે રાબતો અને તઅલ્લુક જાળવવાનો છે પણ એ રાબતો કેવો હોવો જોઈએ? આટલી બધી ઈઝ્ઝત હોવા છતાં, ખુદાવંદની બારગાહમાં ઇન્સાન મોહ્તાજ છે, જયારે કે ખુદાએ મહબૂબની જાત ગની અને અતા કરવા વાળી છે એટલે કે બેનિયાઝ છે. અને અલ્લાહ જેટલું કોઈ મહાન અને બુલંદ નથી ઇન્સાન જ્યારે મુશ્કિલો તકલીફો અને પરીક્ષામાં ફસાય જાય છે ત્યારે એવી ઝાત તરફ રૂજૂ કરે જે બધીજ વસ્તુ ઉપર કુદરત રાખે છે અને દરેક વસ્તુની ખબર રાખે છે

દુઆ થકી ઇન્સાન પોતાની મોહતાજી બતાવે છે અને પોતાના રબ સમક્ષ મદદની ઈલતેજા કરે છે સ્પષ્ટ છે કે જ્યારે ઇન્સાન મુશ્કેલી અને મુસીબતમાં ફસાઈ જાય છે ત્યારે તેને એક સહારાની અને એક મદદગારની જરૂરત પડે છે. જો એ સુખ સહારો ન મળે તો એ જીવનથી નિરાશ થઈ જાય છે અને કઈ વાર આખરી પગલું ઉઠાવવાની પણ કોશિષ કરી બેઠે છે.

એક પ્રખ્યાત નફસિયાતના માહિર પ્રમાણે, જો કોઈ કૌમમાં દુઆ અને મુનાજત નો અસર ઘટી જાય તો એ કૌમ ઝવાલ અને બરબાદીનો દરવાજો ખોલી નાખે છે. જે સમાજ દુઆ અને ઈલતેજા ની હકીકતથી બેખબર રહે છે, તેઓ ફસાદ અને હલાકતથી મહફૂઝ રહી શકતી નથી બચી શકતા નથી.

દરેક ઉમ્મત, દરેક ગ્રુપ અને દરેક શખ્સનો આખરી સહારો ખુદા જ હોય છે. જ્યારે હાજત એ હદે પહોંચી જાય કે કોઈ રસ્તો બાકી ન રહે, અને મુશ્કેલાતમાંથી નીકળવાનો કોઈ રસ્તો દેખાય નહિ, ત્યારે એ હાલતમાં દુઆ જ છે જે દિલને સુકુન અને શાંતિ આપે છે. અને બેચૈની ધીરે ધીરે દૂર થવા લાગે છે. અને બેઇખ્તિયાર હાથો દુઆ માટે ઊંચા થઈ જાય છે અને ઇન્સાન કહેશે:

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ "એ કોણ છે કે જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાયેલો ઇન્સાન દુઆ કરે, તો એ એની દુઃખદર્દ દૂર કરે છે?" (સુરએ નમલ, આયત 62)

જ્યારે ઇન્સાન બેસહારા અને નીરાશ થઈ જાય છે ત્યારે શક્તિ અને તાકાત કામ આવતી નથી, કોઈ ઉપાય નથી દેખાતો, ત્યારે દુઆ જ એ રોશની અને કિરણ બનીને ઝલક દેખાડે છે જ્યારે ઇન્સાન પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો તો તે ઇલતેજા અને આજેજી કરવા લાગે અને તેની આંખોમાંથી આંસૂ વહેવા લાગે છે ત્યારે દુઆનો કબૂલ થવાનો સમય નજીક હોય છે.

અને આ સમયે ઇન્સાન એક પરેશાન ઇન્સાન બનીને એક એવી હસ્તીથી નજીક મહેસૂસ કરે છે, જે દરેક વસ્તુનો માલિક છે એમાંથી તેને તનહાઈ અને એકલાપન દૂર થવા લાગે છે નિરાશીની કાળી છાયા છુટી જાય છે અને પોતાની કમજોરી અને અસહાયતા હવે ઉમ્મીદની તાકાતમાં બદલાતી અનુભવે છે. એ વિચારે છે જો મારી પાસે દુનીયાવી સહારો નથી તો શું થયું? મારી પાસે એ સર્વશક્તિમાન અલ્લાહ અને મઅબુદનો સહારો છે કે જેના કબઝામાં તમામ તાકાતો અને નેઅમતો છે જે દરેક મુસીબત અને મુશ્કેલી દૂર કરનારો છે.

ખાલિક સાથે એવો રાબતો માણસને નવી જીંદગી અને જીવવાની નવી ઉમ્મીદ બક્ષે છે. અને એના પરિણામે સુકૂન, ઇતમીનાન અને રાહત મળતી હોય છે. અને એ ખુશીથી કેહતો દેખાય છે:

أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ "ફકત! અલલાહની યાદ જ દિલને ઇતમીનાન અને શાંતિ આપે છે."

દુઆ કુરાનમાં અને હદીસોમાં

આયાતો અને રિવાયતોમાં જો દુઆના દુનીયામાં અને આખેરતમાં ફાયદાઓ પર નજર કરીએ, તો એ જાહેર થઈ જાય છે કે દુઆનું કેટલું મહત્વ અને ફઝીલત છે ખૂદ ખુદાવંદે મુતઆલે પોતાના બંદાઓને દુઆ કરવાનું હુકમ આપ્યો છે અને પોતાના પયગંબરોને પણ ફરમાવ્યું છે કે મારા બંદાઓને દુઆ કરવા માટે કહી દો.

ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ "તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ."
يَا مُوسَى مُرْ عِبَادِي يَدْعُونِي "એ મૂસા! મારા બંદાઓને કહો કે તેઓ મને દુઆ માટે પૂકારે."
يَا عِيسَى مُرْهُمْ أَنْ يَدْعُونِي مَعَكَ "એ ઈસા! મોઅમીનો ને હુકમ આપો કે તેઓ તમારી સાથ મળીને મારી પાસે દુઆ માંગે"

હઝરત મૂસા અને ઈસા અને ખુદ ખાતેમુલ અંબીયા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ જેવા બુઝર્ગ અંબિયા અલયહિમુસ્સલામપ પણ દુવા માટે હુકમ આપે છે અને દુઆની ફઝીલત માટે બેહતરીન દલીલ છે માસૂમીન આલેહિમુસ્સલામ ના ઇરશાદાત.

દુઆની અગત્યતા અને ફઝીલત રોજે રોશન જેવી સ્પષ્ટ છે.

હદીસોમાં દુઆની ફઝીલત

રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:

يَا عَلِي أَوْصِيكَ بِالدُّعَاءِ
"એ અલી! હું તમને દુઆ કરવા માટે શિફારીશ કરું છું."

બીજે જગ્યા પર રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:

الدُّعَاءُ مُخُّ الْعِبَادَةِ وَلَا يُهْلِكُ مَعَ الدُّعَاءِ أَحَدٌ "દુઆ એ ઇબાદતનો મૂળ તત્વ છે, અને દુઆ કરનાર શખ્સ કદી હલાક નહીં થાય."

બીજી હદીસમાં ફરમાવ્યું:

تَرْكُ الدُّعَاءِ مَعْصِيَةٌ "દુઆ છોડવી ગુનાહ છે."

અન્ય હદીસમાં:

ادْفَعُوا أَبْوَابَ الْبَلَاءِ بِالدُّعَاءِ "દુઆ દ્વારા બલાઓ અને મુશ્કેલીઓને દૂર કરો."

હઝરત અલી અલય્હિસ્સલામ ફરમાવે છે:

مَنْ قَرَعَ بَابَ اللَّهِ سُبْحَانَهُ فُتِحَ لَهُ "ઝમીન ઉપર અલલાહને સૌથી સારો અમલ જો પસંદ છે તે દુઆ છે."

બીજે ફરમાવ્યું:

الدُّعَاءُ تُرْسُ الْمُؤْمِنِ "દુઆ મોમીન માટે ઢાલ છે અને બચાવીને રાખે છે."

બીજી જગ્યાએ હઝરત અલી અલય્હિસ્સલામ ફરમાવે છે:

مَنْ قَرَعَ بَابَ اللَّهِ سُبْحَانَهُ فُتِحَ لَهُ "જે વ્યક્તિ અલલાહના દરવાજા ને દુઆ દ્વારા ખટખટાવે છે, તેના માટે તે દરવાજો ખોલી દેવામાં આવે છે."

ઇમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:

أَفْضَلُ الْعِبَادَةِ الدُّعَاءُ "સૌથી ઉત્તમ ઇબાદત દુઆ છે."

ઇમામ જાફર સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:

عَلَيْكَ بِالدُّعَاءِ: فَإِنَّ فِيهِ شِفَاءٌ مِنْ كُلِّ دَاءٍ "તમારા માટે દુઆ કરવી ફરજિયાત છે કેમ કે તેમાં દરેક બીમારીઓ માટે શિફા છે."

અંબિયા-અલય્હિસ્સલામની દુઆઓ

અંબિયા અલય્હિસ્સલામ જેવી બુઝર્ગ છે અને મઅસૂમ હસ્તીઓ પણ જ્યારે મુશ્કેલીઓ અને આફતોમાં ઘેરાઈ જતા ત્યારે તેઓ દુઆને જ સહારો બનાવતા અને પોતાના દુઃખ દુઆ દ્વારા હકીકી રબની બારગાહમાં પેશ કરતા.

હઝરત મૂસા અલય્હિસ્સલામની દુઆ:

قَالَ رَبِّ اشْرَحْ لِي صَدْرِي "તેમણે કહ્યું: અય મારા પાલનહાર ! મારા દિલને વિશાળ કરી દે, અને મારા કામને સરળ બનાવ, અને મારી જીભની ગાંઠને ખોલી દે. જેથી લોકો મારી વાત સમજે."
رَبِّ إِنِّي لِمَا أَنزَلْتَ إِلَيَّ مِنْ خَيْرٍ فَقِيرٌ "અય મારા પાલનહાર બેશક અત્યારે હું આ ખૈર અને નેકી નો તલબગાર છુ , અને હું તેના માટે સખ્ત હાજતમંદ છું."

હઝરત અયૂબ અલય્હિસ્સલામની દુઆ:

وَأَيُّوبَ إِذْ نَادَى رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ "અય મારા પાલનહાર! દુઃખ અને બીમારીએ મને ઘેરી લીધો છે, અને તું જ રહેમ કરવામાં બધાજ કરતા વધારે રહેમ કરનાર છો."

હઝરત યુનુસ અલય્હિસ્સલામની દુઆ:

لَا إِلَهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ "તારી સિવાય કોઈ મઅબુદ નથી, તું પાક અને પવિત્ર છે, ખરેખર મારાથી ભૂલ થઇ હતી."

હઝરત ઝકરીયા અલય્હિસ્સલામ ની દુઆ:

رَبِّ لَا تَذَرْنِي فَرْدًا وَأَنتَ خَيْرُ الْوَارِثِينَ "અય મારા પાલનહાર! મને એકલો અને ઓલાદ વગર ન રાખ, અને તું બધાજ વારસદાર કરતા બેહતર છે."

હઝરત યૂસુફ અલય્હિસ્સલામની દુઆ:

أَنتَ وَلِيِّي فِي الدُّنْيَا وَالْآخِرَةِ تَوَفَّنِي مُسْلِمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ " તું અય મારા પાલનહાર દુનિયા અને આખેરતમાં તું મારો માલિક છે, તું મને દુનિયા થી મુસલમાન ઉપાડી લે અને મને સાલેહીન અને સારા લોકો સાથે મિલાવી દે."

દુઆ કબૂલ થવા માટેની શરતો

ગુનાહોની તૌબા કરવી. એટલે હૃદય અને દિલથી પવિત્રતા હાંસલ કરવી નફ્સની ઈસ્લાહ કરવી જરૂરી છે.

પહેલી શરત

હઝરત ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: જ્યારે તમારામાંથી કોઈ અલ્લાહ પાસે દુનિયા અને આખેરત માટે કંઈ માંગવા ચાહે, ત્યારે પહેલા અલ્લાહના વખાણ કરે અને અલ્લાહનો શુક્ર અદા કરે અને પછી પૈગમ્બર અને તેમના આલ પર દુરૂદ મોકલે અને પછી ગુનાહોને સ્વીકારે અને પછી અલ્લાહ પાસે દુઆ માંગે.

બીજી શરત

ઝીંદગી ને બહારથી અને અંદરથી શુદ્ધ અને પાકીઝા બનાવે, ગસ્બી માલ અને ખોરાકથી પરહેઝ કરે તેમજ પૈગમ્બર સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમે ફરમાવ્યું છે કે જે વ્યક્તિ ઈચ્છે છે કે તેની દુઆ કબૂલ થાય, તો તે પોતાના ખોરાક અને કમાઈને પાક રાખે. (સફીનતુ બહાર: ભાગ ૧. પેજ. ૪૪૮)

ત્રીજી શરત

ફિત્ના અને ફસાદ નો મુકાબલો કરવો અને હકની દાવત આપવામાં કોઈ કસર ન છોડવી, કેમ કે જેમણે અમ્ર બિલ મારુફ અને નહિ અનિલ મુનકર છોડ્યું છે, તેમની દુઆ કબૂલ થતી નથી. અને હઝરત અમીરુલ મોમેનીન ફરમાવે છે કે અમ્ર બિલ મઅરુફ અને નહિ અનિલ મુનકર કરતાં રહેવું જોઈએ, જો એવું ન થયું તો અલ્લાહ તમારા પર ખરાબ લોકોને હાકીમ કરી દેશે અને પછી તમારાં માંથી સારા લોકો દુઆ કરશે પણ તે કબૂલ નહીં થાય.

ચોથી શરત

અલ્લાહ સાથે કરેલા વાયદા અને વચનને વફા અને અદા કરવો પણ દુઆ કબૂલ થવા માટે એક શરત છે જે વ્યક્તિ અલ્લાહ સાથે કરેલા વચનને પુરો નથી પાડતો, તે પોતાની દુઆ કબૂલ થવાની આશા ન રાખે. કોઈએ હઝરત અમીરુલ મોમેનીન પાસે દુઆ કબૂલ ન થવાની કરીયાદ કરી, તો આપે ફરમાવ્યું, તમારા દિલ અને દિમાગે એ વસ્તુઓમાં ખયાનત કરી, જેના કારણે તમારી દુઆ કબૂલ નથી થતી. તમે અલ્લાહને ઓળખી તેનો હક અદા નથી કર્યો , તેથી તમારી મઅરેફત અને ઓળખાણ કઈ પણ ફાયદો નથી આપતો. અલ્લાહના પયગંબર ઉપર ઈમાન છે, પરંતુ તેની સુન્નતો નો વિરૂદ્ધ કરો છો તમે કુરાન પઢો છો પરંતુ તેની ઉપર અમલ નથી કરતા, જીભ થી કહો છો અમે સાંભળ્યું છે, પણ તેની ઉપર અમલ નથી કરતા અને તેનો વિરોધ કરો છો.

તમે કહો છો કે અમે અલ્લાહના અઝાબ થી ડરીએ છીએ છતાં પણ અલ્લાહની નાફરમાની તરફ આગળ વધો છો તો પછી ડર ક્યાં છે ? તમે કહો છો કે જન્નતમાં જવાની ઈચ્છા છે પરંતુ તમે એવા કાર્ય કરો છો જે જન્નતથી દૂર જવા માટે છે તો પછી ઈચ્છા શા માટે? અલ્લાહની નેઅમતો ખાવ છો, પરંતુ શુક્ર નો હક અદા નથી કરતા. અલ્લાહે તમને આદેશ આપ્યો છે કે શયતાન સાથે દુશ્મની રાખો, શયતાન તમારો દુશ્મન છે, તેને દુશ્મન સમજો પણ તમે તેની સાથે મિત્રતા અને દોસ્તી કરી છે તમને લોકોના ઐબ દેખાય છે પરંતુ તમારા ઐબ નથી દેખાતા, આ પરિસ્થિતિઓમાં કેવી રીતે આશા રાખો છો કે તમારી દૂઆ કબૂલ થાય જયારે તમે પોતાની દુઆ કબૂલ થવાના દરવાજા પોતે બંધ કરી દીધા છે અને તકવા અને પરહેજગારી અપનાવો તમારા કાર્યોની સુધાર કરો અમ્ર બિલ મઅરૂફ અને નહિ અનીલ મુન્કર કરો જેથી તમારી દૂઆ કબૂલ થઇ શકે. (સફીનતુ બેહાર: ભાગ. ૧ પેજ. ૪૪૮)

પાંચમી શરત

અમલ અને કોશિશ સાથે સાથે હોવી જોઈએ, જેમ કે મઅસૂમીન અ,સ ફરમાવ્યું; અમલ વગર દૂઆ કરનાર એવો છે જેમણે કમાન વગર તીર ચલાવ્યું. આમાં ખુલુસ, દુનિયાથી દૂરી, અલ્લાહ પાસે દિલથી દુઆ, જે અમલ કરી શકતા હોય તે જરૂર કરે અને અલ્લાહ તરફ રૂજુઅ કરે..

દુઆ વિશે ઈમામોના ફરમાન:

દૂઆ વિશે હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે: યા અલ્લાહ, જો તારો આદેશ ન હોત કે મારી પાસે દુઆ માંગ, તો હું ક્યારેય પણ દૂઆ ન માંગત, પરંતુ હું આ વસ્તુને તારી વિરુદ્ધ ગણત હું એ માટે દૂઆ કરું છું કારણ કે આ તારા નજીક મનપસંદ અમલ છે.

રિવાયતમાં છે કે જ્યારે નમાઝી નમાઝ પછી દુઆ માંગ્ય વગર તરતજ ઉભો થઈ જાય છે, તો અલ્લાહ ફરીશ્તાને કહે છે કે, તમેં આને જોયો કે આ મારો બંદો મારેથી બેનીયાઝ છે અને તેને મારી જરૂરત નથી. પયગંબર સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: દૂઆ મોમીનનું હથિયાર છે.

દુઆ માટે મફાતિહુલ જિનાન, શેખ અબ્બાસ કુમ્મીએ જેવી પવિત્ર કિતાબ તૈયાર કરેલ છે, જેમાં દરેક અમલ દરેક ફરીઝા, દરેક જરૂરીયાત અને દરેક મુશ્કેલી અને તકલીફો થી બચવા માટેની દૂઆઓ છે.

એક વખત આ કિતાબ જરૂર પડજો